શિક્ષણ સારું તેટલો દેશ મજબૂત:-
કોઈ પણ દેશનો વિકાસ તેના નાગરિક પર હોય છે અને તેમાં પણ ખાસ કરીને દેશનો વિકાસ યુવા પેઢી પર હોય છે અને યુવા પેઢીનો વિકાસ એ શિક્ષણ પર છે અને દેશમાં જેટલું શિક્ષણ નબળું તેટલો જ દેશ નબળો કહેવાય છે અને દેશમાં જેટલું શિક્ષણ મજબૂત તેટલો વિકસિત દેશ અને જ્યાં સુધી દેશના યુવા પેઢી કે બાળકોનો વિકાસનો થાય ત્યાં સુધી દેશ પણ વિકાસ કરતો નથી જો દેશનો વિકાસ કરવો હોય તો દેશના યુવા પેઢીનો વિકાસ કરો દેશ આપોઆપ વિકસીત થઈ જાય છે અને યુવા પેઢી વિકાસ કરવા માટે શિક્ષણ મજબુત કરવું પડે અને દેશમાં સૌપ્રથમ શિક્ષણ મજબુત હોવું જોઈએ અને તે અને આકડા વધારવાથી તે શિક્ષણ મજબૂત થતું નથી અને તે માટે આખી શિક્ષણ વ્યવસ્થા બદલવાની જરૂર છે અને આજ દેશની યુવા પેઢી કે બાળકો શિક્ષણ લીધા પછી પણ અભણ છે અને આ વ્યવસ્થાને બદલવામાં નહીં આવે તો તેના પરિણામો ખુબ જ ગંભીર આવશે. જ્યાં સુધી દેશમાં યુવા પેઢીનો વિકાસ ન થાય ત્યાં સુધી દેશમાં ગમે તેટલો વિકાસ થયો હોય તે નકામો છે.
ખરેખર પરિસ્થિતિ કેવી હોવી જોઈએ :-
આજના શિક્ષણમાં ફેરફાર થવો જોઈએ અને એક એવું શિક્ષણની સ્થાપના થવી જોઈએ. શિક્ષણ એટલું મજબુત હોવું જોઈએ કે વિદ્યાર્થીનો પાયો જ મજબુત બને. વિદ્યાર્થી જે શિક્ષણ લેવામાં આવે તે વાસ્તવિક રીતે જીવનમાં ઉપયોગી થાય વિદ્યાર્થીને જે ક્ષેત્રમાં જવાનું છે તે તેને વાસ્તવિકમાં ઉપયોગમાં આવે.
આ જ એક આવી શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવાની છે કે જ્યાં યુવા પેઢી કે બાળકોનો વિકાસ થાય અને આ શિક્ષણની વ્યવસ્થામાંથીયરી અને સાથે સાથે પ્રેકટિકલ શિક્ષણ આપવાનું છે પ્રેકટિકલ શિક્ષણ એટલા માટે આપ વાનું છે કે શિક્ષણ એક તાલીમ કહેવાય છે અને તે વ્યવહારિક રીતે ઉપયોગમાં આવે આની માટે સૌ-પ્રથમ એક કૃત્રિમ જંગલની વ્યવસ્થા ઊભી કરવાની છે કૃત્રિમ જંગલ એટલા માટે કે શિક્ષણ હંમેશાં શાંત જગ્યાએ જેમ બને તેમ લીલોત્રી અને વુક્ષોની આજુ બાજુમાં આપવું જોઈએ અને આમ વિદ્યાર્થીઓ એકદમ તૈયાર થાય છે અને શિક્ષણની સાચી જગ્યા એ જંગલ છે અને અહીં બાળકોના ૯થી 1૦ વર્ષના થાય ત્યારે તેને પોતાને કયા ક્ષેત્રમાં જવાનું છે તે માટે બાળકો અહીં ફરજીયાત હેતુ નક્કી કરવાનો રહે છે અને જ્યારે વિદ્યાર્થી એ પોતાના કયા ક્ષેત્રમાં જવાનું છે અને જે પોતે હેતુ નક્કી થઈ ગયા પછી તે ક્ષેત્રમાં તે હેતુ પર વિદ્યાર્થીને થીયરી સાથે પ્રેકટિકલ શિક્ષણ આપવાનું રહેશે. આ શિક્ષણમાં જેને કંઈ હેતુ નક્કી નહીં હોય ત્યાં સુધી તેને શિક્ષણ આપવામાં આવે છે નહિ અહીં જે વિદ્યાર્થી એ હેતુ નક્કી કર્યો હશે તે વિદ્યાર્થીને જ શિક્ષણ આપવામાં આવશે. હેતુ નક્કી નહિ હોય તો તેને ક્યાં પ્રકારની તાલીમ આપવી? હેતુ નક્કી એટલે કરવામાં આવે છે કે કે જે શિક્ષણ આપવાનું છે તે શિક્ષણ લાંબા સમયનું છે 1૦ વર્ષ તે બાળકને જે ક્ષેત્ર જવાનું છે તેની તૈયારી ચાલુ કરી દેવામાં આવે છે. એટલા માટે સૌ-પ્રથમ હેતુ નક્કી કરવો પડે છે અને જ્યાં સુધી બાળકોનો હેતુ સિધ્ધનો થાય ત્યાં સુધી વિદ્યાર્થીને મહેનત કરવામાં આવે છે અહીં શિક્ષણ એ મહેનતવાળું હશે પણ તેની સાથે સગવડ વાળું પણ હશે અહીં વિદ્યાર્થી એ સગવડ આપવામાં આવે છે જે વિદ્યાર્થીને ઉપયોગમાં આવે અને વધારની જે સગવડ બાળકો માટે કંઈ જ કામ જ નથી આવતી તેવી સગવડનો ઉપયોગ કરવામાં આવશે નહિ અને આ આધુનિક યુગમાં બધી જ જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે ટેકનોલોજી વાળું શિક્ષણ હશે અને વિદ્યાર્થીને વ્યવહારીક રીતે જે શિક્ષણ ઉપયોગમાં આવે એવું શિક્ષણ આપવાનું રહે છે એવું શિક્ષણ કે જ્યાં વિદ્યાર્થીઓ પોતે ડરે નહીં અને તેને જે ડર લાગતો હોય તે ડરનીકળી જાય અને પોતે જે ક્ષેત્રમાં જવાનો છે તે ક્ષેત્રમાં ગમે તેવા પ્રશ્નન હોય તેના જવાબ મેળવી શકે અને તેની સામે જે પણ મુશ્કેલી આવે તે મુશ્કેલીનો સામનો કરી શકે અને આમ જ ધીરે-ધીરે પોતેનીડર બનતો જાય છે અને તે તૈયાર પણ થતો જાય. આ શિક્ષણમાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ સામે લડતા શીખવાડે તેનો સામનો કઈ રીતે કરવોનો છે અને તે વ્યવારિક ઉપયોગ પણ થાય છે તે પણ શીખવાનું છે અને અહીં વિદ્યાર્થીઓને હોશિયાર નહીં પણ સમજદાર બનવાના છે કારણ કે હોશિયાર વિદ્યાર્થી સમજદાર હોતા નથી પણ સમજદાર વિદ્યાર્થી હોશિયાર હશે તે માટે બાળકો હોશીયાર કરતા સમજદાર બનાવવાના રહે છે આજે હોશિયાર તો બધા વિદ્યાર્થી છેઓ હોય છે પણ સમજદાર તો વિદ્યાર્થી હોતા નથી તેથી જ વિદ્યાર્થીને સમજદાર બનવાના છે અને આજે જે વિદ્યાર્થી આળસુ થઈ ગયા છે તેની જગ્યા એ વિદ્યાર્થીને મહેનત વાળા બનવાના છે વિદ્યાર્થી વધુને વધુ મહેનત કરતા થઈ જાય તેવા તૈયાર કરવાના છે. દરરોજ જે શીખતા હશે તે તો શીખે જ છે પણ તેની સાથે તેને કઈકને કઈક નવું