3.મિત્ર
મિત્ર એટલે દોસ્તાર, ભાઈબંધ, સખા, ભેરુ વગેરે જેવા અનેક નામથી ઓળખાતા શબ્દો છે જેનાથી આપણે બધા અનેક નામથી વાફેક છીએ અને આપણે આપણા મિત્ર વિષય ઘણું બધું જણાતા અથવા તો આપણે જેના વિષય વધુ જાણતા હોઈએ ત્યારે તેના વિશે લખવું થોડુંક વધુ મુશ્કેલ બને છે અને આપણે પરિવાર કરતા આપણે વધારે મિત્ર સાથે હોઈએ. અમુક વાત જ્યારે પરિવારને ન કહી શકતા હોવી ત્યારે એ આપણે મિત્રને કહીએ છીએ .
મિત્ર એટલે એક એવો વ્યક્તિ કે જેની સામે આપણે અચાનક કોઈ સંજોગના કારણે મળ્યા હોય અને ક્યારેક એક બીજાની મદદ કરી હોય અને આ બંને અજાણી વ્યક્તિ ક્યારે મિત્ર બની જાય એ કોઈ ન કહી શકે કદાચ આવા સંજોગોમાં એક અજાણ્યા વ્યક્તિ કરેલી મદદ એ જ મિત્રતાના શરૂઆત ગણી શકાય
આજના આધુનિક સમયના મિત્રતાના વ્યખ્યાઓ જેમા કે ફેસબૂક ,ટ્વીટર, વોટ્સેપ વગેરે સોસીયલ મીડિયાના પ્લેટફોર્મ પર સાંભળતા હશો પરતું આજે મિત્રતા શબ્દને કોઈ પણ વ્યક્તિ એક બે લાઈનમાં ન બાંધી શકાય અને આ ઉપરાંત ઘણી બધી વ્યખ્યાઓ માત્ર ઈન્ટરનેટ માટે લોકો બનાવે છે અને જેવી વ્યખ્યા આપી હોય તેવી રીતે તેને કોઈ પણ અનુસરતા નથી. આવી બધી વ્યાખ્યાઓ માત્ર લોકોને દેખાવામાં સારી લાગે છે પણ જેવી વ્યખ્યા હોય તેવી રીતે તેના ગુણ હોતા નથી અને માત્ર દેખાડો જ કરે છે વાંચવમાં જ સારી લાગે છે પણ તે કોઈને પણ અંગત જીવનમાં લાગુ પાડતા આવડતી નથી
વાસ્તવિક પરિસ્થિતિમાં લોકો મિત્ર બનવા માટે રંગ, ભેદ,નાત, જાત, દોલત, મિલકત વગેરે વસ્તુ જોવે છે તે વ્યક્તિના ગુણ નહીં. તે વ્યક્તિ કેવો છે તે વ્યક્તિનો મંજિલ શું છે તે મંજિલ માટે કેવો રસ્તો આપનાવે છે તે બધામાં કોઈને રસ નથી જે વ્યક્તિ રૂપિયા વધુ ખર્ચતો હોય ટપોરી જેવી સ્ટાઈલ મારીને ફરતો હોય અને ધાક-ધમકી આપીને નકલી શાન ઊભી કરતો હોય એવા વ્યક્તિ સાથે બધાને મજા આવે છે અને એના મિત્ર બનવવા લોકોને ખુબ મહેનત પણ કરે છે જ્યારે મિત્રમાં રંગ ભેદનાત જાત દોલત મિલકત વગેરે વસ્તુઓ જોવી જોઈએ નહિ અને તે વ્યક્તિ કોણ છે તેનું આખું ચારીત્ર્ય જોવું જોઈએ અને જે બાળકો કે યુવા પેઢીનો મંજિલ હોય તેવા અને જે મિત્ર જ્યાં જરૂર હોય ત્યાજ રૂપિયાનો ખર્ચ કરે અને તે મિત્ર આપણને સાચી દિશા બતાવે તેવા હોવા જોઈએ.
