જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
જીજ્ઞાના વર્તનથી નારાજ રુહાન અને તેના મિત્રો ગીતા મંદિર બસસ્ટેન્ડ પહોચે છે. જેવા જ એ લોકો બરોડાની બસમાં ચડવા જાય છે ત્યા પાછળથી બધાને પુર્વીનો અવાજ સંભળાય છે.
ઓ રુહાન, રવી પ્લીસ મારા માટે એક બસ છોડી શકશો મારે તમને લોકોને કોઈ ખાસ વાત કહેવી છે. પ્લીસ...પુર્વીએ રિક્વેસ્ટ કરતા કહ્યુ.
તારે જે કંઈ પણ કહેવુ હોય તે બરોડા આવીને કહેજે હુ એક પણ મીનીટ અહીં રોકાવા નથી માંગતો...નારાજ રુહાને કહ્યું.
જો રુહાન તને નારાજ થવાનો પુરે પુરો હક છે પરંતુ કદાચ તુ જીજ્ઞા સાથે અત્યારે જે કઈ પણ બની રહ્યું છે એ જાણી લઈશ તો તારો આ ગુસ્સો અચુક શાંત થઈ જશે...પુર્વીએ રુહાનને સમજાવતા કહ્યુ.
રુહાન અંદરથી થોડોક ઢીલો પડે છે અને પુર્વીની વાત માની લે છે અને બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી એક સારી કોફી શોપમાં જઈ ચારેય બેસે છે અને રુહાન અને એના મિત્રો અને તમે જે જાણવા ઉત્સુક છો તે વાત કહેવાની પુર્વી શરૂઆત કરે છે.
જો રુહાન અત્યારે જીજ્ઞાની જીંદગીમાં જે સમય ચાલી રહ્યો છે તે સમય મારા ખ્યાલથી કોઈની પણ જીંદગીનો સૌથી ભયાનક સમય હશે. અમારા ઘરે આવવાનુ કારણ એ જ હતું કે જીજ્ઞા છેલ્લી વાર એના મમ્મીને જોઈ શકે અને વાત કરી શકે...પુર્વીએ ભાવુકતા સાથે વાત કહેવાની શરૂઆત કરી.
મતલબ... એક અલગ જ ગભરાહટ સાથે રુહાને પુર્વીને પુછ્યું.
મતલબ કે અમે જ્યારે ત્યાથી નિકળ્યા ત્યારે અમે ઘરે નહીં પરંતુ અમદાવાદની એક હોસ્પીટલે પહોચ્યા જ્યા બ્લડ કેન્સરથી પીડાતા ફૈબા એડમીટ હતા...પુર્વીના આટલુ બોલતા જ મહાવીરે ચહેરાના ગંભીર પ્રતિભાવ સાથે સવાલ કર્યો.
તારા ફૈબા મતલબ જીજ્ઞાના મમ્મી...મહાવીરે કહ્યું.
હા જીજ્ઞાના મમ્મી જે લાંબા સમયથી આ બીમારીથી પીડાઈ રહ્યાં હતાં જેની જાણ જીજ્ઞા અને તેના નાના ભાઇને નહોતી અને હોસ્ટેલમાં રવિવારે જીજ્ઞાને મળવા ન આવવાનુ કારણ તેના પિતા કે નાનો ભાઈ નહોતા પરંતુ બીમારીના ઈલાજના કારણે તે જીજ્ઞાને મળવા નહોતા આવી શક્તા...પુર્વીએ કહ્યું.
મતલબ આન્ટી એક્સપાઈર થઈ ગયા ...ભાવુક થતા રુહાને પુર્વીને સવાલ કર્યો.
હા...પુર્વીની આ હા સાંભળતાજ ત્યા બેઠેલા ત્રણેય મિત્રોને ખુબ જ મોટો ઝટકો લાગ્યો. અને જીજ્ઞા પ્રત્યે રુહાનની અંદર જેટલો પણ ગુસ્સો અને નારાજગી હતી તે બધુ એકદમ શાંત થઈ ગયુ.
જીજ્ઞા છેલ્લી વાર પોતાની મમ્મી સાથે વાત કરી શકી કે નહીં ? ...દુઃખ વ્યક્ત કરતા રવીએ કહ્યું.
ભગવાન એટલો પણ ક્રુર નથી કે બંને માતા- દિકરીને છેલ્લી વાર વાત પણ ન કરવા દે...પુર્વીએ કહ્યું.
જીજ્ઞા અને તેની મમ્મી વચ્ચેનો આખરી સંવાદ.
રડતી રડતી જીજ્ઞા હોસ્પીટલના આઈ સી યુ રૂમમાં પોતાની માતાના પલંગ પાસે આવે છે અને બેસે છે. જીજ્ઞાની આખમાં ચોઘાર આસુ વહી રહ્યા હતા પરંતુ સાહેબ એ માની કરુણતા અને હિમ્મત તો જુઓ મરણ પથારીએ પડેલી એ મા કે જે પોતાના જીવના ટુકડાને આ દુનિયામાં એકલી છોડીને જઈ રહી હતી છતાય જીજ્ઞા વધારે તુટી ન જાય એટલા માટે એ માં પોતાની આખમાં એક પણ આસુ આવવા નથી દેતી. અને સામે પોતાની દિકરીને આખરી ઘડીએ પણ હિમ્મત દેવાની કોશિશ કરે છે.
