સંસ્કાર નો અભાવ અને વડીલો બેસતા નથી :-
યુવા પેઢી વડીલોની મજાક ઉડાવે છે તે ન થવું જોઈએ. આજના આ આધુનિક યુગમાં પોતાના બાળકો વડીલો માટે કોઈ માન રાખતા જ નથી. વડીલોએ બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હોય અને તેઓ તેના માતાપિતાને સાચવતા નથી અને મજાક ઉડાવે છે, ત્યારે તેની પાસે શી અપેક્ષા રાખવી? શું માતા-પિતાને સાચવવા માટે ભાઈઓએ વારા બાંધવા? માતાપિતાનું પણ માન સન્માન હો છે, શું એ ભૂલી જવું? તેનાં બાળકો તેને અપશબ્દ બોલતાં હોય છે અને ઉપરથી તો બાળકો માટે રૂપિયા જ મહત્ત્વનાં હોય છે પરંતુ, તેનાં માતાપિતા નહિ અને તેનાં માતા-પિતા માટે સન્માન હોતું નથી અને તેના માતા-પિતાને ન બોલવાનાં શબ્દો બોલી જાય છે. પરંતુ, તેને તે નથી ખબર કે જ્યારે તેનાથી મોટા થાય ત્યાં સુધી કેટલી મુશ્કેલી સહન કરી હતી તે તેને ખબર હોતી નથી. માતા-પિતાએ આપણા માટે તેને જે વસ્તુ પોતાના સમયમાં ન લીધી હોય તે વસ્તુ આપણને તે લઈ દે છે. આજની યુવા પેઢીને બસ વડીલોની મજાક ઉડાવતાં આવડે છે. તેને તેનાં માતાપિતા કરતાં વધારે રૂપિયા મહત્ત્વના લાગતા હોય છે. બીજું એ કે, આજનાં નાના-મોટા બાળકોને બીજા સાથે બેસવાનો સમય છે પણ તેના માતાપિતા સાથે બેસવાનો સમય નથી. માતાપિતા બાળકોને ભારરૂપ લાગે છે. ત્યારે માતાપિતાએ આપણી ખુશી માટે કેટલું સહન કર્યું છે તે આપણે જોતાં કે વિચારતાં નથી. માતાપિતાએ આપણા માટે જે મહેનત કરી છે તેની આપણે અડધી મહેનત પણ કરતાં નથી. આજનાં આ આધુનિક યુગના યુવાનોને મિત્ર પાસે બેસવાનો સમય છે, મોબાઇલ લઈને બેસવાનો સમય છે પણ તેનાં માતાપિતા પાસે બેસવાનો સમય નથી. આજની યુવા પેઢી અને વડીલો આખા દિવસમાં એકવાર સાથે બેસવું જોઈએ. જેનાથી આપણને તેની સાથે બેસવાથી આખા દિવસનો થાક ઊતરી જાય છે અને જે મુશ્કેલી હોય તેનો સારામાં સારો નિર્ણય લઈ શકીએ અને સાથે બેસવાથી આપણને કંઈક નવું શીખવા મળે અને આજના વડીલો પાસેથી મુખ્ય વસ્તુ એ કોઠાસૂઝ છે અને જ્યારે આજના યુવાનો પાસેથી શિક્ષણ છે પણ કોઠાસૂઝ નથી. જ્યારે બંને હોય ત્યારે તે યુવા પેઢી કોઈ દિવસ પાછળ નહીં પડે પણ આના કારણે વડીલોને આનંદ થાય અને તેને પછી જરુર પડે છે ત્યાં યુવાનોને દોરવણી અને માર્ગદર્શન આપે છે. આજની યુવા પેઢીએ વડીલો તથા માતાપિતાને માન-સન્માન આપવું જોઈએ પણ તે આજના આ આધુનિક યુગમાં થતું જ નથી આમાં યુવા પેઢીની ભૂલ છે.
આજે પરિસ્થિતિ એ હદે બદલાઈ ગઈ છે તે વડીલો સાથે યુવાનો બેસતા નથી પણ મિત્ર પાસે બેસવાનો સમય મળે છે. યુવા પેઢીએ પરિવાર સાથે પણ બેસવું જોઈએ. આપણે પરિવાર સાથે રહીએ છીએ, એટલે થોડોક સમય પરિવારને પણ દેવો જોઈએ. દરરોજ ઓછામાં ઓછા 2 કલાક પરિવાર સાથે બેસવું જોઈએ તેના કારણે વડીલો અને યુવા પેઢી બંને મનમેળ થાય અને જ્યારે વડીલોએ યુવા પેઢીનો વિકાસ કેમ થાય તે વાત કરવાની છે, જ્યારે બંને સાથે બેઠા હોય ત્યારે એકબીજા સારી વાતો કરવાની છે. યુવા પેઢી અને બંને સાથે બેસવાથી એકબીજાના પ્રશ્નોને સમજવાના છે અને ત્યારે જ તેમાંથી તે કંઈક નવું શીખી શકે.
