asmanjas in Gujarati Love Stories by નિમિષા દલાલ્ books and stories PDF | અસમંજસ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અસમંજસ

‘જાગો મોહન પ્યારે જાગો.....’ મોબાઈલના એલાર્મટોનથી સુનિધિ જાગી. ત્રણ વર્ષ પહેલાં સુધી દર્શનને જગાડવા મૂકેલો આ ટોન, આજે પણ સુનિધિએ બદલ્યો નથી. આ ટોનથી તેને દર્શનનો સાથ અનુભવાતો..

“દીદી.. રાગિણીદીદી.. આજે જરા બેડ ટી આપજો ને ! માથું ખૂબ ભારે લાગે છે..” સુનિધિએ બેડમાં પડ્યા પડ્યા પોતાના એકાકી જીવનના સાથી રાગિણીબહેનને બૂમ મારી કહ્યું. દર્શનના ગયા પછી દીદી જ એક માત્ર એના સુખદુઃખના સાથી હતા. રાગિણીબહેન તેનાથી ઉંમરમાં પાંચેક વર્ષ મોટાં. ઘરમાં રસોઈ કરવાથી માંડીને બીજાં બધાં જ કામ તે કરતાં. પતિથી તરછોડાયેલા રાગિણીબહેનને સંતાનમાં એક માત્ર દીકરી હતી જેના હોસ્ટેલમાં અભ્યાસનો તમામ ખર્ચો સુનિધિ અને દર્શન કરતાં. દર્શનનાં ગયાં પછી પણ સુનિધિએ એમાં કોઇ સમાધાન કર્યું નહોતું, પણ ત્યારથી રાગિણીબહેન તેના ઘરે જ તેની સાથે રહેવા આવી ગયા હતાં.

થોડીવાર સુધી કોઇ હલચલ ન થઈ, એટલે સુનિધિને યાદ આવ્યું, કે રાગિણીબહેન તો કાલે જ તેમના ગામ દીકરી પ્રેમાના લગ્ન નક્કી કરવા ગયા હતાં. કમને તે ઊઠી હાથમાં બ્રશ લઈ તેણે બારણું ખોલ્યું. બારણાંમાં છાપાં સાથે એક નાનકડો લાલ ગુલાબનો બૂકે જોયો. તેને નવાઈ લાગી આ સવાર સવારમાં આમ બૂકે કોણ મૂકી ગયું હશે. કોઇ બીજાનો તો નહીં હોય ને ! તેણે આજુબાજુ જોયું કોઇ દેખાયું નહીં. બૂકે હાથમાં લીધો તો એક નાનકડું કાર્ડ દેખાયું. તેના પર પોતાનું નામ જોઇ નવાઈ લાગી. બૂકે અને છાપું ડાઈનીગ ટેબલ પર મૂકી નિત્યક્રમ પતાવી રસોડામાં ગઈ. સવારે ચા ન પીએ ત્યાં સુધી બીજા કામ તેને સૂઝતા નહીં અને વર્ષોથી રાગિણીબહેનના હાથની ચા આદત પડી ગઈ હતી, આજે જાતે મૂકીને પીવી પડશે. તેણે ગેસ પર ચા-ખાંડ નાખી પાણી મૂક્યું ને દૂધ લેવા ફ્રીઝ ખોલ્યું.

“બહેન, દૂધ ખલાસ થઈ ગયું છે. સવારે વોચમેનને કહી મંગાવી લેજો.” રાતે જતાં જતાં દૂધનો ગ્લાસ સુનિધિના હાથમાં આપતાં રાગિણીબહેને કહેલા શબ્દો સુનિધિને યાદ આવ્યાં. તેણે ગુસ્સામાં ફ્રીઝનું બારણું પછાડ્યું. બારણું ખોલી એક બૂમ વોચમેનને મારી. કોઇ જવાબ નહીં. ગુસ્સામાં ઘરમાં આવી ગેસ બંધ કરી, એક્ટિવાની ચાવી અને પર્સ લઈને નીચે ઉતરી. આ શું ? આ એક્ટિવામાં ચાવી જતી કેમ નથી ! તેના ગુસ્સામાં વધારો થયો. સુનિધિ બળપૂર્વક ચાવી અંદર-બહાર કરી ખોલવાની કોશિશ કરી રહી હતી.