અરે બેટા રડમાં હજુ તો તારી આખી જીંદગી ની લડાઈ લડવાની છે. તુ તારી મમ્મીને છેલ્લી ઘડીએ આમ રડીને અને દુઃખી કરીને વિદાય આપીશ...જીજ્ઞાની માતાએ ખુબ જ હિમ્મત સાથે જીજ્ઞાનો હાથ પોતાના હાથમાં પકડતા કહ્યું.
જીજ્ઞા રડતા રડતા કઈ બોલી તો ન શકી પરંતુ પોતાનુ મો હલાવીને પોતાની માતાને જવાબ દે છે.
પ્રેમીલાબેન પોતાના પલંગ પર થોડા ઉચા થઈને પોતાની દિકરીના આસુ લુછે છે. ત્યા એટલી જ વારમાં ગીરધનભાઈ પોતાના દિકરાને લઈને અંદર આઈ સી યુ રૂમમાં આવે છે. જીજ્ઞાના ભાઈની પણ આખમા આસુ વહી રહ્યા હતા. ચારેય બાજુથી જીજ્ઞાની દુનીયા તુટી રહી હતી.
બેટા તારા ભાઈ અને પપ્પાનુ ધ્યાન રાખજે. પપ્પા સાથે વધુ ઝગડતી નહીં. અને તમને(ગીરધનભભઈ) પણ મારી એક વિનંતી છે અને મારી આખરી ઈચ્છા પણ કે જીવનમાં એકવાર તમારા આ રીતરીવાજને દુર રાખીને મારી વિનંતી છે તમને કે મારી ચિંતાને આગ મારી જીજ્ઞા દ્વારા જ અપાવજો... પ્રેમીલાબહેને કદાચ એમની જીંદગીના આખરી શબ્દો બોલતા કહ્યુ.
સામે જીજ્ઞા અને તેના પિતા પોતાનુ મોઢુ હલાવીને ઈસારા દ્વારા હા નો જવાબ આપે છે.
આગળ કઈ પણ બોલે તે પહેલા જ જીજ્ઞાને આ દુનિયામાં એકલા છોડી પ્રેમીલાબેન ચાલ્યા જાય છે અને જીજ્ઞા અંદરથી ખુબ જ તુટી પડે છે અને રડતી રડતી પલંગ પર અનંત નિંદ્રામાં સુતી પોતાની માતાને ભેટી પડે છે. આ બાજુ જીજ્ઞાનો નાનો ભાઈ પણ રડતો રડતો આવે છે અને પોતાની માતા અને બહેનને ભેટી પડે છે. અને બાજુમાં ઉભેલા અંદરથી એકદમ સખ્ત એવા ગીરધનભાઈ પણ કદાચ પહેલી વાર અંદરથી ભાવુક થઈ જાય છે.
ગીરધનભાઈ પોતાની પત્નીની આખરી ઈચ્છા પુર્ણ કરતા પ્રેમીલાબહેનના અંતિમ સંસ્કાર જીજ્ઞાના હાથે થાય છે. કદાચ કોઈ પણ વ્યક્તિ માટે મારા મુજબ આથી ખરાબ અને ભયાનક સમય કોઈ જ ન હોય શકે.
જીજ્ઞા સાથે બનેલી આ ઘટના સાંભળતા જ રુહાન, મહાવીર અને રવીના રૂવાટા ઉભા થઈ જાય છે.
કદાચ ભગવાન જાણી જોઈને ફક્ત સ્ત્રીઓને જ આવી પરિસ્થિતિ આપતા હશે કેમકે આવુ દુઃખ સહન કરવાની હિમ્મત કોઈ મર્દ ન રાખી શકે...રુહાને ભાવુકતા સાથે કહ્યું.
હજુ તો ક્યા જીજ્ઞાનુ દુઃખ પુરૂ થયુ છે...પુર્વીએ કહ્યું.
મતલબ...ફરીથી અસમંજસમા મુકાતા રુહાને કહ્યું .
મતલબ એમ કે ભગવાને એક તરફ જીજ્ઞાની માતાનો પ્રેમ તો છીનવી જ લીધો હતો પરંતુ ફૈબાના ગયાના ૧૫ જ દિવસમાં જીજ્ઞાના તારા પ્રત્યેના પ્રેમની આશા અને પોતાના સ્વપ્નની આશા બંને પણ છીનવી લીધુ...પુર્વીએ જીજ્ઞાના જીવનમાં બનેલી બીજી ઘટના કહેવાની શરૂઆત કરતા કહ્યું.
તુ કહેવા શુ માગે છે હુ કઈ સમજ્યો નહીં ...રુહાને પ્રશ્ન કરતા પુર્વીને કહ્યું.
હવે જે પુર્વી કહેવાની હતી તે રુહાન માટે ખુબ જ મોટા ઝટકારૂપી સમાચાર હતા.
