Vivah Ek Abhishap - 9 in Gujarati Horror Stories by jadav hetal dahyalal books and stories PDF | વિવાહ એક અભિશાપ - ૯

Featured Books
Categories
Share

વિવાહ એક અભિશાપ - ૯

આગળ આપણે જોયુ કે વિક્રમ ,અદિતિ ,પુજા અને મોન્ટી ચારે ય રસ્તામાં એક યુવક ને લિફ્ટ આપે છે જે દિલ્હી યુનિવર્સિટી નો વિદ્યાર્થી હોય છે અને સુપરસ્ટેશન મેજિક જેવી પેરાનોર્મલ વાતો પર રિસર્ચ કરવા માટે જ ચંદનગઢ જઇ રહ્યો હોય છે. બધાય રાત ના સવા આઠે ચંદનગઢ પહોંચે છે પણ પહોંચતા જ આખા ગામ ના ઘરો ના બંધ દરવાજા અને સુમસામ રસ્તા જોઇ નવાઇ પામે છે.દુર્ગા દેવી નો એક માણસ એમને હવેલી માં ના લઇ જતા સાદા બે માળ ના ઘરમાં લઇ જાય છે .જ્યાં દુર્ગા દેવી એમની આરતી ઉતારી એમનું સ્વાગત કરે છે .છોકરાઓ ને એક રુમ અને છોકરીઓ ને એક રુમ માં રોકાવાની વ્યવસ્થા કરી હોય છે.અડધી રાતે વિક્રમ ને બારી ની બહાર દુર એક હવેલી દેખાય છે જેમાંથી એક યુવતી ના દર્દ ભર્યા ગીત નો અવાજ સંભળાય છે અને પછી ગીત ની એક કડી પછી બંધ થઈ જાય છે.વિક્રમ આખી રાત એ ગીત ના વિચાર માં જ જાય છે.વહેલી સવારે એને કોઇક ની ચીસ સંભળાય છે જે અદિતિ ના રુમ માંથી આવી હોય છે જે સાંભળીને વિક્રમ એ બાજુ દોડતો જાય છે.
મને અચાનક ચીસ સંભળાઇ જે અદિતિ ના રુમ માંથી આવી હતી હું તરત જ ઉઠી ને પોતાની જાત ને સંભાળતો એ તરફ ગયો જોયુ તો અદિતિ પોતા ના પલંગ પર એકદમ ગભરાયેલી અવસ્થામાં બેઠી હતી એનું આખુ શરીર ડર ના લીધે ધ્રુજતુ હતુ એ ધ્રુજતા હાથે પુજાએ આપેલુ પાણી પી રહી હતી .હું જેવો એની બાજુ માં ગયો એ તરત જ મને ભેટી પડી ને રડવા લાગી.મે એને ભેટીને શાંત કરવા ટ્રાય કર્યો .થોડીવાર પછી એ થોડી શાંત થઈ એટલે મે એને પુછ્યું ,"શું થયુ કેમ આટલી ગભરાયેલી લાગે છે? "
"ખબર નહિ અમે બંને સુતા હતા ત્યાં જ આ ચીસ પાડી ને બેઠી થઈ ગઇ.કદાચ કોઇક ખરાબ સ્વપ્ન જોયુ હશે?"
" ફરીથી મે એ જ સ્વપ્ન જોયુ.અને આ વખતે એટલુ સાફ અને સ્પષ્ટ જાણે સાચે જ એ ઘટના અત્યારે બની રહી હોય."અદિતિ એ ડરતા ડરતા કહ્યું .
"કયા સપના ની વાત કરે છે તુ અદિતિ ?"
"એ જ સપનુ જે ખબર નહિ કેટલાય વર્ષો થી મને આવે છે .જેમાં હું એક જુની અને ખંડેર જેવી હવેલી માં જઉં છું.ત્યાં કોઈ સ્ત્રી ના રડવા નો અવાજ એની ચીસો નો અવાજ આવે છે .હું એ હવેલી માં જઇ ને સ્ત્રી પાસે જઉં છુ પણ એ પહેલા કે હું એનો ચહેરો જોઇ શકું એક ભયાનક ચહેરા વાળી વ્યક્તિ આવે છે જે પહેલા મારુ ગળુ દબાવે છે પછી મને બેભાન કરી દે છે.અને જ્યારે ભાન આવે ત્યારે હું એક પથ્થર ઉપર સાંકળો થી બંધાયેલી હોવ છુ.એક તાંત્રિક મારી બલિ ચઢાવવા જતો હોય છે અને જેવો એ મારુ માથુ કાપવા પોતાની તલવાર ઉંચી કરે છે કે તરત જ મારી આંખો ખુલી જાય છે."
