સવાર સવારમાં શું શરૂ કરી દીધું છે મમ્મી , ના પાડી ને કે ગમે તેવો સારો છોકરો હોય ગમે તેટલું કમાતો હોય, લગ્ન નથી કરવા પછી જોવાનો સવાલ જ ક્યાં આવે છે? નીરજા એ તેની મા રાધાને કહ્યું. રાધા પણ લીધેલી વાત મૂકે જ નહીં, બેટા જોઈ લે ને હવે ખરાબ લાગે. જો તારા ઉત્કર્ષ મામા એ કહ્યું છે તો આમ પણ હું નહીં હોઉં પછી...પછી તારે શું કામ તું જા પછી ની ચિંતા હયાતી માં ન કર નીરજા બોલી. જો મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તું લગ્ન ની વાત જેટલી વખત કાઢીશ મારો જવાબ ના એટલે ના જ હશે. તારા અને પેલાં માણસ ના લગ્ન જીવન થી હું ધરાઈ ગઈ છું. નીરજા એ અકળાતા કહ્યું . રાધા એ અધવચ્ચે જ અટકાવી કહ્યું કે તે તારા પિતા છે. પેલો માણસ નહીં. જે હોય તે હું ઓફિસ જાવ છું જો તું ના ન પાડી શકે તો કે ઉત્કર્ષ મામા ને હું ના પાડી દઈશ પણ કોઈ ને મળવાની તો નથી જ.
રાધા કંઈ બોલે તે પહેલા પર્સ અને ટિફિન પકડી નીરજા ઓફિસ જવા રવાના થઈ ગઈ. રાધા એ રસોડાનું કામ અને ઘરનું કામ કરી ને બેઠી થયું ચાલ ભાઈ ને ના પાડી દઉં બીજું શું . ફોન જોડ્યો ફોન વ્યસ્ત આવતો હતો અને રાધા ભૂતકાળ માં સરી પડી. આજ થી ૩૦ વર્ષ પહેલાં એક જ કોલેજ માં ભણતાં ભણતાં રાધા અને સંજયના લગ્ન નક્કી થઈ ગયાં ના બંને વચ્ચે કોઈ પ્રેમ પાંગર્યો ન હતો, હા એ છે કે એક જ કોલેજમાં આગળ પાછળના વર્ષમાં ભણતાં હોવાથી એક બીજા ને જોયે ઓળખતાં. સગાઈ થઈ ત્યારે પહેલી વખત મળેલ. રાધા ની બહુ આના કાની વચ્ચે પરાણે રાધાના પિતા એ સારું ઘર જોઈ નક્કી કરી નાખ્યું હતું. રાધાને ના હા પાડવા નો પ્રશ્ન જ ન હતો સીધો હુકમ જ બહાર પડે. કોલેજ પણ ડિપ્લોમા ઇજનેરી કરવું હતું પણ દીકરી થઇ એવાં કોર્ષ ન કરાય એટલે બી.એસ.સી માઇક્રો બાયોલોજી માં એડમિશન કરાવી દીધું હતું. આમ ક્યાંય પણ રાધાને બોલવાનું જ નહીં. સગાઈ થઈ તો બધા એ સંજયને જોઈ કહ્યું તું વાહ શું છોકરો મળ્યો છે સંજય દેખાવે હતો પણ રિશી કપૂર જેવો સંજયના પિતા ડોકટર અને માતા શાળામાં પ્રિન્સિપાલ. એક બહેન હતી નાની બધા તો અંજાઈ જ ગયેલ કે શહેરના પોસ એરિયામાં ઘર અને હોસ્પિટલ જેવી કોલેજ પૂરી માસ્ટર ડિગ્રી કરી લેબોરેટરી રેડી જ હશે. બધા તો રાધાના નસીબ ની ઈર્ષા કરવાં લાગ્યા. રાધા પણ સુંદર હારમોનિયમ ની સાથે જ્યારે પોતાના સૂર જોડે તો જાણે કોયલ ટહુકી હોય તેવું લાગતું. એક વખત જિલ્લા ની સ્પર્ધામાં ૨૫૦. ગાયકો વચ્ચે પ્રથમ નંબર મળેલ. જો આ સંગીતનું ફિલ્ડ વ્યવસાયિક સ્વીકાર્યું હોત તો શહેર ની પ્રથમ દરજ્જાના ગાયકો માં નામ આવત પણ રાધા જાણતી હતી કે તે શક્ય નથી.