આજની યુવા પેઢીને સંસ્કારની જરૂર છે. સારા સંસ્કાર વડીલોએ આપવાના છે. વડીલો એ સંસ્કારથી પણ ભણવાના છે. એક ઉદ્યોગપતિએ બહુ સરસ મજાની વાત કીધી છે, તમારા બાળકોને તમે શાળામાં તો ભણાવો છો પણ વડીલોએ સંસ્કારથી પણ ભણવાના છે. જો તે સંસ્કારથી તે નહીં ભણેલો હોય તો તેને જેટલી પ્રગતિ કરેલી છે તે બધી પ્રગતિ વ્યર્થ છે. સંસ્કારની એક જ શાળા અને એક જ શિક્ષક છે તે આપણું ઘર અને બીજા આપણા વડીલો અને પરિવાર અહીંથી આપણે સંસ્કાર અને વડીલો તરફ સન્માન અહીંથી શીખવા મળે છે. બીજી શાળા અને શિક્ષક છે, પણ તેને અહીં ગૌણ ગણવામાં આવે છે. અહીંથી શીખવાનું તો એ છે કે યુવા પેઢીએ વડીલોને સન્માન આપવાનું છે. યુવા પેઢીએ વડીલોને અપશબ્દથી કે ગમે તેમ બોલવાનું નથી. યુવા પેઢી ગમે ત્યાં અપશબ્દ નથી બોલવાના, જ્યારે વડીલો રોડ સાઈડ ક્રોસ કરતા હોય ત્યારે વડીલો તેને પહેલાં રોડ સાઈડ ક્રોસ કરવા દેવાનો છે. યુવા પેઢીએ તેને તે નથી કહેવાનું કે તમે શાંતિથી બેસો. તેની પાસે આપણે ઘણું બધું શીખવાનું છે. આપણે વડીલોનો આદર કરવાનો છે. તેને તમે સાચો માર્ગ બતાવવાનો છે. વડીલોને માન સન્માન આપવાનું છે. જો યુવા પેઢી કે બાળકોમાં સંસ્કાર નહીં હોય તે વડીલની ભૂલ છે. જેવી રીતે ફળ મીઠું ખાવામાં સારું લાગે છે તેવી રીતે જ યુવા પેઢી કે બાળકોમાં સારા સંસ્કાર હોય તો જ સારું લાગે પણ યુવા પેઢી કે બાળકોને અપશબ્દ બોલવા દેવાનાં નથી. કઈ જગ્યાએ શું બોલવું, કેવી રીતે બોલવું એ આપણા સંસ્કાર ઉપર આધાર રાખે છે અને યુવા પેઢી કે બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી એ વડીલોની છે સંસ્કાર વડીલોના એવા આશીર્વાદ છે કે જે તમને તદ્દન ફ્રીમાં મળે છે પણ તેનો ઉપયોગ કરો ત્યારે તેની ઊંચી કિમત અંકાય છે. અને સંસ્કાર હશે તો યુવા પેઢી વિરુદ્ધ દિશા તરફ આગળ વધે જ નહિ.
