Prem ni bhasha na hoy - 1 in Gujarati Love Stories by RJ_Ravi_official books and stories PDF | પ્રેમ ની ભાષા ના હોય - 1

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પ્રેમ ની ભાષા ના હોય - 1

કેવાય છે કે જે વસ્તુ સૌથી વધારે પસંદ હોય એ જ આપણને નથી મળતી અને આજે એક એવી જ સ્ટોરી સાથે આવ્યો છું તમારી સાથે .હું રિયલ સ્ટોરી પણ લખું છું અને વિચાર પણ એટલે જો કોઈને મારા પેજ પર સ્ટોરી મૂકવી હોય તો મને ઇનસ્ટાગ્રામ ના પેજ પર જણાવો

પ્રેમ ની ભાષા ના હોય

નિખિલ ટ્યુશન નતો જતો એટલે એના સરે એને ફોન કર્યો કે નિખિલ ટ્યુશન કેમ નથી આવતો? નિખિલે: કહ્યું સર મારી તબિયત સારી નથી, તો સરે કહ્યું કે જો નિખિલ તું આમ કરીશ અને રજા પાડીશ તો તું નાપાસ થઇશ અને તારી આખી મહેનત પાણીમાં જશે...તો પણ હું આજે ટ્યુશન ના જ ગયો..

વાત એ એમ હતી કે નિખિલને છોકરીઓ ની બેન્ચ પર બેસવું નતું ગમતું અને એના સર એને છોકરી ની બેન્ચ પર જ બેસાડતા. આમ તો નિખિલ જેવા છોકરા બહુ ઓછા હોય છે...પણ નિખિલ બધા છોકરા માં સારો છોકરો હતો.હવે નિખિલની પરીક્ષા નજીક હતી એટલે કે બસ એક જ મહિનો બાકી હતો એની પરિક્ષાનો એટલે એણે થયું કે હું હવે ટ્યુશન જવું આમ તો કેવાય છે કે લોકો ને જ્ઞાન ના મળે ત્યાં સુધી કઈ શક્ય નથી બસ નિખિલ ટ્યુશન ના ક્લાસ સુધી પહોંચી ગયો.

જ્યારે નિખિલે ક્લાસ માં પ્રવેશ કર્યો ત્યારે એને સામે જ એક છોકરી દેખાઇ. આવી છોકરી એણે પેહલા ક્યારેય જોઈ નતી. એ છોકરીને ક્યારે કોઈ પણ જાત ની લાલચ નતી. નિખિલને પેલી જ નજર મા એ પસંદ આવી ગયેલી એટલે હવે નિખિલ રોજ ટ્યુશન જતો પણ, ભણવા માટે નહીં પરંતુ એ છોકરીને જોવા માટે .આમ તો નિખિલ હોશિયાર હતો પણ આ છોકરીને જોયા પછી એનું ધ્યાન ભણવામાં ઓછું લાગતું એ રોજે ટ્યુશન તો જતો પણ માત્ર એ છોકરીને જોવા માટે જ. હવેઆ બધા વિદ્યાર્થીઓના પરીક્ષા પત્ર આવી ગયેલા જેમાં આ છોકરી અને નિક ( નિખિલ) આ બંનેના નંબર એક જ સેન્ટર અને એક જ શહેર માં આવ્યો હતો.

નિક ને કોઈ એ એમ કહેલું કે ,આ છોકરી કોઈ સાથે રીલેશન માં નથી જોડતી અને જો કોઈ એની જોડે આવી કોઈ વાત કરવા જાય તો પણ એ ડાઇરેક્ટ એના સર ને આ વિશે ફરિયાદ કરી દે છે. આ વાત સાંભળી નિક ને થોડું ગભરાટ જેવુ થયું પણ નિખીલે હાર ના માની પછી નિખિલ ના સરે પૂછ્યું કે કોનો કોનો નંબર પાલનપુર માં આવેલો છે? એટલે ચાર છોકરીઓ અને નિખીલે હાથ ઊંચો કર્યો . સરે નિખિલને કહ્યું: નિક તારો નંબર બોલ એટલે હું જોઈ લઉં કે કોના કોના નંબર એક જ સ્કૂલ માં આવ્યો છે.થોડા દિવસો બાદ પરીક્ષા ચાલુ થઈ અને પહેલા દિવસે જ એકાઉન્ટનું પેપર હતું. અને નિક બહુ ખુશ હતો.કેમ કે એ જે છોકરીને પસંદ કરતો એ છોકરી પણ એની સાથે એ જ ક્લાસ માં હતી..

