Adhuri Astha - 9 in Gujarati Horror Stories by PUNIT books and stories PDF | અધુરી આસ્થા - ૯

The Author
Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

અધુરી આસ્થા - ૯

અધુરી આસ્થા - ૯
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમી યુગલ માનવ અને મેરીની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ જાય છે.
નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ થાય છે.તેને કોઇ અજ્ઞાત સ્ત્રી દ્વારા બચાવવામાં આવે છે.અજ્ઞાત શક્તિ દ્વારા માર વાગેલા ગુડાઓ રઘુ અને પકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરી ની મુલાકાત થાય છે
હવે આગળ
રાત્રે ૯:૩૦ વાગ્યે

રઘુ પકીયાના રૂમમાં જાય છે. ત્યારે પોકીયો રૂમની સગવડો/ સજાવટોથી નાના બાળકની જેમ ખુશ થતો હોય છે.

પકીયો"હા હા હા અપની તો કિસ્મત ચમકી ગઈ રઘુભાઈ, દેખો યે ગાદલાં કીતના નરમ હૈ. યે ઓઢને કાં ગોદળા ભી કીતના મુલાયમ ઔર હુંફાળા હૈ."

રઘુ "અરે હા પકિયા તેરા તો લૌટરી લાગ ગયા , એક તરફ લૌડીયા ભી સામેથી તેરે કો ભાવ દે રઈ જ હૈ ઔર ઉસને તેરા પૈર ભી ઠીક કરી દીધા છે.
પકીયા" હા રઘુભાઈ યે જ ચાનસ હૈ."

રઘુ "ઠીક છે બિડુ પર તું ભુલી ગયા કે શું ? હમ દોનોં કો કરોડો રૂપિયા બાનાના હૈ,ફીર દુબઈ, લંડન ઘુમીને આવાના હૈ. દેખ મેરે પાસ એક પ્લાન હૈ વૈસે તો હમ દો દિન મેં પુરાં બંગલા સાફ કર દે.પર તું યહા પે લૌડીયા કે સાથ મસ્તી કર, સાથ મેં ધીરે ધીરે યહાં કે સબ એન્ટીક ચોરી કર મુજે દેતા જા, મેં ઉસે બહાર બેચ કે અચ્છા ખાસા માલ બના લુંગા. ફિર હમ દોનોં મુંબઇ જા કે થોડે દિન મસ્તી કરેંગે ફીર વહાં હે દુબઈ ચલ દેંગે."
પકીયો "આપ એકદમ સહી કહે રહે હો, યે પ્લાન આપકે દિમાગ મેં હીં આ સકતા હૈ.બાપુ, અચ્છા ખાસા માલ મિલતે હી હમ લોગ દેશ છોડીને દુબઈ ભાગ જાયેંગે. ફિર હમ દોનોં કો મેંગોભાઈ જૈસે બેવકુફ માલિક સે ભી છુટકારા મિલેગા હૈ. ખબર નહીં ઐસે બેવકુફ માણસ કો ઈતના બડા ડોન કીસને બના દીયા. મુજે તો લગતા હૈ સબ ચાપલૂસી કાં જમાના છે, મેરી બાત માંનો તો મેંગોભાઈ પહેલેવાલે ડોન કા સબસે બડા ચાપલૂસ હોગા, તભી ઈસ ફટીચર ખટારા કો ડોન બનાકર વો વિદેશ નિકલ લિયા."

*****લોકો પાતાના જેવા જ સમાન ખરાબ ગુણો વાળા માણસોને તરત જ ઓળખી કાઢે છે, કારણે કે તે ખરાબ ગુણોને લીધે આવતી ખાસ વતૅણુકો/આદતોથી તેઓ પોતે જ ટેવાયેલા અને જાણકાર હોય છે.******
રઘુઆ વાત સાંભળીને હસવા માંડે છે,મન માં કહે છે "ચાપલૂસ કો સબ ચાપલૂસ હી દિખેગે."

ત્યાં જ અચાનક માનવની એન્ટ્રી થાય છે.

