Yuvapedhi ni Arthvyavstha - 6 in Gujarati Human Science by Ravi senjaliya books and stories PDF | યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 6

Featured Books
Categories
Share

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 6

વિદ્યાર્થી ને કારણ વગર ની સજા :-
શાળા કે કોલેજમાં જોવી તો જ્યારે વિદ્યાર્થી વધારે પડતી મસ્તી કરતા હોય છે ત્યારે શિક્ષકો તેને સજા આપતા હોય છે તેમાં કોઈ પ્રશ્નનો પણ ઘણી વખત એવું પણ બને છે કે ક્લાસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય છે ત્યારે શિક્ષકો આખા ક્લાસને સજા આપતા હોય છે પણ તેમાં જે વિદ્યાર્થી મસ્તી કરી છે તેને સજા આપવામાં કંઈ જ પ્રશ્નનો નથી પણ જે વિદ્યાર્થી કંઈ જ નથી કર્યું તેને સજા આપવમાં આવે છે ત્યારે તે એ વિચારે છે કે જો મેં કંઈ જ નથી કર્યું તો મને સજા આપવામાં આવે છે તેના કરતા હું મસ્તી કરીને સજા ભોગવુંને અને આમ આવી રીતે જે વિદ્યાર્થી કંઈ જ નથી કર્યું સજા આપવાથી તે વિદ્યાર્થી ધીરે ધીરે વિરુદ્ધ દિશામાં જતો રહે છે અને વિદ્યાર્થીઓ ધીરે ધીરે ભણતરમાંઓછુ ધ્યાન આપે છે અને શિક્ષકો એ વિદ્યાર્થીની ભૂલ સુધારવાની હોય છે વિદ્યાર્થીની ભૂલ વધારવાની નથી પણ આજે તો વિદ્યાર્થીની ભૂલ વધે છે અને વિદ્યાર્થીને સાચો માર્ગ બતાવાનો હોય છે પણ તે તો થતો જ નથી
પરીક્ષાની રીત ફેરવી :-
વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે અને તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય છે. તેમાં ખાસ કરીને જ્યારે ધોરણ 1૦ અને 1૨ હોય ત્યારે વિદ્યાર્થીને એટલું ટેન્શન દેવામાં આવે છે અને તેમાં પણ વિદ્યાર્થી સમજવા કરતા તો વધારે તેને બીવડાવે છે અને જ્યારે પરીક્ષા આવે છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાંથી ડર કાઢવાનો હોય છે અને તેને બીવાડવાના નથી અને સાચું કેવી તો આજે શિક્ષક પોતાનું જે કાર્ય છે તે નથી કરતો પણ તેની જગ્યા એ વિદ્યાર્થીની પણ બીવડાવે છે અને બીજી તરફ જોવી તો જ્યારે 1૦ અને 1૨ ધોરણ શરુ થાય ત્યારે વિદ્યાર્થી હજી કલાસરૂમ આવ્યા હોય ત્યારથી ન જ કેવામાં આવે છે કે બોર્ડ છે અને વિદ્યાર્થીને બીવાડાવાનું ચાલુ થઈ જાય છે અને પરિણામ આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓનાપાસ થયા હોય છે અને તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે પણ તે મર્ડર છે કારણ કે પહેલા જોવી તો વડીલો વિદ્યાર્થીને એટલા બીવડાવતા હોય છે કે મારે આ પરિણામ જોવી અને વિદ્યાર્થીઓ માથે એટલું પ્રેસર કરવામાં આવે છે કે અને વડીલો એટલા બીવાડવામાં આવે છે કે વિદ્યાર્થીઓ એટલા ડરી જાય છે કે અને આવું કેવું શિક્ષણ કે જ્યાં વિદ્યાર્થીને હિમત અને તેનો વિકાસ થવાને બદલે અહીં તેને ડરવામાં આવે છે અને જ્યાં વિદ્યાર્થીને વિશ્વાસ આપવાનો હોય તેના બદલે તેને અહીં વિદ્યાર્થી માથે પ્રેશર આપવામાં આવે અને ડરવામાં આવે છે અને શિક્ષણની આવી કેવી વ્યવસ્થા કે જ્યાં વિદ્યાર્થીનો વિકાસનો થતો હોય અને જ્યાં વિદ્યાર્થીને શીખવાનુંઓછુ અને મહેનત વધારે કરવામાં આવે અને વિદ્યાર્થીઓ નપાસ થતા અમુક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે આવું શિક્ષણ શું કામનું જે શીખવાનું છે તે તો કોઈ શીખવાડતું નથી આવું શિક્ષણ વ્યવસ્થા શું કામનું જે આવી વ્યવસ્થા હોય ત્યાં વિદ્યાર્થીને શીખવા કરતા તો વધારે બીવડવામાં આવે છે.