આજના આધુનિક સમયે બાળકો કે યુવા પેઢી એ દોસ્તી પણ રૂપિયા વડે ખરીદી લીઘી છે જો રૂપિયા હશે તો મિત્ર હશે અને આવા ઘણા લોકોની માનસીકતા જોવા મળે છે જે અંધશ્રદ્ધા કરતા વધુ ખરાબ અને ખતરનાક છે જેમ કે અમીર પરિવારમાંથી આવતા બાળકો કોઈ પણ દિવસ એકલો નહિ હશે જ્યારે ગરીબ અથવા મધ્યમ પરિવારમાંથી આવતો બાળક કદાચ આજે તમને એકલો જોવા મળશે જ્યારે મિત્ર એવા હોવા જોઈએ તેની મિલકત નહીં પણ તેનામાંથી આપણે કઈક જાણી શકાય અને રૂપિયા સાથે તુલના કરવામાં ન આવે તેવા મિત્ર બનવા જોઈએ.
આજના યુવા પેઢી કે બાળકો એ દોસ્તીનો સાચો અર્થ ભૂલી ગયા છે આજના બાળકો એ દોસ્તીના પ્રકાર પાડી દીધા છે જેમ કે દુરના મિત્રો, ખાલી મિત્રો, પાકા મિત્રો ,અંગત મિત્રો , કામ હોય ત્યારે જ યાદ આવે તેવા મિત્રો વગરે જેવા મિત્રોઓ છે પણ જ્યારે દુરના મિત્રો જે ખાલી આપણને કામના સમય જ યાદ કરવામાં આવે છે પાકા મિત્રો એમાંથી કેટલાક એવા મિત્રો હોય જે પાકા મિત્રો તો હોય પણ ખાલી અમુક સમય માટે જ પાકા મિત્રો રહે છે અને તે તેના કામ પૂરતા જ પાકા રહે છે અને તે મિત્ર જ્યારે ખોવે છે અને ખાલી મિત્ર બે –ચાર દિવસે એક વાર મળી આવનું અને આપણું કામ કરાવી લેવાનું અને પાકા મિત્ર અને અંગત મિત્ર એ એકાબીજા વિશે વધુ જાણતા હશે પણ બધું તો નહિ જ અને દુરના મિત્રો માત્રનામની જ ખબર હોય પણ તેના વિશે આપણે કશું જાણતા નથી
મિત્ર અને મિત્રતામાં બંને ખરા અર્થમાં નાત,જાત,રંગ ભેદ, અમીર, ગરીબ કઈ જોતા નથી અને આપણા જીવનમાં પણ અનેક એવી પરિસ્થિતિ આવે કે જ્યારે આપની મદદ માત્ર મિત્રો જ કરી શકે અને મિત્ર સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી આવી સ્થિતિમાં મિત્ર એ અરીસા સમાન હોય એ જરૂરી છે અને આપણે જેવા છીએ એવા આપણને કઈ દે એ મિત્ર પરતું આપણે જેવા છીએ એવા આપણને ન કે પણ બીજા લોકોને કહે તો તે બાળકોને મિત્ર ન ગણવા જોઈએ અને એવા મિત્ર હોવા જોઈએ કે જ્યારે આપણી નબળી સ્થિતિમાં આપણને મદદ કરે અને જે આપણેને સાચી દિશા બતાવે જોઈએ અને અમુક મિત્રો એ આપણને નબળી સ્થિતિમાંમાં મદદ કરવાને બદલે તે આપણને વધારે કપરી સ્થિતિમાં મૂકી કે મોકલી દેશે.
મિત્રની જીવનમાં ખુબ જ આવશ્યકતા રહેલી છે અમારા મત મુજબ જીવનમાં માતા પિતાની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત મિત્રની પણ છે અને મિત્રો એ આપણી આસપાસના વાતાવરણથી જાણકાર રાખે છે અને આજના સમયમાં શાળા, કોલેજ,ઓફીસ, જેવી જગ્યા પર મિત્રની ખુબજ આવશ્યકતા રહેલી છે
એક મિત્ર અભ્યાસમાં તેના વિકાસમાં તેની ભૂલ સુધારણામાં અને તેને સાચો માર્ગ બતાવામાં ખુબ જ ઉપયોગી બને છે પરતું જો મિત્ર જ આવી વાતુંને ફાલતું, નકામી સમજે તો તેવા મિત્ર કરતા શત્રુ સારો કારણ કે જે વ્યક્તિ પોતે વ્યસન વાળો હોય અપશબ્દો બોલતો હોય અને તેના કરતા નબળા યુવા પેઢી કે બાળકો ને ધમકી આપવી અને મારા મારી કરવી જેવા ગુણો હોય તો તે બાળકો બીજાને કઈ રીતે સારો માણસ બનવા પ્રેરણા આપી શકે અને જે યુવા પેઢી બીજાને ધમકી કે મારામારી કરે છે તો તેના બરોબરની કે તેના કરતા વધારે હિમત વાળા હોય તો તેની સામે કેમ ઘમકી મારતા કે મારા મારી કરતા નથી.