“અરે ! સુનિધિબહેન, શું થયું ? આજે સવાર સવારમાં ? ક્યાં નીકળ્યા ? રાગિણીબહેન ક્યાં ગયાં ?” પડોશણ ખ્યાતિ એના બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી. પંચાતિયણ. એને શું કામ રાગિણીબહેન જ્યાં ગયા ગયા હોય ત્યાં એ મનમાં બબડી ને ખ્યાતિને જવાબ આપ્યો

“એ ગામ ગઈ છે. તેની દીકરીના લગ્ન નક્કી કરવા.”

“ઓહ !” બોલી એ નજીક આવી. તેણે સુનિધિને એક્ટિવામાં ચાવી નાખવાની કોશિશ કરતી જોઇ હતી. “આજે તબિયત નથી સારી શું ? મારી એક્ટિવા તમારી ચાવીથી કઈ રીતે ખુલશે ?” ખ્યાતિએ હસતાં હસતાં કહ્યું અને પોતાની પાસેની ચાવીથી એક્ટિવા ખોલ્યું. સુનિધિ છોભીલી પડી ગઈ. એ તરત ત્યાંથી ખસી પોતાની એક્ટિવા પાસે ગઈ.

“આ એક સરખો રંગ છે ને એટલે જરા...” તેણે હસીને વાત ફેરવી તોળી.

“કંઈ વાંધો નહીં, થાય થાય.” એમ જરા વ્યંગમાં કહી બાળકોને લઈ એ ત્યાંથી જતી રહી અને સુનિધિ દૂધ લેવા. દૂધ લઈને આવી.. મૂકી ચા બનાવીને કપ લઈ ડાઈનીંગ ટેબલ પર મૂક્યો અને ચેર ખેંચી બેઠી ને નજર પાછી બૂકે પર ગઈ. ચાના કપમાંથી એક ઘુંટડો ભર્યો. થોડી શાંતિ વળી. બૂકે પરથી કાર્ડ હાથમાં લીધું. માત્ર મારી સુનિધિને આજના દિવસે .. હેપ્પી રોઝ ડે સુનિધિ. હેપ્પી રોઝ ડે ? આજે રોઝ ડે છે. તેણે છાપું હાથમાં લીધું ૭ફેબ્રુઆરી.. હા આજે તો રોઝ ડે. તેને દસ વર્ષ પહેલાનો રોઝ ડે યાદ આવી ગયો. કોલેજમાં પ્રવેશતાં જ દર્શને એના મિત્ર પાસે પોતાને લાલ ગુલાબ મોકલાવેલું ને પોતે ખડખડાટ હસી પડેલી. તેણે દર્શનને કહ્યું પણ હતું કે એ તેના મિત્ર તરફથી એ ગુલાબ સ્વીકારે છે પણ તારા નામનું નહીં. એક અઠવાડિયા સુધી દર્શન નર્વસ રહેલો. આમ તો એની દર્શન સાથેની મિત્રતા ગાઢી હતી પણ પ્રેમના એ પ્રતીકને સુનિધિને આપવામાં એ ડરતો હતો. એનો એ ડર કાઢતા સુનિધિને અઠવાડિયું લાગી ગયું હતું બાકીના ડે એ વર્ષે દર્શનની હિમ્મત વધારવામાં પોતે જ પહેલ કરી ઊજવ્યા હતા. એ વર્ષનો વેલેન્ટાઈન ડે સુનિધિએ એટલો યાદગાર બનાવ્યો હતો કે આજે પણ એની આંખ ભીજાઈ ગઈ. દર્શનની યાદમાં ચા પણ ઠરી ગઈ અને આ બૂકે કોણે મોકલ્યો હશે એ રહસ્ય તો હજુ રહસ્ય જ હતું કારણ કે દર્શન તો ત્રણ વર્ષ પહેલાં.... ઘડિયાળે ૯નો ટકોરો વગાડ્યો. એ ઝડપથી ઊભી થઈ. સાડા દસે તો જોબ પર હાજર થઈ જવાનું અને રાગિણીબહેન નથી એટલે બધા કામ પણ ....

“ગુડમોર્નીંગ.” રોમાએ લિફ્ટમાં પ્રવેશતાં પોતાની સહકર્મી અને ખાસ સખી તેવી સુનિધિ કહ્યું. સામેથી કોઇ પ્રતિભાવ ન મળ્યો.