શીખવા મળે અને દરરોજ નવું જાણવા મળે અને અહીં જે શીખવામાં આવે છે તે તેના વ્યવારીક રીતે આગળ જતા તે કામ આવે અહીં શિક્ષણની બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ટેક્નોલોજીનો વિદ્યાર્થી દ્વારા કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે જાણવાનું છે અને આ ટેકનોલોજી વ્યવસ્થી ઉપયોગ થાય તે ખાસ શીખવાનું છે અને જે ટેકનોલોજીના કારણે અત્યાર સુધી વ્યક્તિને જે આળસુ બનતા હતા તેજ ટેક્નોલોજી વિદ્યાર્થીને મહેનત કરતા બનાવે અને તે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે તે રીતે તેને શીખવાડવાનું છે અને અહીં શિક્ષકો એ વિદ્યાર્થીને ૬થી 1૬ વર્ષ સુધી તેને કડક અનુશાન રાખવામાં આવે છે કારણ કે તે ઉમર બાળકોને જેવો માર્ગ દેખાડવામાં આવે છે તેવો માર્ગ ઉપર ચાલે છે અને તેથી બાળકોને સાચો માર્ગ અને સાચી દિશા બતાવાની છે અને તેથી જ શિક્ષકોને બાળકો 1૬ વર્ષ સુધી અનુશાનમાં રાખવાના છે અને વિદ્યાર્થીને જે વસ્તુની કદરનો હોય તે વસ્તુ કદર કરતા શીખડાવી પછી જ તેને વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સારામાં સારી રીતે કરી શકે અને જ્યાં સુધી તેને કદર કરતા નહીં આવડે ત્યાં સુધી તે વસ્તુને દેવામાં આવશે નહિ. બીજું એકે કામ જાજુ અને સમયઓછો રહેવાથી અમુક પ્રકારનું શિક્ષણ એ મુવી તરીકે બનાવી દેવામાં આવે છે અને વિદ્યાર્થી મુવી બતાવામાં આવે છે અને જે વસ્તુ પર મુવી બનવામાં આવે તે વસ્તુ પહેલેથી છેલ્લા સુધી બધું બતવી દેવાનું રહે છે અને આ મુવી વિદ્યાર્થી અમુક સમય બતાવામાં આવે છે અને શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધીમાં ૪થી ૫ વાર બતવામાં આવે છે અને આ શિક્ષણ તેને ૬થી 1૦ વર્ષમાં પુરૂ કરવું પડે છે વિદ્યાર્થીઓ ઇતિયાસ કોઈ દિવસ ભૂલવો જોઈએ નહિ કારણ કે બાળકોને ઇતિયાસમાંથી ઘણું શીખવા મળે છે ઘણી વાર એ વર્તમાનમાં અને ભવિષ્યમાં ઘણું ઉપયોગી છે અને 1૦ વર્ષ પછી વિદ્યાર્થીનો જે હેતુ નક્કી છે તેના પર કાર્ય શરૂઆત કરી દેવામાં આવે છે અહીં વિદ્યાર્થી એક એક મિનીટનો સમય મહત્ત્વનો રહે છે વિદ્યાર્થી પાસે કામ ઘણું છે અને સમયઓછો છે અને વિદ્યાર્થી પ્રોત્સાહન આપવામાં આવે છે કારણ કે વિદ્યાર્થીને અહીં દરરોજ નવું જણવા મળે છે અને નવું શીખવા મળે છે તેના કારણે વિદ્યાર્થી પ્રોત્સાહન રાખવામાં આવે તેવું શિક્ષણ આપવાનું છે આજે