શિકાર
પ્રકરણ ૧૬
આકાશ ને ગૌરી વાતો અને મસ્તી કરતાં હતાં એ કથા અથ થી ઈતિ સુધી પહોંચી રહી હતી શ્વેતલ અને પછી SD ને જો કે એ બે ની વાત તો પહોંચી તો નહોતી જ જે એ બે ને જાણવી હતી પણ બંને ને એટલી તો ખબર તો પડી જ ગઈ હતી કે આકાશ ને ગૌરી ખાલી મિત્રો નહોતા રહ્યાં . હવે આકાશ વિશે જાણવું અત્યંત જરૂરી બનતું હતું ....
શ્વેતલને SD એ પુછી જ લીધું, " તેં પેલાં છોકરા ને એની સાથે રહેવા મોકલ્યો છે એનું શું થયું? "
"અત્યારે એને ફ્લેટ પર મોકલી જ દીધો છે એ કાંઈક ખાંખા ખોળા કરશે જ... "
આ વાત ચાલું જ હતી ત્યાં તો એક કુરીયર આવ્યા નો કોલ આવ્યો રિસેપ્શન માંથી ... કારણ શ્વેતલે જ કહ્યું હતું કે આ વ્યક્તિનું કોઇ પણ કુરીયર આવે તો સીધાં મને અથવા SD ને જ દેવું ખોલ્યા વગર જ...
શ્વેતલ ને SD ની આંખો પહોળી થઈ ગઈ , આપણે આને તો ભુલી જ ગયાં ... બંને એક સાથે વિચારી રહ્યાં, શ્વેતલ તરત જ રિસેપ્શનમાંથી કવર લીધું ને બંને SD ની કેબીન માં ગયાં.
કવર ખોલતાં જ SD ને પરસેવો વળી ગયો , રાજહંસ મિલ નાં બળવાખોર કર્મચારીઓ સાથે નો SD નો ફોટો .... આમ તો આ ફોટામાં એવું કશુંય અજુગતું નહોતું રાજહંસ ઓઇલમિલ એણે ખરીદી લીધી હતી એટલે પછી એનાં સ્ટાફ સાથે સમાધાન થયાં બાદ ની તસવીર ફરતી જ હતી.... પણ આ એ પહેલાં ની તસવીર છે એ ખાલી શ્વેતલ ને SD બે જ જાણતાં હતાં અને આમાંના એકે જ જગદીશભાઇ પર હુમલો કર્યો હતો.
આમ તો આ ફોટામાં એવું કાંઇ હતું નહી કે જેથી કરીને SD એનાં માટે પૈસા આપે પણ એ પહેલાં માણેકભુવન બાબતે શું જાણે કેટલું જાણે એનો અંદાજ નહોતો ઉપરાંત મનોહર શેઠ વાળી વાત અને પછી આ ફોટો... એટલે SD સમસમી ગયો હતો..
ઝીણી બેન આગળ બધું કબુલ કરી ચુક્યો હતો એની બંને દિકરીઓ નાં લગ્ન વખતે મામો બની પ્રસંગ પાર પાડ્યા હતાં એટલે એ તરફ નચીંત હતો, અરે ઝીણી બેન તરફથી કોઈ રિએક્શન હોય તો એ તૈયાર હતો જગદીશ ભાઇ ની હત્યા આમે ય એને ઝીણી પીડા આપતી અંદરથી....
એણે શ્વેતલ સામે જોયું , "શ્વેતલ અમદાવાદ જઇશું? "
"પહેલાં સ્પષ્ટ તો થવા દો? "
કવરમાં ખાલી ફોટો જ હતો બીજું કાંઈ જ ન હતું . પણ, પછી ફોટોની પાછળ એક લાઇન લખેલી દેખાણી
"Delivery charge nill with love, wait for next... "
SD નાં હાથની મુઠ્ઠીઓ વળી ગઈ ...
