એક મહીના પછી :-
અજય વિર ને ફોન કરે છે. અરે ભાઈ ક્યા છે તુ ? બીજુ કાઈ નહી બસ તુ સાંજેે મળ મને મારે તને કાઈક કાહેેવુ છે.
વિર:- અરે ભાઈ થયુ છે શુ? એતો કે.
અજય:- તુ મળ પછી વાત કરીયે
વિર :- ઠીક છે સાંજે મળ્યા.
( સાંજે બન્ને મળે છે)
વિર:- શુ થયુ ભાઈ કેમ આટલો બઘો ગભરાએલો લાગે છે?
અજય:- અરે ભાઈ મારા બાપા મારા માટે છોકરી જોઈ આવ્યા છે. અને પાછુ તો આવખતે ધમકી આપી છે કે તે જો આ છોકરી ને ના પાડી છે ને તો વારસદાર માથી તારુ નામ કાઢી નાખીશ . અને પાછા તો કહે છે કે છોકરી એટલી ડાહી ને સુંદર છે કે વાત ના પુછ, અને કાલે મરે એને જોવા જાવાનુ છે.
વિર:- અરે ભાઈ એમા મુન્જાણો છે શુ?
આમ પણ જો તારે એકના એક દિવસ લગ્ન તો કરવા જ પડસે તો અત્યારે “मोकाभी है ओर दस्तुर भी है।”
જે મળે છે એની સાથે લગન કરીલે નહીતર વાંઢો રહી જઈશ આલ્યા તને સામે થી કે છે તારા બાપા તો તુ તો પઈણી જા .મારે તો હજી આમ જ ફાફા મારવાના છે .
કોન જાણે ક્યા સુધી એકલો રહીશ તુ પરણી જા.
અજય:-ઠીક છે કાલ જાવ છુ છોકરી જોવા .
હાલ કાલે પાછા મળીયે પછી પછુ કઈશ શુ થયુ એ.
ચાલ ત્યારે આવજે.
( બિજા દિવસે અજય છોકરી ને જોઈ ને આવે છે, અને સાંજે પાછો વિર ને મળે છે.)
વિર :- કેમ ભાઈ ગયો હતો છોકરી જોવા કે નહી.
અજય:- હા ભાઈ ગયો તો અને ત્યા ગયા તછી તો જે બવાળો થયો છે કે વાત ના પુછ.
વિર:- શુ થયુ તુ સીધે સીધુ કહીસ ?
અજય :-હા ભાઈ કવ છુ નીરાત રાખ ને.
જો સાંભળ હુ છોકરી જોવા ગયો હતો એ છોકરી પાણી લઈ ને આવી અને સામે બેઠી ત્યા સુધી તો અમે બન્ને એ એક બીજા સામે જોયુ જ નોતુ અને થોડી વખત પછી અમે બન્ને એ એક બિજા ની સામે એક સાથે જોયુ અને એક સાથે બોલી ઉઠ્યા અરે તુ ? અને પછી યાદ આવ્યુ કે અમે બધા સામે છીયે એટલે ધીરે હુ બોલ્યો એરે આરતી તુ !
અને એ પણ બોલી કે અરે અજય તુ ! હુ બીજુ કાઈ બોલુ એ પહેલાતો પેલીના મમ્મી બોલયા અરે તમે બન્ને એકબીજા ને ઓળખો છો ? તો પછુ હુ ઓલીને ઈસારા થી ના પાડુ એ પેલા પેલી ડોબી બકી ગઈ અને પાછી તો કહે છે કે “હા મમ્મી અમે બન્ને એક બીજા ને સારી રીતે ઓડખીએ
છીયે.” અને સાચ્ચુ કવ ને ભાઈ તો ત્યારે તો એવો ગુસ્સો ?આવ્યો હતો કે અનુ ગળુ દબાવી ને ત્યાજ મારી નાખુ પણ મારા ફુટેલા કરમ ? કે તરત દસતાવેજ ની વાત યાદ આવી ગઈ એટલે ચુપ બેઠો રહ્યો. એ ડોબી ની વાત સાંભળી ને તરત જ એની મમ્મી બોલ્યા એરે વાહ શુ વાત છે. સારી વાત કહેવાય હો બન્ને એક બીજાને સારી રીતે ઓળખે છે. ત્યા મારા પપ્પા બોલ્યા તો પછી સુભ કામ મા વાર શેની કરો કંકુના અને તરત જ ત્યાજ અમારા બન્ને ની સગાઈ કરી નાખી અને હુ કાઈ ના કરી શક્યો ભાઈ .(ઉદાસ થઈને ?)
બીજુ બધુ તો ઠીક પણ ગોર મહારાજ ને બોલાવી ને આમારા લગન પણ નક્કી કરી નાખ્યા. ?
વિર : શુ વાત કરે છે આલ્યા ?
અજય : હા ભાઈ છ મહીના પછી જ મારા લગ્ન છે
વિર : congratulations ભાઈ પણ હુ તારા લગ્ન મા નહી આવી શકુ .
અજય : કેમ ભાઈ મારી બરબાદી તારાથી જોવાશે નહી કે શુ ?
વિર : ના રે મારા જીગર જાન તારી બરબાદી ઉપરતો મારે નાચવુ હતુ , પણ શુ થાય એક મહીના મા મારે વિદૈશ જવાનુ છે. મારી કંપની વીદેશ મોકલે છે મને ,ખબર નહી ભાઈ હવે ક્યારે મળીયે.
ચાલ ત્યારે મળીયે જો નશીબ મા લખ્યુ હસે તો પછા .
બન્ને મિત્રો ગળે મળી જુદા પડે છે.
છ મહીના પછી ..
અજય અને આરતીના લગ્ન થાય છે ઘરમા નવી વહુ પ્રવેશે છે . અને બન્ને નો સંસાર ઘરના વડીલો ને સાથે રાખી હસતા રમતા ને જગળતા એના લગ્ન ને આવતી કાલે પચાસ વર્ષ પુરા થવા આવે છે.
અએટલે એના બાળકો બન્ને ની golden wedding anniversary ઉજવા માટે party આપે છે.ત્યારે એ party ની ઉજવણી ની તૈયારીમા તેનો પુત્ર કહે છે કે પપ્પા મે આ વખતે ફરીથી તમારા Best friend વિર કાકા ને પણ તેડાવ્યા છે.
અજય : રેવાદે બેટા એ હરામી નહી આવે એતો વિદેશ જઈને દેશ ને અને મીત્રો બધુજ ભુલી ગયો છે , પુરો વિદેશી બની ગયો છે.
ત્યા તેના પૈત્રો આવી ને કહે છે ચાલો દાદા આપણે કાલે dances કરવાનો છે દાદી સાથે ચાલો precies કરવા.
અજય: ચાલ બેટા.
અજય અને આરતી dances precies કરતા હોય છે ,
ત્યારે આરતી હળવે થી અજય ના કાનમા કહે છે. હસતા ચહેરે કહે છે, તારુ મારુ break up .
જોઈએ આગળ શુ થાય છે? આ બન્નેેેેે ના પચાસ વર્ષ પછી થયેલા break up નુ કારણ જોઈએ આગળના ચોથા ભાગમાં
:- Nandita pandya