વિદ્યાર્થીઓ હોશિયાર છે પણ સમજદાર નથી હોશીયાર અને સમજદારમાં બંનેમાં ધણો મોટો ફરક છે અહીં વિદ્યાર્થીને હોશિયાર કરતા સમજદાર વધારે બનવાના છે કારણ કે સમજદાર એ હોશિયાર છે અને આ એક એવી શિક્ષણની વ્યવસ્થામાં વિદ્યાર્થી પાસે નવરાશનો સમય જ નહિ રહે કારણ કે આ શિક્ષણની વ્યવસ્થામાં આજના શિક્ષણ કરતા 3 ગણું કામ રહે છે તેથી વિદ્યાર્થી પાસે નવરાશનો સમય જ નહિ રહે અને નવરાશ વાળા વિદ્યાર્થીના સારા વિચારો આવતા નથી અથવા તો તેના વિચારો એકદમ વિરુદ્ધ દિશા જાય છે અને વિદ્યાર્થી તેના શિક્ષણમાં એટલો વ્યસ્ત તેથી તેને તેથી નવરાશનો સમય જ નહિ રહે અને આ શિક્ષણમાં એવું વાતાવરણ ઉભું કરવાનું છે જે વિદ્યાર્થી તે વાતાવરણમાં સારામાં સારા શિક્ષણ લઈ શકે. અને અહીં વિદ્યાર્થીએ પગલેને પગલે કસોટી આપવી પડે છે આ કસોટી એ પડકાર રૂપ હશે અને વિદ્યાર્થી આ કસોટીનો સામનો કરવા સહેજ પણ ડર ન લગાવો જોઈએ અને તે કસોટીનીડરતા પૂર્વક સામનો કરવાનો છે એવા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અને તેનો જવાબ શિક્ષકો આપવાનો છે અને શિક્ષકો પાસે જ્યારે તે પ્રશ્નનો જવાબ ન હોય ત્યારે તે પ્રશ્નનો જવાબ શિક્ષકો એ ગોતાવાનો છે અને વિદ્યાર્થીઓને જેટલી ભાષા શીખવી હોય તે બધી જ ભાષા શીખવી હોય તે શીખવાડવવી જોઈએ પણ આપણી માતૃભાષા કે રાષ્ટ્રીય ભાષા પહેલા શીખવાની છે અને આપણી ભાષા એ આપણું સન્માન આપવું જોઈએ આપણી ભાષા એ સંસ્કારો અને સંસ્કૃતિ બંને છે અને આપણી ભાષા પર આપણને ગર્વ થવો જોઈએ અને આ જે શિક્ષણ આપવામાં આવે છે તે માતૃભાષા કે રાષ્ટ્રીય ભાષા પર આપવામાં આવે છે અને આપણી ભાષા એ આપણા સંસ્કારો છે અને શિક્ષણ લેવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને અહીં જે શિક્ષણ આપવામાં આવે છે તે બધા બાળકો માટે સરખું આપવામાં આવે છે કોઈ પણ જાતની લાગવગ રાખવામાં નહિ આવે અને દરેક વિદ્યાર્થી એક સમાન શિક્ષણ મળી રહે એન દરેક બાળકો પર એક સરખું ધ્યાન આપવમાં આવે છે અને અમુક વિદ્યાર્થીને ન સમજ પડે ત્યાં સુધી તેને શીખવાડવામાં આવે છે અને તે જેમ જેમ શીખતા જાય તેમ તેમ આગળ વધતા જાય છે અને વિદ્યાર્થી શિક્ષણ પુરૂ થાય તેમ દરેક વિદ્યાર્થી અલગ અલગ વ્યવસાયમાં જાય છે. વિદ્યાર્થીને ત્યાં જઈને વિદ્યાર્થી તે વસ્તુ શીખવી પડે નહિ અને વિદ્યાર્થીને એટલા તૈયાર કરવામાં આવે છે તેથી જે વિદ્યાર્થીનોકરી કરતા હશે તેને સારા