અત્યાર સુધીમાં જોયું કે જૂહી શરમાઈ ગઈ છે અને વિવેક ફરી જૂહી નો હાથ જોરથી પકડી લીધો છે હવે આગળ..
******
વિવેક જુહિનો હાથ પકડી લીધો છે તે જૂહી ને કંઈક કેહવા નો પ્રયત્નો કરે છે ત્યાં જ બસ ઊભી રહી ગઈ. નાસ્તા પાણી માટે ત્યાં 15 મીનીટ બસ રોકવાની હતી. સૌવ ઉતરી ને બહાર નીકળી ગયા જૂહી હજી બસમાં જ હતી વિવેક નયન અને દેવ જોરે નિચે જાય છે સુરભી અને માયા પણ જાય છે.
બધાં મિત્રો જલેબી અને ફાફડા નો નાસ્તો કરી બસમાં આવે છે. ડ્રાયવર જોર જોર થી હન વગાડી બોલાવી રહ્યો હતો સૌવ આવી જાય છે અને સૌવ પોતપોતાના સ્થાને બેસી જાય છે. આવતા ની સાથેજ વિવેક જૂહી ને ડેરીમિલ્ક આપે છે. જૂહી ખુશ થઈ જાય છે અને વિવેક ને થૅન્ક યુ કહે છે. વિવેક હસતા હસતા કહે છે આ શબ્દો તો નોર્મલ થઈ ગયા છે કઈક નવું કેહ ને જે મને ખુશ કરે. જૂહી હસીને કહે છે હજી સમય લાગશે જે તારે શાભળવું છે એ કેહવામાં.
બપોર નો સમય થાય છે જૂહી સૂઇ જાય છે. નયન અને દેવ પણ સુઈ ગયા છે. જૂહીની આંખો પર આવતા સૂરજનાં સીધાં કિરણ ને પોતના એક હાથથી રોકવાનો પ્રયત્ન કરે છે. અને જૂહીનું માથું પોતાના ખભા પરથી ખોરામાં મૂકે છે. વિવેક જુહિના ચેહરા ને નિહારી રહ્યો હતો વિવેક વિચારે છે કે આજ સમય છે હવે ખબર નથી ક્યારે ભેગા થઈ શું અને આવો સમય ક્યારે મળશે મારે જૂહી ને મારા દિલ ની વાત કરવી જોયે એવો વિચાર વિવેક કરી રહ્યો હતો પણ એ જાણતો હતો કે જૂહી નો જવાબ શું છે છતાં વિચાર કરે છે કે હું અને એકવાર વાતો કરીશ જ થોડી વારમાં જૂહી ઉઠી જાય છે.
જૂહી ને વિવેક વાટ કરવા નો પ્રયત્ન કરે છે. પણ જૂહી વિવેકના મો પર હાથ મૂકી ડોકી હલાવી ના કહીરહી હોઇ તેમ ઈસારો કરે છે આ જોઇ વિવેક ચુપ થઈ જાય છે. બન્ને એક બીજાથી થોરા દુર થઈ જાય છે. બાજુ માં બેઠેલું કપલ બન્ને ને જોઈ હસી પડ્યા અને વિવેક ને પૂછે છે ક્યા રેહવા નું શું નામ છે તમારુ વાટ કરતા ખબર પડે છે કે બાજુ ની સોસાયટીમાં જ રહે છે. આ સાંભરી જૂહી થોડી ગભરાઇ જાય છે અને વિવેક ને કહે છે આ તને ઓળખે છે. વિવેક કહે છે ના મે પહેલી વાર જોવ છું. પણ ચિંતા નહીં કર આપણે કયા ભાગી ને આવ્યા છે ઘરે તો કહી ને આવ્યા છે પછી ચિંતા શું છે. જૂહી પણ થોરી શાંત થાઈ છે.
જૂહી નયન જોરે વાતો કરવા લાગે છે નયન આ બધું શાભળી રહ્યો હતો પણ જૂહી જ્યારે બોલાવે છે ત્યારે કસુ ખબર નથી એવી રીતે બોલે છે. શું થયું જૂહી બોલતા અટકી જાય છે દેવ હસી પડે છે અને કહે છે તું ટેન્શન ન લે અમે કઈ નહિ જોતા મજા કરો તમે. આ શાંભરી જૂહી ગુસ્સાથી દેવ ના માથાં માં ટપલી મારે છે. અને કહે છે કે હા ખબર છે મને તું રેવા દે હવે.
