VIRAL VIDEO - 4 in Gujarati Moral Stories by PARESH MAKWANA books and stories PDF | વાયરલ વીડિયો - 4

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વાયરલ વીડિયો - 4

રાહુલ ને ખબર મળી કે તનું અને વિશાલ ગામડે થી રાજકોટ આવી ગયા છે. એટલે એણે નવી બાજી શરૂ કરી.

એ એક રાત્રે તનું ને ચાકુ ની અણી બતાવી ઉઠાવી ગયો.
એને હતું જ કે તનું ને બચાવવા વિશાલ એની ખિલાફ ના બધા જ સબુતો લઈને દોડતો આવશે. અને એમ જ થયું.
રાહુલે વિશાલ ને ફોન કર્યો.
'તો, બદનામ આશિક, તારી તનું ને બચાવી હોય તો હું જે કરું એ જ કરજે નહિતર..'
રાહુલના શબ્દો સાંભળી વિશાલ ડરી ગયો. એ એની સામે કરગરવા લાગ્યો.
'પ્લીઝ, તું જે કહીશ એ કરીશ..પ્લીઝ તનું ને કઈ ના કરતો..?'
રાહુલ થોડું લુચ્ચું હસ્યો.
ઓહ, આટલી ફિકર તો કોઈ આશિક જ કરે.., ખેર બદનામ આશિક તારી તનું ને જીવતી જોઈતી હોય તો..મારી ખિલાફ ભેગા કરેલા તમામ સબુતો લઈને શહેરની ડાબી સાઈડ આવેલા વસંતવિલા ફાર્મહાઉસ પર આવી જા..અને સાંભળ, કોઈ ચાલાકી કરી છે તો..'
અને એ ફરીથી એવું જ લુચ્ચું મોટેથી હસ્યો..
તનું ને શહેર થી દુર જે વસંતવિલા ફાર્મહાઉસમાં ગોંધી રાખવામાં આવી હતી ત્યાં વિશાલ આવી પોહચ્યો.
એના હાથમાં રહેલી એક ડીવીડી ને રાહુલે આંચકી લીધી.
ખૂણામાં બંધી હાલતમાં પડેલી તનું પાસે વિશાલ દોડીને બેસી ગયો. ને એના હાથ પગ ખોલવા લાગ્યો.
રાહુલ હસ્યો ને એણે એના એક માણસ ને એ બન્ને ને જાનથી મારી નાખવા ઈશારો કર્યો.
હાથમાં ધારદાર ચાકુ લઈને પેલો માણસ એ બન્ને તરફ આગળ વધતો જ હતો કે..
વિશાલે પાસે પડેલો એક લોખંડ નો સળિયો ઉપાડી એની તરફ આવી રહેલા માણસના ચહેરા પર જોરથી માર્યો. એ સાથે જ એ માણસ ત્યાં જ ઢળી પડ્યો.
રાહુલ કઈ સમજી શકે એ પહેલા જ પાછળથી આવી ને કોઈએ એના માથામાં જોરથી વાર કર્યો. ચક્કર ખાઈ એ પાછળ ફર્યો. તો એની સામે એક હાથમાં ક્રિકેટબેટ લઈને નિલમ ઉભી હતી. આ એજ ક્રિકેટબેટ હતું જેનાથી એ ઘણીવાર નીલમને મારતો.
એણે આપેલા એક એક ઘાવ નીલમ ભૂલી નોહતી. આજે એ એને જાનથી મારી નાંખત જો વિશાલે એને રોકી ના હોત.

* * *

એક ખુરશી પર અધમુવી હાલતમાં રાહુલ ને બાંધી ને રાખવામાં આવ્યો હતો. સામે જ વિશાલ નીલમ અને તનું ઉભા હતા. તનું ના હાથમાં કેમરો હતો.
નિલમે ગુસ્સામાં એના વાળ પકડી..મોટા આવજે કહ્યું.
તને, વીડિયો બનાવવાના બહુ જ શોખ છે..આજે તારો વીડિયો બનશે..
વિશાલે એના લાલ થયેલા ગાલ પર એક તમાચો માર્યો.
દુનિયા ને બતાવ, તે મને બદનામ શુ કામ કર્યો..બોલ..
એ ફરી એજ લુચ્ચું હસ્યો. આ વખતે વિશાલે ઉપરા ઉપર બે ત્રણ તમાચા ચોડી દીધા.
નિલમે કહ્યું આ આમ નહીં માને..આને પેલો વીડિયો બતાવ..
વિશાલે પોતાના મોબાઈલમાં એક વીડિયો બતાવ્યો જે જોઈને રાહુલ ચીંખી ઉઠ્યો..
એમાં એક સોળ વર્ષની છોકરીને બાંધીને ખુરશી પર બાંધીને રાખવામાં આવી હતી. એ કોઈ બીજું નહીં પણ રાહુલની એકની એક બહેન સુહાની હતી.
વિશાલે એના વાળ પકડ્યા
'તું બોલીશ કે પછી અમે લોકો આને મારી નાખીએ..'
વાત પોતાની બહેન ની હતી. એટલે એ ચાલકમાં ચાલક ખેલાડી પણ અહીંયા હારી ગયો.
'એને કઈ ના કરતા..પ્લીઝ હું બધું જ કહું છું..પ્લીઝ મારી બહેન ને છોડી દો..?'
નિલમે, કહ્યું
'તો પછી ફટાફટ બોલવા માંડ..'