“ઓ.. હાય કયા વિચારમાં છે ?” સુનિધિના મોં સામેથી રોમાએ હાથ ફેરવ્યો છતાં સુનિધિએ કોઇ જવાબ ન આપ્યો.. કાયમ રોમાને જોઇ ખીલી ઊઠતી સુનિધિ આજે તેની હાજરીની નોંધ સુધ્ધાં લઈ નથી રહી. ચોક્કસ કોઇ પ્રોબ્લેમ છે. રોમાની ધીરજ ખુટી ગઈ તેણે જોરથી સુનિધિને બે ખભા પકડી હલાવી ત્યાં સુધીમાં તો તેમની ઓફિસનો ફ્લોર પણ આવી ગયો. રોમા સામે માત્ર એક હલકું સ્મિત વેરી સુનિધિ ઓફિસમાં પ્રવેશી ગઈ અને રોમા જોતી જ રહી. લંચના સમય સુધી રોમા સુનિધિના હાવભાવ અને તેની ક્રિયાઓ પર નજર રાખી હતી. રોજના ક્રમ પ્રમાણે કેંટિનમાં બંને એક ટેબલ પર બેઠા. કર્મચારીઓ માટે લંચની વ્યવસ્થા ઓફિસ તરફથી જ કરવામાં આવતી.

“સુનિધિ. આજે સવારથી જોઇ રહી છું, તું કોઇક અલગ વિચારમાં ફરી રહી છે. શું થયું ?” રોમાએ સુનિધિના હાથને પ્રેમથી પોતાના હાથમાં લેતાં કહ્યું. સુનિધિ કંઈ ન બોલી.

“દર્શનના કોઇ સમાચાર આવ્યા ? બોલને યાર, આમ તારું મૌન મને અકળાવે છે.” કોલેજના સમયથી સુનિધિ અને રોમા સખીઓ હતી. દર્શનના ગયા પછી તેને આધાતમાંથી બહાર કાઢવા, રોમાએ પોતાની જ ઓફિસમાં તેને નોકરી આપાવી હતી, ત્યારથી તો બંનેની મૈત્રી વધુ ગાઢ બની હતી. ઘરમાં રાગિણીબહેન અને ઓફિસમાં રોમા બસ સુનિધિની આ જ દુનિયા હતી. દર્શનનું નામ આવતાં એક નજર રોમા પર નાખી સુનિધિએ લંચને ન્યાય આપવા હાથ છોડાવ્યો ને રોમાને સવારની બૂકેવાળી વાત કહી.

“હશે યાર, મોકલ્યો હશે કોઇએ પણ. તેમાં આટલું બધું શું વિચારવાનું ? વેઈટ.. વેઈટ, તને એમ તો નથી લાગતું ને કે દર્શન....”

“ના યાર, ફોરમે તેના ફોટા મોકલ્યા હતા તે જોયા પછી... અને છૂટાછેડા પણ તો થઈ ગયા.”

“ધેન ? ચીલ યાર.. છોડ, અને આ બેચલર લાઈફ એન્જોય કર.” ને બંને સખીઓ રોજના મુડમાં આવી ગઈ સાંજે હોટલમાં ડીનરનો પ્લાન બનાવી કામે વળગી.

ડીનર કરીને આવી ફ્રેશ થઈ સુનિધિએ અધૂરી નવલકથા હાથમાં લીધી ને બેડ પર પડી.. આ વાંચવાની આદત પણ તેણે દર્શનની યાદ ભુલાવવા પાડી હતી પણ આજે.

શું દર્શન આ મોકલ્યું હશે ? શું એ તેને આજે પણ એટલો જ પ્રેમ કરે છે ? તે વિચારી રહી. ના-ના એવું હોત તો એ તેને છોડીને જાત જ શું કામ ! તો ? તો શું પોતાની ભુલ સમજાઈ હશે ? શું તે પોતાને છોડીને જવાના નિર્ણય પર એ પસ્તાતો હશે ?

અરે ! હરખઘેલી ના થા. ને પાછા દર્શનના સપના નહીં જો. સુનિધિના મને તેને ટપારી. તને યાદ નથી ? પેલી તારી સ્કૂલની ક્લાસમેટ ફોરમે તને મેઈલમાં દર્શનના અને તેની નવી ગર્લફ્રેન્ડના ફોટા મોકલ્યા તો હતા. સુનિધિને દર્શન સાથેની છેલ્લી પ્રેમભરી રાત યાદ આવી ગઈ.