માર્ક લક્ષી શિક્ષણથી દૂર રહો:-
શિક્ષકો વિદ્યાર્થીને વધારે ને વધારે કેમ માર્ક આવે છે તે વિચારે છે અને જે શીખવાનું છે તે તો કોઈ વિચારતા જ નથી અને તે તો આમાં વિદ્યાર્થીનો વિકાસ કેમ થાય અને અને શિક્ષકો પરીક્ષામાં પુછાય તેટલુ જ કરવામાં આવે છે અને બીજું તો કંઈ કરવાતા તો નથી બસ વિદ્યાર્થીને માર્કમાં કેમ વધારેને વધારે વધે તે જોવે છે જો વિદ્યાર્થીને સારા માર્ક આવ્યા હોય તો શાળા કે કોલેજનુંનામ ઉચું આવે છે તે શીખવાડે છે પણ તે કોઈ એમ કેમ નથી જોતું કે તે શાળા કે કોલેજમાંથી કેટલું શીખવાડવામાં આવે છે અને દરરોજ કંઈક નવું શીખવી એવું તો કોઈ જોતું નથી બસ માર્કની જ વાત કરવામાં આવે છે શીખવાનું કંઈ જ નહીં. જેટલું ચોપડીમાં આવતું હોય અને તેમાં પણ પરિક્ષામાં આવતું હોય તેટલુ કરવામાં આવે છે અને બીજું કંઈ જ નથી કરવામાં આવતું અહીં તો એ નથી સમજાતું કે વિદ્યાર્થી શાળામાં માર્ક વધારવા જાય છે કે શીખવા માટે જાય છે સારા માર્ક આવે તો જ વિદ્યાર્થીને સારીનોકરી મળે છે પણ તે તો કોઈ જોતું જ નથી કે વિદ્યાર્થી શાળા કે કોલેજમાંથી કેટલું શીખ્યો એ કેમ નથી વિચારતા અહીં સર્કસના સિહને તમે ખાલી ખુરશી ઉપર બેસાડતા જ શીખવાડો છે પણ તેને શું શીખવાનું છે તે કોઈ નથી શીખવાડતો અહીં પણ વિદ્યાર્થીને માર્ક લાવતા જ શીખવાડે છે પણ તેને શું શીખવાનું છે તે કોઈ દિવસ વિચારતા જ નથી અને આજે વિદ્યાર્થી માર્ક લાવે છે તે પણ શીખીને નથી લાવતા પણ ગોખવાથી માર્ક લાવે છે તો આવું શિક્ષણ શું કામનું જ્યાં શીખવાનું કંઈ નહીં અને જે વિદ્યાર્થીને ભવિષ્યમાં શીખવા મળે તે તો કોઈ શીખવાડતું જ નથી અને આમ જોવી તો વિદ્યાર્થીનો વિકાસ તો થતો નથી પણ વિકાસ રૂંધાય છે શિક્ષણ એટલા માટે હોય છે કે વિદ્યાર્થીઓ તેમાંથી શીખે અને તેને ભવિષ્યમાં તે કામ આવે પણ અહીં બધા માર્ક માટે દોડે છે પણ કોઈ શીખવા માટે કેમ નથી દોડતા જે વસ્તુ આપણને કામમાં નથી આવની તે વસ્તુ પાછળ શું કામ દોડવું પણ જે વસ્તુ તમને કામમાં આવે છે તેની પાછળ દોડવાની જરૂર છે અને આજના સમયમાં જોવીતો શિક્ષકો શાળાનો કે કોલેજનો વિકાસ કેમ થાય તે જોવા માટે વિદ્યાર્થીના માર્કની પાછળ પડ્યા છે વિદ્યાર્થીના વિકાસનું તો કંઈ જોતા જ નથી એટલે કે શિક્ષકો શાળા કે કોલેજના વિકાસનું વિચારે છે પણ વિદ્યાર્થીના વિકાસનું વિચારતા જ નથી અહીં વિદ્યાર્થી શાળાનો વિકાસ થાય છે પણ વિદ્યાર્થીનો વિકાસ થતો નથી પણ જ્યારે વિદ્યાર્થીનો વિકાસ થાય ત્યારે શાળાનો વિકાસ પણ થાય.