આજના અમુક યુવાનોમાં સંસ્કાર જોવા મળતાં જ નથી. જ્યારે અમુક જગ્યાએ યુવા પેઢી અપશબ્દો બોલતાં હોય છે ત્યારે આજુબાજુ કોણ છે તે જોતાં નથી અને ગમે તેવું બોલતાં હોય છે અને તે આજુબાજુનું વાતાવરણ કેવું છે તે જોતાં નથી. આજના વડીલોની એક તો તે મદદ કરતાં નથી પણ તે મજાક ઉડાવે છે. અમુક પરિવારમાં સંસ્કાર આપવામાં આવતાં જ નથી અને આજના યુગમાં વડીલો જ અપશબ્દ બોલતાં હોય છે તો તેનાં બાળકોને શું સંસ્કાર આપવાના અને વડીલો જ્યારે સંસ્કાર આપે ત્યારે તેનામાં વડીલો પ્રત્યે તેને માન-સન્માન હોય પણ આજનાં અમુક યુવા પેઢી તેને વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તે વડીલોને આજની યુવા પેઢી તેની સાથે રાખતા જ નથી અને જો તે બે કે વધારે ભાઇઓ હોય તો તે તેનાં માતાપિતા અને વડીલોને રાખવાનાં વારા રાખતાં હોય છે. તેને તો માતાપિતા અને વડીલો કરતાં રૂપિયાનું મહત્ત્વ વધારે હોય છે શું આને સંસ્કાર કહેવાય છે? જ્યારે તે ભવિષ્યમાં તે વડીલ બને છે ત્યારે તેનાં જ બાળકોને તે શું સંસ્કાર આપવાનાં છે. આમ જ આજની યુવા પેઢી તે વિરુદ્ધ દિશામાં જાય છે, જ્યારે વડીલોને આપણી સાથે રાખીએ અને તે આપણને જ્યારે કાઈક સારું શીખવવામાં આવે ત્યારે અને તેનું પાલન કરવું તેને સંસ્કાર કહેવામાં આવે છે. આજની યુવા પેઢી એ મોજશોખ પાછળ સંસ્કાર ભૂલી ગયા છે. તે લોકો વડીલોને રસ્તા ઉપર કે આજુબાજુમાં મદદ કરતાં નથી અને ઉપર જતાં તેને ન બોલવાનું બોલે છે. આજે કોઈ વડીલ અપંગ હોય અને તે તેની રીતે મહેનત કરતાં હોય તો આજ યુવાનો તેની ઉપર હસતાં હોય છે અને આજની યુવા પેઢીને કાઈ કરવું તો હોઈ નહીં અને બીજા ઉપર મજાક ઉડાવે છે. બીજું, એ કે જ્યારે આજની યુવા પેઢીએ રસ્તે પણ ન કરવાનાં ધંધા કરતાં હોય છે અને તેની બીજા ઉપર પણ અસર થતી હોય છે. શું આપણે આવા સંસ્કાર દીધા છે? આજે તો એ પાકું છે કે સંસ્કાર ઓછા થતા જાય છે અને જો આમ ને આમ વધતું જાય તો નુકસાન થાય છે અને બીજું કે આજની યુવા પેઢીએ મોજશોખ અને વ્યસન કરતા હોય છે, આના કારણે બીજાને નુકસાન થતું હોય છે. આજે પરિવાર સંસ્કાર કરતાં રૂપિયાને વધારે મહત્ત્વ આપતો હોય છે. જ્યારે સંસ્કાર કરતાં રૂપિયાને વધું મહત્ત્વ આપતાં હોય ત્યાં સંસ્કાર ન હોય અને તેથી યુવા પેઢી વિરદ્ધ દિશામાં જાય છે અને તેમાં પરિવારની પણ થોડી ભૂલ છે અને તેથી જ પરિવારનો પણ યુવા પેઢીને વિરદ્ધ દિશામાં લઈ જવામાં પણ ફાળો છે.
વડીલો પાસે યુવાન જતાં ગભરાવો જોઈએ નહીં કારણ કે તેને એ બીક હોય છે કે મારી વાતની મજાક ઉડાવે છે તો? એટલે યુવા પેઢી કોઈ પણ વાત કરે તો તેની વાતને સંભાળજો પણ તેની મજાક ઉડાવતાં નહીં પણ જો વાત સાંભળી હોય અને ક્યારેક તેની પાસે એવી વાત હોય જે આપણા કામની હોય આપણી પાસે એ વાત હોય પણ વધારે સારું આયોજન તેની પાસે હોય પણ આ બધી વાત ત્યારે જ શક્ય બને કે પરિવાર સાથે બેઠા હોય વડીલો અને યુવા પેઢી એટલે કે પરિવાર સાથે થોડોક સમય તેની સાથે પણ વિતાવવો જોઈએ. ટૂંકમાં, પરિવાર સાથે બેસીને સારી અને નવું જાણવાની વાતો કરવી. ભૂતકાળની ભૂલો કે ભૂતકાળની ખરાબ વાતો નથી કરવાની. સારી વસ્તુ શીખવાડવાની છે અને યુવા પેઢી જે વડીલો સારી બાબતો શીખવાડે તે શીખવાની છે આ બાધી વાત ત્યારે જ શક્ય બને જ્યારે પરિવાર સાથે બેસવું થોડોક સમય પરિવાર સાથે બેસવું જોઈએ. અહીં વડીલ અને યુવા પેઢી કે બાળકોને પણ એ જ નિયમ લાગુ પડે છે.