માનવ "કોણ દેશ છોડીને દુબઈ ભાગી રહ્યું છે, જાતાં પહેલાં મને આજે ડ્રિકમાં કંપની તો આપો કોઈ."
રઘુ"મેં આતા હું માનવ બોસ યે લડકા તો અભી છોટા હૈ.ઔર ઈસકે પેર મેં દર્દ થા તો યે યહીં પર આરામ કરેગા."
આમ કહી રઘુ માનવને પોતાના ભેગો લઈ જાય છે. રઘુ પાછળથી પકીયાને આંખ મારી થમ્સ અપનો ઇસારો કરે છે.
રાત્રે ૧૦:૦૦ વાગ્યે

રઘુનાં ગયા પછી પકીયાએ ઍલીડી સ્માર્ટ ટીવીમાં youtube ચાલુ કર્યું . યુ ટ્યુબ પર સાઉથ ઇન્ડિયન ભાષા ની ક્ષેત્રીય(રીજનલ) ફિલ્મોને હિન્દીમાં ડબ કરી દશૅકોને મનોરંજન કરાવતી અને સાથે સાથે લોકોનાં મલ્ટિપ્લેક્સના પૈસા બચાવતી goldmines ચેનલમાં હોરર કોમેડી મુવી જોવાનું ચાલુ કર્યું. પકીયાને અત્યાર સુધીની જમવાની લૌજ અને ચા પાનની હોટલોની નોકરીઓ દરમિયાન સાઉથ ઇન્ડિયન ભાષાની હિન્દી ડબ મૂવી જોવાની મજા આવતી કેમકે તેમાં નવી જ સ્ટોરી લાઈન, ભરપૂર એક્શન સાથે કોમેડી અને એ-વન ક્લાસ હોરર મુવીઝ હોય છે.

પકીયા જેવા બેઘર માણસને આવૌ મૌકો મળે કે નાં મળે, એમ માની તેણે રાજમહેલ સિરીઝની બબ્બે મુવીઝ જોઈ નાખી. આ વખતે તે મુવીનાં બધા સિન્સ જોતા જોતા તેને બપોરે રાજેન્દ્રનાં અપહરણ સમયની ભુતીયા ઘટનાઓ અને બંગલામાં આવ્યા પછીની ઘટનાઓ વિશે વિચારતો કરી દીધો.

રાત્રે ૧:૦૦ વાગ્યે

પકીયો આ બધી ઘટનાઓ વિશે મનમાં કળીઓ મેળવી જ રહ્યો હતો ત્યાં જ મદહોશ કરતાં પરફ્યુમ લગાવેલી ફટાકડી મેરીની રૂમમાં એન્ટ્રી થઇ.
મેરી"પકિયા હું કેવી લાગુ છું?"

અત્યારે મેરી નાની નાની કૌડિઓ અને વિવિધ રંગના આભલાઓંનું ભરતકામ કરેલા સુંદર ચણીયાચોળીમાં સજ્જ હતી. તેને પહેરેલ લો-કટ ગળાનું બેક-લેશ બ્લાઉઝ અને નાભીનો હીરાની ચમક પકીયા પર અલગ જ કામુકતા ફેલાવી રહી હતી. તેણે ચમકતાં મોતીનાં બાજુબંધ અને અન્ય આભુષણો પહેરેલા હતા, ચહેરાની સુંદરતા વધારતા મોતી અને હીરા જડિત મોરની ડિઝાઇનના લાંબા લટકણીયા (ear rings)બુટીયા હતાં. મેરીનાં કપાળે કળા કરતાં મોરના થીમવાળા પીરના ચાંદલાઓ લગાવેલા હતાં.

પકીયાએ હિંમત ભેગી કરીને મેરીને ગળે લગાવી લીધી અને બોલ્યો " વાહ ભાભી તમે તો એકદમ મસ્ત જબરદસ્ત ટીનેજર લાગો છો, માનવ ભાઈનું તો આવી બન્યું.
મેરીએ શરમની મારી ખુશ થતી પોતાના વાળની લટ ઘુમાવતા બોલી"ચલ હટ જુઠ્ઠા, ખોટું બોલે છે તું"
મેરીનાં સુંદર લીસ્સા બરડા પર હાથ ફેરવી વીંધેલી નાવેલનાં હીરાને ખનકાવતા પકીયો બોલ્યો "નાનાં ભાભી મારા સમ, તમે તો પટાખા કુડી લાગો છો,પણ હજી નવરાત્રીને તો વાર છે અને તમે તો ખ્રિસ્તી છો, તમને આ ગમે?"