આજના આધુનિક સમયમાં મિત્રો બનવા સહેલા છે પણ તેની દોસ્તી નિભાવી ખુબજ મુશ્કેલ છે કારણ કે આજ આધુનિક સમય લોકોને તેની પ્રશસા કરે તેવા વ્યક્તિ જોઈએ છે જે બાળકો કે યુવા પેઢી સારું બોલે વખાણ કરતો હોય બીજા સામે સારી વાતો દ્વારા ખોટી શાન ઊભી કરી શકે તેવા યુવા પેઢી કે બાળકો બધાને ગમે છે નહીં કે સાચું બોલવા વાળા કે સાચું બોલે, યુવા પેઢી કે બાળકો સાચો માર્ગ બતાવે તેવા યુવા પેઢી કે બાળકો કોઈને પણ ગમતા નથી અને આવા મિત્ર બનવા લાયક નથી એવું આજે લોકો માને છે
મિત્ર એવો વ્યક્તી હોવો જોઈએ જેને આપણા માતા પિતા તથા ઘરના સભ્યો સારી રીતેઓળખાતા હોય જે આપણા જીવન પરિસ્થિતિથી જાણકાર હોય જેને આપણા વિશે અને આપણેને તેના વિશે બધી જ ખબર હોય તે વ્યક્તિ સાથે આપણે નિશ્ચિત પણે ગમે તેવી વાત હોય તો તે ગમે તે સમયે રજુ કરી શકતા હોય પછી તે ગમે તે વ્યક્તિ હોય શકે તે પછી છોકરો કે છોકરી આજના સમયમાં એવીમાંનાશીકતા ધરાવે છે કે છોકરો કે છોકરી મિત્ર ન બની શકે અને જો એવા મિત્ર હોય તેને સમાજ ,સોસાયટી અલગ દ્રષ્ટિથી જોવે છે અને પણ આમાં અમુક યુવા પેઢી કે બાળકોને લીઘે સોસાયટી કે સમાજ આપણને અલગ દ્રષ્ટિથી જોવે છે અને તેનાં લીધેથી અમુક યુવા પેઢી કે બાળકો જેને શીખવાનું છે જે એકબીજાની મદદ કરે છે તેવા બાળકો કે યુવા પેઢી જેને કઈક મદદ જોતી હોય ત્યાંરે આવા વિદ્યાર્થી મુશ્કેલી ઊભી થાય છે
ખાસ કરીને જ્યારે યુવા પેઢી કે બાળકોની ઉમર 1૬થી ૨૫ વર્ષની હોય ત્યારે તે માતા પિતા પણ દોસ્તાર જેમ વર્તન કરવાનું છે કારણ કે આ ઉમરે વ્યક્તી ખાસ જરૂર મિત્રની હોય છે આ ઉમર દરમ્યાન કેટલી એવી પરિસ્થિતિ આવે કે જ્યારે અમુક વાત માતા –પિતા કે કુટુંબી જેની સાથે ન કરી શકે અને એવી પરિસ્થિતિ વિકટ બનતા વાર નથી લાગતી કે જ્યારે તે વ્યક્તી તે વાત મિત્રોને કરી શકે છે પણ જો સારો મિત્ર હોય તો તેને પોતાની મનની વાત કરી શકે છે અને એના મનમાં ઊભા થતા ખોટા ભાર દુર કરી શકે છે.
