સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવાનો જન્મ 10 મેં,1980ના રોજ ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં થયો છે.તેમના પિતા ભૂમિદળમાં સૈનિક હતા.તેમના પિતાએ1965,1971ની લડાઈ લડી હતી.તેમના મોટા ભાઈ પણ ફૌઝમાં હતા.દેશભક્તિનો રંગ તેમનવા વારસામાં મળ્યો હતો.તેમણે પણ એક ફૌઝિ બનવાનું સપનું જોયું હતું.16 વર્ષ 5 મહિનાની ઉંમરે તેમણે ભરતીમાં ટ્રાય આપી,તેઓ પહેલી વખતમાં જ ઉત્તીર્ણ થયા.1 વર્ષની ટ્રેનિંગ બાદ 18 ગતેનેડિયરમાં ભરતી થયા.તેઓને કરગિલ પેહલા સપનું જોયું કે કારગિલ ચોકી પર દુશ્મનો એ કબ્જો જમાવ્યો.કોઈ તિરંગો લઇ ને ભાગ્યું,ભારતીય સૈનિકોને ગોળીથી વીંધી નાખ્યા.તેમના સાથીદારોને જણાવ્યું તો તેઓ કહ્યું કે એવું કંઈ નથી.કશ્મીરમાં ડ્યૂટી છે એટલે એવું જોયું હશે.
પરંતુ આ હકીકત હતી.તેમનું સ્વપ્ન સાચું હતું.કારગિલમાં દુશ્મનોએ પોતાનું વર્ચસ્વ સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી.
યોગેન્દ્ર સિંહ યાદવ 18 ગ્રેનેડિયર ઘાતક ટુકડીના સભ્ય હતા.4 જુલાઈ 1999ના રોજ ટાઇગર હિલ પર ત્રણ બંકર કબ્જે કરવાનો આદેશ મળ્યો.બંકરો 16500 ફૂટની ઉંચાઈ પર હતા.અલગ અલગ ટુકડીઓ તૈયાર કરી હુમલો કરવાની તૈયારી કરી.ખરાબ મૌસમ,દુશ્મનો ના સતત ચાલતા ગોળીબારમાં પણ ચઢવાનું ચાલુ જ રાખ્યું.22 દિવસ સુધી ચડવાવાળા માત્ર ત્રણ જ જવાન હતા.21 જવાનોની આહુતિ બાદ પહેલી સફળતા હાંસલ કરી.ઓક્સિજનની કમી, મોસમનો માર રસ્તાઓ પણ કવર કરીને 16500 ફૂટની ચોંટી પર ચડવાનું હતું.ચોટી પર ચઢવાનું કામ માત્ર રાતે જ કારવનું,દિવસે કોઈ પથ્થરની આડે રહીને દુશ્મનોની નજરથી બચીને રહેવાનું.તેમના જ નામી બીજા યોગેન્દ્ર સિંહ યાદવે રસ્સીની મદદથી 7 જવાનોને ક્રોસ કરાવ્યા.ત્યાંજ દુશ્મનોએ તેમનું ક્રોસ ફાયરિંગ ખોલ્યું.બંને બાજુ દુશ્મનોની બંકર હતી.50,60 મીટર ટાઇગર હિલ દૂર હતું.દુઃમનોએ જબરદસ્ત ગોળાબારી શરૂ કરી.મૌત એકદમ આગળ પાછળ ઘુમતું હતું,છતાં પણ જેટલા દુશ્મનોને મારી શકાય એટલાને મારવા જ.ભારતીય સૈનિકોની ખાસિયત છે,શરીર ભલે ગોળીઓથી વીંધાય જાય, પરંતુ શરીરમાં એક પણ લોહીની બુંદ છે,ત્યાં સુધી દુશ્મનોને મારવા.ભારતમાતાની માટીમાં જન્મેલા દરેક હિન્દુસ્તાનીની તાકાત છે.