શ્વેતલ ફોન લગાય... શ્વેતલે ડાયલ પણ કર્યો પણ... ફોન લાગ્યો જ નહી....SD એ અકળાઈ ને કહ્યું ,"રહેવા દે, અર્થ નથી, એ જ કોન્ટેક્ટ કરશે... થોડી જ વારમાં એક ફોન આવ્યો પણ એ ફોન તો ચિરપરીચીત હતો... થાનગઢથી કાઠિ બાપુ ધર્મરાજ સિંહ નો ...
ધર્મરાજ સિંહ નાં કાકા પણ એ સાંજે હણાયા હતાં , SD નો એ ફેમિલી સાથે ઘરોબો હતો, ધર્મરાજ સિંહ હજુ હમણાં જ અમદાવાદ મળ્યાં હતાં ઉમેશને મુકવા ગયા હતાં ત્યારે જ વળી, એ મહિના દિવસ પહેલાં જ લંડનથી આવેલાં હતાં અને મોરબીમાં સેનેટરી યુનિટ ચાલું કર્યુ હતું જેમાં SD નો પણ પંદર ટકા જેટલો હિસ્સો હતો ... એ હિસ્સો તો આમ તો પરસ્પર હતો. SDની બે ત્રણ કંપનીઓ માં એમનો પણ હિસ્સો હતો , પાંચથી સાત ટકા જેટલો ...
"બોલો બાપુ! રાજકોટ આવ્યા છો તો આવી જાવ ઓફિસમાં જ.. "
"અરે ના ના! હું તો બોમ્બે છું પણ મારે એકવાર માણેકભુવન જવું છે કાકાબાપુની હીરક જયંતી આવી છે તો એમના માટે એક કવન તૈયાર કરાવવું છે તો ...."
"પણ ! બાપુ એ બંગલો તો ખાલી ખંડેર જેવો જ છે આ તો માણેક બાપાનું નામ જોડાયું છે એટલે બાકી ક્યારના ય જમીનદોસ્ત કરાવી... "
"SD આમ તો કરાવી જ નંખાય એ હશે તો અમારી જેવા ખણખોતર કરશે હું તો કહું છું હાલો આપણે જોઇ જ આવીએ અને શું થઇ શકે એમ છે તે જોઇ લઈએ.. "
"Sure! આવો એટલે ગોઠવીએ.. "
"એક બીજી પણ વાત પુછવી હતી .."
SD ટટ્ટાર થયો, " બોલો ને બાપુ! "
" કોઈ ત્યાં જાય છે ખરૂં? "
SD ને ખ્યાલ આવ્યો જ કે ,મુદ્દો હવે આવશે જેનાં માટે ફોન આવ્યો હતો ..
"ના પણ મારાં માણસો ત્યાં હશે ખરાં દેખરેખ રાખવા.. "
બને એટલું ઠંડકથી જવાબ આપ્યો એણે......
"અમારી રાજમહોર કુરીયર માં મળી છે આમ તો હવે એનો ઉપયોગ નથી તમે જાણો જ છો પણ એ કોઇ ત્રાહિત જોડે હોય એ ઠીક નથી ખાસ તો એટલે જ મારે એકવાર ફરીથી..... "
SD ને ધ્રાસકો તો હતો જ..." હા જ ઇ આવીએ એક વાર ..." એણે વાત ટુંકાવી
"હું પછી ફોન કરીશ તમને ..."
"શ્વેતલ હવે પાણી માથા ઉપરથી જાય છે આને તું શોધ ગમે તે કરીને...."
શ્વેતલ ને અચાનક યાદ આવી ગયું... ,"SD આપણે સુધીરભાઈ ને મળીએ પેલી જીપ યાદ છે??? "
"અરે! હા આમ પણ ઘણાં દિવસોથી મળ્યા નથી એમને...પણ.!! "
"શું પણ?.. "
"એ પહેલાં હપ્તો ચુકવવો પડશે આનો અને આ વખતે એનું મોઢું મોટું ફાડશે તું તૈયાર રહેજે બધી રીતે... "
શ્વેતલે એક જ બાજુની વાત સાંભળી પણ એ મોટા ભાગની વાત સમજી ગયો હતો..
