Thar Mrusthal - 3 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | થાર મરૂસ્થળ (ભાગ-૩)

Featured Books
Categories
Share

થાર મરૂસ્થળ (ભાગ-૩)

તમારું જીવન એક નાટક છે,

એ નાટકને કેમ ભજવું અને કોની સાથે કેવી રીતે ભજવું એ તમારા વ્યક્તિવ પર નિર્ભર કરે છે.

લી.કલ્પેશ દિયોરા

વાહ,મહેશ તું તો પ્રેમીઓનો ગ્રુરુ બની ગયો..!!
આ તારા ભાભી સોનલે મને બનાવી દિધો.

મિલન.... મિલન....મિલન ગાડી ઉભી રાખ ,પણ શુ છે જીગર...!!હજી હમણાં તો ઉભી રાખી.એક વાર તું ગાડીની ડાબી બાજુ જોતા ખરા.

ઓહ...અ...ઈ... ફટકો છે ફટકો...!!!
વાહ,કિશન ઘણા સમય પછી તારા મોં માં થી આ શબ્દ સાંભળી આનંદ થયો.તું દરરોજ કોલજમાં કોઈ સારી છોકરી સામે મળે તો બોલતો...

મિલન આ તમારી કોલેજ નથી...!!શાંતિ રાખો.
માધવી અહીં અમે મોજ કરવા આવિયા છીએ તારી જેમ મડદાની જેમ ગાડીમાં બેસી રહેવા નહીં.

કોણ હું મડદુ...!!!!અમે કઈ બોલતી નથી એનો અર્થ
એ નહીં કે અમે મરેલા મડદા છીએ.

ભાભી ધીમે ધીમે....!!!
હા,તારા ભાભીને ઠંડી પાડ નહીં તો ગાડીના બારીના કાચ તૂટી જાશે....

બસ મિલન હવે ઘર ઘરમાં ડખો નહીં હો..!!!
મહેશ અમારો પ્રેમી ગુરુ છે.કોલેજમાં હતા ત્યારે પણ અમને સહલા આપતો અને અત્યારે પણ,અને તેની સહલા અમે માનતા પણ ખરા.

નહીં જીગર આજ નહીં આજ આ મિલને મૂડ બગાડી નાખીયો છે.
અલા માફ કરી દે પણ મહેશ તારે થોડું ઘણું તો બોલવું જ પડશે....

યાર તું પણ...!!!

જીગર પત્ની તેના પતિનો અવિભક્ત,નિૃલ પ્રેમ ઝંખતી હોય છે. તેથી તેની સાથે સત્યનિશ્ઠ બનો.જો તે પૂરી નિષ્ઠાથી પતિનો પ્રેમ પામશે તો તે તમામ અગવડોને અવગણીને પતિ,અને કુટુંબ માટે બધું જ કરી છૂટશે, પછી ભલેને તેના કુટુંબ માટે બલિદાન આપવું પડે.

પત્ની દિવસ દરમિયાન તેના કરેલ સારાં કાર્યોની પ્રશંસા ઈચ્છતી હોય છે. તે તેના પોશાક, મેકઅપ, રસોઈ, ઘરની સ્વચ્છતા, મહેમાનો, મુલાકાતીઓ, સગાં, પતિ, અને વડીલો માટે તેના દ્વારા લેવાતી સંભાળ અને સરભરાના તેનો પતિ વખાણ કરે તે ઝંખતી હોય છે.પણ,આપડે શું કરીયે તેની પ્રશંસા જ નથી કરતા.

વધુ પડતા કામના કારણે પત્નીથી કોઈ શરતચૂક થઈ જાય તો આવી ગૌણ ક્ષતિને પતિએ અવગણવી જોઈએ.તેનો વિરોધનો કરવો જોઈએ...

સ્ત્રીઓને તેમના પિયરના ઉચ્ચ દરજ્જાના સગાં-સંબંધીઓ, તેમનું ઉચ્ચ શિક્ષણ અને ઊંચા વેતનને કારણે સાધારણ પરિસ્થિતિ ધરાવતા સાસરે રહેવું મુશ્કેલ બને છે,પણ પ્રેમમાં એવી મહાન શક્તિ છે જીગર કે તે કોઈને પણ જીતી શકે છે.

મહિલા તું તો એકલી સ્ત્રીનું જ સારું સારું બોલે છે
મિલન શાંતિ શાંતી આવશે વારા પછી વારો આવેને ,હવે એનું પૂરું ...

હા,તો બરોબર..!!!!

સ્ત્રીએ પતિને હમેશા ખુશ રાખવો જોઈયે..
પતિ ઘરનો બોસ અને કુટુંબનો મુખ્ય છે તેવી લાગણી થાય તેવું વર્તન પત્નીએ કરવું જોઈએ.ઘરની તમારા મહત્ત્વની બાબતો જેવી કે ખરીદી, ખર્ચ, રોકાણ, બચત, સગાંઓની મુલાકાત,વગેરેમાં તેની સલાહ લો ને પુરુષનો અહમ્ સંતોષવા પ્રયત્ન કરો.

પતિ જ્યારે ઈચ્છે ત્યારે તેના માટે ત્યાર રહો.પછી તે માત્ર ગપસપ માટે હોય,ગંભીર સમસ્યા હોય, હોટેલમાં જવા,ફિલ્મ જોવા જવા,ખરીદી કરવા કે પછી કોઈને મળવા જવા માટે.

મુક્તપણે એક મિત્રની માફક તેની સાથે વર્તો.તમે તેના ઉત્તમ સલાહકાર બનો,પણ કોઈ ખાસ પ્રક્રિયામાં પતિ નિષ્ફળ રહ્યો હોય તો મેણાંટોણાં મારી કે બીજા નકારાત્મક વલણ દ્વારા તેની પજવણી નહિ કરો.

પતિનું દિલ જીતવા તમારા હાથની બનાવેલી વાનગી બનાવીને તેને ખુશ કરો, કારણ કે

‘પેટ દ્વારા જ પતિનું દિલ જીતી શકાય છે.’

પત્નીને ખુશ અને સુખી રાખવી તે દરેક પતિની ફરજ છે અને તે પતિ તરફથી અપાયેલ વચનબદ્ધતા છે. તેવી જ રીતે પત્નીએ પણ પતિને ખુશ રાખવો એ અનિવાર્ય છે.

આમ, જ્યારે બંને એકબીજાની કાળજી રાખે, દરકાર કરે,એકબીજાને સમજે અને અહમ્ ટાળીને પોતાના સાથીને તમામ પરિસ્થિતિઓમાં ટેકો આપે તો તેમનો લગ્ન સંબંધ એક કમળની જેમ ખીલશે.

વાહ,મહેશભાઈ વાહ..!!!ગાડીમાં તાળીઓનો અવાજ આવા લાગ્યો..

તમારી એક એક વાત અમે યાદ રાખીશું મહેશભાઈ

હા,સોનલ..!!યાદ રાખવાથી કઈ નહીં વળે જીવનમાં પણ ઉતારજો..

બસ બસ અહીં ગાડી ઉભી રાખ કિશન થોડો નાસ્તો કરી લઈએ હવે થાર મરૂસ્થળ અહીંથી બહુ દૂર નથી આઠ થી દચ કિલોમિટર જ છે.


*************ક્રમશ**************


રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)