Khoufnak Game - 4 - 2 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 4 - 2

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

ખોફનાક ગેમ - 4 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

મોતની ચેમ્બર્સ

ભાગ - 2

‘કિશન...તું જલદી તારી મોટર સાઇકલ લઇને ચૂપચાપ અહીંથી સરકી જા અને પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને મદદ માટે કહે અને પોલીસ પાર્ટીને લઇને જલદી પાછો આવ...’

‘પણ હેમા પોલીસ મારી વાત માનશે...?’

‘ગમે તેમ કરી તું થાણાના ઇન્સ્પેક્ટરને સમજાવીને લઇ આવ, કિશન આપણી પાસે સમય નથી...’ હેમા બોલી, તેના ચહેરા પર વ્યાકુળતા દેખાઇ રહી હતી.

‘હેમા...તું પણ મારી સાથે ચાલ...જો મામલો ગંભીર હોય તો તને એકલી અહીં મૂકીને હું ન જઇ શકું, તારા માથે જો સંકટ આવી પડે તો...?’

‘કિશન...તું જલદી ભાગ, મારી ચિંતા કરવાની જરૂર નથી, આ જો મારી પાસે રિર્વોલ્વર છે. હું ગમે તેને પહોંચી વળવા સક્ષમ છું...’ કમરમાં ખોસેલી રિર્વોલ્વર કાઢી બતાવતાં હેમા બોલી.

‘અરે...તારી પાસે રિર્વોલ્વર...!’ આશ્ચર્યથી હેમા સામે જોતાં કિશન બોલ્યો.

‘હવે વાતો કરવાનો સમય નથી. જલદી જા...’ લગભગ ધક્કો મારતાં હેમા બોલી.

‘ઠીક છે...જઉં છું પણ તારો ખ્યાલ રાખજે...’ પ્રેમ ભરી નજરે નિહાળતાં કિશન બોલ્યો.

‘ભલે...ભલે...અને હા સાંભળ...’

‘બોલ હેમા.’

‘સાંભળ તારી મોટર સાયકલને ચાલુ કર્યા વગર જ હવેલીની બહાર લઇ જજે, હવેલીથી થોડે દૂર જઇ પછી તેને ચાલુ કરજે...સમજ્યો અને પોલીસને સમાચાર આપી આવ્યા પછી તું હવેલીમાં આવવાને બદલે સામેની ટેકરીઓ તરફ ચાલ્યો જજે અને મારી રાહ જોજે...’

‘ઓ.કે...બાય...’ કિશન બહાર ગયો કે તરત જ હેમા પણ તેના કમરામાંથી બહાર આવી હવેલીના પાછળના ભાગ તરફ જવા લાગી.

‘અરે પણ ને ક્યાં લઇ જાવ છો...?’

‘ તને આ ધરતીથી દૂર વાયા ‘અવકાશ’ થઇને બીજા ગ્રહમાં લઇ જવામાં આવે છે. આમે તને લાગે છે ને કે ધરતી પર પ્રલય થવાનો છે અને તું ચાંદ પર જવા માંગતો હતો તો તને ચાંદ કરતાંય બીજા સારા ગ્રહ પર લઇ જવામાં આવશે...’ બોસ જેવો લાગતો તે માણસ કટાક્ષભર્યા સ્વરે બોલ્યો.

‘અરે પણ ચંદ્ર પર તો મારા મામાનું ઘર છે. એટલે જવું તું...ચંદ્ર પર મારા મામાની બે-ચાર કાપડની મિલો છે, ફાર્મ હાઉસ છે, સરસ બંગલો છે, યાર તમે મને ચંદ્ર પર જવા દો.’

તેઓ આદિત્યને હવેલીની બહાર થોડે દૂર લઇ ગયા. ત્યાં એક ખુલ્લુ મેદાન હતું. ત્યાં પહોંચ્યા પછી બોસ જેવા લાગતા તે શખ્સે મોબાઇલ ઓન કરી કોઇ સાથે વાત કરી અને પછી એક નિશ્ચિત દિશામાં લેસર લાઇટથી સંકેત આપવા લાગ્યો.

લગભગ પાંચ મિનિટમાં સમયમાં જ આકાશમાં અચાનક ધક...ધક...ધક... જેવો અવાજ આવવા લાગ્યો. ત્યાં ઊભેલા સૌ સાથે આદિત્યે પણ ઉપર આકાશ તરફ જોયું.