કોઈ સારા યુવા પેઢી કે બાળકો હોય તો તેને વહેમ દુર કરી શકે તેના ડર દુર કરી શકે અને મદદ કરી શકે અથવા તો સારું માર્ગદર્શન પણ આપી શકે અને આવી સ્થિતિમાં જો તેની પાસે કોઈ સારો મિત્ર હોય તો તેને સમજાવી શકે અને તેને વિરુદ્ધ દિશા જતા અટકાવી શકે છે લગભગ 18 કે 1૯ વર્ષના બાળકો બાળકો કો કોલેજના પ્રથમ સત્રમાં પ્રેવેશ કરી ચૂકયુ હોય છે અને આજની બાળકો કોલેજ એટલે તે મોજમસ્તી,આનંદનું એક સ્થળ બનાવી દીધું છે અને ઘણા લોકોનું મોજમસ્તી કે આનંદ કરવાનું સ્થળ માન્યતા હોય છે પરતું કોલેજ એટલે જીવનભરના મિત્ર બનાવાનું સ્થળ જ્યાંથી આપણે પુસ્તકિયું જ્ઞાનઓછુ અને વ્યવહારુ જ્ઞાન વધુ લઈ જવાનું હોય છે અને વાસ્તવિકમાં આપણેને તેજ ઉપયોગી છે કોલેજમાં બનતા મિત્ર લગભગ સાથે રહે છે.
બાળકોના બનેલા મિત્રો વિષે માતા – પિતા એ જાણવું જરૂરી બને છે આ નવા મિત્રોના મિત્રો વિશે પણ માહિતી મેળવી આવશ્યક બને છે કારણ કે મિત્ર જીદગી બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે જો મિત્ર કોઈ વ્યસન ધરાવતો હોય તો આપણે તેની મદદ કરવી તે વ્યસન દુર કરવામાં નઈ કે આપણે તેની સાથે જોડાઈ જવું આજના સમયના મિત્ર બીજાને સુધારે છેઓછા અને બગાડે છે વઘુ જ્યારે કોઈ મિત્ર વ્યસન વાળો હોય ત્યારે તેના મિત્રને કહે છે કે તું પણ થોડુક લે (વ્યસનની કોઈ પણ ચીજ) અને એમ કરીને બીજા મિત્રને વ્યસન વાળી કરે છે.
આજના બાળકો કે યુવા પેઢી વાસ્તવિક મિત્ર બદલે કાલ્પનિક મિત્રો વધુ બનાવે છે જેમ કે ઈન્ટરનેટ પરના મિત્રો જે આપની સમક્ષ ક્યારેય હાજર થવાના નથી એવા મિત્રો બનાવે છે અને વાસ્તવિક મિત્રોનેઓછા રાખે છે અને આવા મિત્રો પર ભરોસો રાખે છે જેના કારણે ન કરવાનું કરી બેસે છે આવી પ્રવુતિ પર ધ્યાન આપવું એ માતા – પિતાની ફરજ છે પણ તેની સાથે મિત્રોની પણ ફરજ છે આજે કેટલાક બાળકો ઈન્ટરનેટના લોકો પર વિશ્વાસ છે અને તેમાંથી તેની સાથે કોઈ દિવસ મુલાકાત પણનો થાય હોય ત્યારે તેવા લોકોની વાતમાં આવી જાય છે અને ત્યારે તે વિશ્વાસ તૂટે છે અને તેમાંથી ઘણીવાર વિરુદ્ધ દિશામાં જતા રહે છે અને મિત્ર તો એવા હોવા જોઈએ કે તે બંને વાસ્તવિકતામાં તે બંને મળતા હોવા જોઈએ.
જ્યારે આપણા મિત્રો ઘણી વાર વિરુદ્ધ દિશામાં જતા રહે છે ત્યારે મિત્રની એક ફરજ છ કે તેનો એક ધર્મ પણ છે તે મિત્રને સાચી દિશા બતાવી અને સાચું માર્ગદર્શન પણ આપવું જોઈએ છતા પણ તે મિત્ર વિરુદ્ધ દિશામાંથી બહારનીકળતો ન હોય ત્યારે મિત્ર એ તેની ફરજ કે ધર્મ છે કે તેના માતાપિતાને કહેવું જોઈએ પણ આજે વાસ્તવીકમાં જોવી તો આજે કોઈ મિત્ર વિરુદ્ધ દિશામાં જતો હોય ત્યારે તેને સાચી દિશા કે માર્ગદર્શન બતાવામાં આવતું નથી પણ જો તેને બતાવવામાં આવે તો છતા પણ તે યુવા પેઢી વિરુદ્ધ દિશામાં બહારનીકળતી ન હોય તો તેના માતાપિતાને કહેવામાં આવતું નથી ત્યારે તે મિત્ર પોતાની ફરજ નિભાવતા નથી.
