એક અકસ્માત
લગભગ સાતમ નો એ દિવસ હતો અને સૌરાષ્ટ્ર મા સાતમ-આઠમ એ ખૂબ મોટો તહેવાર કેહવાય. એટ્લે હુ મારા ઘરે થી મારા મિત્રો જોડે ફરવા ચાલ્યો ગ્યો;
હવે ઘણાં સમય પાછી મિત્રો ને સાથે મળીએ એટ્લે ધમાલ મજા અને મસ્તી તો થવાની જ... એમા પણ જો જૂનાગઢ મા સવાર-સવાર મા ક્રિકેટ રમ્યા પછી ગાંઠિયા ને જલેબી તો જોઈએ જ.ત્યાર બાદ ઘરે આવી ને તૈયાર થઈ ને બેસીએ એટ્લે ભાઈબંધ નો 11 મો મિસકોલ જોઇ ને ફોન કરતા જ ન સાંભળવા નું સંભાળવા મળે..!!
હવે સ્વાભાવિક વાત છે યાર એક તો તમે કેટલા સમય પછી આવ્યા હોઇ ને તો ભાઈબંધ ને કેટલી લાગણીઓ હોય. પણ જ્યારે તમે ભાઈબંધ જોડે જાવ ફરો અને મોજ કરો, પણ જરા વિચારો એવા સમયે કે તમે કોઈ સ્થળે છોકરી ને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરો અને તમારો ભાઈબંધ એ જ સમયે તમારી ઈજ્જત ઉતારી નાખે... તમે વિચારી શકો કેટલું દુખ થાય.
મિત્રો બધાં આવા જ હૉઈ અને એવા જ શોભે. અમે ત્યારે ખૂબ ફર્યા અને બહુ મજા કરી.... અંત મા સૌરાષ્ટ્ર ની પાણીપુરી ખાવા અમે એક દુકાને ગયા. પછી અમે સાંજે ફરવા નીકળ્યા. ચાલુ વરસાદ મા મિત્રો સાથે બાઇક મા ફરવાની મજા જ અલગ હોય છે. અમે ભવનાથ મંદિરે કાવો પીવા માટે રોકાયા.
એ દરમિયાન પપ્પા નો ફોન આવ્યો, " કે હોસ્પિટલ એ આવજે જલદી... તારા સાહેબ નું અકસ્માત થયુ છે અને સારુ એવું વાગી ગ્યુ છે." તેં મારા પપ્પા ના સારાં એવાં મિત્ર હતાં અને મારા ગુરુ એમને મને ઘણુ શીખવ્યું હતુ, ફક્ત ભણતર સિવાય પણ તેઓ એ મને જીંદગી ના બીજા ઘણાં પાસા ઓ વિસે સમજાવતા હતાં.
આ સાંભળીને હુ તરત જ હોસ્પિટલ એ એમને મળવા માટે. તેઓ ની પરિસ્થિતિ આમ તો સારી જ હતી પણ શરીર ના ઘાવ ઘણુ કહી દેતા હતા. પરંતું તેમનાં ઘર ના બધા જ સભ્ય હોસ્પિટલ એ આવી ગયા હતા. અને એમનાં ઘરે ફક્ત બે બાળકો જ હતા.. એ પણ ફક્ત 10-12 વર્ષ ની ઉંમર ના.
એટ્લે હુ તેં બાળકો ની સંભાળ લેવા તેમનાં ઘરે ચાલ્યો ગ્યો. અંદાજે રાત ના 8 વાગ્યા હતાં, અને તેઓ બન્ને એ કાંઇ ખાધું ના હતુ. હુ જમવા લઇ ગ્યો અને તેઓ એ જમી લીધુ, થોડા ડરેલા હતાં પણ પોતાને સંભાળી લેતા હતાં. ત્યારે મારી વાત એમનાં નાનો બાળક અર્થ જોડે થઈ હતી.
એ બાળક વિશે વાત કરુ ને તો એને ભણવા નું જરા પણ નથી ગમતું. તેને કશુ યાદ જ નહીં રહેતું.... એ પોતે બહુ જ પ્રયત્ન કરે તો પણ પોતે યાદ નથી રાખી શક્તો. પણ તેને એ ખબર હતી કે મારા અંદર શુ ખૂબી છે અને મારે તેને દુનિયા ની સામે કેવી રીતે રાખવી.
તેં ભણવા મા જેટલો કાચો હતો ને એટલો જ વ્યવહાર મા પાક્કો હતો. આગલી રાતે 3 વાગ્યા સુધી જાગી ને એને પોતાનુ કામ પતાવ્યું છતા પણ બીજા રાતે ઘરે કોઈ ના હોવાથી સૂતો જ નહીં. તેની ઘરે કોઈ ના હતુ છતા પણ પોતે એકલો ઘર સાંભળીને બેઠો હતો અને વાતો તો એવી કરે કે દિલ ને લાગી આવે.
ત્યારે મને એક વાત ખબર પડી કે ,"જીંદગી મા વધારે માર્ક્સ અને આગળ વધવું સફળતા નથી પણ.. ખરેખર તમે ખરાબ મા ખરાબ પરિસ્થિતિ ને કઈ રીતે સાંભળો છો ને તેં તમારી સફળતા નક્કી કરે"
એ બાળક ને પોતાની ખામી અને ખૂબી ખબર છે અને તેં સતત તેને ઉપર કાર્ય કરતો હોઇ છે. દુનિયા મા મે ઘણાં બાળકો જોયા છે. ઘણાં સાથે રમ્યો પણ છું, છતા અર્થ જેવો બાળક મે મારી જીંદગી મા પેહલી વાર જોયો છે.
ફક્ત 11-12 વર્ષ ની ઉંમર મા આટલી સમજણ અને આટલા ઉંચા વિચારો તમને કોઈ શાળા કે કોઈ ક્લાસ શીખવી શકે નહીં. આ માટે ફક્ત ને ફક્ત તમારુ ઘડતર જરુરી છે. પેલું કેહવાય છે ને કે ,"ભણતર કરતા ઘડતર વધારે મહત્વનું છે". અર્થ તેનુ જીવતું જાગતું ઉદાહરણ છે.
તો આ આમ એક નાનકડી વાર્તા આપડને ઘણુ શીખવી જાય છે. આવી જ રીતે નવી નવી સ્ટોરી જોવા માટે મને follow કરો અને story ને બને એટલી વઘારે ને વધારે share કરો.