જુની અને ખંડેર જેવી હવેલી વિશે સાંભળતા જ મને રાતે જોયેલી એ હવેલી યાદ આવી ગઇ.
"રિલેક્ષ અદિતિ એ એક સપનુ જ છે એમાં આટલુ બિયાઇ ના જવાનુ હોય.."પુજાએ અદિતિ ને શાંત કરતા કહ્યું .
"તે સાંભળ્યુ નહિ કેટલાય વર્ષ થી એને એ સપનુ આવે છે .કારણ વગર તો નહિ જ હોય.અદિતિ તે કોઈ સાઇકિયાટ્રિસ્ટ ને બતાવ્યુ હતુ.કદાચ એમને એ વાત નું કોઇ કારણ ખબર હોય"
"બતાવ્યુ હતુ પણ કોઈ ની પાસેથી એ વાત નો જવાબ ના મળ્યો કે વારે વારે એક જ સપનુ કેમ આવે છે"
"તે મને ક્યારેય આ સપના ની વાત ના કરી કેમ?"
"મને બીક હતી કે મારી વાત સાંભળીને ક્યાંક તમે બધા મારી મજાક ના ઉડાવો.એ બીક થી મે ક્યારેય તમારા માંથી કોઇ ને ખબર ના પડવા દીધી ."
"મજાક ત્યારે ઉડાવત જ્યારે અમને આ શ્રાપ વાળી વાત ખબર ના હોત પણ જે કારણ થી આપણે ચંદનગઢ આવ્યા છીએ એ પછી મને ચોક્કસ લાગે છે કે આ સપના નો પેલા શ્રાપ સાથે જરુર કોઈક ને કોઈક સંબંધ હશે.
"વિક્રમ , દર અમાસ ની રાતે સવાર થવા ના સમયે જ આ સપનુ આવે છે ?"
"પણ આજે અમાસ નથી આજે તો તેરસ છે .અમાસ તો ખાસા પંદરેક દિવસો પછી આવશે."મે કહ્યું .
"તો પછી આજે કેમ ?મને યાદ છે જ્યારે પણ મને સપનુ આવતુ ત્યારે અમાસ ની રાત જ હોતી .એટલે જ્યારે પણ અમાસ નજીક આવતી મને આ સપનુ આવવાની જ બીક લાગતી .અને આજે અમાસ ના પહેલા આ સપનુ આવવા નુ શું કારણ હોઇ શકે?"
"કદાચ મને ખબર છે એનુ કારણ."પાછળથી અવાજ આવતા અમે જોયુ તો પાછળ દુર્ગા દેવી ઉભા હતા .અમે ત્રણેય નવાઇથી એમની સામે જોઇ રહ્યા .એમના મુખ પર કંઇક ના સમજાય એવા ભાવ હતા.એમણે નજીક આવી કહ્યું ,"કદાચ મને ખબર છે એનુ કારણ અને હું જણાવીશ પણ ખરી.પણ પહેલા તમે નહાઇ ધોઇ તૈયાર થઈ પુજા ઘરમાં આવી જાઓ.પછી હું તમને સમજાવુ છુ."
મે અદિતિ અને પુજા તરફ જોયુ એમને ય એ વાત બરાબર લાગી એટલે અમે ત્રણેય નહાવા ઉભા થયા અને દુર્ગા દેવી પુજા ઘર તરફ ગયા.
નહાઇ ધોઇ અમે ત્રણેય પુજા ઘરમાં ગયા.ત્યાં દુર્ગા દેવી એ પહેલા તો રાધા ક્રિષ્ન ની પુજા કરી પછી અમને બધા ને ધુપ આપી તિલક કર્યુ અને પ્રસાદ આપ્યો.પછી એમણે અદિતિ ના હાથ પર એક દોરો બાંધ્યો અને કહ્યું ,"ઇશ્વર દરેક બુરી બલાઓ થી તારુ રક્ષણ કરે."
"મા ,હવે મને કહેશો કે આ બધી શું પહેલી છે?આ શ્રાપ પાછળ નુ અને આ સપના નુ કારણ શુ છે?કેમ મારા લગ્ન ના થઈ શકે ?કેમ આ ખાનદાન ની પુત્રી હોવાની મારે આટલી મોટી કિમત ચુકવવી પડે છે?"
દુર્ગા દેવી એકદમ અદિતિ ના નજીક આવ્યા અને કહ્યું ,"તે મને મા કહ્યું .તને નથી ખબર તે મને મા કહીને મને શું આપ્યુ છે?તુ નાની હતી ત્યારે મને મા કહી ને બોલાવતી એ પછી વર્ષો પછી મે તારા મોઢે થી મા શબ્દ સાંભળ્યો છે"
"મા હવે મને મારા પ્રશ્નો નો જવાબ આપશો ?હું ક્યારની એ જ જાણવા માગુ છુ."
