Pyar impossible - 1 in Gujarati Love Stories by mahendr Kachariya books and stories PDF | પ્યાર impossible (ભાગ.1)

Featured Books
Categories
Share

પ્યાર impossible (ભાગ.1)

એક હળવી વરસાદી સાંજનો મદ મદ લહેરાતો પવન અને તેનાથી પસારિત થયેલી માટીની આહલાદક સુંગધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક બનાવી રહ્યો તૌ.
સમી સાંજ નો ઢળતો સુરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધું સુંદર બનાવતી તી. ક્યાંક દૂરથી મંદીરનો ઘટારવ અને આરતી સભળાતીહતી.શામોલી
બાલ્કનીમા હિચકા પર બેસી વરસાદી સાંજનું સૌંદર્ય મણી રહી હતી.આજુબાજુનાં ઘરોમાંથી રેડિયો કે ટીવીમાં ગીત
સંભળાતું હતુ.

ये मौसम की बारिश ये
बारिश का पानी
ये पानी की बुंदे
तुजे ही तो ढूढे
ये मिलने की ख्वाहिश
ये ख्वाहिश पूरानी
हो पूरी तुझी से मेरी ये कहानी

ભોળી અને અલ્લડ સ્વભાવની શામોલીની કહાની પણ એના પ્રિન્સ ચામિગ પર આવીને પુરી થાય એમ ઈસ્ચતીં હતી. દરેક યુવતીઓન મનમાં તેનાં સ્વપ્નોનો રાજકુમાર વસતો હોય છે. પન શામોલીને તેનો રાજકુમાર મળ્યો નહોતો. પ્રિન્સ અની પ્રિન્સેસને ઘોડા પર લેવા આવે તેમ મને પણ આવી રીતે એની સાથે લઈ જાય એવી રંગીન કલ્પનાઓમાં સરી પડતી શામોલી.શામોલીને એના Mr.right નો ઇતજાર હતો.શામોલી એનો dream boy કેવો હશ? અત્યારે શુ કરતો હશે? મને ક્યારે મળશે? એવાં વિચારો ક્યાં કરતી.ક્યાંક ને ક્યાંક તૌ હશે ને!

મહેકી રહી છે સાંજ મારી,
ખુશ્બુ અનેરી લાગે છે..
દુર હો ભલે તુ છતાં પણ..
લાગણીથી મારી આસપાસ લાગે..
થોડીવાર રહીને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો.ધોધમર વારસતા તોફાની વરસાદને જોઈને શામોલી પઁકુતિનાં તત્વોમાં પણ પ્રેમની કલ્પન
કરતી.

ધારાએ પુછ્યું વરસાદને" આટલા તોફાની મિજાજમાં કેમ છે તુ?
વરસાદે ખૂબ સુંદર જવાબ આપ્યો "આ વિરહ અને ગીનો ઉકળાટ છે...જે હવે પ્રેમ બનીને વરસે છે."

શામોલી જમીને ઉંઘી જાય છે. શામોલી મિઢીં નીદરમાં મિઢા સપના જોતી હોય છે એટલામાં જ મીરાબહેન આવે છે અને ધાબળો ખેચતા કહે છે
" શામોલી બહું ઉંઘી લીધુ હવે ઊડી જા."

" મમ્મી સુવા દો.મારે હજી ઊંઘવું છે." એમ કહી ધાબળો ખેંચી લઇ ફરી સૂઈ જાય છે.

મીરાબહેન:-શામોલી ઊઠી જા હમણાં ધારા આવતી જ હશ.ચા નાસ્તો તૈયાર જ છે.

શામોલી:- ધારા સુ કામ આવવાની અને એ પણ આટલી વહેલી સવારે? હજી તૌ સાત જ વાગ્યા છે.

મીરાબહેન:- શામોલી ઘડ઼િયાળમા જો.નવ વાગી ગયા છે.


"ઓહ નવ વાગી ગયા. મમ્મી તેં મને વહેલી કેમ ને ઉઠાડી આજે ખબર નય કેમ મારાથી મોડું ઉંઠાયું એમ કહી પથારીમા સફાળી બેઠી થય ગઈ. ઉતાવળે બશ કરી નાહીને
ચા નાસ્તો કરી લીધો.ધારા આવી અને બને બહેનપણી સ્કૂલે જવા નીકળ્યા.

શામોલી અને ધારા સ્કૂલે પોહોંચે છે. સ્કુલમા પોહોચતા જ
વિધાર્થીઓની ભીડ જમા થાઈ વોય છે.

ધારા:- અરે હિના શુ થયુ? આ ભીડ કેમ છે.?

હિના:- મોહિત વૈશાલીને પઁપોઝ કરવાનો છે

"શુ વાત કરે છે? રિયલી તૌ તૌ આ દશ્ય જોવું જ પડશે."
એટલું બોલી ખુશ થતાં શામોલી ધારાનો હાથ પકડી ભીડમાં ઘૂસી જાય છે.

મોહિત ફિલ્મી અંદાજમા ગુલાબનાં ફૂલોનો ગુલદસ્તો લઈ વૈશાલીને પઁપોઝ કરે છે ત્યાં જ મોહિતનાં ગાલ પર થપ્પડ પડે છે.

"What nonsense" એમ કહી વૈશાલી ત્યાંથી જતી રહે છે.બધાં વિધાથિઓ મોહિતનો જે તમાશો થયો

તેની મજાક ઉડવવા લાગ્યા. વિધાર્થીઓનાં ટોળામાથી જાતજાતના અવાજો સંભળાવા લાગ્યા.કૌઇક કહી રહ્યુ કે મોહિતનું તૌ પોપટ થાઈ ગયુ.તૌ કોઈક વળી ગીત ગાવા લાગ્યું
" दिल के अरमां आँसुओं में बह गए "

શામોલી:- વૈશાલીએ મોહિતને થપ્પડ મારીને ઠીક નથી ક્યુ.

ધારા:- વૈશાલીએ જે ક્યુ તેં બરાબર જ ક્યુ.

શામોલી:- વૈશાલીને ખબર નથી કે એણે શુ ગુમાવ્યું મોહિત એને પ્રેમ કરતો હતો. જીદગીમ પ્રેમ જ તૌ છે જે જીદગીને જીવવા લાયક બનાવે છે

ધારા:- કઈ પ્રેમ નહોતો કરતો. વૈશાલીને જરાપણ અહૈસાસ થતેં ને કૈ મોહિત એને સાચા દિલથી પ્રેમ કરે છે તૌ મોહિતનું પઁપોઝલ એક્સેપ્ટ કરી લેત આમ બધાની વચ્ચે થપ્પડ ન મારત.સમજી? તું વૈશાલીની જગ્યા હોત તૌ તુ પણ એમ જ કરત .

શામોલી:- જો મને કોઇ પઁપોઝ કરે ને તૌ હુ હાં પાડવામાં એક ક્ષણ પણ ન લગાડ઼ુ પ્રેમમાં હોય ત્યારે માણસને બધુજ ગમવા લાગે છે
જીદગીનો કઇક અર્થ લાગે છે જીવવાનું કરણ મળી જાય છે.