journey of love in Gujarati Love Stories by Krupa books and stories PDF | પ્રેમની સફર

The Author
Featured Books
Categories
Share

પ્રેમની સફર

અમદાવાદ બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોઈ ને ઘણા લોકો ઉભા હતા તેમાં એક સ્ત્રી પણ ઉભી હતી. આકર્ષક એટલી કે કોઈ પણ વ્યક્તિ એકવાર તો પાછું ફરીને જોવેજ. સ્વર્ગની અપ્સરા હોય તેવું લાગે. સ્ત્રીઓના ટોળા માં અલગ દેખાઈ તેવું તેણીની વ્યક્તિત્વ હતું.

બપોર નો સમય હતો એટલે તડકો પણ તપતો હતો અને બધાં બસ ની રાહે આમ તેમ જોતા હતા. એટલા માં બસ આવી અને બધા ધકામુકી કરીને ચડવા લાગ્યા. તેણી બધા ચડી ગયા પછી છેલ્લે ચડી તો બસ ફૂલ હતી. બસ માં હજી બધા સીટ શોધીને બેસતા હતા અને તે ઉભી રહી અણસાર તો નહતા કે જગ્યા મળશે. બસ ચાલી થોડી વાર થઈ ત્યારે બધા બેસી ગયા ત્રણ ચાર વ્યક્તિ ઉભા હતા જેમાની એક તે પણ હતી.

આગળની બાજુ ત્રણ ની સીટ માં બે પુરુષો બેઠા હતા એક સીટ ખાલી હતી પણ તે જાણે વિચરતી હોય બેસવા માટે એમ ઉભી હતી. ત્યાંજ તેમાંના બહાર બાજુ બેસેલા વ્યક્તિ એ તેની સામે ઈશારો કરી કહ્યું તમે ઈચ્છો તો અહીં બેસી શકો છો. જોઈતું હોય ને મળ્યું એમ થયું. તેનું મગજ જાણે પેલો વ્યક્તિ વાંચી ગયો હોય એવું લાગ્યું પણ હવે તેમણે સામેથી કીધું તો જઈ ને બેસી ગઈ.

બેઠા બેઠા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ના રહી. અચાનક આંખ ખુલી તો બાજુ વાળા વ્યક્તિના ખભા પર માથું નાખીને સુતેલી હતી. પણ કદાચ એ કારણે તેઓ સુઈ નહોતા શક્યા. પ્રીતિ એ તેમના ખભે થી માથું લઈ સ્વસ્થ થઈ સોરી કહ્યું. તેમણે કહ્યું ના કઈ વાંધો નહીં તમે બહુ થાકેલા લાગ્યા એટલે ના ઉઠાડ્યા. ત્યારે એ વ્યક્તિ સામે ધ્યાન આપ્યું. આકર્ષક વ્યક્તિત્વ હતું. સ્કાય બ્લુ શર્ટ, નેવી બ્લુ પેન્ટ અને ટાઈ પહેરેલી હતી જોવામાં કોઈ સારી કંપની ના મૅનેજર હોય એમ લાગતું હતું

અજાણી વ્યક્તિ ની બાજુમાં બેસવા નો પણ વિચાર કરતી હતી અને અત્યારે તો તેમના ખભે માથું નાખી સુઈ ગઈ હતી એટલે કાઈ સૂઝતું નહતું કે શું બોલું ? ત્યાંજ તેમણે જ પોતાનો પરિચય આપતા કહ્યું હું પાર્થ દેસાઈ અને તેમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. એટલે તેણીએ પણ પોતાનો પરિચય આપવા આછું સ્મિત આપતા કહ્યું મારુ નામ પ્રીતિ શેઠ અને તેમનું કાર્ડ પર્સ માં મૂક્યું. પછી ઘણી વાતો કરી ત્યારે ખબર પડી કે પાર્થ અમદાવાદ માંજ રહે છે. અત્યારે તો પ્રીતિ ભાવનગર માંજ રહેતી પણ થોડા સમયમાં અમદાવાદ શિફ્ટ થવાનું હતું આવું પણ જણાવેલુ.

વાતવાત માં ક્યારે ભાવનગર પહોંચી ગયા ખબર જ ના રહી પ્રીતિને ગઢેચી વડલા ઉતરવાનું હોવાથી તૈયારી કરવા લાગી ત્યારે તેમને નંબર માટે પૂછ્યું અને પ્રીતિ એ પણ કાઈ વિચાર્યું નહીં ને આપી દીધો. બસમાંથી ઉતર્યા પછી જાણે એક સપનું હતું એવું લાગ્યું અને ભૂલી ગઈ.

