Pranpyari Dosti in Gujarati Fiction Stories by ગુજરાતી છોકરી iD... books and stories PDF | પ્રાણપ્યારી દોસ્તી

Featured Books
Categories
Share

પ્રાણપ્યારી દોસ્તી

છે તો બન્ને અલગ જ એક તો મસ્તીખોર લાઈફ ને ફુલ ઓન એન્જોય કરે ને બીજી તો એટલે કે શાંત બસ એકલું રેહવું ગમે બન્ને તો અલગ અલગ તો પણ બેસ્ટ ફ્રન્ડ . જુહી ને અર્પિતા બન્ને સ્કૂલ ટાઈમ થી બેસ્ટ ફ્રન્ડ . સ્કૂલ માં પણ સાથે હતા ને કોલેજ માં પણ સાથે બન્નેની ફ્રન્ડશિપ ની વચ્ચે કોઈ પણ ના આવે . દોસ્તી ની એક મિશાલ હતી બન્ને . એક રંક ને એક રાજા . તો પણ બન્ને બેસ્ટ ફ્રન્ડ . કોલેજ માં બન્ને ની ફ્રન્ડશિપ જોઈને બધા જલન થતા હતા .

જુહી ના પપ્પાને પોતાની કંપની હતી જ્યાં અર્પિતા ના પપ્પા બસ એક સાધારણ નોકરી .

જુહી વાત વાત માં અર્પિતા ની મજાક ઉડાવતી ને કહેતી " યાર અર્પિતા તું ને તારી આ ડાયરી મને બોવ બોરિંગ કરે હો"

અર્પિતા : "ઓય ખબરદાર જો મારી ડાયરી ને એક શબ્દ કહીયો છે તો મને જે કેહવું હોય એ બોલ પણ મારી પ્રાણ પ્રિયે ડાયરી ને એક શબ્દ પણ નહીં હો"

જુહી : "હા હવે ફિલ્મી ડાયલોગ બંધ કર . જોજે એક દિવસ તને ને તારી બકવાસ જેવી ડાયરી ને બન્ને ને મુકીને ભગવાન પાસે જતી રહું!!"

અર્પિતા :" હા ચાલ અત્યરે જ જતી રહે એમ પણ આ પૃથ્વી નો ભાર જ વધારે છે તું . તું જતી રહે તો મારે તો શાંતિ થી આ ડાયરી માં લખવા ની ફુરસત મળે."

જુહી : "જોજે હો યાદ રાખજે હું જયારે પણ જઈશ તયારે તને આ ડાયરી માં લખવાનું પણ બંધ કરીશ તું."

અર્પિતા : "એટલા બધા પણ દિવસો ખરાબ નથી આવ્યા મારા .(અટ્ટપટા હાસ્ય સાથે )"

જુહી : "હે મોહતરમાં હવે આ પરીક્ષા નજીક આવે છે એટલે આ ખાલી મગજ ને ભરવાનું કામ શરૂ કરીયે તો સારું હો . તમારી આ પ્રાણ પ્રિયે ડાયરીબેન ને એક બાજુ મુકવાની કષ્ટી લેશો તમે?"

અર્પિતા : "એતો મને મારી તો ખબર જ છે કે પાસ તો આરામ થી જઈ જશું પણ તમારા ખાલી મગજ માં ભરવાની હું હિંમત નહીં કરું."

જુહી : "બસ હો અર્પિતા , ખાલી છે તો છે ,આ ભણતર કંઈ લાઈફ માં આગળ કામ નહીં આવે આ બસ એક કાગળ ની ડિગ્રી લેવા માટે જ છે . મારુ ચાલે ને તો હું સ્ટડી જ ના કરું બસ હું ને મારા સપના જોયા જ કરું જોયા જ કરું".

અર્પિતા :" મોટા બેન નીચે આવતા રહો ને તમારા સપના માંથી . સપના પુરા કરવા માટે પણ કાગળ ની ડિગ્રી જરૂરી છે".

જુહી : "બસ માતાજી બસ તમારું આ લાંબુ ભાષણ થઈ ગયું હોય તો નાસ્તો કરવા બહાર જઇયે??"

અર્પિતા : "તારે તો બસ છેલ્લે આ જ આવે નાસ્તો . મને કહે કે તું ઓન્લી ખાવા માટે જ જીવે છે ને???"

જુહી અને અર્પિતા ને આ મીઠો ઝગડો કરવો બહુ જ ગમતો . બન્ને એક બીજા ને જાન હતી એકબીજા વગર ચાલતું ના હતું . એક ને કંઈ પણ થાય તો બીજી એની બાજુ માં જ ઉભી રેહતી .