મંદિરમાં દાનની નહીં કરો પણ ગરીબ વિદ્યાર્થીને દત્તક લઈ ભણાવો:-
આજના યુગમાં યુવા પેઢી કે બાળકોને જેમાંથી શીખવા મળે છે તે વસ્તુનો વિકાસ થયો નથી અને જેમાંથી તેને શીખવા નથી મળતું તેનો વિકાસ થયો છે. શાળા કે કોલેજનો વિકાસ થયો નથી પણ ત્યારે મંદિરનો વિકાસ થયો છે. જે શિક્ષણ આપણું ભવિષ્ય બનાવી શકે છે તે જ શિક્ષણનો વિકાસ કેમ કોઈ કરતું નથી અને જે આપણું ભવિષ્ય નથી બનાવતા તેનો વિકાસ કેમ થાય છે શું આ જ આપણો ધર્મ છે? જે વિદ્યાર્થીને શિક્ષણ મેળવું છે અને તે મેળવી શકતા નથી ત્યારે મંદિરમાં દાન ન કરીને બાળકોની ફી ભરી દેતા હોય તો અથવા કોઈ ગરીબ વિદ્યાર્થીને દત્તક લઈ લે તો પણ મંદિરમાં દાન કરતાં પહેલાં કોઈનું ભવિષ્ય બનતું હોય તો મંદિરમાં કરતાં પહેલાં તે રૂપિયાની જરૂર ત્યાં છે પણ લોકો સમજતા જ નથી શિક્ષણમાં રૂપિયા દેવાની જગ્યા મંદિરમાં રૂપિયા દેશે મંદિરમાં રૂપિયા આપશે પણ શિક્ષણમાં રૂપિયા આપશે નહીં આજે લોકો મંદિરમાં રૂપિયા કેટલા ખોટા ખર્ચા કરે છે પણ કોઈનું ભવિષ્ય બનવાનું હશે ત્યાં લોકો કેમ મદદ નથી કરતા અને દેશના વિકાસ માટે શિક્ષણનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે પણ અહીં શિક્ષણનો વિકાસ થતો નથી પણ મંદિરનો વિકાસ થાય છે અને આપણી આજુબાજુમાં એવા હશે કે જેને શિક્ષણમાં મદદની જરૂર હશે પણ ત્યાં કોઈ મદદ કરવા નહીં જાય અને તેની જગ્યા એ મંદિરમાં ખુબ જ રૂપિયા આપશે અને જો શિક્ષણનો વિકાસ કરવો હોય તો આપણે બધાએ સાથે મળીને આનો વિકાસ થશે અને તેના કારણે દેશનો પણ વિકાસ થશે છે અને એક સારામાં સારો દેશ બનવા માટે શિક્ષણ વિકાસ કરવો જ પડે છે અને મંદિર હોવા જોઈએ પણ તેનો દુરુપયોગ ન થવો જોઈએ
યુવા પેઢી તેનું શિક્ષણ પ્રાપ્ત કરીને સારીનોકરીની શોધ કરે છે અને તેને અહીં પર તેનેનોકરી મળી જાય છે પણ સારા વેતન મળતા નથી અમુક યુવા પેઢી શિક્ષણમાં કેટલી મહેનત કરી હોય અને જ્યારેનોકરી મળે છે ત્યારે વેતન સારું મળતું નથી આથી બાળકો કે યુવા પેઢી કહે છે કે ભણીગણીને શું ફાયદો આથી જ્યાં યુવા પેઢી જે ભણીગણી છે તેને સારા વેતન તો મળવા જોઈએ અને આજે જે યુવા પેઢી શિક્ષણ નથી લીધું તે લોકોના વેતન એટલા જ હોય છે આથી યુવા પેઢી જેને શિક્ષણ લીધું છે તેના સારા વેતન તો મળવા જોઈએ અને આજેનોકરી તકો વધારવાની જરૂર છે અને સારું વેતન મળે તે પણ જોવાનું છે અને જેવું શિક્ષણ પૂરું થાય તરત જ નોકરી મળી જાય તેવા પ્રયત્નો કરવાના છે. નોકરી એ સરળતાથી મળી જાવી જોઈએ પણ સરળતાથી નોકરી મળતી નથી અને જો શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી જો નોકરી ન મળે તો આ શિક્ષણ શું કામનું, નોકરી મળ્યા પછી સારા વેતન મળતા નથી અને વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરી હોય અને જ્યારે વળતર તોઓછુ આપવામાં આવે છે અને આજના વિદ્યાર્થી કે યુવા પેઢી કહે છે કે ભણીને શું કામનેનોકરી મળતી તો નથી અથવા તો વેતન સારા મળતા નથી જો આ રીતે તો યુવા પેઢીમાં જે આવડત છે તે તે કાર્ય કરી શકતા નથી તેનું જે કાર્ય છે તે કાર્ય કરતા નથી અને બીજા કાર્યમાં છે તો તે યુવા પેઢીને પોતાના આવડત મુજબનું કાર્ય મળતું નથી અને જ્યાં સુધી યુવા પેઢીને આવડત મુજબનું કાર્ય ન મળે ત્યાં સુધી તે વણવપરાયેલું રહે છે. આવડત પ્રમાણે વળતર પણ મળવું જોઈએ અને જે યુવા પેઢી એ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય અને જો તેને નોકરીનો મળે તો ઘણી વાર તે યુવા પેઢી વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે અને ઘણી વખત તે દેશ માટે ખતરો ઊભો થાય છે તે યુવા પેઢી કાર્ય તો કરવું હોય પણ નોકરી કે સારું વળતરનો મળતું હોય તેના કારણે પ્રાથમિક જરૂરિયાત પૂરી થતી ન હોય હોય ત્યારે તે વિરુદ્ધ દિશામાં જાય છે અને તે તેની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે અને પછી તેમાંથી તે મોટા મોટા કાર્ય કરવા મંડે છે.