મતલબ એમ કે આવનારા થોડાક જ દિવસોમાં જીજ્ઞાની સગાઈ છે...પુર્વીએ પોતાની દ્રષ્ટિ ટેબલ નીચે કરતા કહ્યુ.
શુ ? વોટ ? બે આ શુ કહે છે...અનુક્રમે રુહાન, મહાવીર અને રવીએ કહ્યું.
પણ આવુ કઈ રીતે પોસીબલ છે હમણાં જ તેના મમ્મી ઓફ થઈ ગયા અને હજુ તેનુ ભણતર અધુરૂ છે અને અચાનક સગાઈ. આ ગીરધનભાઈ માણસ છે કે પછી. ...આગળ ગુસ્સા સાથે કશુ ન બોલતા રુહાને કહ્યું.
પણ જીજ્ઞાને બોલને કે એ આ સગાઈ માટે ના પાડી દે... રવીએ સુઝાવ આપતા કહ્યું.
એવુ થઈ શકતુ હોત તો સારૂ જ હતુ ને. મમ્મીના ગયા પછી અને મમ્મીના કહ્યા પ્રમાણે હવે જીજ્ઞા તેના પિતા સાથે કોઈ પણ કારણે લડવા કે ઝગડવા નથી માગતી...પુર્વીએ કહ્યું.
બે આતો જીજ્ઞા ખરેખરની ફસાઈ ગઈ છે. હે ભગવાન જીજ્ઞાને હિમ્મત આપજે...મહાવીરે કહ્યું.
આ બધુ કંઈ રીતે થયુ કોના કારણે થયુ તે તો મને નથી જાણ પરંતુ જીજ્ઞાએ એટલુ કહ્યું છે કે તને એની સગાઈનુ કારણ ત્યા વડોદરામા જ મળી જશે...પુર્વીએ દુઃખ સાથે આ વાત જણાવી.
રુહાન અત્યારે કોઈ પણ પ્રશ્ન કરવાની હાલતમાં નહોતો.
જો રુહાન અત્યારે જીજ્ઞા સાવ એકલી પડી ગઈ છે અને એ તારા સાથે પણ જાણી જોઈને જ આવુ કરી રહી છે જેથી કરીને એના કારણે તુ તારી જીંદગી બરબાદ ના કર... પુર્વીએ કહ્યું.
આઈ થીંક મારે જીજ્ઞા પાસે જવુ જોઈએ હુ એને આ હાલતમાં એકલી મુકવા નથી માંગતો...રુહાન પોતાની જગ્યા પર ઉભો થઈને કહે છે.
એક મીનીટ રુહાન. જો રુહાન હુ સમજી શકુ છું કે તને એની ચિંતા છે પણ અત્યારે એને એકલી જ રહેવા દે તે એકલી રહેશે તો આપો આપ થોડી શાંત થઈ જશે અને અહીં એના માટે હુ છું જ. અને હા હવે કદાચ અમે કોલેજ જીજ્ઞાની સગાઈ બાદ જ આવીશુ ત્યારબાદ જોઈએ કે આપણે જીજ્ઞાના સ્વપ્ન માટે શુ કરી શકીએ... આટલુ કહી અને રુહાનને ગહેરી ઉલઝનમાં નાખીને પુર્વી ત્યાથી જતી રહે છે. રુહાનને જેટલુ દુઃખ જીજ્ઞાના મમ્મીના ઓફ થવાથી લાગ્યુ હતુ કદાચ એટલો આઘાત પોતાનો પ્રેમ થોડાક જ દિવસોમાં બીજાનો થવાનો છે તે સાંભળીને લાગ્યો હતો. રુહાન પણ જીજ્ઞાની સગાઈના સમાચાર સાંભળ્યા બાદ અંદરથી ખુબ જ ભાંગી પડ્યો હતો.
રુહાન અને તેના મિત્રો નચાહતા પણ હતાશા સાથે વડોદરા જવા બસ મારફતે રવાના થાય છે.
દિવસે ને દિવસે રુહાન અને જીજ્ઞાની પ્રેમ કહાની ભયાનક વણાંક લઈ રહી હતી અને હવે બંનેની પ્રેમ કહાની એ મોડ પર આવી ચુકી હતી કે કદાચ એ મોડ પરથી બંનેનુ એક થવુ અશક્ય લાગી રહ્યું હતું.
હજુ પણ એક વાત તો રહસ્ય જ બનીને દરેકના મગજમાં ફરી રહી હતી કે એવુ તે શુ બન્યુ કે જીજ્ઞાની માતાના અવસાનના ગણતરીના જ દિવસોમાં ગીરધનભાઈને જીજ્ઞાની સગાઈ નક્કી કરવી પડે ????. અને એ રહસ્યનો જવાબ વડોદરામાં કંઈ રીતે ? કેમ અને કોની પાસેથી મળશે વગેરે જાણવા માટે પ્લીઝ વાચતા રહો બે પાગલ વાર્તાના આગલા ભાગો. ખુબ ખુબ ધન્યવાદ વાચવા બદલ.
। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
NEXT PART NEXT WEEK
BY :- VARUN SHAHNTILAL PATEL