Murder ek kahani - 3 in Gujarati Crime Stories by અંશતઃ. ગોસાઇ ભરતવન books and stories PDF | મર્ડર એક કહાની - ભાગ-૩

Featured Books
Categories
Share

મર્ડર એક કહાની - ભાગ-૩

લોનાવલા સ્ટેશન પરથી ટ્રેન ચાલવા માંડી, પ્લેટફોર્મ પર ભીડ હતી. પણ ટ્રેન હવે ખાલી નજર આવી રહી હતી. સરકારી ભરતી વાળા બધાજ યુવાન લોનાવલા સ્ટેશન પર ઉતરી ગયા હતા. ટ્રેન ધીરે ધીરે ગતિ વધારી અને પ્લેટફોર્મ પરથી આવતો અવાજ ઓછો થઈ ગયો.
A3 ડબ્બામાં બેઠેલા અસ્થાના સાહેબ ની સામેની સીટ ખાલી હતી. વિકાસ પોતાની સીટ પર નહોતો, અસ્થાના સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાંજ દરવાજો ખુલ્યો, વિકાસ પોતાના હાથ લૂછતો લૂછતો અંદર આવ્યો અને સીટ પર બેસતા બોલ્યો,
"સોરી, તો કહો કે પછી શું થયું, શું સુચિત્રા નો પતિ અફસાના ના ઘરે ગયો પાર્ટીમાં..?"

" બિલકુલ ગયો, એતો જવા માંગતો જ હતો."

અસ્થાના સાહેબે બુક ઉઠાવી અને એ પાનું કાઢ્યું કે જે વાળીને રાખ્યું હતું, તે પાનું વાંચવા લાગ્યા.

પાર્ટીમાં પહોંચ્યો તો રોનક છવાયેલી હતી, એક તરફ ખાવા પીવાની વ્યવસ્થા હતી, અને બીજી તરફ ડીજે ની પણ વ્યવસ્થા હતી.
ત્યાં મોટા આવજો ના સોંગ સાથે લાલ પીળી લાઈટ ટમટમતી હતી.
હું સુચિત્રા સાથે મેઈન ગેટ પરથી અંદર ગયો તો અફસાના મેઈન ગેટ પર જ ઊભી હતી.
" આવો, આવો...વેલ કમ.." એમને હસીને કહ્યું અને સુચિત્રા ને હળવેથી ગળે લગાવી.

મે અફસાના ને મારા લગ્ન વખતે જોઈ હતી, બહુ સમય થઈ ગયો, બહુ બદલાય ગઈ હતી.
પછીતો કેક કાપી, હેપી બર્થડે સોંગ ગવાયું, ખાવા પીવાનું શરૂ થઈ ગયું. પણ હું એક કિનારા પર બેસી તે ચેહરાને શોધી રહ્યો હતો કે, જેમનું ત્યાં હોવા ઉપર મને પૂરો શક હતો. અને મારો શક ખરેખર સાચો પડયો.

મે નોધ્યું કે સુચિત્રા ડીજે ફ્લોરની નજીક આવી, અને મોઢા પર હળવા સ્મિત સાથે કોઈ સાથે નજર લડાવી રહી હતી. મે થોડા ધ્યાનથી નજર કરી તો ચોંકી ગયો.
ડીજે વાળો વિકી હતો.

ટ્રેનમાં એકદમ નિરવ શાંતિ છવાય ગઈ.
વિકાસ અસ્થાના સાહેબ ને ધ્યાનથી જોઈ રહ્યો હતો.

" શું કહાની ના હીરોને આ સિવાય બીજું કંઈ સબૂત મળ્યું ?"

"હા, મળ્યું એવું સબૂત, કે મળ્યા પછી કંઈ સમજવા વિચારવાનું બાકી નહોતું રહ્યું." એમણે ઊંડો શ્વાસ લઈ અને આગળ વાંચવાનું શરુ કર્યું.

તે ૨૨ ડિસેમ્બર ની તારીખ હતી, દુનિયા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવામાં વ્યસ્ત હતી.
મારી પત્ની સુચિત્રા એક અઠવાડિયું એમની મામીના ઘરે રહીને બે દિવસ પહેલા જ આવી હતી. બપોરનો સમય હતો તો ઘરના લેન્ડ લાઈન પર એક ફોન આવ્યો, ફોન મસુરીની કોઈ હોટલમાંથી હતો.