કાળા ડિબાંગ આકાશમાંથી એકાએક એક હેલિકોપ્ટર બહાર ધસી આવ્યું અને તે ખુલ્લા મેદાનની ઉપર ચક્કર લગાવવા લાગ્યું. ત્રણ-ચાર ચક્કર લગાવ્યા પછી તે મેદાનની વચ્ચોવચ્ચ ધરતી પર ઉતરાણ કર્યું.

હેલિકોપ્ટર સ્થિર થતાં જ તરત આદિત્યને હેલિકોપ્ટરમાં લઇ જવાનો આદેશ આપી તે બોસ જેવો આદમી હવેલી તરફ ઝડપથી જવા લાગ્યો.

ચિ ઇ ઇ ઇ ઇ...ના અવાજ સાથે અચાનક તે લોખંડનો દરવાજો સ્લાઇડની જેમ તેના ગેડર પર સરકી ગયો.

ચોંકીને પ્રલયે માથું ઘુમાવી દરવાજા તરફ નજર ફેરવી.

દરવાજા પર તે બોસ જેવો આદમી ટટ્ટાર સીના સાથે પ્રલયની સામે સ્મિત ફરકાવતો ઊભો હતો. જાણે પ્રલયની ઠેકડી ઉડાડતો હોય તેવા ભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

‘મી.જાસૂસ...અમે સૌ જોઇ રહ્યા છીએ. સાથે સાથે તારા સાથીનેય લેતા જઇએ છીએ. થોડીવાર પછી આ હવેલી નેસ્ત-નાબૂદ થઇ જશે. તે પહેલાં તું આ ગેસ ચેમ્બર્સમાં ખુદાને પ્યારો થઇ ગયો હોઇશ...ખુદ ખુદા તારા આત્માને શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. બસ...તને અલવિદા કહેવા માટે જ આવ્યો છું...’

‘આમે જો હું મરવાનો જ હોઉં તો મારી આખરી ચ્છા રૂપે એઠલું તો કહેતો જા કે આ બધું શું ષડયંત્ર હતું અને મારા સાથીદારને તું ક્યાં લઇ જઇ રહ્યો છે અને...અને...આ બધા જાનવરો છે કે આદમી...?’

‘ઉત્તમ...ઠીક છે, તું મરવાનો છો એટલે તને કહી દઉં છું કે તે જે જાનવર જેવા માનવો જોયા છે તે પરગ્રહ વાસી જ છે અને તેઓ ધરતી પર પોતાનો ‘બેઝ કેમ્પ’ બનાવી રહ્યા છે અને તેનું મુખ્ય કેન્દ્ર આફ્રિકાના એક અજ્ઞાત ટાપુર પર આવેલું છે. જ્યાં ક્યારેય માનવ પહોંચી શકતો નથી અને પહોંચી નહીં શકે...’

‘અશક્ય...આ બધા પરગ્રહવાસી માનવો હોય તે હું માનવા તૈયાર નથી. છતાં તારી વાત માની લઉં છું. હવે એ કહે કે અમે ભારતના જાસૂસો છીએ તે તમને કેવી રીતે ખબર પડી અને અચાનક આ હવેલીને છોડી તમે કેમ જઇ રહ્યા છો.’

તારા કોઇપણ પ્રશ્નનનો જવાબ આપવા હું બંધાયેલો નથી. છતાં તને કહું કે મને હમણાં જ હાઇ કમાન્ડનો આદેશ આવ્યો હતો કે ભારતીય ઇન્ટેલીજન્સ બ્યુરો તથા નેપાળની જાસૂસી સંસ્થાને આપણી આ હવેલી પર શંકા ગયેલી છે. તેઓ આપણી પાછળ પડી ગયા છે. તેથી ફટાફટ હવેલીથી નીકળી જાવ અને હવેલીને ઉડાવી મૂકો. કોઇ પણ સમયે હવેલીને પોલીસ ઘેરી લે તેવી તેને શંકા હતી....બોલ હવે તો તું શાંતિથી મરીશને, હવે મને જલદી જવા દે, અહીંથી થોડીવારમાં જ પ્રલય આવી જવાનો છે. તને ભરખી જશે...’ ‘બાય’ કહેતાં તે જવા લાગ્યો.

મિ. સાંભળતો જા...અહીં ગમે તેવો પ્રલય આવે પણ યાદ રાખજે હું મરવાનો નથી. તારી આ જાળને છિન્ન-ભિન્ન કરવા તારી પાછળ પ્રલય બનીને ચોક્કસ આવું છું. જા...દુનિયાના ગમે તે છેડે છુપાઇ જજે. તને હું શોધીને તમારી જાળને ખતમ કરી નાખીશ...’ ગુસ્સાથી તમતમતો પ્રલય ચિલ્લાયો. તેનો ચહેરો અત્યારે ખોફનાક લાગતો હતો.

