Adrashya - 6 in Gujarati Horror Stories by Anjali Bidiwala books and stories PDF | અદ્રશ્ય - 6

Featured Books
Categories
Share

અદ્રશ્ય - 6

આગળ જોયું કે રાહુલનાં માતા-પિતાને રાહુલનાં આગળનાં જન્મ વિશે સંત પાસેથી માહિતી મળે છે.તે સંત તેમને અનંત શેષ સિધ્ધ સાધુ પાસે લઈ જાય છે. બીજી બાજુ રાહુલ તેની બધી પ્રોપર્ટી રોશનીનાં નામે કરવાનું વિચારે છે.

વકીલ ઑફિસમાંથી જાય છે.

"જેટલો સમય હું અહીં છું તેટલો સમય હું રોશનીને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ.......જેથી તે મને મારી સાથે વિતાવેલી સારી યાદોને યાદ રાખે.........હું કદાચ પાછો નહીં આવી શકું તો..... તે આ યાદો દ્વારા જીવી તો શકશે....!" રાહુલ મનમાં વિચાર કરતો હતો.

હરિદ્વારમાં ગંગાઘાટ પર રાહુલનાં માતા-પિતા અને સંત પહોંચે છે. સામે ઘાટ પર એક સાધુ ધ્યાનમાં બેઠેલાં હતાં. તેમની ચારે બાજુ અગ્નિનું ચક્ર હતું.

"साधु का ध्यान कब खत्म होगा? " સંત એ બાજુમાં બેઠેલા સાધુનાં શિષ્યને પુછયું.

"वो तो नहीं पता.........पर कई दिनों से ध्यानमें बेठे हें।" સાધુનાં શિષ્ય એ કહ્યું.

રાત થઈ ગઈ હતી.

"આપણે અત્યારે અહીંથી જઈએ..હવે રાત પણ પડી ગઈ છે....અહીં ઊભા રહીને પણ કંઈ ફાયદો નથી." સંત એ કહ્યું.

રાહુલનાં પિતા : "પણ, કાલે તો અમે અહીંથી નીકળી જવાનાં
છે."

સંત : " હવે.....હું એમાં કશું કરી શકતો નથી...તમે તમારા
ટ્રાવેલ એજન્ટને વાત કરો...પછી નક્કી કરો.....તમે
ઈચ્છો તો મારા આશ્રમમાં રહી શકો છો."

રાહુલનાં પિતા :"હા.., એ જ યોગ્ય રહેશે."

બીજી બાજુ રાહુલ રોશનીને બહાર ડિનર પર લઈ જાય છે.

રોશની : "વાહ! કેટલી સરસ હૉટલ છે..."

રાહુલ : " છે ને સરસ.....તારા માટે એક સરપ્રાઈઝ પણ છે."

રોશની : " સરપ્રાઈઝ...?"

એટલી વારમાં હોટલમાંથી યુવરાજ બહાર આવ્યો.

યુવરાજ : " વેલકમ...રોશની, હૉટલ ગમી ને....."

રૉશની : "હા.....પણ એમાં પૂછવાનું શું......?અહીં રહેવાનું
નથી...ડિનર કરીને જતાં જ રહેવાનું છે."

હૉટલમાં બંને અંદર જાય છે.

રાહુલ : "રોશની આજથી આ હૉટલ તારી......"

રોશની : "રીયલી......?"

યુવરાજ : "હા.., રોશની"

રોશની :" પણ....આની શું જરૂર રાહુલ?"

રાહુલ : " તું આખો દિવસ ઘરમાં ફ્રી બેસી રહે એટલે કંટાળી
જતી હશે...હવે તારી પાસે કામ જ કામ છે.....તું
અને પપ્પા આ હૉટલ મેનેજ કરજો."

થોડીવાર પછી તેઓ ડિનર કરવા બેસે છે.

બીજી બાજુ રાહુલનાં માતા-પિતા આશ્રમમાં રુમમાં બેઠેલા હતા. તેમનાં મોઢા પર ચિંતા સાફ દેખાતી હતી.

"મારો રાહુલ આપણે છોડીને જતો ન રહે ને.......!" રાહુલની મમ્મી એ કહ્યું.

" પેલા સાધુને મળીએ.....પછી કંઈક ખબર પડે." રાહુલનાં પિતાએ કહ્યું.

"મને તો રોશનીની ચિંતા થાય છે તેના લગ્નને મહીનો પણ નથી થયો ને.....આ મુસીબત આવીને ઊભી રહી ગઈ....." રાહુલની માતા એ કહ્યું.

"હા.....આપણે એમ કે નવા નવા લગ્ન થયા છે તો બંને એકબીજાને જાણે....સમજે...એકબીજાને સમય આપે....ને એ બહાને આપણી તીર્થયાત્રા પણ થઈ જાય....પણ કયાં ખબર હતી કે અહીં આવીને આવું જાણવા મળશે...જેવી ભગવાનની ઈચ્છા...બીજું તો શું...અત્યારે રોશનીને કશું કહેતી નહિં......સાધુને મળ્યા પછી કહીશું... " રાહુલનાં પિતા એ કહ્યું.

સવાર પડી. રાહુલનાં માતા-પિતા સંત પાસે ગયાં.

સંત : "હજી સાધુનાં ધ્યાનમાંથી બહાર આવવાનાં કોઈ
સમાચાર નથી......પણ તમે ચિંતા ના કરો....આપણે
એમની પાસે જઈએ....અને ભગવાનને પ્રાર્થના કરશું કે
એ જલ્દી ધ્યાનમાંથી બહાર આવી જાય."

રાહુલની મમ્મી : " અને એ ધ્યાનમાં જ લીન રહ્યા તો.....?"

સંત : "એવું બન્યું તો રાહુલ નાગલોકથી પાછો કયારેય ન
આવી શકશે..પણ તમે ચિંતા ના કરો....બધું સારું જ
થશે"

સંત અને રાહુલ નાં માતા-પિતા ગંગા ઘાટ પાસે બેઠા.
સવારની બપોર થઈ ગઈ.તેમાં દુર થી એક આશાની કિરણ આવતી દેખાય.

સાધુનો શિષ્ય : "गुरुजी ध्यान से जाग गएँ हैं........अब आप
उनसे मिल सकते हैं।"

સંત અને રાહુલ નાં માતા-પિતા સાધુ પાસે જાય છે.

ક્રમશ........