શિક્ષણ લેવું એ દરેક બાળક કે યુવા પેઢીનો જન્મસિદ્ધ અધિકાર છે પણ ખરેખર અમુક બાળકો કે યુવા પેઢી શિક્ષણ લેતા નથી અને અમુક ગામ તો શાળા જ નથી તો તે લોકો કઈ રીતે શિક્ષણ લઈ શકે અને યુવા પેઢી કે બાળકોના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. જો શિક્ષણનો હોય તો વિકાસ શક્ય નથી અને જો શાળા કે કોલેજ હોય તો અમુક જગ્યા એ સારી વ્યવસ્થા જ હોતી નથી અને ઘણી વખત જોવી તો અમુક શાળામાં ક્લાસમાં શિક્ષકો આવતા જ નથી અને તેની જગ્યા વિદ્યાર્થીઓ ભણાવતા હોય છે અને આવું કોલેજ પણ જોવા મળે છે કે કલાસમાં શિક્ષકો આવતા જ નથી અને શાળામાં અમુક વિદ્યાર્થી આવે છે પણ કોઈ ભણવામાં આવતા નથી અને જે શિક્ષકોની ફરજ હોય તે ફરજ બજાવવામાં આવતી નથી અને શાળાની જે વ્યવસ્થા હોવી જોઈએ તેવી જોવા મળતી નથી અને શિક્ષકો કલાસમાં આવે પણ કલાસ તે તેનું જે કાર્ય છે તે નથી કરતો પણ તે પોતાનું જે કાર્ય છે તે કરે છે બાળકોને વ્યવસ્થી શિક્ષણ આપવું એ દરેક શિક્ષકની ફરજ છે
ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઉંમરે તેને શિક્ષણ પ્રાપ્ત કરવાનું અને રમત રમવાનો સમય છે તેની જગ્યાએ આજે અમુક બાળકો આજે ભીખ માગી રહ્યા છે જે ઉંમરે તેને શીખવાનું હોય છે તે ઉંમરે ભીખ માંગે છે અને ઘણી જગ્યા એ બાળકો મંદિરની બહાર ભીખ માંગે છે અને કેટલા લોકો ભગવાનને દર્શન કરવા જાય છે અને ત્યાં લોકો દાન આપે છે પણ કોઈ દિવસ કોઈ એમ કે નથી વિચારતું કે આ રૂપિયાની જરૂરિયાત અહીં પણ છે અને તે બાળકોને કોઈ દિવસ કોઈ સમજાતું નથી. બાળકો ભીખ કેમ માંગે છે પણ તેની પાછળનું કારણ કોઈ જ નથી જાણતું અને બાળકોને ઉપાડી તેની પાછળ ભીખ મંગાવે છે. તે કોઈ દિવસ આપણે જાણ્યું જ નથી અને તે ભીખ માંગે છે તો તેની પાછળ કોણ છે તેને આપણે સમજાવ્યા જ નથી, જે બાળકોને રમવાનું શિક્ષણ મેળવાનું હોય છે તેની જગ્યા એ ભીખમાંગે છે અને એકવાર જો તે ભીખ માંગતા શીખી જાય તે પછી મહેનત કરતો બંધ થઈ જાય.