મેરી" કેમ તમે હીંદુ લોકો હીપહોપ, કપલ ડાન્સ, રોકેન-રોલ, સાલ્સા કે અન્ય ડાન્સને પસંદ કરી શકો તો શું ખ્રિસ્તીઓ ગરબા રમી શકે નહીં ?, એવી શું જૂનવાણી વાતો કરે છે?"
"ખબર છે મારા મધર પણ આવા જ કન્ઝૅરવેટીવ હતાં. મને નાનપણમાં નવરાત્રિમાં ગરબા રમવાનો બહુ જ શોખ હતો પરંતુ, મારા મધર હંમેશા મને રોકી રાખતા ગરબા રમવા જવા નહોતા દેતા."
"હજી પણ મને યાદ છે, હું ઘરેથી ખોટુ બોલી ગરબા રમતા મને બેસ્ટ ગરબા પ્રિન્સેસનો ખિતાબ અને રોકડ ઈનામ મળેલું, પછી તેઓએ તે મૌમેંન્ટો અને ઈનામ ગુમ કરી દીધા. ત્યારપછીથી તેઓ હંમેશા નવરાત્રિના સમયે મને ફરવા લઈ જતા તથા ડાન્સ અને વાઈન પાર્ટીઓ કરવાનાં નાટકો કરતા."
પકીયો"ઓહો ,મિઠી છરી વાપરીને કામ લેતાં એમ ને બહુ જ ચાલાક કહેવાય."
મેરી "હા અને મારાં પેરેન્ટસ હંમેશા ટોક્યા કરતા કે બેટા આપણે ખ્રિસ્તી છીએ આપણાથી ગરબાનાં રમાય આપણે હિંદુઓની સંસ્કૃતિથી પ્રભાવિત થવાનું ન હોય પરંતુ તેઓને આપણી સંસ્કૃતિથી પ્રભાવિત કરી અને કન્વર્ટ થવા માંટે પ્રેરણા આપવી જોઇએ. તેઓ જેટલા આપણી સંસ્કૃતિથી પ્રભાવિત થશે તેટલો જ આપણી સંખ્યા બળમાં વધારો થશે અને સમાજમાં પ્રભાવ વધશે."

******જો તમે જીવનમાં કોઈ ધાર્મિક/રાજકીય માન્યતાઓનું અનુકરણ કરતાં હોવ તો તમને તમારા જેવી એકસમાન માન્યતાઓનું અનુકરણ કરતાં ઘણા બધા માણસોની જરૂર રહે છે, પણ જો તમે જીવનમાં શોધ-ખોળની પ્રકૃતિ ધરાવો છો તો તમે એકલા પણ આગળ વધશો*******

પકીયો"પણ તમારા હસબંડ માનવ તો સારાં જ છે. તેણે તમને સાથ આપ્યો હશે."
મેરી"નાં રે માનવ તો મારો કોલેજ ટાઈમનો લવર છે, તને ખબર છે. મારા ૨૨ વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા. પછી મારો પતિ પણ આવો જ સંકુચિત માનસિકતાનો હતો. તેને મેં વારંવાર કહેતી કે ચાલો આપણે બંન્ને ગરબા રમવા જઈએ ખૂબ જ મજા આવશે. પરંતુ તેણે મારો કોઈ દીવસ સાથ આપ્યો.નહી."
પકીયો "તો પછી તમે એ લબાડ માણસને છોડી દિધો અને માનવ ભાઈની સાથે સેટ થઈ ગયા એમ ને.

મેરી"હાસ તો મારો પતિ હંમેશા બિઝનેસ ટુરમાં બહારગામ જ રહેતો. હું મારી સહેલીની સાથે નવરાત્રીમાં ગરબા રમી આવતી. માનવની સાથે ફરીથી કોન્ટેક્ટ પણ ગરબા ગ્રાઉન્ડમાં જ થયેલો.

પકીયો" બારોબાર એટલે કે તમારી નવરાત્રી સુધરી ગઈ એમને, પણ અત્યારે તમારા જોડીદાર કેમ નથી દેખાતા.કે પછી મર્દોને બસ મસ્તી કરવામાં જ રસ હોય છે."
મેરી "હા એમ જ, સાલા બધા પુરુષો કુતરા જેવા જ હોય છે."
પકીયો"નાં ભાભી ના મને તમારી પ્રોબ્લેમ ખબર પડી ગઈ, તમારે મર્દોનેં બદલે છોકરડા જુવાનિયા પર હાથ અજમાવવો જોઈએ.
મેરીએ તેનાં ગાલ ચુમી લેતાં બોલી "એમ સાલા લુચ્ચા"