SD ના ફોન ની રીંગ વાગી, ધારણા મુજબ પૈસા માટે જ હતો પણ હેલ્લો પછી સામે ઓડીયો ટેપ જ વાગી ...
પંદર લાખ રૂપિયા લાખ લાખ નાં ટુકડે હવે બતાવવામાં આવે એ ત્રણ ખાતામાં નખાવવાં , એ ત્રણ ખાતા છે
1.રાજહંસ ટ્રસ્ટ xxxxxxxxxxxxxx50
2.બાલાશ્રમ સેવામંડલ છોટાઉદેપુર xxxxxxxxxxxxxx51
3.કેસરકેરી એક્સપોર્ટસ કો ઓપ સોસાયટી xxxxxxxxxxxxxx52
બીન સાથે મેસેજ પુરો થયો ને ફોન બંધ થઈ ગયો...
ત્રણેય સંસ્થા સાથે SD સંકળાયો હતો પણ આ ત્રણેય એકાઉન્ટ એ સંસ્થા ના નહોતા .... શ્વેતલ ને SD એ તરત બેંકમાં તપાસ કરવાનું કહ્યું .....
ત્રણેય એકાઉન્ટ નવાં જ ખુલ્યા હતાં બધાં જ પુરાવા સાથે બસ સરનામું અલગ હતું ને એ સરનામે તાળા હતાં .SD એ શ્વેતલ ને પહેલા પૈસા નાંખવાનું કહ્યું ત્રણેય ખાતામાં ... અને સ્ટાફ ને સાધી એની હિલચાલ પર નજર રાખવા કહ્યું....
******************** *********************
આ તરફ આ બધાંથી અજાણ બે દિલો વધું ને વધું નજીક આવતાં જતાં હતાં.. આકાશ ને ગૌરી નું મળવાનું નિયમિત થતું જતું હતું... અહીં ગૌરી નો પ્રયત્ન તો આકાશ ને વધુ ને વધું જાણવાનો જ રહેતો હતો...
"આકાશ તું ચરોતર નો છે તો રાજકોટ મારી સ્કૂલ માં કેવી રીતે આવ્યો ?"
"મામા ની નોકરી બદલી થતી રહેતી એટલે .. હું ચાર વર્ષ જ રાજકોટ રહ્યો છું. "
ગૌરી એ કાંઈક ખચકાઇને કહ્યું, " મારે તારાં મામા ને મળવું છે... "
આકાશ અંદર થડકી ગયો , એને ખબર હતી કે આ વાત ક્યારેક તો આવશે જ ગૌરીને કેટલું કહેવું કેટલું ન કહેવું એ વિચારતો ખોવાઇ ગયો... હકીકતમાં તો એને ય મળવું હતું રોહિત મામા ને પણ.... મામા ક્યાં છે?? છે કે પછી .... મામા...... " એની આંખો ભીની થઈ ગઈ ...
આકાશને હલબલાવી નાંખ્યો ગૌરીએ.....
"ક્યાં ખોવાઈ ગયો તું...? "
"ગૌરી ! મારા મામા ને હું જ શોધું છું એ બોમ્બે ગયાં પછી પાછાં આવ્યાં જ નથી એ રીટાયર થઈ ગયા પછી પહેલા પણ આમ ફરવાં જતાં રહ્યાં છે બે વખત મને ખાલી એટલો મેસેજ મળ્યો કે હું મારી રીતે આવી જઈશ... હું પણ રાહ જોવું છું એમની..... "
ગૌરી ને થોડું અજબ લાગે છે પણ એણે વધું પુછવાનું ટાળ્યું... "સારૂં! એ આવે પછી મળીશું બસ! "
આકાશ હાંશ અનુભવતો ગૌરી થી છુટો પડ્યો....
(ક્રમશઃ...)