આજે બધા મિત્ર ભેગા થઈને જે મોજમસ્તી કરે છે તે કરવી જોઈએ પણ જ્યારે વધારે પડતી મોજમસ્તી કરવી જોઈએ નહિ અને અને જે મોજમસ્તી થાય તે મર્યદામાં કરવી જોઈએ પણ આજના મિત્ર એ ભૂલી ગયા છે અને ખરેખર તે વસ્તુનો હોવી જોઈએ જે પણ કંઈ કરો તે મર્યાદા રહેને કરવી જોઈએ અને બીજું એકે જ્યારે કોઈનો જન્મદિવસ આવે છે ત્યારે બધા મિત્ર તેમાં વધારે પડતો ખર્ચ કરે છે જે વસ્તુ લાવે છે તેનો પણ સાવ બગાડ કરવામાં આવે છે જેમાં એ આપણને જન્મ આપ્યો છે તે જન્મ દિવસ આપણે આપડા માતા પિતા સાથે ઉજવો જોઈએ. જે વસ્તુ લાવો તેનો બગાડ થવો જોઈએ નહિ અને અથવા તો આપણે તે દિવસ એવુ સારું કાર્ય કરવી જે બીજાને મદદ રૂપ થાય અને તે મદદ એવી કરવી કે તે એક દિવસ કે એક મહિનો કે એક વર્ષ માટે જરૂરિયાત હોય પણ તે જરૂરિયાત તેને હમેશા માટે આવે જેમ કે જ્યારે કોઈ બાળકનો જન્મ દિવસ આવે અને જેને ખરેખર શિક્ષણ લેવું છે તેને શિક્ષણમાં મદદ રૂપ થાય તેવી વસ્તુ લઈ દેવી જોઈએ તે એક વર્ષ માટે છે પણ તે શિક્ષણ હમેશા માટે ઉપયોગી થાય છે અને આગળ જતા પણ તેને ઉપયોગી થાય છે
આપણે બધાંને મિત્રના સર્વશ્રેષ્ઠ જેમ કે શ્રી કૃષ્ણા અને સુદામા જે બધા જ જાણે છે.
આજે જ્યારે બધા દોસ્તાર ભેગા થતા હોય ત્યારે બધા મિત્રો મોબાઇલમાં જ રહે છે અને બધા મિત્રો મળે છે પણ ત્યારે મોબઈલ લઈને જ બેઠા હોય ત્યારે મોબઈલમાં જ વ્યસ્ત હોય છે મોબાઇલ કારણે આજે મિત્રો રમતો રમતા નથી અને આજે મોબાઇલનો ઉપયોગ થતો નથી પણ તેનો દુરુપયોગ વધારે થાય છે આજે જ્યારે મિત્રો જે કર્યો માટે મળતા હોય તો તે કાર્ય કરવાનું હોય છે.
4 .ઇન્ટરનેટ
એમ કહેવાય છે કે અમેરિકામાંથી કાર ખસેડી લેવામાં આવે તો અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડે; આજે આ પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ. ભારત પણ સુવિધાઓનો ગુલામ બનતો જઈ રહ્યો છે. ઇન્ટરનેટ આજે માનવીય જીવનનો એવો હિસ્સો બની ગયું છે કે પાણીનો એક ઘૂંટ ઓછો પીવાય તો ચાલે પણ ઇન્ટરનેટ વિના ન ચાલે. ઇન્ટરનેટ આજના સોથી અદભુત અને વધુ વપરાતો વિજ્ઞાનનો એક આવિષ્કાર છે. ઇન્ટરનેટને આજે જીવનથી અલગ કરી શકાય નહીં. આજે ઇન્ટરનેટ દરેકને વ્યક્તિને તમામ પ્રકારની માહિતી અને મનોરંજન પૂરું પાડવાનું એક સૌથી વધુ વપરાતું માધ્યમ છે . ઇન્ટરનેટ વિના આજે માનવીને એક દિવસ નહીં ચાલે. આજના સમયે ચારેય તરફ ઇન્ટરનેટનો વ્યાપ ભરપૂર છે. પૃથ્વીના ખૂણેખૂણામાં ઇન્ટરનેટ સમાયેલું છે અને ઇન્ટરનેટ વપરાતું માધ્યમ છે ઇન્ટરનેટએટલે વિશ્વની તમામ માહિતીનું એક જાળ છે જે આપણે સૌ જાણીએ જ છીએ. ઇન્ટરનેટ એક કરોળિયાના જાળા સમાન છે જે તેમાં માનવીને એક વાર પકડાય પછી તેને છોડતું નથી.