નિક કલાસમાં ગયો , ત્યાં એને પેલી છોકરી મળી , એણે નિક ને બેસ્ટ ઓફ લક કહ્યું. નિકે પણ એને બેસ્ટ ઓફ લક કહ્યું . બંને પોત પોતાની બેન્ચ પર જઈ ને બેઠા પણ અચાનક જ એક સર આવ્યા અને કોઈ ગોઠવણી ની ખામી ને લીધે બધાં ને અલગ અલગ કલાસમાં જવા કહ્યું. આને લીધે નિક અને પેલી છોકરીનો પરિક્ષાખંડ બદલાઈ જાય છે. ક્લાસ બદલવાની વાત સાંભળી નિક તો હેરાન થઈ ગયો અને ગભરાઈ ગયો પણ હવે શિક્ષક ગણ કહે ત્યાં બેસવું તો પડે જ ને. નિક ને તો કઈ જ સુજતું નહતું પરંતુ બિચારો એ પણ શું કરે ? એનું તો , ના લખવા માં ધ્યાન જાય કે ના વાંચેલું યાદ આવે બસ એને તો એ છોકરી જ દેખાતી હતી છતાં પાસ થાય તેટલું તો એણે લખી જ દીધું હતું .આમ તો બને એક્સ તરીકે પરીક્ષા આપતા હતા પણ નિક બહુ જ ખોવાઈ ગયો હતો..

બને પરીક્ષા ખંડ માંથી બહાર આવ્યા પેલી છોકરી એ નિક ને પૂછ્યું : ઑ હલો કેવું ગયુ પેપર? નીકે જવાબ આપતા કહ્યું : સારું અને તમારું? નીકે સામે એ જ પ્રશ્ન પૂછ્યો. પેલી છોકરી એ પણ જવાબ આપતા કહ્યું: સારું ગયું . નિક તો આજે ખરે ખર બહુજ ખુશ હતો અને એના દિલ માં તો લવના સોંગ વાગવા માંડા હતા..

નિક ઘરે આવ્યો . ફોન હાથમાં લીધો .પેલી છોકરીને ઈન્સ્ટાગ્રામ પર શોધી અને એણે ફોલો કરી. બને જણા એ 10 દિવસ સુધી મિત્ર તરીકે વાત કરી અને એક દિવસ નિક એ એ છોકરીને પ્રપોજ કર્યું. પ્રપોઝ સાંભળીને એ છોકરી એ નિખિલે ને બ્લોક કરી દીધો. બીજા દિવસે નિક નું મોઢું ઉતરી ગયેલું હતું. બીજા દિવસે પણ પેલી અને એ છોકરી એ નિક ને પ બેસ્ટ ઓફ લક કહ્યું, નિકે પણ એને કહ્યું. બને પરિક્ષાખંડ માં ગયા. પેપર પતાવ્યા પછી બને એ એક બીજાને આજે પણ પૂછ્યું કે કેવું ગયું પેપર? તો બને એ સેમ જવાબ આપ્યો. પેલી છોકરી નિક ને ત્રણ દિવસ પછી અનબ્લોક કરે છે એ નિક ને રિકવેસ્ટ કરે છે કે , તમે સમજો મને આ બધા કાંડ માં ડર લાગે છે..તો નિક બોલ્યો કે તું નહીજ સમજે ને ??

છોકરી એ કહ્યું કે તમે કેમ સમજતા નથી. પણ નિક ના માન્યો એટલે છોકરી એ પાછો એને બ્લોક કરી નાખ્યો. પ 10 દિવસ પછી પાછો પેલી છોકરી એ નિક ને અનબ્લોક કર્યો અને પછી ધીમે ધીમે વાતો થવા લાગી. બને એક બીજાને સમજવા લાગ્યાં. બને એક બીજાને બહુ જ ચાહવા લાગ્યા આ વાત પરથી મને એક સારી યાદ આવી કે

મજબૂર હતી મારી આંખો તારા માટે
બાકી વરસાદ ના પાણી તો શું વરસે

તેનાથી પણ વધારે વરસે છે મારી આંખો
બસ રાહ જ છે તારા વાદળ ની

આમ તો બધાની જ હાલત નિખિલ જેવી હોય છે પણ હવે નિખિલ ની લાઈફ માં આ છોકરીના આવવાથી આગળ શું થયું એ જોશું બીજા ભાગમાં.