"ઠીક છે .તમે બધા મારી પાછળ આવો."દુર્ગા દેવી એ પોતાની આંખો લુછતા કહ્યું .
દુર્ગા દેવી એક રુમ તરફ ગયા અમે પણ એમની પાછળ ગયા .એમણે પોતાની સાડી થી બાંધેલા ચાવી ઓમાં થી એક ચાવી વડે રુમ નુ તાળુ ખોલ્યુ.એ રુમ માં ખુલતા જ ઘણા સમય થી બંધ પડેલા રુમ ની ગંધ આવી.રુમ માં ધુળ ધુળ હતો અને ખાસા કરોળિયા ના જાળા બાઝેલા હતા.દુર્ગા દેવી એ જાળાઓ દુર હટાવતા અંદર ગયા. અંદર જુના ચિત્રો ના પોટ્રેટ દિવાલ પર લગાવ્યા હતા. દુર્ગા દેવી એમાંથી એક પોટ્રેટ તરફ ગયા અને કહ્યું ,"આ છે ચંદનગઢ ના ઠાકોર સમશેર સિંહજી ,અદિતિ ના દાદા ભાનુપ્રતાપસિંહજી ના મોટા ભાઇ".બીજા પોટ્રેટ તરફ જઇ એમણે કહ્યું ,"આ ભાનુપ્રતાપ સિંહજીઅને એમની બાજુ માં જે છે એ સમરપ્રતાપસિંહ, અદિતિ ના પિતા ."
"એ તો તમે જાણતા જ હશો કે દેશ ને આઝાદી મળ્યા પછી ગામો માં ઠાકોરો નું જ રાજ ચાલતુ .બીજા ગામો માં ઠાકોર પરિવારો મોટા ભાગે તેમના ગામ ના લોકો પર જુલ્મ અને ત્રાસ વર્તાવતા .પણ અમારા ખાનદાન માં હંમેશા થી પ્રજા ને હંમેશા સંતાન જ માનતા માં આવતી અને એ ખાનદાની સંસ્કારો ના પરિણામે સમશેરસિંહજી પણ ગામ ના લોકો ને ખુબ પ્રેમ આપતા.ગામ ના લોકો ની સુખ અને સમ્રૃધ્ધિ વધે એ માટે પ્રયત્નશીલ રહેતા.ક્યારેય કોઈ ખેડુત ના પાક બળી જતો કે કોઇ નો ખરાબ સમય હોય ત્યારે એની પાસે થી કર્જ લેવા ના બદલે એને મદદરૂપ બનતા.એટલે ગામ ના નાના મોટા સૌ કોઈ નો પ્રેમ એમને મળતો.લોકો નાઆગ્રહ ને લીધે એ ચુંટણી માં ઉભા રહેતા અને બહુમત થી જીતતા પણ ખરા. ભાનુપ્રતાપજી પણ બિલકુલ એમના ભાઇ જેવા જ .સમશેરસિંહ ની દરેક આજ્ઞા નું પાલન કરતા.
અને એ બંને ની એક લાડકી બહેન હતી હીર.જેવું નામ એવા જ ગુણ .ફુલ થી ય વધારે કોમળ,કોયલ થી ય વધારે મીઠો અવાજ.કહેવાય છે કે કોઇ એવો દિવસ નહિ ગયો હોય જ્યારે એની હસવા ના બોલવા ના રણકાર થી હવેલી ગુંજી ના હોય.
પણ એ દિવસ આવ્યો જ કે જ્યારે એ રણકાર બંધ થઈ ગયો.અને એ દિવસ થી સમશેરસિંહ ની શાનદાર હવેલી ના , અમારા ખાનદાન ના અને સમસ્ત ગામ પર આફત આવી પડી .
હીર ની સત્તરમી વર્ષગાંઠ શાનદાર રીતે ઉજવવા માં આવી.એ દિવસે હીર ખુબ ખુશ હતી કેમ કે એને નહોતી ખબર કે એ દિવસે સમશેરસિંહે એની સગાઇ ઠાકોર શિવરાજ સિંહ ના પુત્ર અમર સિંહ સાથે નક્કી કરી છે.બધા ય ખુબ ખુશ હતા કેમ કે એ સમયે કોઇ નેય એ વાત ની ખબર નહોતી કે હીર બધાની આંખ નું રતન અને હવેલી ના નોકર રઘુનાથ ના પુત્ર ચંદર બંને એકબીજા ને ચાહતા હતા.એ બંને ખુશ હતા કેમ કે એ બંને ને નહોતી ખબર કે એ બંને ની પ્રેમ કથા નો કરુણ અંત આવવા નો છે.