Collage na divaso - Prem ni ek zalak - 11 in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 11

Featured Books
Categories
Share

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 11

કોલેજ ના દિવસો
પ્રેમ ની એક ઝલક ભાગ-11

નિશાંત પણ મનીષાને પાસે જાય છે. ને કહેશે મનીષા સાચું હું પ્રથમ આવ્યો છું, મનીષા બધી વાત જણાવે છે, ત્યાર બાદ નિશાંત નોટિસ બોર્ડ પર જોવા જાય છે. ત્યારે તે જોઈ ખૂબ ખુશ થાય છે. તે કલાસ માં આવે છે. મિત્રો તેને અભિનંદન પાઠવ્યા હતાં. નિશાંત અને મનીષા કોલેજના કલાસ પુરા થયા, પછી આગળ વધી રહ્યા હતા. તે સમયે મનીષા એક ફોન આવે છે, ત્યારે તે બર્થડે પાર્ટી વિશે વાત કરતી હતી,તે સમયે નિશાંત આ વાતો સાંભળી રહ્યો હતો. ત્યારે નિશાંત પૂછે છે કે કોનાં બર્થ ડે પાર્ટીમાં જવાની વાત કરતી હતી. મનીષા જણાવે છે કે મારો કાલે બર્થ ડે છે માટે મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. આ વાત સાંભળતાં નિશાંત ખુશ થઈ જાય છે ત્યારે તે મનીષા ને કહેશે તારે ગિફ્ટ માં શું જોઈએ, તે સમયે મનીષા કહે છે કે તારે જે આપવું હોય તે આપજે કારણ કે ઉપહાર કરતાં તેની લાગણી મહત્વની હોય છે.

પછી નિશાંત ને મનીષા એકબીજાના ઘરે જાય છે. નિશાંત જમ્યા બાદ મનીષા માટે ગિફ્ટ વિશે વિચારતો હોય છે તો આ બાજુ મનીષા એ વિચારતી હતી કે મારે નિશાંતને મારા દિલ ની વાત કહી દેવી જોઈએ.
નિશાંત પણ એવુ જ વિચારતો હતો કે મનીષાને ગિફ્ટ આપ્યા બાદ કોઈ સારી જગ્યા જઈને મનીષાને પ્રપોઝ કે દિલ ની વાત રજૂ કરવી છે. નિશાંત રાત્રીના સમયે મનીષાને બર્થ ડે વિશ કરીને પછી નિશાંત કહે છે કે સવારે વહેલા કોલેજ આવજે કારણ કે હું સવારે બાઈક લઈને આવનો છું ને માટે તું વહેલી બસ કે બીજાં કોઈપણ રિક્ષા કે ફ્રેન્ડ સાથે આવજે ત્યાર બાદ નિશાંત ફોન મૂકી દે છે.

સવાર પડતાં મનીષા તેના ફેમિલી મળીને મંદિર માં દર્શન માટે જાય છે ત્યારે પછી તે તેનાં ઘરે આવીને નિશાંત સાથે જવાનું હતું, માટે મનીષા તૈયાર થવામાં વાર લાગી રહી હતી ત્યારે નિશાંત નો ફોન આવ્યો ને કહેશે હેપ્પી બર્થડે મનીષા. મનીષા કહે છે કે બસ નિશાંત રાત્રે તો મને વિશ કરીયું હતું . નિશાંત કહે છે એમાં શું. પછી આગળ વાતો કરતા હતા તે સમયે મનીષા કહે છે કે હવે સહેલી આવે એટલે હું આવીશું. પણ તું શાંતિપૂર્વક કોલેજ પહોંચી ને મને ફોન કરી ને જણાવી દેજે હું કયાં આવું ઓકે. પછી નિશાંત ને મનીષા ફોન મૂક્યો હતો. પછી મનીષા તેની ફ્રેન્ડની રાહ જોઈ રહી હતી. ત્યાં અચાનક એક છોકરી એક્ટીવા લઈ ને મનીષા પાસે આવી ને કહે છે કે હેપ્પી બર્થડે માય બેસ્ટ ફ્રેન્ડ મીની.......
મનીષા ઓળખી જાય છે કે પૂજા તું અહી પછી તે સમયે મનીષા પૂજા નો આભાર માને છે.ત્યારે પછી મનીષા અને પૂજા વાતચીત કરતા હતા તે સમયે પૂજા કહે છે કેમ મીની આમ ચિંતામાં હોય તેવું કેમ લાગી રહ્યું છે સાચું બોલ....
મનીષા કહે છે કે મારે આજે નિશાંત ને વહેલા મળવાનુ છે,પણ હજુ મારી ફ્રેન્ડ આવી નથી. તે સમયે પૂજા કહે છે તું ચાલ હું તમે કોલેજમાં છોડી દઈશ. કેમ કે મારે શહેરમાં જવાનું છે. તે સમયે મનીષા તેની ફોન કયો અને ફ્રેન્ડને કહ્યું કે હું કોલેજ નીકળી ગઈ છું તું પાછલી બસ માં આવજે પછી ફોન મૂકી દે છે. મનીષા અને પૂજા બન્ને શહેર જવા માટે નીકળી ગયાં છે.

તે સમયે શહેરની નજીકમાં રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. તે સમયે ઘણું ટ્રાફિક જામ હતું. માટે મનીષાએ એક્ટીવા માંથી ઉતરી ને પૂજાને આગળ વધવા કહે છે. પછી તે આગળ જોવા માટે જાય છે ત્યાં ઘટના સ્થળે જોવે છે. તો લોહી થી લતપથ રોડ હોય તેવું દ્રશ્ય દેખાતું હતું. પછી તે આગળ વધે છે. ત્યાં એક કાર અને એક બાઈકનો અકસ્માત થયો હતો તેની બાજુમાં એક બાઈક પણ નીચે પડ્યું હતું તે બાઈક મનીષા ઓળખી જાય છે. તે નિશાંતને શોધે છે. ત્યાં બાજુમાં લોહીથી લથપથ થયેલી ઘડિયાળ જોવે છે. તે મનીષા એ નિશાંતને તેના બર્થ ડે પર આપી તે જ હતી.મનીષા ખૂબ જ આઘાત લાગે છે. ને તે બૂમો પાડીને રડે છે. આ બાજુ પૂજા મનીષાને જોઈને તેનું એક્ટીવા મૂકીને તે મનીષા પાસે આવે છે ત્યારે મનીષા પૂજા ને નિશાંત કહેતા કહેતા બેહોશ થઈ જાય છે.
*ત્યારે પૂજા મનીષા ને...........,*

*વધું આવતાં અંકે*
*to continue*
✍? *મનીષ ઠાકોર*✍?