" હેલો.., સર હું બ્લુ લગૂન હોટેલથી બોલું છું. તમે અમારી હોટેલમાં થોડા સમય પહેલા રોકાયા હતા..ધિસ ઇસ એ ફિડબેક કોલ..શું તમે અમારા હોટેલ સ્ટે થી સંતુષ્ટ છો.. કંઈ સજેશન..??"

જેમ સુકાયેલ પાંદડું હવાની લહેરથી કાંપી ઊઠે ને તેજ રીતે મારું શરીર કાંપી રહ્યું હતું.
મે તરતજ એ હોટેલનું સરનામું લીધું અને સાંજે જ મસુરી જવા માટે નીકળી ગયો.

બીજી સવરે હું કાંપતા કાંપતા હોટેલના રિસેપ્શન પર પહોંચ્યો અને એન્ટ્રી રજીસ્ટર જોયું તો રૂમ નંબર ૩૦૭ માં બે નામ હતા, સુચિત્રા અને વિકી.

બસ...... આજ એ ક્ષણ હતી કે મે ફેંસલો કરી લીધો હતો કે, હું વિકીને એવી તે મોત આપીશ કે દુનિયામાં બીજા કોઈની પણ પત્નિ બેવફાઈ કરતાં પહેલાં સો વખત વિચારે.
વિકાસે જોયું કે અસ્થાના સાહેબ ની આંખોમાં એક હેવાનિયત નજર સામે આવતી હતી.
એમણે બુકના પાના ફેરવ્યા અને આગળ વાંચવાનું શરુ કર્યું.
ઇન્તકામ થી વધારે દુનિયામાં બીજો કોઈ નશો નથી. પોતાના દુશ્મનને આંખો સામે તડપતો જોવાની મઝા કંઇક ઓર છે.

આ મઝા મે માણી નવા વર્ષની ઉજવણી ની પાર્ટીમાં. જે મે ખરેખર તો વિકીની મોત માટે સજાવી હતી.
મે મારા બિઝનેસ પાર્ટનર સાથે એક ક્રૂઝ બોટ પર એક પાર્ટી ગોઠવી, અને વિકીને ડીજે માટે આમંત્રણ આપ્યું.

" હેપી ન્યૂ યર, સર."
વિકીએ હાથમાં શરાબનો ગ્લાસ લેહરવતા કહ્યું હતું બસ એમની મોતના થોડા કલાકો પેહલા..

રાતના બાર વાગ્યા પછી નશો બધા ઉપર હાવી થઈ ગયો હતો, બધા થાકી ગયા.

મે વિકીને કહ્યું, " સાંભળ વિકી મારે કંઇક તારી સાથે વાત કરવી છે, આવતો મારી સાથે." કહ્યું તો એ મારી સાથે આવ્યો અને અમે બોટની એ જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં થોડું હલકું અંધારું છવાયેલું હતું. એક સન્નાટો શ્વાસ લઈ રહ્યો હતો.

" હેપી ન્યૂ યર... હેપી ન્યૂ યર.. વિકી.....હા હા હા..."
મે કહ્યું તો તે હસ્યો.

" સેમ ટુ યુ સર... પણ અહીંયા કેમ" આજુ બાજુ જોતાં તે બોલ્યો તો મે કહ્યું " યાર ખતરનાક આર્ટિસ્ટ છે તું.."

"હા સર આ ડીજે એક આર્ટ તો છે."

એમણે કહ્યું તો હું એમની નજીક આવ્યો

" નહિ....નહિ...નહિ....હું એમની વાત નથી કરતો"

"તો...?"

ગભરાયેલા સ્વરમાં પૂછ્યું તો મે એમની આંખોમાં આંખ નાખીને કહ્યું

" બીજાની પત્નિને પોતાની બનાવી લેવી એ પણ તો એક આર્ટ છે.......નહિ?"

મે કહ્યું તો એ એવો તે ગભરાય ગયો કે એમની ચોરી પકડાઈ ગઈ હોય.
" શું....શું મતલબ .....સર, તમે કહેવા શું માંગો છો?"

"શટ અપ.." કહીને મે એમનાં ગાલ પર જોરદાર તમાચો માર્યો.

તે આજીજી કરવા લાગ્યો.

