Ekta ane dhong varta sangrah in Gujarati Motivational Stories by Kaushik Dave books and stories PDF | એકતા અને ઢોંગ વાર્તા સંગ્રહ

Featured Books
Categories
Share

એકતા અને ઢોંગ વાર્તા સંગ્રહ

" એકતા ". ." એકતા "...... વાર્તા (૧)....................................એક જંગલ હતું.આ જંગલ માં બે ? વાઘ રહેતા હતા.એક જુવાન અને બીજો વૃદ્ધ વાઘ.આ બંને વાઘ ને ઘણા સમય સુધી મિત્રતા રહી ... અને એક દિવસ કોઈ ગેરસમજ ના કારણે બંને વચ્ચે ની મિત્રતા તુટી ગઈ.બંને ને એકબીજા સાથે બોલવા નો વ્યવહાર રહ્યો નહીં.....એક દિવસ ની વાત છે . વૃદ્ધ વાઘ જંગલ માં એકલો જતો હતો તે વખતે ૨૦ થી ૨૫ જંગલી ખુંખાર કુતરાઓ આ વૃદ્ધ વાઘ ને ઘેરી ને ફરી વળ્યા.. અને વૃદ્ધ વાઘ ને કરડવા અને હાની કરવા મંડ્યા.આ વાઘે બચવા બહુ પ્રયત્નો કર્યા પણ સામનો કરી શકતો નહોતો....એજ વખતે જુવાન વાઘ ત્યાંથી પસાર થતો હતો.તેણે તેના મિત્ર ને મુસીબત માં જોયો.આ જોઈ ને જુવાન વાઘે જોર થી ત્રાડ પાડી જેથી થોડા કુતરા જતાં રહ્યાં.બાકીના કુતરાઓ ને જુવાન વાઘે સામનો કરી ને ભગાડી દીધા.અને વૃદ્ધ વાઘ ની જાન બચી ગઈ... અને વૃદ્ધ વાઘે પેલા જુવાન વાઘ નો આભાર માન્યો.....અને જુવાન વાઘ ત્યાંથી જતો રહેતો હતો તે વખતે બીજો એક વાઘ આવ્યો અને પૂછયું. તમે પેલા વાઘ થી નારાજ હતા છતાં તેને કેમ બચાવ્યા? . આ સાંભળી ને જુવાન વાઘ બોલ્યો," સમાજ માં રહેલી કમજોરી નો ફાયદો કુતરાઓ લે તે મને પસંદ નથી... અને એટલાં માટે એકતા હોવી જરૂરી છે.મતભેદ જરૂર છે..પણ મનભેદ નથી. અને તે પણ આપણાં માં નો જ છે.સંગઠન માં તાકાત હોય છે................ મિત્રો આ ઉપર થી શીખવા મલે છે કે ... આપણે દેશ ની એકતા અને અખંડિતતા માટે આપણા મતભેદો ભૂલીને પણ દેશ નું રક્ષણ કરવું ‌.આપણો દેશ નબળો પડે તેવા કાર્યો કરવા નહીં.... ઉગ્રવાદી ઓ અને આતંકવાદીઓ નો સામનો કરી રહેલા આપણા નવજવાનો ને સપોર્ટ કરવો.. અને આતંકવાદીઓ ને નષ્ટ કરવાના આપણી ચુટાયેલી સરકાર જે પગલાં ઓ લે તે માટે સાથ અને સહકાર આપવો..દેશ નાં વિકાસ અને સુરક્ષા માટે આપણી સરકાર ને સહકાર આપવો જોઈએ....જય હિંદ.. વંદેમાતરમ્. @ કૌશિક દવે.......................... વાર્તા (૨)...." ઢોંગ ". એક જંગલ હતું.જંગલ નો રાજા શેર દરરોજ શિકાર કરવા નીકળતો.જંગલ ના પશુઓનાં શિકાર કરી તૃપ્ત થતો.થોડા દિવસ માં એક શિયાળ શેર નો મિત્ર બન્યો.દરરોજ શિયાળ શિકાર શોધતો અને શેર શિકાર કરતો અને શિયાળ ને થોડો ભાગ આપતો.ધીરે ધીરે જંગલ ના પશુઓ સાવધ થઈ ગયા.શેર શિકારે નીકળે એટલે પશુઓ ભાગમ ભાગ કરીને સંતાઇ જતાં.થોડા દિવસ માં શેર ને શિકાર મલતા બંધ થયા એટલે શેર અને શિયાળ ભૂખે મરતાં થયા .એક દિવસ શિયાળ ને યુક્તિ સૂઝી.અને શેર પાસે આવી ને કહ્યું શેર રાજા આવતી કાલે તમે ઉપવાસ કરો. હું આ વાત જંગલમાં જણાવીશ એટલે જંગલ ના પશુઓ તમને મલવા આવશે.બીજા દિવસે શેર રાજા એ ઉપવાસ શરૂ કર્યો આ વાત શિયાળે જંગલ ના પશુઓ ને જણાવી જેથી તેઓ ખુશ થયા અને શેર રાજા ની ખબર કાઢવા અને પ્રશંસા કરવા એક પછી એક પશુ ઓ આવવા માંડ્યા પણ કેટલાક પશુઓ શેર ની ગુફા માં થી બહાર નીકળી શક્યા નહીં.આ બનાવો પાસે ના વૃક્ષ પરથી એક ચતુર કાગડો જોતો હતો.અને તેણે જંગલ ના પશુઓ ને શેર અને શિયાળ ની શઠ જુગલબંધી વિશે જણાવ્યું.........આ વાર્તા એ માટે યાદ આવી કે,આજ પણ સમાજ માં શેર અને શિયાળ ની જુગલબંધી નિર્દોષ અને માસુમ લોકો નું શોષણ કરે છે. રાજકારણીઓ નિર્દોષ પ્રજા નું, સરકારી ઓફિસરો નિર્દોષ પ્રજાનું , ભ્રષ્ટાચારીઓ નિર્દોષ પ્રજા અને ગ્રાહકો નું.એક બાજુ પ્રમાણિકતા અને સેવાભાવી નું નાટક.... બીજી બાજુ.... શોષણ..... જંગલ ના શેર ... હવે શહેરમાં પણ આવી ગયા છે.....@ કૌશિક દવે