'મને જે પણ છોકરી ગમતી હું એને ગમે તે હાલમાં મારી બનાવી ને જ રહેતો.
એમાં, મેં ઘણી છોકરીઓ ની જિંદગીઓ બરબાદ કરી છે. યુસ એન્ડ થ્રો ની જેમ મેં ઘણી ઘણી માસૂમ છોકરીઓ સાથે મેં પ્રેમના નામે માત્ર ટાઈમપાસ કર્યો છે. જ્યારે મારુ મન ભરાઈ જતું હું એમને છોડી દેતો. કોઈ ના માને તો એના એમ.એમ.એસ. બનાવી ઈન્ટરનેટ પર વાઇરલ કરી. એને બદનામ કરી દેતો. મેં નીલમ નો પણ એક એમ.એમ.એસ. બનાવ્યો હતો. તેને બ્લેકમેઇલ કરી હું એની પાસેથી પૈસા પડાવતો. પોતાનું કામ કઢાવતો.
જ્યારે મેં તનું ને જોઈ ત્યાર થી જ મને તનું બહુ જ ગમતી. પણ આ વિશાલ સતત એની આસપાસ ફર્યા કરતો જે મને જરાય નોહતું ગમતું.
હું જાણતો હતો કે વિશાલ તનું ના પ્રેમમાં છે. અને એની અને તનું ની દોસ્તી ના તૂટે એ ડરને કારણે એ તનું ને પ્રપોઝ નોહતો કરતો.
તનું એ વિશાલ ની સામે જોયું. વિશાલે કહ્યું હા, હું તને ચાહતો હતો. પણ તું રાહુલ ને પ્રેમ કરતી હતી. તારી ખુશી રાહુલમાં હતી એટલે જ હું તારા બને એટલું દૂર રહેતો. મને જ્યારે રાહુલે ધમકી આપી કે તું મારી તનું થી દુર રહેજે એટલે ત્યારે જ મેં નક્કી કરી લીધું કે હું તમારી બન્નેની જિંદગીમાં થી ચાલ્યો જઈશ.
તારા જન્મદિવસ ને દિવસે હું છેલ્લીવાર તને મળવા આવવાનનો હતો ને ત્યાં જ...
એણે પોતાનું વાક્ય અધૂરું છોડી ગુસ્સામાં રાહુલ સામે જોયું રાહુલ આગળ બોલ્યો.
મને લાગતું હતું કે તું તનું ને છોડીને નહીં જા એટલે તને રસ્તામાં થી હટાવવા મેં નીલમ ને બ્લેકમેઇલ કરી. નિલમે એની એના એમ.એમ.એસ માટે થઈને એ દિવસે બસમાં તને ફસાવ્યો.

તનું એ કેમરો બંધ કર્યો. અને નિલમના હાથમાં આપતા કહ્યું.
'લે નિલમ વાઇરલ કરી દે આ વીડિયો ને..'

* * *

રાહુલ એ વાત થી અજાણ હતો કે એની બહેન ને સુહાની ને કોઈએ કિડનેપ નોહતી કરી. એ પણ વિશાલ અને તનું ના પ્લાન નો એક હિસ્સો હતી.
એ ત્યાં જ પાછળ ઉભી ઉભી રાહુલના એકએક શબ્દો સાંભળતી હતી.
રાહુલે જ્યારે બોલવાનું બંધ કર્યું ત્યારે એ પાછળથી એની સામે આવી.
અને એણે રાહુલના ગાલ પર એક તમાચો માર્યો.
'ભાઈ, તમને તો ભાઈ કહેતા પણ મને શરમ આવે છે..? છી..શરમ ના આવી તમને આટલી નીચ હરકતો કરતા..'
રાહુલ એની સામે રડવા લાગ્યો.
'મને માફ કરી દે સુ..'
પણ સુહાની એ એની વાત ના સાંભળી અને એ ત્યાંથી રડતી રડતી બાહર ચાલી ગઈ..
આ તરફ નિલમે રાહુલનો એ વીડિયો જેમાં એણે વિશાલ ને ફસાવ્યો હતો. એ વાઇરલ કરી દીધો. જેનાથી રાહુલ નો દોષી ચહેરો બધાની સામે આવ્યો. કાનૂની તોર પર એને જેલમાં ધકેલવામાં આવ્યો.
બીજી તરફ વિશાલ નિર્દોષ જાહેર થયો.
ને એ અને તનું હમેંશા માટે એક થઈ ગયા. એમણે લગ્ન કરી લીધા.
THE-END
મારી વાર્તા વાયરલ વિડીયો તમને કેવી લાગી પ્રતિભાવમાં જણાવો..
મો.7383155936