EK FOJINI SAFAR - 1 in Gujarati Motivational Stories by Ami books and stories PDF | એક ફોજીની સફર - 1

The Author
Featured Books
Categories
Share

એક ફોજીની સફર - 1

કેમ છો..? મિત્રો .. મને ખબર જ છે કે મજામાં જ હશો... નાના મોટા દુ:ખ તો જીવન છે એટલે આવતા જતા રહેવાના... એમાં પ્રેમ, નફરત ....,મળ્યા.. જુદા થ્યા વગેરે વગેરે.... પણ આપણે આપણા ઘરમાં આપણા દેશમાં શાંતિથી જીવી શકીએ છીએ... તો ફકત એક ફોજીને લીધે... આપણે તો નાત જાત.... ધર્મ... અને કેટલુએ .. પણ એક ફોજી એ બધાથી પર રહી આખી જીંદગી પ્રેમ જ વહેંચે છે... એના પરિવારને દેશ ને દેશના લોકોને એ કોઈ આશા વગર ચાહે છે....ફોજમાં જે ભરતી થાય છે એ જ દિવસથી મરવાનું જ છે એવું ખબર છે છતાં એ ફોજ માં જવાનું સપનું જવાનો જુએ છે અને કાચી સમજણ હોય ત્યારથી જ મહેનત કરે છે.... આપણા બાળકો પબજી રમતા હોય ત્યાંરે.. એ જવાનો સોળ સત્તર વર્ષની ઉમંરે રીયલ પબજી રમતા હોય છે...
એવા જ એક જીન્દાદિલ ફોજીની જીવનની સફર આજે હું આલેખવા જઈ રહી છું આ સ્ટોરી એ રીયલ લાઈફ પર જ છે.. આશા રાખુ છું તમને ગમશે.... બીજી સ્ટોરી પર સ્ટાર કે કોમેન્ટ નઈ આપો તો ચાલશે પણ આ સ્ટોરી પર જરૂર આપજો મારા માટે નઈ એ ફોજી ભાઈ માટે... એ પણ આપણા માતૃભારતી પરિવારના જ સદસ્ય છે... તમારી કોમેન્ટ તમારા સ્ટાર એ જોઈ શકશે .... આપણે બીજુ તો કંઈ એમને આપી નઈ શકીએ કેમકે એ જે કામ કરી રહ્યા છે મિત્રો એના માટે આભાર... માનવો એ બહું નાની વસ્તુ કહેવાય એમની જીવનની સફર આપણે જોઈએ અને આપણા પ્રેમ રૂપી એમને કોમેન્ટ લાઈક આપીએ....... આભાર... દરેક વાંચક મિત્રોનો...
મારી ભૂલો પણ તમે મને જણાવી શકો છો... જેથી તેમાંથી હું કંઈક શીખી શકું ?

* * * *

ગુજરાતએ વીરોની ભૂમિ છે... અને ઈતિહાસ પણ આપણો ભવ્ય છે .ખાસતો આપણુ કાઠિયાવાળ ગુજરાતનો એવો સોનાવરણો ભાગ જેણે ગુજરાતને જ નહીં આખા દેશને ગર્વ અપાવે એવા અનેક કાર્ય કર્યા છે.
કાઠિયાવાળના એક નાના અમથા ગામમાં એક કુટુંબ રહેતું હતું .ખૂબ જ સામાન્ય પરિવાર અને અતિ સામાન્ય પરિસ્થિતિ .એમાં બે પ્રામાણિક માયાળુ દંપત્તિ અને એમના ચાર દિકરા... ભાઈ મજૂરી ઘણી કરે પણ બાળકો નાના સમાજના વ્યવહાર અને થોડુઘણુ પણ ત્રણ લાખ આસપાસ કરજ.. તમે સમજી શકો છો કે આજથી વીસ ત્રીસ વર્ષ પહેલા ત્રણ લાખ એટલે કેટલી મોટી રકમ કહેવાય.... પણ કેવાય છે ,કે કિચડમાં જ કમળ ખીલે અને કાંટામાં જ ગુલાબ... એવી રીતે સમય પસાર થતો ગયો ... પતિ- પત્ની સખત મહેનત કરતા પણ એટલી મજૂરી ઓછી પડતી એટલે તેઓ બાજુના શહેર રહી ત્યાં વધુ કામ મળશે એવુ વિચારી ત્યાં રહેવા ગયા .
શહેરમાં ક્યાંય રહેવાની સારી સુવિધા મળી નહીં એટલે તેઓ એક તળાવ જોડે નાનું ઝુંપડું બાંધ્યું અને રહેવા લાગ્યા... એ ઝુંપડામાં ના વિજળીની સુવિધા હતી કે ના કંઈ.... છતાં સંસાર ચાલતો હતો બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હતાં. ભણવામાં ચારે હોશિયાર ચપળ હતાં એમને ઘરમાં ચાલતી બાબતો વિશે જરા અમથોએ ખ્યાલ ન હતો... અને સમજણ પણ કાચી હતી કેમકે ઉંમર પણ કાચી હતી..
આ તો હતું વાર્તા સમજવા માટેનો પાયો... ખરી વાત નામ સંવાદ સાથે આવતા એપિસોડમાં કરીશું.
(મિત્રો એકવાર આપણે આપણી જાત સાથે વાત કરી વિચારવું જોઈએ કે આપણે આપણા દેશ માટે શું કર્યું... વધુ તો કાંઈ નઈ પણ દેશ પ્રત્યે માન સમ્માન હર પલ રાખવું દેશદાજ ક્યાંરેય આપણામાં ઘટવી ના જોઈએ... રાજકીય દિવસો સિવાય પણ આપણને દેશ પ્રેમ હોવો જોઈએ ... ક્યાંક રાષ્ર્ટગાન.. કે રાષ્ર્ટગીત ચાલતું હોય અને તમે સાંભળો તો ઉભા થઈ રાષ્ર્ટગીતને જરુર સમ્માન આપજો... પૈસા તો આપણે કમાઈએ જ છીએ ... ઝલ્સાથી જીવતા પણ હોઈશું કોઈ થોડું કમાતા હશે કોઈ વધું પણ જીવનમાં આપણે દેશ પ્રેમ ઉમેરી લઈએ રોજીંદી જીંદગીમાં તો દેશના 90 % ગુના ઓછા થઈ જશે અને ભ્રષ્ટાચાર પણ... રામરાજ્ય બનાવવું આપણા જ હાથમાં છે... )
તમે મને ઈન્સટ્રાગ્રામ પર પણ તમારી પ્રોબલમ્સ જણાવી શકો છો... અથવા ફરીયાદ કરી શકો છો...my instra ? panchalami6046 ...... આભાર ?