“ઓહોહો... કેમ આજે જનાબને બહુ વહાલ ઉપડે છે ?” સુનિધિ સુતા પહેલા રોજ સ્નાન કરતી. તેને બાથરૂમમાં જાય તે પહેલાં જ દર્શને બાહોંમાં લીધી.

“મને ફ્રેશ તો થવા દે.” સુનિધિએ છુટવાનો પ્રયત્ન કર્યા વિના જ કહ્યું.

“ચાલ નિશુ આજે સાથે...”

“ચલ, નફ્ફટ, ના હોં.. ખસ.. સાથે નહાવામાં પાણીની આખી ટાંકી તું ખલાસ કરી નાખે છે અને સવારે આખા એપાર્ટમેંટના લોકો અંદરોઅંદર લડે છે.” હસતાં હસતાં સુનિધિએ પ્રેમથી દર્શનને અળગો કર્યો.

ગુલાબી ટ્રાંન્સપરંટ ગાઉનમાં સુનિધિના બધા અંગમરોડ જોઇ દર્શન જાણે ઘેલો ઘેલો થઈ ગયો અને તેના પ્રેમમાં સુનિધિએ પણ પોતાની જાત ઓગાળી નાખી.

“નિશુ, મને કેનેડામાં અત્યારથી હાયર સેલરીની જોબ ઓફર થઈ છે.” થાકેલી સુનિધિના ગાલ પરથી હળવેથી લટ હટાવતા દર્શને કહ્યું.

“દર્શન, મને કેનેડા નથી જવું.”

“પણ નિશુ, અત્યાર કરતાં ડબલ સેલરી છે.” સુનિધિએ જવાબ ન આપ્યો.

“નિશુ, આપણે હજુ પોતાનું ઘર બનાવવાનું છે. આ ભાડાના મકાનમાં... અને હા.. મારા દીકરાને હું પોતાના બંગલામાં જ લાવવા માગું છું.” દર્શને ફરી સુનિધિને બાથમાં લીધી.

“હું પણ જોબ કરીશ દર્શન. બંને મળીને બંગલાનું સપનું..” સુનિધિએ દર્શનની આંખમાં આંખ પરોવતા કહ્યું, હજુ વાક્ય પૂરું થાય એ પહેલા તો દર્શને તેને એક ધક્કાથી અળગી કરી.

“મારે કેનેડા જવું છે. તું સાથે આવે, કે ન આવે..” ગુસ્સાથી બોલી તે બેડ પરથી ઊભો થઈ રૂમની બહાર જતો રહ્યો. એ છેલ્લી રાત હતી, બંનેના પ્રેમની, પછી તો... પછી તો રોજ આ જ ટોપીક પર લડાઈ અને અંતે છુટાછેડા... કડવી યાદોથી સુનિધિની આંખો ભીંજાઈ ગઈ.

બીજે દિવસે ૮ફેબ્રુઆરી એ દિવસે ફરી છાપાં સાથે નામ વિનાનો પ્રપોઝ ડે નો કાર્ડ- ૯મીએ પોતાને ભાવતી ચોકલેટનું બોક્ષ- ૧૦મીએ ખૂબ મોટી સાઈઝનું ટેડી... સવાર સવારમાં છાપાં સાથે ગિફ્ટ આવતી રહી અને સુનિધિ વિચારતી રહી કે કોણ હશે પોતાને આટલું નજીકથી જાણનાર જેને પોતાની પસન્દગીની ચોકલેટ ખબર છે, ટેડીમાં પણ પોતાને મીકી માઉસ ગમે છે... દરેક ગિફ્ટ સાથે માત્ર સુનિધિનું જ નામ.. એક તો રાગિણીબહેન નહોતા ને રોજ એ રોમાને કહેતી તો રોમા હસવામાં એ વાત ઉડાડી દેતી. ૧૧મીએ પ્રોમિસ ડે પર મૃત્યુ સુધી સુનિધિનો સાથ નિભાવવાની પ્રોમિસવાળો કાર્ડ. પણ કોણ સાથ નિભાવશે એનો કોઇ ઉલ્લેખ નહીં. આ રહસ્ય વધતું જ જતું હતું. રહસ્ય હતું પણ એ વ્યક્તિ હવે તેને મનોમન ગમવા લાગી હતી. ત્રણ-ત્રણ વર્ષના પોતાના દિલના એ ખાલી ખૂણામાં એણે નાનકડી જગ્યા કરી લીધી હતી.