એકાદ મહિના પછી પ્રીતિ તેના પતિ આકાશ સાથે અમદાવાદ શિફ્ટ થવા જઈ રહ્યાં હતા. આકાશ સામાન સાથે આવ્યા અને પ્રીતિ બસમાં જવા નીકળી ત્યારે તેને પહેલી સફર યાદ આવી જ્યારે પોતે અમદાવાદ થી ભાવનગર આવી હતી. તેણી વિચારતી હતી કે નંબર યાદ કરીને માંગ્યો છતાં ક્યારેય ફોન કે મેસેજ તો કર્યો નહિ. કાર્ડ યાદ આવતા પર્સમાં શોધ્યું પણ મળ્યું નહિ. બસમાં તો પોતે ફ્રી જ હતી એટલે ફેસબુક ખોલ્યું અને નામ સર્ચ કર્યું. જાણે ફેસબુક ને પણ ઉતાવળ હતી કે તે બંને જલ્દી બીજી વાર મળે તેમ પહેલું જ નામ તેનું હતુ. આખું પ્રોફાઈલ જોયું. મન માં થયું કે ચાલ ને મેસેજ કરું અને મેસેજ બોક્સ ઓપન કર્યું તો તેમાં તેનો મેસેજ હતો. હાઈ હેલો માટે પણ પ્રીતિને નહતા મળ્યા કે કદાચ ધ્યાન માં નહતા આવ્યા. તેને ત્યારે જ સોરી સાથે હેલો નો મેસેજ મોકલ્યો. પંદર મિનિટ પછી જવાબ આવ્યો હેલ્લો કેમ છો ?

એ દિવસ પણ આખા રસ્તા દરમિયાન વાતો કરી ખાસ ઓળખાણ પણ ન હતી છતાં ઘણાં વર્ષોથી ઓળખતા હોય તેમ વાતો કરતા હતા. ત્યારે પણ વાત વાત માં પ્રીતિ એ કહેલું કે તે બસ માં છે અને અમદાવાદ આવે છે. જ્યારે પ્રીતિ પહોંચવા આવી ત્યારે કહ્યું ચાલો હવે પછી વાત કરીશું મને આકાશ લેવા આવાના છે. ત્યારે

પાર્થ : કોલ કરી દીધો છે ?લેવા આવવા માટે.
પ્રીતિ : હવે કરીશ કેમ ?
પાર્થ : પહોંચી ને પછી કરશો તો ચાલશે ?
પ્રીતિ : હા પણ કેમ ?
પાર્થ : તમે હા કહો તો પાંચ મિનિટ માટે મળીએ.
પ્રીતિ : અત્યારે નહિ પછી ક્યારેક મળીશું.
પાર્થ : સારું કહી વાત પૂરી કરી.

પ્રીતિ પહોંચીને બસ માંથી તો ઉતરી ગઈ પણ હજુ આકાશ આવ્યા નહતાં એટલે બસ સ્ટેન્ડ માંજ ઉભી હતી ત્યાં સામેથી પાર્થ ને આવતા જોયો એટલે તરત આકાશ ને ફોન કર્યો અને પૂછ્યું ક્યાં પહોંચ્યા ?આકાશ એ કહ્યું રસ્તા માં છું હજુ દસ મિનિટ લાગશે તું ત્યાંજ સ્ટેશન માં બેસ. એટલી વાર માં પાર્થ તેની નજીક પહોંચી ગયો તેને સીધું એવુંજ પૂછ્યું કે શું કહ્યું તમારા પતિ એ ક્યાં પહોંચ્યા છે તેઓ ?


પ્રીતિ : પાંચ મિનિટ માં પહોંચશે.
પાર્થ : આવે ત્યાં સુધી અહીં પાછળ બેન્ચ પર બેસીએ આવે એટલે તમે જતા રહેજો.

પ્રીતિ એ કહ્યું ઠીક છે ચાલો બેસીએ. પણ ધ્યાન સતત એ જોવામાં હતું કે આકાશ આવ્યા કે નહિ ? જ્યારે પાર્થનું પણ ધ્યાન પ્રીતિ શું કરે છે તેના પર હતું. પ્રીતિ એ એક વાર પણ તેની સામે ન જોયું કે પાર્થ શું કરે છે? આકાશ ને જોયા એટલે તરત જ સીધી ઊભી થઈ ગઈ અને bye કહી ચાલતી થઈ ગઈ.

આકાશ ની ગાડી પાછળ બેસી ને ધ્યાન કર્યું તો પાર્થ હજી ત્યાંજ બેસેલો હતો અને ધ્યાન પ્રીતિ સામે હતું. પ્રીતિ એ ત્યારેજ પાર્થ સામે જોયું હળવું સ્મિત આપ્યું એટલે તેણે પણ સ્મિત આપ્યું અને બન્ને નીકળી ગયા. ત્યારપછી તો લગભગ રોજ થોડી થોડી વાતો થતી.