સગાઈ થઈ ગઈ ક્યારેક સંજય સાથે બહાર ફરવા જવાનું મહિને એકાદ વખત સંજય ના ગ્રૂપ કે ફેમિલી સાથે ક્લબમાં જવાનું થતું. બંને કુટુંબનું કલ્ચર અલગ હતું રાધા મધ્યમ વર્ગીય પરિવાર માં ઉછેરેલ જ્યારે સંજય નો ઉછેર અલગ રીતે હતો. દારૂ પીવો, સ્ત્રી મિત્રો સાથે અડપલાં કરવા, ડાંસ કરવા વગેરે સામાન્ય હતું. રાધા ને થોડું અજુગતું લાગતું પણ ઘરે આવી એક વખત કહ્યું તો ઉત્કર્ષ ભાઈએ કહી દીધું કે તારે તે ઘરમાં જવાનું છે તો તે લોકોની રહેણીકરણી તારે જ અપનાવવી પડે. રાધા માટે આ અઘરું બનવાનું હતું પણ રાધાના ઘરનાં ને તો આંખ આડી પટ્ટી જ આવી ગઈ હતી. રાધા ને ગમતું નહીં શરૂઆતમાં પ્રયત્ન કર્યો કે તે લોકો ના રંગે રંગાઈ જાય પણ જે સંસ્કાર અને ઉછેર ૨૧ વર્ષ સુધી મળ્યા હોય તે એમ કેટલાંક મહિનામાં થોડા બદલાય. રાધા ના પપ્પા એ ખૂબ ધામધૂમ થી લગ્ન કર્યા. વેવાઈ નો માભો જળવાય તેનું પણ ધ્યાન રાખ્યું.
લગ્ન પછી પહેલી વખત તો રાધા સાસરામાં રાત રોકવાની હતી. ગામમાં જ સાસરું હોવાથી ક્યારેય રાત રોકાય ન હતી તે ઘરના રીતરિવાજો જેવું કંઇ ખ્યાલ આવ્યો ન હતો. પહેલી રાતે જ જ્યારે સંજય મિત્રો સાથે મોડે સુધી પાર્ટી કરી રૂમમાં આવ્યો ત્યારે રાધા ને શું કરવું સમજાયું જ નહીં. સંજય ના વિચિત્ર વર્તનનો જવાબ શું દેવો ન સમજાયું બહાર ઘરનાં ને અવાજ ન જાય માટે ચૂપચાપ સંજયનું વિચિત્ર વર્તન સહન કર્યું. પણ આવું તો લગભગ રોજ થવા લાગ્યું. રાધાના ઘરનાં રોજિંદા વ્યવહાર અને સંજયના ઘરમાં રોજીંદુ જીવનમાં જમીન આસમાન નો ફરક હતો અહીં એક જ ઘરમાં રહેતાં હોવા છતાં બધાં સ્વતંત્ર જીવન જીવતાં હતાં. જ્યારે રાધા ના ઘરે અલગ જ જીવન જીવાતું હતું. રાધા ના ઘરમાં બધા ને બધે આવવા જવા માટે કોઈ ની પરમિશન નહીં લેવાની પણ રાધાને ઘરની બહાર નીકળવું હોય તો સાસુ ને જાણ કરવાની અને તે પણ ક્યારેય એકલાં તો જવા જ ન દે શરૂઆત માં થયું કે કેર કરે છે પણ ધીમે ધીમે ખબર પડી કે મોર્ડન દેખાતી ફેમિલીના લોકોના મગજમાં શંકાના બીજ છે. રાધા દેખાવે ખૂબ સુંદર મોટામાં મોટા વાળ , અવાજ તો કોયલ જેવો મીઠો કોઈ પણ વ્યક્તિ અંજાય જાય તેવી આભા એટલે બધા રાધા રાધા કરે પહેલાં છ મહિના માં તો કુટુંબના કાકા મામા ફઇ માસી બધા ના નામ પર રાધા રાધા હતું. પાડોશીઓ થી સગા સબંધી બધા વાહ વાહ કરે. દિવાળી આવી રહી હતી દર વર્ષની જેમ જ્ઞાતિ માં અલગ અલગ હરીફાઈ હતી જેમાં ભાગ લેવા રાધા એ કહ્યું . પહેલાં તો ના જ પડાઈ પણ પછી ખબર નહીં હા પાડી અને રાધા એ રંગોળી અને આરતી ડેકોરેશન માં ભાગ લીધો અને બંને માં પહેલો નંબર આવ્યો. પણ ઈનામ લેવા જ ન જવા દીધી રાધાને કે આવી નાનકડી વસ્તુ આપણા જેવા લોકો ન લેવા જાય. ઈનામ વિતરણ પહેલાં ઘરે લઈ ગયાં. ત્યાં પણ રાધા એ માર્ક કરેલ કે તેની સાથે કોઈ ને કોઈ રહેતું એકલાં રહેવા જ ન દેતાં. રાધાને પિયર જવું હોય તો પણ સંજય સાથે આવે. ફોન પણ કરવો હોય તો એવું લાગે કે બીજી લાઈન માં થી કોઈ સાંભળતું હોય એવું લાગે.