જુહી ને અર્પિતા પોતાની બાઇક લઈને પોતાના નાસ્તા કરવા ના બેસ્ટ જગ્યા પર જવા નીકળે છે ને જુહી બાઈક ડ્રાઇવ કરતી હતી ને અર્પિતા પાછળ બેઠી બેઠી જોર જોર થી સોંગ ગાઈ રહી હતી " એ દોસ્તી હમ નહીં તોંડેગે , તોંડેગે દમ અગર તેરા સાથ ના છોડેગે...........

ત્યાં જ અચાનક સામે થી એક બસ આવી ને જુહી પણ સોન્ગ માં હતી ત્યાં જ નજરચૂક થતા બસ સાથે જુહી ને બાઈક અથડાઈ .. અર્પિતા ત્યાંથી ફંગોળાઈ ને રોડ ને બીજી બાજુ પડી તેના માથા પર વાગતા તેના માથા માંથી લોહી ની ધાર વહેવા લાગી ને અર્પિતા બેભાન થઈ ગઈ .

ત્યાં જુહી અર્પિતા ને બચાવવા માટે બધા પાસે મદદ માંગી રહી હતી કોઈ એક વ્યક્તિ એ 108 ને ફોન કરતા જ ફટાફટ 108 આવીને અર્પિતા ને હોસ્પિટલ પર લઈ જવામાં આવી જુહીએ કેહવા પ્રમાણે અર્પિતા ના ફેમેલી ને ઈંફોમ કરી દેવામાં આવ્યો . જુહી ભગવાન સામે બેસી ને રડી રહી હતી ને કેહવા લાગી અર્પિતા કંઈ પણ ના થવું જોયે ભગવાન .

અર્પિતા ની ફેમેલી આવી એ પેહલા જ જુહી ત્યાંથી નીકળી ગઈ . ને અર્પિતા ની હાલત બોવ જ નાજુક હતી હજુ તો બેભાન અવસ્થા માં જ હતી . એનું ઓપરેશન કરવા માં આવ્યું હાથ પર વધારે ઇજા થવાથી એના એક હાથ ને અર્પિતા ને ગુમાવવો પડે એમ હતો એટલે ડોક્ટરે જુહી ને પેહલા જ કહીયું જ હતું જો અર્પિતા ને બચાવવી હોય તો એના એક હાથ ને ......!!

અર્પિતા ને ચાર દિવસ પછી આંખ ખુલ્લી ને પેહલા જ એને જુહી ને યાદ કરીને કહીયું જુહી ક્યાં??? પણ તેના મમ્મી એ એને જવાબ ના આપ્યો ને કહીયું તું અત્યરે આરામ કર . પણ અર્પિતા પોતાના ના એક હાથ ખોઈ બેસવા ના લીધે રડી રહી હતી . તેના મમ્મી એ ટીવી ચાલુ કરે ન્યૂઝ જોઈ રહીયા હતા ત્યાં જ હિટ એન્ડ રન કેસ માં અર્પિતા ને જુહી સાથે બનેલા બનાવ ને બતાવી રહીયા હતા . ઇન્સ્પેકટરે કહીયું કે આ ઘટના માં એક નું મુત્યુ થયું છે ને એક ને હોસ્પિટલમાં લઈ જવા માં આવ્યા છે .

અર્પિતા એ આ સાંભળીને તેના મમ્મી ને કહીયું મમ્મી જુહી ક્યાં ?? તેના મમ્મી એ રડતા રડતા કહીયું કે એ આ દુનિયા ને અલવિદા કહીને જતી રહી છે .. અર્પિતા આ સાંભળીને રડવા લાગી . પછી એને વિચાર આવ્યો ને અર્પિતા એ ડોક્ટર ને પૂછ્યું તો મને કોણ હોસ્પિટલ માં લાવ્યું??? ડોક્ટર કહે કે નામ તો નથી ખબર પણ કોઈ છોકરી હતી , અર્પિતા એ જુહી નો ફોટો ફોન માંથી ડોક્ટર ને બતાવ્યો ને કહીયું "આ જ મને લાવી હતી હોસ્પિટલ માં??" ડોક્ટર કહે હા આજ છોકરી હતી .

અર્પિતા બસ પોતાના હાથ સામે જોયું ને કહીયું જુહી તે સાચે જ કહીયું હતું કે હું જયારે ભગવાન પાસે જતી રહીશ તયારે તું લખવાનું પણ બંધ કરીશ . પણ તે જતા જતા પણ મારો સાથ આપ્યો ને મને હોસ્પિટલમાં માં લઈ આવી . એમ કહીને રડવા લાગી .

એ દોસ્તી હમ નહીં તોંડેગે , તોંડેગે દમ અગર તેરા સાથ ના છોડેગે...........

( આ એક કાલ્પનિક છે જો સારી લાગે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપજો ને જો કોઈ ભૂલ હોય તો મને એક ને જ કહેજો ?)