એક દિવસ આકાશ કોઈ કામ થી બહાર ગયા હતા અને બન્ને વાત કરતા હતા. ફરી મળવાનો વિચાર આવ્યો અને મળ્યા. આ વખત પાર્થ પ્રીતિને ઘરે લેવા ગયો. ગાર્ડન માં જઈ બેઠા વાતો કરી આંટા માર્યા અને પાછા ઘરે મુકવા આવ્યો. પ્રીતિ એ અંદર આવવા કહ્યું એટલે બંને ઘરમાં આવીને બેસ્યા. આજે અચાનક પાર્થ સામે ધ્યાન ગયું ને એ પ્રીતિ નેજ જોતો હતો તેણી નજર ફેરવી રસોઈ માં જતી રહી. પાણી લઈ ને પાછી આવી તો પણ નજર મળી ગઈ. અચાનક પાર્થ બોલ્યો હું જાવ છું.

પ્રીતિ : પૂછ્યું કેમ શુ થયું ?
પાર્થ : મારે તમને કઈ કહેવું છે પણ હિંમત નથી અને કદાચ તમને ના પણ ગમે !
પ્રીતિ : અરે ! તમારે બધું જાતે જ નક્કી કરવું છે તો મને ફ્રેન્ડ બનાવાની જરૂર શુ હતી ?
પાર્થ : મેં આજ સુધી તમારાથી ઘણું છુપાવ્યું છે.
પ્રીતિ : આંખ મોટી કરીને તેની સામે જોયું અને બોલી શું?
પાર્થ : મેં તમને પહેલી વાર જોયા ત્યારથી જ તમે મને બહુ પસંદ છો બસ માં પણ મેં જગ્યા તમારી માટેજ રાખી હતી. પાર્થ એટલુ એક શ્વાસ માજ બોલી ગયો.
પ્રીતિ : (આશ્ચર્ય સાથે) શું ?
પાર્થ : તમે જે સાંભળ્યું એજ.
પ્રીતિ થોડી વાર કાઈ બોલી નહિ કારણકે તેને કાઈ સમજાણું નહિ કે શું કહે ? પાર્થ ને પણ ના સમજાણુ કે હવે તે શું કરે ? પછી તે ફટાફટ ઊભો થઈ ઘરની બહાર નીકળી ગયો. પ્રીતિ પણ કઈ ના બોલી શકી અને પાર્થ જતો રહ્યો.

પાર્થ ને એવું લાગ્યું કે પ્રીતિ ને મારી વાત નથી ગમી જ્યારે પ્રીતિ ના મન માં એ ચાલતું હતું કે પાર્થ કેમ એ ભૂલી ગયો કે આપણે બંને મેરિડ અને અલગ અલગ રસ્તા ના મુસાફર છીએ. જે મળવાનું જ નથી તેની કામના પણ શું કામ કરવાની?

થોડા દિવસ બંને વચ્ચે કોઈ વાત તો નહતી થતી અને એ દરમિયાન પાર્થ નું એક્સિડન્ટ થયું અને એક હાથમાં અને એક પગ માં ફ્રેકચર થઈ ગયું અને ફોન પણ તૂટી ગયો એટલે પ્રીતિ નો નંબર પણ નીકળી ગયો છતાં એ પ્રીતિ ને યાદ કરતો રહેતો હતો.

બંને પોતાનાજ સવાલો ના જવાબ શોધતા હતાં પણ જવાબ મળતો ન હતો. પાર્થ ની તો એજ ઈચ્છા હતી કે પ્રીતિ તેની લાગણી સમજે.લાગણી ની કોઈ દિશા હોતી નથી એ તો જ્યાં મન ભાળે તે બાજુ વળે છે. પ્રીતિ ને પણ પાર્થ ની સંગત ગમતી હતી.

બે મહિના જેટલો સમય નીકળી ગયો હતો અને અચાનક પાર્થ ને મેસેજ આવ્યો. પણ માત્ર હેલો નંબર જોતાજ સમજી ગયો પ્રીતિ નો છે. પાર્થ એ પણ હેલો કર્યું. પહેલા ની જેમ પાછી ધીમે ધીમે વાત ચાલુ થઈ ત્યારે પ્રીતિ ને ખબર પડી કે પાર્થ નું એક્સિડન્ટ થયું હતું. પણ હવે પાર્થ પાછો પેલાની જેમ નોર્મલ થઈ ગયો હતો. પણ પ્રીતિ નું મન વ્યાકુળ હતું તે જોવા માંગતી હતી કે પાર્થ ખરેખર નોર્મલ થઈ ગયો છે કે નહિ. એટલે પ્રીતિએ પાર્થ ને મળવા માટે પૂછ્યું. પાર્થ એ ના પાડી એટલે પ્રીતિ ને વધુ ચિંતા થઈ. પ્રીતિ એ જીદ કરીને પાર્થ ને મળવા માટે મનાવ્યો. એ માની ગયો.