‘બાય...મિ...’ ફરીથી એક વખત પ્રલય સામે હાથ હલાવી તેણે સ્મિત વેર્યુ પછી આગળ લોબીમાં ચાલવા લાગ્યો.ટપ...ટપ...ટપ તેનો ચાલવાનો અવાજ દૂર થતો ગયો. ધડામ...અવાજ સાથે તે રૂમના દરવાજા બંધ થઇ ગયા અને ફરીથી પ્રલયની ચારે તરફ સન્નાટો છવાઇ ગયો.

તે બોસ જેવા લાગતા આદમીની વાત જો સાચી હોય તો એક એક ક્ષણ કિંમતી છે. પ્રલયે વિચાર્યુ અને પછી ફટાફટ તેનું દિમાગ અહીંથી છૂટવા માટેના વિચારોમાં સક્રિય થયું.

પ્રલયને મળ્યાના લગભગ પંદર મિનિટ પછી તે હવેલીથી થોડે દૂર જંગલમાં એક મેદાનમાં એક હેલીકોપ્ટર આકાશ તરફ ઊડતું નજરે ચડ્યું. જેંમાં તે બોસ જેવો આદમી પોતાની ફોજના બે-ચાર મેઇન માણસો તથા આદિત્યને લઇને જઇ રહ્યો હતો.

હવેલીના પાછળના ભાગમાં વૃક્ષની ઉપર છુપાયેલી હેમાએ પણ તે હેલિકોપ્ટરને ઊડતું જોયું. ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો.જમ્પ મારી તે વૃક્ષની નીચે ઊતરી અને હાથમાં રિર્વોલ્વર લઇ તે હવેલીના અંદરની તરફ જવા લાગી.

હાથ-પગનાં બંધનો તોડવા પ્રલય માટે મોટી વાત ન હતી. તેની બૂટની એડીમાં હંમેશા એક છૂરી રહેતી અને એક તરફ દબાણ આપવાથી તરત તે ખૂલી જતાં કેટલીય વખત સંકટના સમયે તે છૂરીની મદદથી પ્રલયે પોતનાં બંધનો તોડી પાડ્યાં હતા. પણ તેમાં સમય લાગતો, ખૂબ જ શાંતચિત્તે કામ કરવું પડતું, પરંતુ અત્યારે પ્રલય પાસે સમય ખૂબ જ ઓછો હતો. તેની ચારે તરફ મોતના પડછાયા ઘુમી રહ્યા હતા.

બંધાયેલી હાલતમાં જ પ્રલય ઊંચો થયો અને ધીરે ધીરે પગને વાળીને ઊંચા કરવા લાગ્યો. ધીરે ધીરે ઊંચા થયેલા પગને તેમણે દીવાલ પર ટેકાવ્યા પછી જમણી તરફ શરીરને વાળી દીવાલના ટેકે જોર આપી. બૂટની એડીનો તે ભાગ દબાવવા લાગ્યો. એક મિનિટ...બે મિનિટ અને ટચના ધીમા અવાજ સાથે બૂટના તળિયામાં છુપાયેલી છૂરી સાપની લબકારા મારતી જીભની જેમ બહાર આવી. ત્યારબાદ પ્રલય ધીરે ધીરે પગને પાછળની તરફ વાળવા લાગ્યો. સાથે સાથે બંધાયેલા હાથ-પગ શરીરના નીચેના ભાગ તરફ વાળવા લાગ્યો.

અચાનક કમરાની તીવ્ર શાંતિમાં સરસરાટીનો આછો અવાજ આવવા લાગ્યો. પ્રલયે પોતાની ગરદનને એક તરફથી બીજી તરફ ફેરવી દીવાલોની ચારે તરફ નજર ફેરવી અને તે ચોંકી ઊઠ્યો.

કાચની બનેલી તે ‘દીવાલોમાં બનાવેલા નાના-નાના કાણાઓમાંથી ધૂપસળી સળગાવતા નીકળતા ધુમાડાની જેમ ધૂમ્ર-સેરો નીકળવા લાગી. પ્રલયે એક લાંબો શ્વાસ લઇને સૂંઘવાની કોશિશ કરી કે તરત જ તેને ખ્યાલ આવી ગયો કે તે કાણાંઓમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ (N03) નીકળી રહ્યો હતો.

પ્રલય ધ્રૂજી ઊઠ્યો. મોતના કદમની આહટ ધીરે ધીરે નજદીક આવી રહી હતી.