" સર....સર...મે તો...... આઈ એમ સોરી સર....હું સાચું કહું છું..શરૂઆત મારા તરફથી નહોતી થઈ...મારી તરફથી એવું કંઈ પણ નહોતું ....એ તો......સર પ્લીઝ છોડી દો મને ..સર... પ્લીઝ...."
કેહતા કહેતા એ ભાગવા લાગ્યો. ત્યારે મે ત્યાં પેહલેથી છુપાવેલો લોખંડનો સળિયો કાઢ્યો અને એમના માથામાં માર્યો. વિકી જમીન પર પડી ગયો, લોહીથી લથબથ, પણ શ્વાસ હજું સુધી ચાલી રહ્યો હતો. હું એમની છાતી પર બેસી ગયો અને એમનું ગળું બે હાથેથી દબાવ્યું. તે તડપી રહ્યો હતો, એમણે મારા હાથની કલાઈ કસીને પકડી લીધી, એટલી જોરથી પકડી કે એમના નખ મારા હાથની ચામડીને ઉખેડી રહ્યા હતા. પણ મે એમનું ગળું દબાવતો રહ્યો. કંઇક દોઢ મિનિટ લાગી, એમનો હાથ એક બાજુ ઢળી ગયો. મે તપાસ કરી તો એમનો શ્વાસ રોકાઈ ગયો હતો. તે મરી ગયો હતો.
એ અંધારામાં હું એમને શિપના કિનારા સુધી લઈ ગયો.
પણ હું જાણતો હતો કે નો લાશ પાણીમાં ફેંકી તો થોડાં જ સમયમાં ઉપર તરવા લાગશે. એમની પણ વ્યવસ્થા મે કરી રાખી હતી.
મે એમની લાશને એક જાળીમાં લપેટી લીધી, એ જાળીમાં લાશ અને બે ભારેખમ પથ્થર લપેટીને પાણીમાં ફેંકી દીધી.

ખેલ ખતમ.

"ધેટ્સ અમેજિંગ" વિકાસે મુઠ્ઠી કસીને બોલ્યો.

" લાશ ડીકમપોસ્ઝ થઈને બહાર નહિ આવે, અને જાળીને કારણે બોડીને માછલીઓ ખાઈ જશે...રાઇટ??"

એમને અસ્થાના સાહેબ ને પૂછ્યું તો તે ગર્વથી પોતાની મૂછોને તાવ આપતા હસ્યાં.

એ સમયે અસ્થાના સાહેબ ના હાથની કલાઈ પર નખનું નિશાન દેખાઈ રહ્યું હતું, અને તે બોલ્યા આ રીતે મારી કહનીનો હીરો પોતાનો બદલો લે છે. એ પણ એટલા પરફેકશનથી કે, પોલીસને ડેડ બોડી પણ ન મળી, ના કોઈ કેસ બને અને સજા થવાનો તો કોઈ સવાલ જ ઉઠતો નથી. એમણે પગ પર પગ રાખતા બોલ્યા,

" છે ને પરફેક્ટ મર્ડર ?"

બપોરના ત્રણ વાગ્યા હતા, દૂર સુધી લીલી હરિયાળી વરસાદમાં ધોવાયેલી લાગી રહી હતી. લેહરતા ખેતરો, તૂટેલા મકાન, દૂર રહેલા પહાડ કહાનીમાં વહેતા લગતા હતા.

" તો કહો એક્સપર્ટ સાહેબ મારી કહાનીમાં કંઇ નોકજોક કરશો કે પછી માની લેશો કે આજ પરફેક્ટ છે .?"

પાણીની બોટલને હોલ્ડર પર રાખતા વિકાસે કહ્યું, " સર હું કહીશ કે કહાની બહુજ ઉમદા છે, સાચી છે, ખોટી છે, આઈ મીન જેમ લોકો કહે છે, ખબર નહિ પણ છે જબરદસ્ત,પણ.....???"
કહેતા તે અટક્યો.

" પણ શું ? બોલો.."

"પણ એમને હું પરફેક્ટ મર્ડર નહિ માનતો, પરફેક્ટ મર્ડર તો એ છે કે દુશ્મનનો ખેલ ખતમ પણ થઈ જાય અને હાથ પર ખરોંચ પણ ન આવે..!!"

વિકાસે કહ્યું તો અસ્થાના સાહેબે પોતાની બાયોથી કલાઈ છૂપાવવાની કોશિશ કરી.
વિકાસને ધ્યાનથી જોઈ એક ઘૂંટ પાણી પીધું અને બહાર જોવા લાગ્યા.