બપોરના ટાઈમે પાર્થ નક્કી કરેલા સમયે પ્રીતિ ને લેવા આવ્યો પણ પ્રીતિ એ ઘરેજ બેસવા કહ્યું. પાર્થ ને જોયા પછી જાણે પ્રીતિ ને પણ હાશકારો થયો કે પાર્થ હવે નોર્મલ છે. તરત જ પ્રીતિ એ પૂછ્યું કેમ 2 મહિના થી કોઈ ફોન કે મેસેજ ના કર્યો ? ભૂલી ગયો તો મને ?

પાર્થ : મેં પહેલાં પણ કીધું કે ફોન તૂટી જતા નંબર નીકળી ગયો હતો અને ફેસબુક માં રિસ્ક લાગ્યું કે કદાચ આકાશ જોવે તો વગર કારણે તમને તકલીફ થાય. અને ભૂલવાનો તો સવાલ જ નથી તમને તો દિલ ની રાની બનાવ્યા છે તો કેમ ભુલાઈ ?

પ્રીતિ : સાંભળવામાં સારું લાગે છે પણ વાસ્તવમાં એવું કંઈ શક્ય જ નથી ને આપણે બંને મેરિડ છીએ.

પાર્થ : પણ મેં એવું ક્યારે કીધું કે મને તમારી પાસેથી કઈ જોઈએ છે કે તમે પણ મને પ્રેમ કરો ? હું તો માત્ર એવું ઈચ્છું છું કે તમે મને સમજો હું તમને સમજુ બીજું તો પછીનો પ્રશ્ન છે. તમને વિશ્વાસ ના હોય મારા પર તો પછી હું કાંઈ ના કરી શકું.

પ્રીતિ : વિશ્વાસ તો છે તારા પર એટલેજ તારી સાથે ઘરમાં એકલી છું નહિતો બહાર જ મળવા કહેત. એમ બોલતા પ્રીતિ પાર્થ ની બાજુમાં બેઠી. પાર્થે પ્રીતિ ના હાથ પર હાથ મુકતા કહ્યું. વિશ્વાસ કરવા માટે થેન્ક્સ.

પ્રીતિ ને પણ એ બે મહિના માં પાર્થ ની બહુ યાદ આવતી હતી એટલેજ તેણે સામેથી પાર્થ ને મળવા માટે મનાવ્યો હતો. કદાચ પ્રીતિ ને પણ પાર્થ સાથે પ્રેમ થઈ ગયો હતો. પણ બન્ને ને પોતાની લિમિટ ખબર હતી .પ્રીતિ વિચારો માં ખોવાઈ ગઈ હતી. પાર્થ એ તેને ખભા પકડી ને હલાવી ત્યારે તેને યાદ આવ્યું કે પોતે પાર્થ ની સાથે છે. અને પાર્થ ના ખભે માથું મૂકી દીધું. કદાચ બધાને જ આવું થતું હશે કોઈ તમારી લાગણી ને સમજે ત્યારે તમે મન ઠાલવી દયો છો. તેવુજ પ્રીતિ ને પણ થયું અને પાર્થ ના ખભે માથું મૂકી દિલ માં જે હતું તે બધું જ કહી દીધું. પાર્થ પણ સાંભળતો રહ્યો અને પ્રીતિ ને ગળે લગાવી દીધી. થોડી વાર તો બન્ને એમજ રહ્યા પણ બન્ને ને એકબીજાં ને છોડવાનું મન નહોંતુ. પણ છૂટા પડ્યા અને એક બીજાને પ્રોમિસ આપ્યું કે બન્ને સારા દોસ્ત બનીને રહેશે. હવે બન્ને એટલાં સારા મિત્ર છે કે એકબીજાની બધી સમસ્યા નું સમાધાન પણ કરે છે અને પોતાની લાઈફ માં પણ પોતાની જાવબદારીઓ ખુશી થી નિભાવે છે

મેં હંમેશા સાંભળ્યું છે કે કોઈ સ્ત્રી અને પુરુષ એક બીજા સાથે પ્રેમ હોય તો મિત્ર બની નથી રહી શકતાં પણ મારું માનવું છે કે જો બંને સમજદાર હોય તો ક્યારેય પોતાની લિમિટ નથી ભૂલતા.

મારી આ સ્ટોરી વાંચવા બદલ તમારો ખૂબ આભાર. સ્ટોરી ગમી હોય તો પોતાનું મંતવ્ય જરૂર થી આપજો.

આભાર.