‘જાગો મોહન પ્યારે..’ એલાર્મ રીંગ બન્ધ કરતાં જ મોબાઈલ રણક્યો.

“ગુડમોર્નીંગ. સુપ્રભાત માય લવ. ઉમ ...આ... હ....” અને એક દીર્ઘ ચુંબનનો અવાજ..ને ફોન કટ. સુનિધિ એક આંચકા સાથે બેડમાંથી બેઠી થઈ ગઈ. થોડીવાર માટે જાણે પથ્થર બની ગઈ. આજે ૧૨મી તારીખ આજનો દિવસ તો કિસ ડે. રોમાને આ વાત કહેવા ઉતાવળી બનેલી સુનિધિએ આજે ચા પણ નહીં પીધી અને જલ્દી તૈયાર થઈ રોમાના ઘરે..

રોમાને વળગીને રડવા જ માંડી. આ રહસ્ય હવે એવું ઘેરાતું હતું કે તેને સમજાતું નહોતું કે તેણે ખુશ થવું કે... જેમતેમ રોમાએ સુનિધિને સંભાળી અને બંને સખીઓ જલ્દી જલ્દી જોબ પર જવા નીકળી ગઈ. દિવસ આખો કામમાં પસાર થયો.

“રોમા, આજે મારે ત્યાં ચાલને. મને ડર લાગે છે. એ કોણ હશે ? તેની પાસે મારો નંબર ક્યાંથી આવ્યો હશે ?”

“હું ચોક્કસ આવતે નિધિ, પણ પપ્પા આઉટ ઓફ સ્ટેશન છે, ને મમ્મી પણ ઘરમાં..”

“હા અને તારી મમ્મી મને પસંદ નથી કરતી, એટલે મારાથી તારે ત્યાં પણ..” સુનિધિએ નિરાશ શબ્દોમાં કહ્યું.

રાત્રે ઊંઘની દવા લઈ સુનિધિ સૂઈ ગઈ. બીજે દિવસે ડરતાં ડરતાં દરવાજો ખોલ્યો. પણ..

કોઇ કાર્ડ નહીં. સુનિધિને થોડી શાંતિ થઈ. ઓફિસે જતાં સુધી એ ડરતી રહી પણ કોઇ ફોન નહીં આવ્યો. આજે ૧૩મી આજે હગ ડે.. એ તો રૂબરુ જ ઊજવાય ને.. તે ડરતી પણ હતી અને પેલી વ્યક્તિને જોવાની-મળવાની ઇચ્છા તીવ્ર બની હતી. પોતાની આ બેવડી લાગણી તેને સમજાતી નહોતી. કોઇ પણ ખાસ બનાવ વિના આખો દિવસ પસાર થઈ ગયો. બીજે દિવસે વેલેંટાઈન ડે હતો. શું થશે ની ચિંતામાં એ સવારે વહેલી ઊઠી ગઈ. ને જલ્દી તૈયાર પણ થઈ ગઈ. બે વાર દરવાજો ખોલી જોઇ આવી. કોઇ કાર્ડ આવ્યું ? કે બૂકે મૂકી ગયું છે કોઇ ? કોણ જાણે એવી રાહ તે શા માટે જોતી હતી ! આજે જોબ પર જવું જ નથી, એમ નક્કી કર્યું અને રોમાને ફોન કરી જણાવી દીધું હતું. દરવાજો ખુલ્લો રાખી જાળીમાંથી તે બહારની અવરજવર પર નજર નાખી રહી હતી. છાપાની સાથે ન કાર્ડ-ન બૂકે- ન કોઇ મેસેજ ન કોઇ ફોન. આખો દિવસ આમ જ ખાલી પસાર થઈ ગયો. સાંજે ૫ વાગે વોચમેન એક ચિઠ્ઠી આપવા આવ્યો.