માયા નયન ને કહે છે તારી આ આદત ખોટી છે નયન આ રીતે જૂહી જોરે વાટ ન કરાય તારા થી. દેવ કહે છે એમા શું ખોટુ કીધું આજે નહિ તો કાલે આ તો થવા નુજ છે. તો ક્યાં શુધી મિત્રતા નું નામ આપશે બન્ને જણા. શું લગ્ન પછી પણ મિત્રતા જ રહશે બધાં ખડખડાત હસી પડે છે.
જૂહી વિવેક ને કાન માં કહે છે વિવેક હજુ સુધી મેં લગ્ન શુધી નું નથી વિચારીયુ મારે અમેરિકા જવું છે તને તો ખબર છે મારે ઇચ્છા શું છે. તું સારી રીતે સમજી શકે છે. વિવેક ધીમાં અવાજે હા જૂહી મને ખબર છે અને અતિયારે જ તે મારા મો પર હાથ મૂકી દીધો ત્યારેજ મને થયું કે તારું સ્વપ્ન હું ક્યારે ન તોરું ઓકે જૂહી. વિવેક થૅન્ક યુ તું મને મારા થી વધારે સમજે છે એ હું જાણું છું. એટલે જ તને કોઇ બંધનમા રાખવા નથી માગતી. બસ આજ કારણ છે તને કઈ નહિ કેહવાનું પ્રેમ કરવું શેહલું છે મુશકેલ છે અને નિભાવું જે હું ન કરી શકું વિવેક. જૂહીની આંખો ભરાઈ ગઈ વિવેક એની પાસે લઈ ને જૂહી ને ચુપ કરે છે.
દેવ માય ને કહે છે બો ભુખ લાગી છે હવે તો કઈ ખાવું જોઈએ માયા ને ભુખ વધારે લાગે એટલે નાસ્તો માયા પાસે હોઇ એ બધા ને ખબર માયા મેથીના થેપલા આપે છે. અને કહે છે મારા માટે પણ રાખ જે થોરા. નયન કહે છે હવે થોરી વાર માં જોધપુર આવશે ત્યાજ રાત્રિ રોકાણ અને જમવાનું છે. દેવ કહે હા પણ હજી તો 5 વાગ્યા છે અને જમવાનું લગભગ 8 વાગ્યા પહેલા ન થાય.
જૂહી અને વિવેક ને નયન ખાવાં માટે થેપલા આપે છે પણ બન્ને ના કહે છે. વિવેક જૂહી ને કહે છે ખાઈ લે તું તો નાસ્તો પણ નથી કરીઓ થોરું ખાઈ લે એમ કહતા દેવ પાસે થેપલા માગે છે અને જૂહી ને ખાવા કહે છે જૂહી લે છે. ત્યાર બાદ ખાઈ ને દેવ અને નયન પાછળની છેલ્લી સીટ પર જાય છે અને આરામ થી બેસી જાય છે. માયા અને સુરભી પણ ત્યા જાય છે.
જૂહી થેપલા ખતા કહે છે વિવેક જોધપુર પોચી ગયા પછી મારે તને મળવુ છે વિવેક કહે છે બોલ ને અતિયારે કોણ છે હવે તો બધાં પાછળ બેઠાં છે જૂહી કહે છે ના અતિયારે નહિ ત્યાં જઈ પછી જ વિવેક કહે ઠીક છે તો પછી ચાલ હું પાછળ જાવ છુ તારે આવુ હોઈ તો ચાલ જૂહી ના કહે છે.
નયન અને માયા બન્ને ગીતો ગાઈ છે ધીમે ધીમે બધાં અંતાક્શરી રમવા લાગે છે અને આખી બસ ધીમેધીમે અંતાક્શરી રમવા લાગે છે હવે તો પેલા ત્રણ કપલ પણ જોરાઈ છે. અચાનક એક મોટો અવાજ આવે છે બધાં ચુપ થઇ જાય છે.
હવે નું આગળ ના ભાગ માં.....