પગાર ઘોરણ આપવામાં આવે પણ આ શિક્ષણ પદ્ધતિમાં ખર્ચનું પ્રમાણ વધી જાય છે. આ શિક્ષણ દરેક વિદ્યાર્થીને આપવાનું હોવાથી આ શિક્ષણને એકદમ મફત કરવાની જરૂર છે આની માટે હવે એવી વ્યવસ્થા કરવાની છે કે અહીં હવે અહીં આપણને દરેક ધર્મ મદદ કરે. મંદિર મસ્જિદ અને ચર્ચમાં જે રૂપિયા આવે તે રૂપિયાનો અમુક ભાગ તે અહીં શિક્ષણ પાછળ વાપરવાનો છે. છતાં પણ ઘટે તો સરકાર અહીં રૂપિયા આપવાના રહે છે અહીં આખું શિક્ષણ એ ફ્રિ આપવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીને શિક્ષણ લેવાનું ફરજીયાત કરવાનું રહે છે અને આજે જે રોકાણ કરવામાં આવે છે તે સમાજ દ્વારા કરવામાં આવેલું છે અને જ્યારે બહારના દેશના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે ત્યારે તેની પાસે ફિ લેવામાં આવે છે અને જેવો દેશ એ પ્રમાણેની ફિ લેવાની છે અને આ ફિ એ શિક્ષણમાં જ વપરાય છે અને શરૂઆતમાં શિક્ષણ ખર્ચ વધારે આવ છે પણ પછી ધીરે ધીરે એ ખર્ચઓછો થઈ જાય છે અને તે ખર્ચ પછી સ્થિર થઈ જાય અને અહીં એવા શિક્ષકો હશે તે શિક્ષકોથીયરી કે પ્રેકટિકલ વિષયનું જ્ઞાન હશે જેવી રીતે આર્મીને ત્યાર કરવામાં આવે છે તેવી રીતે શિક્ષકોને પણ તૈયાર કરવા આવે છે કારણ કે દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય તેના હાથમાં હોય છે.
આજે શિક્ષણમાં ભાગવતગીતા પણ ભણાવવી જોઈએ બધા દેશો તો પોતાના ધર્મ ગ્રંથો ભણાવે છે પરંતુ જે ચોપડીને આખી દુનિયા સંચાલનનો પાયો માને છે એવી આપણી ઘરની ચોપડી આપણે આપણા બાળકોને ભણાવતા નથી એ એક શરમજનક બાબત કહી શકાય. ભગવતગીતામાં બધા જ પ્રશ્નોનો ઉકેલ છે એવું આખા વિશ્વમાં માનવામાં આવે છે.
ચાણક્યે કહેલું છે કે શિક્ષક કોઈ દિવસ સાધારણ હોતો નથી અને સામાન્ય પણ હોતા નથી અને દેશના વિકાસમાં શિક્ષકોનો એક ભાગ છે.
નોંધઃ
પરિવાર અને શિક્ષણ એ બંને એક સિક્કાની બે બાજુ છે જો પરિવાર સુધરેલો હશે પણ શિક્ષણ મજબૂત નહીં હોય તો તો બાળકો કે યુવા પેઢીનો વિકાસ થશે નહિ અને તેનાથી વિરુદ્ધ જો પરિવાર સુધારેલું નહીં હોય અને શિક્ષણ મજબુત હશે તો પણ યુવા પેઢી વિકાસ થશે નહિ પણ જ્યારે પરિવાર અને શિક્ષણ બંને મજબૂત સ્થિતિમાં હશે તો યુવા પેઢી વિકાસ થશે બીજું એ કે પરિવારથી સમાજ બને છે અને સમાજથી દેશ બને છે અને વિકાસ માટે શિક્ષણનો પણ મહત્ત્વનો ભાગ હોય છે આથી પરિવાર અને શિક્ષણ એક સિક્કાની બે બાજુ હોય છે.