‘એય...છોકરી કોણ છે તું...?’ હવેલીની લોબીમાં આગળ વધતી હેમા અવાજ સાંભળી ચોંકી ઊઠી અને પાછળ વળીને તેણે નજર ફેરવી.

પેહલવાની બાંધાનો એક માણસ પોતાના બંને હાથ કમર પર મૂકીને ઊભો હતો. તે તેજ પળે કોઇ કમરામાંથી બહાર આવ્યો હતો. તેના ચહેરા પર સખ્તાઇના ભાવ સાથે આશ્ચર્યના ભાવ પણ છવાયેલા હતા.

હેમાએ જરાય સમય ગુમાવ્યા વગર તરત ઝડપથી પોતાના શરીરને ફેરવ્યું અને ચિત્તાની જેમ દોડી તે આદમી પર જમ્પ લગાવી, જમ્પ લગાવતી વખતે તેના જમણાં હાથનો પંજો એકદમ સીધો થયો અને તે આદમીના નાક પર કરાટેની ચાયના રૂપમાં રસીદ થયો.

તે આદમી કાંઇ વિચારી શકે તે પહેલાં હેમાએ એટલા ઝડપથી તે પગલું ભર્યું હતું કે હેમાનો સામનો કરવાનો તેને સમય જ ન મળ્યો.

તેના મોંમાંથી એક સીચ સરી પડી અને પાછલા પગે તે ત્રણ-ચાર ડગલાં પાછળ ખસી ગયો. તેના નાકનું હાડકું તૂટી પડતાં તીવ્ર પીડાના ભાવ તેના ચહેરા પર છવાઇ ગયા અને નાકમાંથી દળદળ કરતું લોહી નીકળવા લાગ્યું.

કમરામાં ધીરે ધીરે નાઇટ્રિક ઓક્સાઇડ નામનો ઝેરી ગેસ એકઠો થતો હતો. પ્રલય પોતાના હથનાં બંધન તોડી નાખવા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. તેનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. મોત તેને પોતાની આગોશમાં લઇ લે તે પહેલાં તે મોતને હાથતાળી આપી છટકી જવા માંગતો હતો. જીવન જીવવાની તીવ્ર જિજીવિષા તેને બંધન તોડી ભાગી છૂટવા માટે બળ પૂરી રહી હતી. હર એક સેકન્ડ કિંમતી હતી. બૂટમાં લાગેલી છૂરી અને તેના હાથનાં બંધનો વચ્ચે હજી વીસ ઇંચનો ફાસલો હતો અને તે ફાંસલો તેને વીસ સેકન્ડમાં પૂરો કરવાનો હતો. કમરામાં ધીરે ધીરે ગેસ ભરાતો જતો હતો.

ખુંખાર નજરોથી હેમાને જોતા તેઁણે દોટ મૂકી. એક છોકરી તેને મારી ગઇ. તેને ઘણું જ ખોટું લાગ્યું હોય તેમ ધુંઆપૂંઆ થતો હેમાને રહેંસી નાખવા દોટ મૂકી. ભડકેલાં આખલાની જેમ દોડતા આવતો તે મવાલી હેમા પાસે પહોંચ્યો અને હેમાને પકડવા જમ્પ લગાવી તે જ ક્ષણે હેમા ઝડપથી નીચે બેસી ગઇ અને તે રઘવાયેલા ઢોર હેમાના શરીરની ઉપરથી અધ્ધર પસાર થઇ સામેની દીવાલમાં ‘ધડાક...’ અવાજ સાથે અથડાયો. જેવો તે દીવાલ સાથે અથડાયો તેજ ક્ષણે હેમા ઊભી થઇ સાથે સાથે જમણા પગની પેડીથી અર્ધગોળ ફરી અને ત્યારબાદ ખૂબ જ ઝડપથી કચકચાવીને પગની લાત તે મવાલીની કમર પર મારી, હેમાના લાતના ભીષણ પ્રહારથી તે હચમચી ગયો અને લડખડાયો.પછી તો હેમાએ તેને સ્વસ્થ થવાનો ચાન્સ જ ન આપ્યો. ધડાધડ લાતો અને મુક્કાઓના પ્રહારો તેના પેટ, કમર, મોં પર મફતમાં જ રસીદ કર્યા. તે બૂમો પાડતો રહ્યો અને હેમા તેને પ્રેમથી મેથીપાકનું ભરપેટ ભોજન આપતી રહી. તેની ચીસોના અવાજ હવેલીમાં ગુંજી ઊઠ્યા અને થોડીપળોમાં લોબીમાં કોઇના દોડતાં-ચાલતાં આવતાં પગલાંનો અવાજ આવ્યો. હેમાએ ફરીને લોબીના છેડા તરફ જોયું તો બે માણસો દોડતા તેની તરફ ધસી રહ્યા હતા.