આજની યુવાપેઢીએ ઇન્ટરનેટનો સોથી વધુ ઉપયોગ કરે છે ઇન્ટરનેટ સિવાય બીજું કે શુઝતુ નથી ભારત જેવા દેશોમાં ઇન્ટરનેટએ બેરોજગાર વ્યક્તિઓંને બેરોજગારીને આભાસ થવા દેતું નથી. આજે ભણેલાગણેલા વ્યક્તિ પણ ઇન્ટરનેટમાં પોતાનો ખોટો સમય બગાડે છે ઇન્ટરનેટએ કોઈ ખરાબ વસ્તુ નથી કે કોઈ વઘારની વસ્તુ નથી ઇન્ટરનેટ એક ઉપયોગી અને જ્ઞાનનું માધ્યમ છે . ઇન્ટરનેટ આજે ઘણી બધી વ્યક્તિને સતત અને સત્ય જ્ઞાન આપે છે પરતું આજ ઇન્ટરનેટ માનવીના મન ઝકડીને શેતાન બનાવે છે યુવાપેઢીમાં ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ કે જે સતત મોબાઇલના સંપર્કમાં જ રહે છે જે ઇન્ટરનેટ આજે લગભગ સૌથી વધુ ઉપયોગ કરતો વર્ગ છે. યુવા પેઢીએ આજે ડિજિટલ યુગ તરફ પોતાનું પ્રયાણ કરી ચુકી છે આ ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ માનવી થી જુદું પાડવુંએ કોઈ કાળે શક્ય નથી ઇન્ટરનેટનો ઘણા લોકો સારો અને સાચો ઉપયોગ કરે છે મનોરંજન મેળવવા ઇન્ટરનેટનો ઉપયોગ કરવોએ કઈ ખોટું નથી ઇન્ટરનેટનો મતલબએ નથી કે માત્ર ઇન્ટરનેટમાંથી જ્ઞાન મેળવવું જોઈએ અને ઇન્ટરનેટનો ઉપયોગ માર્યાદિત કરવો જોઈએ.
ઇન્ટરનેટના તથા મોબાઇલ ફોનના વધતા જતા વિકાસના પરિણામે મોબાઇલના બજારમાં તથા ઇન્ટરનેટની ફાળવટી કંપનીમાં હરીફાઈ વધતી રહી છે આ તમામ હરીફાઈ વચ્ચે આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવું જરૂરી છે. સોશિયલ મીડિયાના પરિણામે ઇન્ટરનેટનો ઉપયોગ વધતો હોય તેવું જણાય છે. આવા સોશિયલ મીડિયાથી કોઈ પણ વ્યક્તિએ દૂર રહેવું ન જોઈએ આવી એપ્લિકેશન દ્વારા ધનુ બધું જાણવા મળે છે પરંતુ યુવા પેઢીએ આવા એપ્લિકેશનને માત્ર ટાઇમ પાસ માટે જ ઉપયોગ કરે છે યુવા પેઢી આવા સોશિયલ મીડિયાનો માત્ર દુરુપયોગ કરે છે ઘણા લોકો સારો ઉપયોગ પણ કરે છે પરંતુ આવા લોકોની સંખ્યા ખુબ જ ઓછી છે આવા સોશિયલ મીડિયા દ્વારા યુવા પેઢીનો સમયનો બગાડ થાય છે પરંતુ સારો ઉપયોગ કરનાર માટે આ સોશિયલ મીડિયા આશીર્વાદ સમાન છે
આજે કોઈ પણ વ્યક્તિ મોબાઇલ લઈને તમે તપાસો તો દરેક મોબાઇલમાં આવા સોશિઅલ મીડિયાની એપ્લિકેશન હોય જ છે યુવા પેઢી આવી એપ્લિકેશનથી અલિપ્ત છે જ નહિ. ઇન્ટરનેટનો આટલો બધો પણ ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી આપણે ઇન્ટરનેટની ટેવ પડી જાય ઇન્ટરનેટનો હમેશા વ્યવસ્થિત અને સમજણપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ. આજનો વિદ્યાર્થી ઇન્ટરનેટના માધ્યમ થકી જ્ઞાન તથા વિવિધ માહિતી મેળવી શકે છે પરંતુ માનવીના મગજને ખરાબ કરનાર પણ ઇન્ટરનેટ જ છે. ઇન્ટરનેટ એક પ્રકાર નું વ્યસન છે જેના વગર માનવીને ચેન પડતું નથી ઇન્ટરનેટ કારણે માનવી આજે પોતાના મૂળ વિચારો ભૂલતો જાય છે આજના બાળકને મેદાનમાં જઈને રમતો રમવાને બદલે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા રમતો રમે છે તે ઇન્ટરનેટ દ્વારા આનદ પ્રાપ્ત થાય તેવુંમાંને છે પોતાના મૂળ આચાર વિચારને જોડીને આજનો માનવી ફિલ્મી અને સપનાના વિચારોને અપનાવવા લાગ્યો છે ઇન્ટરનેટના ગેરફાયદા વિશે તમે જાણો છો સાંભળો છો અને વારંવાર વાચો છો છતાં તમે તમારી જાતને ઇન્ટરનેટ થી અલગ કરી શકતા નથી ઇન્ટરનેટ દ્વારા ગુના ઓં પણ થાય છે ઇન્ટરનેટ દ્વારાનાણાકીય છેતરપીંડી લુટ અપહરણ વગેરે જેવા કાર્યક્રમ વિશે અવાર નવાર માહિતી મળે જ છે
ઇન્ટરનેટના દુરુપયોગના મોટા ઉદાહરણો આપણી સામે જ છે જેમકે આધુનિક ગેમ આ ગેમ મનોરંજન નું સાધન છે પરંતુ આજની યુવા પેઢી આ ગેમનો વધારે પડતું મહત્વ આપી દીધું છે આમ જોઈએ તો યુવાન જ નહિ પરંતુ બધી જ ઉમરના વ્યક્તિ આ ગેમ પાછળ આકર્ષાયેલી છે ગેમ રમવીએ ગુનો નથી પરંતુ આખો દિવસ રમવીએ યોગ્ય છે તમે પણ ઇન્ટરનેટનો આવો ઉપયોગ કરતા જ હશો તમને ઇન્ટરનેટના ગેરફાયદાની ખબર જ હશે બધું જાણતા હોવા છતાં ઇન્ટરનેટ પરમાંડ્યા રેહવુંએ મોટામાં મોટો ગેરફાયદો છે.
આ ઉપરાંત આજે ઇન્ટરનેટનો ખુબ જ માર્યાદિત ઉપયોગ કરે છે આજની યુવાપેઢી ઇન્ટરનેટ એટલે માત્ર સોશિયલ મીડિયા જ કહી શકાય પણ તેના કરતા બહાર નું સોશિયલ મીડિયા ખુબ જ વિશાલ છે પણ તેનો ખ્યાલ નથી.
ઇન્ટરનેટ પર ક્યારેક કોઈ માહિતી મેળવવાની હોય ત્યારે તેમાં ખરાબ એડવર્ટાઈઝ આવતી હોય ત્યારે મન પર વિકૃત અસર ઊભી કરે છે. આ ઉપરથી ઇન્ટરનેટ ગમે તે વેબસાઈટ પર જાય ત્યારે એક તો એવી જાહેરાત હોય જ છે પરતું બાળકો પરિવાર સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરે તો કેવું લાગે?
આજે માતા પિતા પણ બાળક ઇન્ટરનેટ પર શું કરે છે તે જોવું જોઈએ હા પણ તે કઈક શીખતો હોય તો તે શીખતા અટકાવો ન જોઈએ. માત્ર ધ્યાન આપવું જોઈએ તેને ઇન્ટરનેટનો ઇન્ટરનેટનો ફાયદા જાણવા જોઈએ. ઇન્ટરનેટ આજના સમયમાં ખુબ જ ઉપયોગી છે. આગળ કહ્યું તેમ ઇન્ટરનેટ વગર આજના માનવીની કલ્પના જ ન કરી શકાય પરંતુ ઇન્ટરનેટ એ આજના બાળકોના મન પર ખરાબ અસર પાડે છે.
તેથી માતા પિતાએ પણ બાળકની પ્રવુતિ પર ધ્યાન આપવું જોઈએ અને તેને સારા માર્ગ પર લઈ જવાનું માર્ગદર્શન આપવું જોઈએ.