Market in Gujarati Philosophy by Jayesh Lathiya books and stories PDF | માર્કેટ

Featured Books
Categories
Share

માર્કેટ

ઘણી વાર આપણે પૈસા કમાવવા એટલા ફાફા મારીએ છીએ કે આપણને શુ સાચુ છે અને શુ ખોટું તેની વચ્ચેનો ફરક દેખાતો જ નથી.
ગ્રેજ્યુએશન અને માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ ઓછા પગારમાં નોકરી કરવી આપણને ગમતી નથી.
સેલ્ફ રીસ્પેક્ટ, અહંકાર આપણી વચ્ચે આવી જાય છે
નોકરી પણ કરવી છે અને બીજા લોકોની વાત સાંભળવી પણ નથી.
નોકરી કરીશ તો ઘરની નજીક જ કરીશ બીજા કોઇ શહેરમાં નહી જાઉ, પરીવારથી દુર તો નહી જ રહુ આ પ્રકારના ઘણા પ્રશ્નો રોજબરોજ આપણી સામે આપણે જોતા હોઈએ છીએ અથવા અનુભવતા પણ હોઈએ છીએ.
માર્કેટમાં નવી નોકરી પણ છે અને નોકરી મેળવવા માટે ઉમેદવાર પણ તેમ છતા બેરોજગાર લોકોની સંખ્યામાં વધારો જ થયા કરે છે. બાકી દરરોજના ન્યુઝ પેપરમાં અને ઓનલાઈન વેબસાઈટમા જોબ માટે જાહેરાતો દરરોજ આવે છે. પણ તેમ છતાં બેરોજગારનુ પ્રમાણ આપણે ત્યા વધારે જોવા મળે છે.
કારણ એક જ છે આપણે ક્યાય બહાર નીકળવુ નથી.
કેમ કે જોબ બીજા શહેરમા કે બીજા રાજ્યમાં હોય છે એટલે બધા અપ્લાય કરતા નથી.
બીજા રાજ્યના લોકો આપણા રાજ્યમાં આવીને અહી નોકરી કરે છે અહી સ્થાયી થાય છે જ્યારે આપણે બીજા રાજ્યમાં જતા નથી
માર્કેટમાં એટલી અઢળક જોબ પડી છે કે આપણો સમાજ અને સરકાર યોગ્ય પગલાં ભરે, યોગ્ય નિર્ણય લે તો આ બેરોજગારીનો આંક ધણો નીચે આવી જાય.
ઘણા પરીબળો ને કારણે માર્કેટમાં નોકરી મળતી નથી તેમા સગાવાદ, લાંચ રૂશ્વત, અનામત, ભલામણ અથવા ઓળખાણ બધા ભાગ ભજવે છે.
કોઈ સરકારી નોકરી હોય તો તેમા અનામતને કારણે કે લાંચ-રૂશ્વત ના કારણે યોગ્ય નોકરી યોગ્ય ઉમેદવારને મળતી નથી અને વર્ષોથી સરકારી નોકરી માટે તૈયારી કરનાર ઉમેદવાર હારીને, થાકીને તૈયારી છોડી દે છે.
કોઇ બેંકમાં કે કારખાનામાં પણ ઓળખાણ હોય તેને જ રાખવામાં આવે છે અને બીજા લોકોને ચાન્સ આપવામાં આવતો નથી.
કોઇ પૈસાને કારણે લાગવગને કારણે કે સગાવાદના કારણે બીજાની નોકરીપર તરાપ મારી દે છે
માર્કેટમાં નવી નવી કંપનીઓ લોન્ચ થાય છે સરકારી નોકરી માટેની જગ્યાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ ઘણા લોકોને તો ખબર જ નથી હોતુ કે અપ્લાય કેવી રીતે કરવુ.
ઘણી વાર મનમાં એવો વિચાર આવે છે કે આ સ્થીતી માટે ક્યાક આપણે પોતેજ તો જવાબદાર નથી.
આ હતી નોકરીની વાત હવે જો માર્કેટમાં મંદીની વાત કરવામાં આવે તો તે માટે પણ ઉપર જણાવેલ પરીબળો જ જવાબદાર છે.
કોઈ બેંકમા સગાવાદથી કે કોઈ ભ્રષ્ટ અધિકારી દ્રારા જે લોન આપવામાં ન આવવી જોઈએ તે પણ આપી દેવામાં આવે છે.
વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા લોકોએ કરોડો રૂપિયાનુ ધીરાણ કરવામાં આવે છે જ્યારે દેશના કરોડો ખેડૂતો પૈસા ન હોવાને કારણે આત્મહત્યા કરે છે.
ખેડૂતો માટે કોઇ સ્પેશિયલ સગવડ નથી, લોન માફી કરવામાં નથી આવતી જ્યારે અમુક ભ્રષ્ટ અધિકારીઓને કારણે કારણ વગર લીમીટ બહાર જઈને બેંક સાથે, દેશ સાથે છેતરપીંડી કરવામાં આવે છે.
જ્યારે સરકાર જાગે ત્યાં સુધીમાં પેલા દેશને લુટનાર ભાગી ચુક્યા હોય છે.
જ્યારે બેંકોની અને સરકારની તિજોરી ખાલી થાય ત્યારે આર.બી.આઈ. પાસે મદદ માંગે છે કરોડો રૂપિયા સરકારી તીજોરીમા ઠાલવવામાં આવે છે જ્યારે પુછો કે આટલા બધા રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે ત્યારે જણાવવા માટે ઈન્કાર કરવામાં આવે છે.
સરકારી બેંકોનુ વિલીનીકરણ કરવામાં આવે છે.
આ બધાને કારણે કંપનીની માર્કેટ વેલ્યુ, શેર પ્રાઈઝ ધટે છે.
શેરબજારમાં હાલમાં સૌથી ખરાબ અસર જોવા મળી રહી છે રોકાણકારોને લાગે છે કે તેના નાણાં સુરક્ષિત નથી એટલે તે વેચી દે છે.
ટૂંકમાં સીધી વાત કરવામાં આવે તો દેશમાં નોકરી નથી
આર.બી.આઈ તેના વ્યાજદરમાં થોડા થોડા સમયે ફેરફાર કરે છે. ક્યાક આપણા દેશની સ્થિતિ કેન્યા અને વેનેઝુએલા જેવી ના થાય.
તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે ખુબ જ આવશ્યક છે