પ્રલયના બૂટના તળિયામાં રહેલી છૂરી હવે તેના હાથનાં બંધનોને અડી રહી હતી પણ હજી બંધનોને તે કાપી શકી ન હતી. કાચના તે ઓરડામાં ગેસનું પ્રમાણ વધતું જતું હતું. પ્રલયને હવે એકદમ ઉધરસ આવી રહી હતી. તેના કારણે તેના હાથ અને પગની સ્થિતિ જળવાતી ન હતી. તેના કારણે હાથનાં બંધનો કાપવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. તે કાચના કમરામાં જેમ જેમ ગેસનું પ્રમાણ વધતું જતું હતું તેમ-તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું. પ્રલયને હવે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેની છાતી ભારે થતી જતી હતી અને એકદમ ગૂંગળામણ થતી હતી. તેને આખા શરીરમાં જાણે એકદમ આગની નજદીક ઊભો હોય તેવી લાય બળતી હતી.

‘મોત હવે બે-ચાર ક્ષણના સમય જેટલું જ દૂર છે...’ પ્રલયના મગજમાં વિચારોની હારમાળા દોડી રહી હતી. મોતથી તે ડરી જાય તેવો ન હતો. પણ આવું નીરસ મોત તેને પસંદ ન હતું. દુશ્મનોની સામી છાતીઓ લડતા-લડતા દેશ માટે શહીદ થવાની એક ઘેલછા તેના મનમાં હતી. અત્યારે તેને સર સોમદત્ત, કદમ, આદિત્ય, તાનીયા સૌ યાદ આવી રહ્યાં હતા. સોમદત્તજીને ક્યારેય ખ્યાલ નહીં આવે કે પ્રલય કેમ માર્યો ગયો અને આદિત્ય ક્યાં ગુમ થઇ ગયો તેનો પણ કોઇને પત્તો નહીં લાગે. તેના જેવો મર્દ માણસ એક ઉંદરના મોતે મર્યો તેનો સૌને અફસોસ થશે. પ્યારીબેન જેવી તાનીયા પોતાના મોટાભાઇના આ મોતને કબૂલ નહીં રાખે અને કદમ...કદમ તો જીવવાનું ભૂલી જશે. નેપાળમાં ભયાનક તાંડમ મચાવી દેશે...’ પ્રલયની આંખોમાં આંસુનાં બે બુંદ સરી પડ્યાં.

‘‘હે, મા ભવાની’’ મને શક્તિ આપો...મા મારે આવા મોતથી નથી મરવું...’’ માનું સ્મરણ કરતાં તેના મનમાં શક્તિનો સંચાર થયો. મનોબળને મજબૂત બનાવી તેણે જડબાને સખત રીતે ભીંસ્યા. આવતી ઉધરસને રોકવા માટે તેણે એક ઊંડો શ્વાસ લઇને રોકી રાખ્યો અને શરીરનું પૂરું ધ્યાન હાથના બંધન પર એકત્રિત કર્યું, અને હતું એટલા બળનો ઉપયોગ કરી બૂટમાં લગાવેલી છૂરીને હાથનાં બંધનો સાથે ઘસવા લાગ્યો.

હેમાએ પોતાની કમરમાં છુપાવેલી રિર્વોલ્વર ખેંચી કાઢી.

‘જરાય હલન-ચલન કર્યા વગર ઊભા રહો...’ નીચે પડેલા તે પહેલવાનની છાતી પર એક પગ મૂકી દોડતા આવતા તે બે શખ્સ સામે રિર્વોલ્વર તાકતાં હેમાએ ત્રાડ પાડી. અત્યારે તેનો ચહેરો એકદમ વિકરાળ બની ગયો હતો. તેની મોટી નશીલી આંખોમાં અંગારા વસી રહ્યા હતા. તેના બાલ છૂટા થઇને તેની છાતી ખંભા પર ફેલાઇ ગયા હતા.

દોડતા આવતા તે બંને શખ્સ હેમાનું રૂપ જોઇને સ્તબ્ધ થઇ ગયા. તેના પગ પર બ્રેક લાગી ગયા.

‘બંને હાથ ઊંચા કરો જલદી...’ હું બરાબર હવે નજદીક આવો.’ નીચે પડેલા પહેલવાનની છાતી પર પગનું જોરથી દબાણ આપતાં તે શખ્સ અવાજે દહાળી.

***