“મેડમ, કોઇ સર આપને માટે આ ચિઠ્ઠી આપી ગયા છે.” સુનિધિએ કવર હાથમાં લીધું. ગુલાબી કવર અને તેના પર સિલ્વર અક્ષરે પોતાનું નામ લખેલું. હાથમાં લેતાં તો પોતાના મનપસન્દ પરફ્યુમની મહેક તેની આસપાસ પ્રસરી ગઈ. પોતાની પસન્દગીના પર્ફ્યુમની જાણ કોને હોઈ શકે ? કોણ છે આ ? અંદર જઈ બારણું બન્ધ કરી સુનિધિએ કવર ખોલ્યું..

‘હાય માય લવ.. મને મળવા તું મારા જેટલી જ આતુર હશે કેમ ? આજે તો પ્રેમીઓ નો દિવસ છે. તો આપણે ન મળીએ તે કેમ ચાલે ? સાતેક વાગે લેકવ્યુ ગાર્ડનમાં હું તારી રાહ જોઇશ. સાથે બોટીંગ કરીશું .. ને પછી હોટલમાં ડીનર.

અરે હા.. હું તો તને ઓળખું છું તું કેવી રીતે મને ઓળખશે ? ચલ એક હિંટ આપી દઉં. તારા મનપસન્દ રંગનું શર્ટ (રંગ નથી કહેતો એ તને ખબર જ છે.) અને બ્લ્યુ જીન્સ પહેરીને આવીશ. ઓળખીશને મને ? ચલ મળીએ સાંજે સાત વાગે લેકવ્યુ ગાર્ડન પર.’ ઉપરનીચે કોઇ નામ નહીં..

સુનિધિને શું કરવું તે સમજાયું નહીં. એકબાજુ આ નવા પ્રેમીને મળવાની ઉત્સુકતા હતી તો બીજી બાજુ ડર. તેણે રોમાને જોબ પરથી પોતાને ત્યાં જ બોલાવી લીધી.

રોમાએ ચિઠ્ઠી વાંચી અને બંને સખીઓ પોણા સાત વાગ્યામાં ગાર્ડન પર પહોંચી ગયા. એક્ટિવા થોડે દૂર પાર્ક કરી મોંને દુપટ્ટાથી કવર કરીને બીજા કોઇના એક્ટિવા પર બેસી પેલાની રાહ જોતા હતા..

“એક્સુક્યુઝમી” એકદમ નજીકથી અવાજ આવ્યો ને બંને ચમક્યા.

“તમને શું લાગે છે ? કે તમે બંને ફેસ કવર કરશો તો હું ઓળખી નહીં શકું ? મને ખાતરી જ હતી સુનિધિ કે તું રોમાને લઈને જ આવીશ. સાચુ માનજે કે મેં તને કોલેજના વખતથી સાચો પ્રેમ કર્યો છે અને માત્ર તારી આંખો પરથી તને ઓળખી શકું છું.” રોમા અને સુનિધિએ આમ બોલનાર વ્યક્તિની સામે જોયું.. તેણે સ્કાય બ્લ્યુ શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યું હતું ને.. અને ચેહરા તરફ નજર જતાં જ બંને એક સાથે બોલી પડ્યા, “રોહિત તું...?” બંને ને કોલેજનો એ રોહિત યાદ આવી ગયો જે કાયમ સુનિધિને પ્રેમપત્રો લખ્યા કરતો અને જેને પિતાનું બગડેલું સંતાન ગણી એ લોકો કાયમ સજા કરાવતા હતા. જરા ધ્યાનથી સુનિધિની નજર રોહિત પર પડી તો તેને આગલા દિવસનો એક બનાવ યાદ આવ્યો. જ્યારે તે સવારે દૂધ લેવા જતી હતી ત્યારે એક યુવાન ઠોકર ખાતા તેને ભેટી પડ્યો હતો. સોરી, કહીને જતો રહ્યો હતો. રોહિત, એ જ યુવાન હતો. તેણે હગ ડે ના દિવસે....

રોહિત એક લાલ ગુલાબના શેઈપના બોક્ષમાંથી એક ડાઈમંડ રીંગ કાઢી જાહેર રસ્તા પર સુનિધિને પૂછી રહ્યો હતો..

“વીલ યુ બી માય વેલેંટાઈન, વીલ યુ મેરી મી ?” અને સુનિધિ ફાટી આંખે તેને જોઇ રહી.. એ અસમંજસમાં કે શું જવાબ આપવો..