સમાજની અવ્યવસ્થા:-
સમાજ એમ કહે છે કે બાળકો ભગવાનનું રૂપ ગણાય છે તો જે ભીખ માંગે છે તે કોઈને કેમ સમજાવતા નથી કે તારે ભીખ નહિ પણ શિક્ષણની જરૂર છે અને અને આજે બાળકોને સાચો રસ્તો બતાવવામાં નહીં આવે તો તો તેનું ભવિષ્ય ખતમ થઈ જાય અને તે બાળકોને ઘણું બધું શીખવાનું છે મહેનત કરવાની છે અને સંઘર્ષ કરવાનો છે, પણ આ બધું ત્યારે જ બને છે કે આજે બાળકોને કેળવણી આપવામાંઆવે તો આ સમાજનો વિકાસ થાય. જેવી રીતે કંપનીમાં સંચાલકની જરૂર પડે છે અને સંચાલક વગર અયોજન કરી ન શકાય તેવી જ રીતે આજના બાળકોને શિક્ષણની જરૂર છે શિક્ષણ વગર સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકે છે. દેશનો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે બાળકોનો વિકાસ થાય અને જ્યાં સુધી બાળકો ભીખ માંગે છે ત્યાં સુધી તેનો કે સમાજ વિકાસ શક્ય નથી અને જે બાળકો ભીખ માંગે છે ત્યારે સમાજના કોઈ પણ લોકો ભીખ માંગતા બાળકોને સમજાવ્યા કોઈએ.
મોબાઇલ દૂષણ બન્યો:-
વિદ્યાર્થીઓ કલાસમાં તો આવે છે પણ જ્યારે કોઈ શિક્ષક કલાસમાં આવે અને તે વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે ત્યારે કલાસમાં અમુક વિદ્યાર્થી મોબાઇલ લઈને બેઠા હોય છે શિક્ષકો વિદ્યાર્થીને સમજાવતા હોય છે ત્યારે વિદ્યાર્થી સમજવાની જગ્યા એ ચાલુ કલાસે મોબાઇલ લઈને બેઠા હોય છે અને તે લોકો મોબઈલમાં સોસિયલ સાઈટ (whatsapp, facebook, instagram) વગેરે જેમાં live રહે છે અથવા તો ચાલુ કલાસમાં બેસીને મેસેજ કરે છે અને ઘણી વખત તો બંને એક જ કલાસના હોય તો પણ તે એકાબીજાને મેસજ કરે છે શું અહીં વિદ્યાર્થી ભણવા આવ્યા છે ? કોનો મોબઈલ કેવો છે કેટલાનો છે તે બધા જોવે છે પણ અહીં કેટલું સમજયા તે તો કોઈ વિચાર કરતા જ નથી આજે શિક્ષકો એ શું ભણાવ્યું એ તો કોઈ પૂછતું નથી પણ મોબાઇલમાં એવો જો મેસજ કે વિડ્યો તે પૂછતા હોય છે મોબાઇલમાંથી શીખવાનું ઘણું છે તે પણ કોઈ શીખતું નથી અને આજે મોબાઇલનો જે ઉપયોગ થવો જોઈએ તે ઉપયોગ થતો નથી અને શિક્ષકો જે ભણાવતા હોય છે તેમાં વચ્ચે કોમેટ મારે છે આજે શાળા અને કોલેજ બંનેમાં જોવા મળે છે ખરેખર આજના વિદ્યાર્થીને જે શીખવાનું છે તે કોઈ શીખતું જ નથી અને પણ જે શીખવાનુ નથી તે શીખવાનું શીખે છે અને આજના મોટા ભાગના વિદ્યાર્થી વિરુદ્ધ દિશામાં જતા રહે છે અને દિવસેને દિવસે આ આકડો વધતો જાય છે અને આજે શાળા કે કોલેજમાં અડધા વિદ્યાર્થી શાળા કે કોલેજના ગેટ સુધી તો આવે છે પણ કલાસમાં તો આવતા જ નથી અને અડધા ગેટ સુધી પણ નથી આવતા આજે વિદ્યાર્થીઓ પોતાના માતા–પિતા આઝાદીનો પૂરેપૂરો ફાયદો ઉપાડે છે જે કરવા મોકલ્યા છે તે તો કોઈ કરતું જ નથી જે સગવડો આપી છે તે સગવડોનો પૂરેપરો ગેરફાયદો ઉઠાવે છે સોશિયલ સાઈટ ઘણું બધું મહત્ત્વનું છે પણ તેનો ઉપયોગ સાચી દિશામાં થવો જોઈએ પણ આજે વિધાર્થીઓ તેનો દુરુપયોગ કરે છે.
to be continued