આવડત :-
આજે આ આધુનિક યુગમાં યુવા પેઢી મોટા ભાગે મોબાઇલમાં જ પડ્યા હોય છે. ત્યારે આજના બીજા યુવાનો અમુક સારુ કાર્ય કરતા હોય ત્યારે તેને તે કાર્ય કરવા દેજો. તે લોકો બીજા યુવાનોની જેમ મોબાઇલમાં તો પડ્યા રહેતા તો નથીને? જો તે તેનાં સારા કાર્ય કરે તો તેના પરિવાર તેને તે કાર્ય કરવા દેતાં નથી અને ઉપરથી તેના પર ગુસ્સો કરે છે તેની પાસે શું આવડત છે તે જોતાં નથી. તેની પાસે જે આવડત છે તે તેનાં પરિવારે જોવી જોઈએ.
આજના સમયમાં પરિવાર તેના આવડત મુજબ તેને કાર્ય કરવા દેતાં નથી અને પરિવારના લોકો જેમ કહે તે જ કાર્ય કરાવે છે. જેવી રીતે જંગલનો રાજા સિંહ તેને પણ સરકસમાં કાર્ય કરવી શકે છે પણ તે જંગલમાં હોય ત્યારે તેનું કાર્ય ત્યાં જ સારું લાગે. આજના યુવા પેઢી પાસે સરકસની જેમ જ પરિવાર કામ કરાવતા હોય છે અને તેની આવડત મુજબ કાર્ય કરાવતાં નથી પણ જો એક વાર તેને તેની આવડત મુજબનું કાર્ય મળી જાય તો તેને તે કાર્યમાં તેને આનંદ થાય છે. પરંતુ, આમાં પરિવાર પણ તેને તે કાર્યમાં પણ નડતરરૂપ બને છે પણ આજે તેને આવડત કરતાં રૂપિયા મહત્ત્વનાં દેખાય છે અને આજની યુવા પેઢીની આવડત ઘટતી જાય છે. એક બાજુ આજની અમુક યુવા પેઢી પોતાને જે આવડત છે તે મુજબ તે કાર્ય કરે છે. તો બીજી બાજુ આજના મોટા ભાગના યુવાનોને કોઈ કાર્યમાં રસ જ નથી તેને સર્કસમાં રહેલાં સિહની જેમ જ કાર્ય કરવું છે. અહીં, પરિવાર તેને જ્યાં જરૂર પડે ત્યાં તેને દોરવણી આપવાની છે પરંતુ અહીં પરિવાર તરફથી તેને કોઈ સહકાર મળતો જ નથી. પરંતુ, તે જે કાર્ય પોતાની આવડતથી મન લગાવીને કરે છે તો તેનાં પર પરિવાર ગુસ્સો કરે છે અને અમુકવાર તો તેને સજા પણ આપે છે. આમ, યુવા પેઢી વિરુદ્ધ દિશામાં જાય છે અને જીદ્દી બની જાય છે. અમુકવાર તેના પરિવારના લોકો તેની મજાક ઉડાવે છે ત્યારે અમુક સમયે તે અંદરથી જ ડરી જાય છે અને બીજી વાર તે પરિવાર સાથે કોઈ દિવસ વાત જ નહીં કરે કારણ કે તેને એમ લાગે કે બીજી વાર જો મારી મજાક ઉડાવે તો તેનાં કારણે તે વિરુદ્ધ દિશામાં જશે તેથી તે કોઈ દિવસ બોલી શકતાં નથી અને તેને પણ નુકસાન જાય છે અને તેનાં કારણે બીજાને પણ નુકસાન જાય છે. આમાં પણ પરિવારની ભૂલ છે અને યુવા પેઢીની પણ ભૂલ છે અને જો યુવા પેઢીને છૂટ આપવામાં આવે તો તે તેનો દુરુપયોગ ઉઠાવે છે. આના કારણે બહુ નુકસાની જાય છે.