સતત 5 કલાક લડાઈ ચાલી.ભારતીય સેના પાસે ગોળા બરુદની કમી હતી.તેઓએ દુશ્મનની નજર હટાવવા માટે 15,20 મિનિટ ફાયરિંગ રોકી દીધું.આમ, પાકિસ્તાની સૈન્ય પાસે લાંબી બુદ્ધિ જ ક્યાં છે.બધાજ ભારતીય સૈનિક માર્યા ગયા એવું વિચારીને 12 સૈનિક બહાર આવ્યા. પથ્થર પાછળ છુપાયેલા ભસરતીય જવાનોએ એકી હારે ફાયરિંગ ખોલી મૌતની ઘાત ઉતારી દીધા.બચેલા કોઈ પાકિસ્તાની સૈનિકે તેના કમાન્ડર સૂચના આપી માત્ર 13 મિનિટમાં જ ફરી હુમલો કર્યો.30-35 પાકિસ્તાનીઓ એ એક સાથે ફાયરિંગ ખોલ્યું,પથ્થરમારી,ગ્રેનેડ ફેકવાનું ચાલુ રાખ્યું.જેણે પણ ઉપર જોયું તેમણે શહીદી વહોરી.અલ્લાહ-ઉ-અકબર બોલતા બોલતા નજીક આવ્યા અને લાઈટ મશીન ગન જોઈને RPGનું રાઉન્ડ ટાંકી દીધું.પ્લેટન હવાલદાર મદને કહ્યું,યોગેન્દ્ર વેપન ઉઠાવીને ફેંક એના સિવાય બચાવવાળું કોઈ નથી.જે પથ્થર પાછળથી ફાયરિંગ કરતા હતા ત્યાંજ ઉપર 7 પાકિસ્તાની સૈનિકે આવી ગ્રેનેડ ફેંક્યું.તેમની પાછળથી ફાયરિંગ કરતા બીજા યોગેન્દ્ર સિંહને ગ્રેનેડ વાગ્યું,તેમની આંગળી 2 ફૂટ દૂર કપાઈ ને પડી.
માત્ર 2.5 વર્ષની સૈનિકની નોકરી,માત્ર 19 વર્ષની ઉંમર,ન અનુભવ હતો, ન ઉંમરનો તજુરબો હતો.માત્ર પુસ્તકમાં જ વાંચ્યું હતું કે એક સૈનિક બીજા સૈનિક માટે પોતાની જિંદગી કુરબાન કરે છે,પરંતુ આજે તેમણે જોઈ પણ લીધું.
પાકિસ્તાની સૈનિકોએ સનાઈપર ને નિશાન બનાવી, ચારે બાજુથી અંધાધૂંધ ફાયરિંગ ખોલ્યું અને યોગેન્દ્ર સિંહ પર ગ્રેનેડ ફેંક્યું.તેઓ નીચે પડી ગયા,ત્યાંજ બીજું ગ્રેનેડ નાક પર પડ્યું.એક પળ માટે તો તેમને દેખાતું પણ બંધ થઈ ગયું હતું.મોઢા પર પટ્ટી બાંધી ફાયરિંગ કર્યું.તેમના બીજા બધા સાથીઓ શહીદ થઈ ગયા હતા.પાકિસ્તાની સૈનિકો એ બધાને ઘેરી લીધા.કમાન્ડરના આદેશ મુજબ શહીદોને 3,4 ગોળી મરીને તપસ્યા,ડેડબોડી ઉછળતી હતી.યોગેન્દ્ર સિંહને પણ ડાબા હાથે ,જાંઘ પર એમ ત્રણ ગોળીઓ મારી તો પણ એક ઉકાર ન કર્યો ને માત્ર સહન જ કરતા રહ્યા.ત્યાંરે નક્કી કર્યું કે હાથ કાપીને પણ લઈ જઈ,તો પણ હું જીવીસ અને મારા સાથીઓ સુધી પહોંચશ.તેના આજ આત્મવિશ્વાસના કારણે તેઓ આજે જીવિત છે.
