પ્રસ્તાવના
કોલેજ લાઈફ એટલે આપણા વિધાર્થી જીવનના સૌથી અગત્યના વર્ષો જ્યા આપણી જીદંગીનુ ચીત્ર રચાય છે કે આપણે આવનાર વર્ષોમા કોઈ મોટી કંપનીમા મેનેજર , બેંકમાં ઓફીસર ની પોસ્ટ મેળવીશુ કે પછી કોઈ જગ્યાએ સામાન્ય નોકરી કરીશું, આપણે બોસ બનીને બીજા લોકોને ઓર્ડર આપીશુ કે આપણે બીજા લોકોના ઓર્ડર સાંભળીશુ, આપણે મોટી લક્ઝુરિયસ ગાડીમાં ફરીશુ, બંગલામાં રહીશું, વર્લ્ડ ટુર કરીશું કે પછી બિજાના ડ્રાઈવર બનીને તેના માટે ગાડી ચલાવીશુ બઘુ આપણા કોલેજના 3 થી ૪ વર્ષમા નક્કી થઈ જાય છે.
આપણને કોલેજમાં ગર્લફ્રેંડ બનાવી તેની સાથે બંક મારી ફરવા જવુ, પરીક્ષા ના આગળના દિવસે બઘી તૈયારી કરવી, દોસ્તો સાથે મુવી જોવા જવુ એજ આવડે છે અને સ્કુલમા પણ આવુજ સાંભળ્યું હોય છે પરંતુ હકીકતમાં કોલેજ લાઈફ એ રોમાન્સ, એન્ટરટેઈનમેન્ટ અને એજ્યુકેશન બધાને બેલેન્સ રાખવાની લાઈફ છે,
આ બધી વસ્તુ આપણા સીનીયર કે વડીલ શીખવતા જ નથી
કોલેજ માથી તમારી તમે તમારી જાતને તૈયાર કરો છો.
એક ખરાબ નિર્ણય કે એક ભુલ તમને ટોચ પરથી સીધા તળીયે લાવી દે છે.
કોલેજ લાઈફ નવલકથામા એક સ્ટુડન્ટસ ને કેન્દ્રમાં રાખીને આખી વાત કરવામાં આવી છે
તેના અમૂક ખોટા નિર્ણય અને ખોટી આદતો તેને જીવનમાં નિરાશા, નિષ્ફળતા અને પોતાની છબીનો આભાસ કરાવે છે
તે ક્યાં હતો, કેવો હતો, શુ કરવુ હતુ અને અત્યારે શુ થઈ ગયું તેનુ આલેખન છે.
આ મારી પહેલી નવલકથા છે જેથી તમને ઘણી વ્યાકરણ ની ભુલ પણ જોવા મળશે તેથી બની શકે તો તેને નજરઅદાજ કરવુ અથવા મેસેજથી કે રિવ્યૂ આપી માર્ગદર્શન આપવુ
----------------------------------------------------
કોલેજનો આજે પહેલો દિવસ હતો. હુ ઘણો ખુશ પણ હતો અને સાથે એકલતા પણ અનુભવતો હતો.
ખુશ એટલા માટે હતો કે સ્કૂલમાં કોલેજ લાઈફ વિશે ઘણું સાંભળ્યું હતું.
ગમે ત્યારે લેક્ચર બંક મારવા, ગર્લફ્રેંડ બનાવવી, પરીક્ષા પહેલાં એક દિવસ વાચીને પણ પાસ થઈ જવાય, દોસ્તો સાથે મુવી જોવા જવાનું તેથી ખુશ હતો.
એકલતા એટલે અનુભવતો હતો કે મારા બધા મિત્રો બીજી કોલેજમાં હતા અને હુ એકલો જ આ કોલેજમાં હતો.
મારા બિજા મિત્રો બીજી કોલેજમાં હતા
સ્કૂલમાં અમે પાંચ મિત્રો હતા બધા સાથે બેસીને પરીક્ષાની તૈયારી કરતા.
યશ, રાજ, વિશાલ, નિકુંજ અને હુ.
અમારા બધા માથી વિશાલ સૌથી હોશિયાર હતો એટલે અમે બોર્ડની પરીક્ષાની તૈયારી તેના ઘરે કરતા.
તે બધા લોકોએ બી બી એ મા એડમીશન મેળવ્યુ હતુ જ્યારે હુ એકલો બી કોમમા ગયો હતો.
તેથી મે પણ બીજા રાઉન્ડમાં બી બી એ મા એડમિશન મેળવી લીધું.
બધા મિત્રો સાથે હોય ત્યારે સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે જ્યારે આજે આ નવી કોલેજમાં નવા લોકોની ભીડ વચ્ચે સમય થંભી ગયો હોય તેવુ લાગે છે.
મે મારા ઘરની નજીક આવેલ એસ.વી પટેલ કોલેજમાં એડમીશન લીધુ હતુ.
મારા ઘરથી કોલેજ વચ્ચેનુ અંતર ખુબ ઓછું હોવાથી હુ ચાલીને જ કોલેજ જતો.
એસ.વી પટેલ કોલેજ સુમુલ ડેરી રોડ પર આવેલી હતી.
કોલેજમાં પ્રવેશવા માટે એક સાકડો દાદર હતો જ્યા એકસાથે બે વ્યક્તિ ઉપર ચડી કે નીચે ઉતરી શકતા.
પહેલાં ફ્લોર ઉપર સ્કુલ હતી જ્યારે બીજા ફ્લોર પર કોલેજ આવેલ હતી . કોલેજમાં પ્લેસમેન્ટ પણ થતુ હતુ અને છેલ્લા વર્ષનુ પરીણામ પણ સારૂ હતુ. જેની વિગત બુકલેટમા આપેલી જ હતી.
તે જોઈને જ મે આ કોલેજમાં એડમિશન લીધુ હતુ.
કોલેજનુ કોઈ કેમ્પસ નહતુ કે કેન્ટીન પોતાની નહોતી સ્કુલ નીચે બે-ત્રણ દુકાન હતી.
બીજા ફ્લોર ઉપર કોલેજની એડમિશન ઓફીસ, સ્ટાફરૂમ, અને સ્ટુડન્ટ માટે ક્લાસ હતા