આજે યુવા પેઢી કે બાળકોને પોતાની આવડત મુજબનું કાર્ય કરવાનું છે આ માટે વડીલો તેની મદદ કરવાની છે યુવા પેઢી કે બાળકોને શું કરવું છે તેને આગળ શેમાં જવું છે, કઈ લાઇન પકડવી અને તેને કયા કાર્યમાં મજા આવે છે. તે રીતે આવડત મુજબ કાર્ય કરવાનું છે અને જ્યારે બાળક નાનું હોય ત્યાં જ તેણે વિચારી લેવાનું છે તેને આગળ શું કરવું છે અને આ માટે આપણે બધાંને એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે જેથી બાળકો એનાથી જ પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે. ધ્યેય નક્કી કર્યા પછી તેની વિષય આયોજન કરવાનું છે તેનું કાર્ય ચાલુ કરી દેવાનું છે અને જ્યારે વડીલો પાસે અનુભવ હોય અને યુવા પેઢી પાસે શિક્ષણ હોય ત્યારે આ બે વસ્તુ હોય અને આમાં યુવા પેઢીની મહેનત હોય તો સફળતા તો મળવાની છે યુવા પેઢીની જોશ અને અને વડીલોનો અનુભવ તો પરિવાર નો વિકાસ તો થવાનો છે જ્યારે યુવા પેઢી પોતાનું કાર્ય કરવાનું છે પણ વડીલો એ જોવાનું છે. યુવા પેઢીથી કોઈ ભૂલ થતી સુધારવામાં તેની મદદ કરવાની છે. તેને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો છે. યુવા પેઢી અને વડીલ બંને એકબીજાની જરૂર છે જો યુવા પેઢી જો કંઈ ભૂલ થતી હોય કે વિરુદ્ધ દિશામાં જતા હોય તો વડીલની જવાબદારી ભૂલ સુધારવાની છે અને સાચો માર્ગ બતાવવાનો છે. જો યુવા પેઢી પાસે જે આવડત હોય તે કાર્ય કરવાનું છે પણ ધ્યેય તો મોટો હોવો જોઈએ અને એના પસંદગીના કાર્યમાં તેને મજા તો આવશે પણ તેને તે કાર્યમાં થાક નહીં લાગે પણ તેને એમાંથી અલગ જ આનંદ મળે છે.
આવડત મુજબનું કાર્ય મળે તો યુવા પેઢીને તે કાર્યમાં આનંદ આવે છે અને તે કાર્યમાં થાક પણ નથી લાગતો પણ આજની યુવા પેઢીને આવડત મુજબનું કાર્ય મળવું જોઈએ. તેને જે કાર્યમાં રસ છે તે કાર્ય કરવાનું છે પણ જો તે ખરાબ કાર્ય કરતાં હોય તે કાર્ય અટકાવવાની જવાબદારી વડીલની છે. યુવા પેઢીને શું કરવું છે તેને કઈ દિશામાં આગળ વધું છે તેને કયા કાર્યમાં મજા આવે છે અને યુવા પેઢી એ જે કાર્યમાં આગળ વધે છે તે જે દિશામાં આગળ વધે તે દિશામાં વધારે ને વધારે નવું જાણવાનું છે અને જ્યાં જરૂર પડે ત્યાં વડીલો તેને મદદ કરવાની છે.
યુવા પેઢીને જે કાર્યમાં શોખ છે તે કાર્ય કરવા દેજો જો તેને જે તેની આવડત મુજબનું કાર્ય મળવાથી તે કાર્યમાં સફળતા મેળવે છે અને પોતાના બાળકોને જે કાર્યમાં શોખ હશે તે કાર્ય કરવાથી તે કાર્યથી જ તેનું નામ બની જાય નામ રૂપિયાથી નથી બનતું પણ તેના કાર્યથી નામ બન્યું છે. આ બધું ત્યારે જ શક્ય છે, જ્યારે તેને આવડત મુજબનું કાર્ય મળે પણ જે કાર્યમાં આપણને શોખ છે તેનું શિક્ષણ તેને મળવું જોઈએ. શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે. શોખ હોવાથી કોઈ કાર્ય કરી શકાતું નથી અને તે કાર્ય બાકી જ રહે છે જે કાર્યમાં શોખ હોય અને તે કાર્યમાં આવડત હોય તો જ તે કાર્ય કરી શકાય છે. આવડત એ શિક્ષણમાંથી મળે છે. કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરે છે તે કાર્ય તેને તેમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય પછી તે કાર્ય કરી શકે છે. જેમ કે ધીરુભાઈ અંબાણી, રતન તાતા અને આવા તો અનેક ભલે તે શાળા કે કોલેજમાં ન ગયા હોય પણ તેને જે કાર્યમાં છે તેને તેમાં પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
to be continued