પાકિસ્તાની કમાન્ડર mmg પોસ્ટ પર હુમલો કરવાનો આદેશ આપ્યો.આ સાંભળીને જીવવું વધારે જરૂરી બની ગયું.છેલ્લાં શ્વાસ સુધી હું મારી માટી નહીં છોડું અને મારા સાથીઓને બચાવવા માટે હું જીવીશ એવો દૃઢ સંકલ્પ કર્યો.દુશ્મનોએ ત્રીજી ગોળી હૃદય મારી,પરંતુ તેમના પર્સ માં 5 રૂ.સિક્કાઓ હતા,માટે ગોળી હૃદય સુધી ન પોહચી.પાકિસ્તાની સૈનિકો બુટ ની ઠોકરો મારતા, બેફામ ગાળો બોલતા જતા હતા,વ્યપન ઉઠાવી ગોળીબાર પણ કરતા હતા.યોગેન્દ્ર સિંહની બાજુમાં AK47 પડેલી ઉઠાવી તેમાંથી હેન્ડગ્રેનેટ કાઢી ફેંક્યું જે પાકિસ્તાની સૈનિક ના કોટમાં પડ્યું.દુશ્મનોને લાગ્યું કે નીચેથી ભારતીય લશ્કર આવી પોહચ્યું છે.આ જ મોકો હતો યોગેન્દ્ર સિંહ પાસે પોતાના સાથીઓને બચાવવાનો ને માતૃભૂમિ માટે કંઈક કરી બતાવાનો.રાઈફલ્સ ઉપાડવાની કોશિશ કરી,પરંતુ ઉપડી નહીં ડાબા હાથ નું પૂરું હાડકું બહાર આવી ગયું હતું.તેને પોતાનો હાથ તોડવાની કોશિશ કઈ પણ નાકામ રહી.ડાબો હાથ પાછળ બાંધી રાઈફલ્સ ઉઠાવી ત્રણ ચાર ને મારી નાખ્યા.અલગ અલગ ત્રણ ચાર જગ્યાએથી ફાયરિંગ કર્યું ત્યારે પાકિસ્તાની ફોજે માની લીધું કે હિન્દુસ્તાની ફોજ આવી ચૂકી છે.
પોતાના બધા સાથીઓની શહાદત જોઈ ખૂબ રડ્યા યોગેન્દ્ર સિંહ.અઢી વર્ષની નોકરીમાં એ પણ જાણ ન હતી કઈ બાજુ હિન્દુસ્તાન છે,કઈ બાજુ પાકિસ્તાન છે.ત્યાં કોઈ નો નાળામાંથી અવાજ આવ્યો ,નાળાથી નીચે જા. બરાબર 1:00,1:30નો સમયે પોસ્ટ પર પોહચ્યાં ત્યાં તેમને દેખાવાનું બંધ થઈ ગયું હતું,લોહી પ્રમાણમાં વધારે વહી ચૂક્યું હતું.તે જાણતા ન હતા ક્યાં છે,પણ જય હિન્દ સાંભળી ને સુકુન મળ્યું.ઉપરની બધી માહિતી આપી તેઓ બેહોશ થઈ ગયા.
તેઓને મારણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું.પરંતુ જાણ થઈ કે તેમના સાથી નામી યોગેન્દ્ર સિંહ યાદવ શહિદ થયા હતા.તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.18 મહિનાની સારવાર બાદ ફરીથી ડ્યૂટી જોઈન કરી.
26મી જાન્યુઆરી એ યોગેન્દ્ર સિંહ યાદવ અને બીજા બે પરમવીર એમ ત્રણ મળીને પરેડ લીડ કરે છે.યોગેન્દ્ર સિંહ ઘાતક કમાંડોમાં પણ રહી ચૂક્યા છે.હાલમાં માત્ર ત્રણ પરમવીર જીવિત છે.
યુદ્ધ એ જ જીતે જે યુદ્ધને સમજે છે,જે યુદ્ધની કમજોરીને જાણે છે.આજની યુવા પેઢી ભારતની તાકત છે.ભારતની દશા અને દિશા વિકસાવવામાં ભારતીય યુવાઓનું મોટું યોગદાન છે.
યોગેન્દ્ર સિંહની ઈચ્છા છે કે ભારતના દરેક યુવાનમાં નિઃસ્વાર્થ ભાવ હોય,દેશ માટે કંઈક કરી ગુજરવાની તમન્ના હોય.દરેક યુવાન આત્મવિશ્વાથી ભરપૂર હોય,દરેક યુવાનમાં નિઃસ્વાર્થ ત્યાગની ભાવના હોય.તેઓ રાષ્ટ્રભક્તિને પ્રેમનું સ્વરૂપ આપે.રાષ્ટ્રભક્તિને પ્રેમની દ્રષ્ટિએ નિહાળે.
જય હિન્દ