" તો તમેજ કહો કે તમેજ આ કહાની લખી હોત તો કહાની નો હીરો પરફેક્ટ મર્ડર કઈ રીતે કરત..હું પણ તો સાંભળું.?

વિકાસે બુક કિનારા પર એવી રીતે રાખી કે જેમની એમને જરૂર જ ના હોય.
" ઠીક છે અસ્થાના સાહેબ સંભળાવું છું, પણ એટલા ડીટેલ માં નહિ પણ શોર્ટ માં કહું છું. ઇસ ધેટ ઓકે..?

"હા. હા. શરૂ તો કરો."

" શરૂવાત ની કહાની એવીજ હશે જેવી તમે સંભળાવી પણ, એક દિવસ ખબર પડે છે કે મારી પત્ની નું અફેર એમની કોલેજના કોઈ જુનિયર સાથે છે. તે છોકરો વિકી અને મારી પત્નિ અને એમની સહેલી ને ગિટાર શીખવે છે. હું વિકી અને મારી પત્નિ પર નજર રાખી અને એમની વાતો સાંભળું છું. મારી પત્નીની ફ્રેન્ડ ના પતિનું નામ....હમ...શું રાખીશું...?.....હાં.....અમરીશ અસ્થાના જ રાખી દવ...બરાબર..."

અસ્થાના સાહેબ પોતાનું નામ સાંભળીને હસ્યાં અને પાછળ ખસ્યા.

વિકાસે કહ્યું, " તો કેરેક્ટરમાં કન્ફુયુજ ન થતાં..!!, ફરી બતાવું છું..મારી પત્નીનું અફેર ગિટાર વાળો વિકી સાથે અને મારી પત્નીની સહેલી ના પતિનું નામ અમરીશ અસ્થાના "

હું વિકીને જાનથી મારવાની પ્લાનિંગ કરી રહ્યો હતો, પણ મને એક મોકાની તલાશ હતી. એક દિવસ હું ઑફિસ થી ઘરે આવ્યો તો રોજની જેમ કામ લગાવીને મારી બીવી અને વિકિની વાતો સાંભળી..
વિકી મારી બીવી ને કહી રહ્યો હતો,

"સુચિત્રા નો પતિ અસ્થાના બહુ અજીબ છે, બે વજહ શક કરે છે. એમને એવું લાગે છે કે મારું અને એની પત્ની સુચિત્રા વચ્ચે અફેર છે. જેમ કે અમે બંને હસતા એટલે હોઈએ છીએ કે ત્યાં તારી વાતો થતી હોય છે."
મારી પત્ની એ વિકિનો હાથ પોતાના હાથમાં લીધો અને ચૂમતા કહ્યું " એ તો ક્રિમીનલ સાયકોલોજીસ્ટ છે, શક તો કરશેજ.."
"તે તો ઠીક છે પણ મને ખબર પડી જાય છે કે તે દરવાજાની આડ માં અમારી વાતો સાંભળે છે, બહુ ડર લાગે છે"

એ દિવસે મને ખબર પડી કે ભલે ગિટાર વાળા વિકીનું અફેર મારી પત્ની સાથે હતું, પણ મારી બીવી ની સહેલીનો પતિ અસ્થાના સાહેબને લાગતું હતું કે એ ગિટાર વાળા નું અફેર એમની પત્ની સાથે છે.
મે અસ્થાના સાહેબ વિશે થોડી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે આદમી ચાલુ છે પણ એટલો નહિ જેટલા એ પોતાને સમજે છે, બસ એજ દિવસે મે ફેંસલો કરી લીધો કે વિકિના કત્લ નું નેક કામ હું મારા હાથોથી નહિ કરું પણ અસ્થાના સાહેબના હાથે કરાવીશ. ખેલ ખતમ થઇ જશે અને મારા હાથ પર ખરોચ પણ નહિ આવે.

મિત્રો કહાની હવે શું વળાંક લેશે, એક મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. આ વિકાસ કહાની કંઇક અલગ રીતે કહે છે એ શું સાચી છે..?? તો શું વિકી ના મોત પાછળ કોનો હાથ છે ?
આ બધાજ રહસ્ય હું અંતિમ ભાગમાં જણાવીશ ...વાંચતા રહેજો ભાગ ૪ અને આપનો પ્રતિભાવ જરૂરથી આપશો..પ્રતિભાવ લેખકની કલમને બળ પૂરશે....