જોતાં જોતામાં રાધા સગર્ભા બની બધાં ખુશ હતાં પણ જે પહેલાં બાળકની ખુશી હોય તેવી ન હતી. એક વખત રાધા સૂઈ ગયેલ ત્યારે બહાર કોઈ જીણો જીણો અવાજ સંભળાયો સંજયના માતાપિતા અને બહેન અંદર અંદર બાળકની જાતિ ચેક કરાવવાની વાતો કરતાં હતાં, આ સાથે ડી એન એ પણ કરાવવાની વાત સાંભળી ને રાધા થી ન રહેવાયું તે બહાર આવી ત્યાં તો જાણે બીજી જ વાત થવા લાગી અને રાધાને વહેમ આવ્યો હોય એવું વર્તન થયું. રાધાને યાદ છે એક વખત સંજય ના ખિસ્સા માં થી બે ટિકિટ નીકળી હતી ત્યારે બધા એ વાત ઢાંકેલ આવું તો વારે વારે થતું એક વખત એક પાર્ટીમાં રસોડામાં સંજયને એક અજાણી છોકરી જોડે અડપલાં કરતાં જોઈ ગયેલ પણ રાધાને કોઈ સાથ ન આપતાં રાધા નું ધીમે થી બોલાયેલ સત્ય સામે ચીસો પાડી કહેવાતા અસત્યનો વિજય થતો. મહિનાઓ વીતતા જતાં હતાં ડી એન એ કરાવ્યું હતું ને જાતિ પરીક્ષણ પણ એક સારું થયું કે રાધા એ સોનોગ્રાફી રિપોર્ટ બદલાવી નાખ્યો હતો. રાધા ને દીકરો આવવાનો હતો તે જાણી બધાએ પાર્ટી કરી હતી. રાધા એ તેની મિત્ર ને કહી નર્સ ને થોડા રૂપિયા દઈ રિપોર્ટ બદલી નાખ્યો હતો. પણ ગભરામણ રહેતી કે જ્યારે દીકરી ને જન્મ આપશે ત્યારે તેનાં સાસરા વાળા શું કરશે? જો કે ડિલિવરી પિયર કરવાની હતી અને આમ લોકો સામે તો તેના સાસુ એમ જ કહેતાં કે દીકરી જ જોઈએ અમે તો દીકરા દીકરીનો ભેદ રાખતાં જ નથી. જોત જોતામાં ડિલિવરી ના દિવસો આવી ગયા ઓપરેશન કરવું પડ્યું કારણ બાળક પાણી પી ગયું હતું. (#MMO) બધા જ હોસ્પિટલ માં પહોંચી ગયેલ, ડોકટરે તાત્કાલિક તૈયારી શરૂ કરી અને થોડા જ સમયમાં નીરજા નો રોવાનો અવાજ સંભળાયો, દીકરા ની રાહમાં નર્સે આવી કહ્યું કે દીકરી છે તો શું રિએકટ કરવું સમજાયું જ નહીં. સમાજ ના ડરે લોકો સામે રાજી રહેવાના નાટક શરૂ થયાં. એટલામાં જ ફોનની રિંગે રાધા ને ભૂતકાળ માં થી વર્તમાન માં લાવી.
(#ક્રમશ:)