***** ચાપલૂસો લોકોનાં વખાણ કરવા અને તેમની ભુલોને નજીવી બાબત કહી તેઓને પોતાની નજીક ખેંચી લે છે, ત્યારબાદ ચાપલૂસો સિસ્ટમની બીજી વ્યક્તિઓ વિશે ડાયરેક્ટ કે આડકતરી રીતે ચુગલી કરીને લોકોને સિસ્ટમની અન્ય વ્યક્તિઓ વિશે દોષદર્શી બનાવીને બીજી અન્ય વ્યક્તિઓથી દુર કરે છે, પરંતુ તેઓ પુરેપુરા ખોટા કે ખરાબ હોતાં નથી, પણ આ રીતે ચાપલૂસો પાવરફુલ/લિડર લોકો પર કબજો જમાવી રાખતા હોય છે.
આમ લોકોએ ચાપલૂસો પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં અને તેઓને નિરાશ પણ કરવા નહીં. સિસ્ટમમાં ચાપલુસ માણસે સહેલી કામગીરી તો શિખવી અને કરવી જરૂરી જ છે જેથી સિસ્ટમમાં તેનું મહત્વ ટકી રહે*****

રાત્રે ૦૩:૦૦ વાગ્યે

બંગલાની ઘડિયાળમાં ત્રણ વાગ્યાના ટકોરે પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો અને બધી જ બારીઓ ફટાફટ ફટાફટ ખખડવા લાગી. બધી જ બારીના કાંચ ફુટી ગયા.આ બધા તુટેલા કાંચ હવામાં ઉડીને ચમત્કારિક રીતે મેરીના શરીરે ઠેર ઠેર ઘુસી ગયા જાણે લોહ ચુંબકનાં ગોળાને ટાંકણીઓનાં ઢગલાંમાં ફેંક્યું તે જ રીતે મેરીના શરીરમાં કાંચ ખુપલા હતા.
આ બાજુ પકિયાની ચીસ શાંત વાતાવરણને ચીરીને ગુંજી ઉઠી, કારણ કે ત્યારબાદ મેરીએ પોતાના બન્ને હાથો વડે પકીયાનો હાથ પકડી લીધો હતો, કેટલાંય કાંચ પકીયાનાં હાથની ચામડી ઉતરડી રહ્યા હતા.
મેરી તેના ડાકણના મુળ સ્વરૂપમાં આવી ગઇ હતી કાંચથી ખરડાયેલો તેનો ચહેરો હૃદય કંપાવી મુકતો ભયાનક હતો.
"લે કુતરા લે તને બહુ હરખ થાય છે, સ્ત્રીઓનાં શરીરને હાથ ફેરવવાનો" એમ કહીને ચુડેલે પકીયાનો હાથ તેની કાંચ-વાળી કાંટાળી કમર પર ઘસ્યો.પકીયો દર્દથી બરાડા પાડવા લાગ્યો.
પકીયો ચુડેલ સાથે સંઘર્ષ કરી મહા મહેનતે હાથ છોડાવે છે, અને રૂમની બહાર ભાગીને હોલમાં આવી જાય છે.અત્યારે હોલમાં આવેલા એન્ટીક રોમન સૈનિકોનાં પુતળાઓ અને યુવતીનું પેન્ટીગ બન્ને ગાયબ હતા.
ચુડેલ મેરી હવામાં ઉડતી આવીને પકીયાની સામે ઉભી થઇ ગઈ. હજી પણ તેનાં આખાં શરીરમાં કાંચ ખુપેલા હતાં.
"તને બહુ કમર અને બરડે હાથ ફેરવતાં આવડે છે ને હાલ આજે તને બથ ભરીને આલિંગનની મજા કરાવું. "ચુડેલ મેરી
પકીયો"નાં ભાભી ના, મને જાવા દિયો હું તમને પગે પડીને માફી માંગું, મને જીવતો જાવા દિયો."
"આવી જા આવીને જો મજા આવશે."ચુડેલ મેરી ભયાનક રીતે હસવા લાગી.
પકીયો "બચાવો રઘુભાઈ/માનવ ભાઈ મને કોઈ બચાવો.", પણ બંગલામાં કોઈ હોય તો તેને બચાવે નેં."
ચુડેલ મેરી પકિયાની નજીક ઔર નજીક આવી રહી છે તેમ તેમ પકિયો પાછળ નેં પાછળ ખસી રહ્યો હતો, પકીયાને ખસ્તો ખસ્તો પાછલી અટકી જવું પડ્યું. કોઈપણ વ્યક્તિ પોતાનું મૌત જોવા આંખો ખુલી રાખી શકે જ નહીં. આમ પકીયાએ પોતાની આંખો બંધ કરી દીધી.
ચુડેલ મેરીએ પોતાની લાંબી જીભથી પકીયાની હડપચીથી લઈને કપાળ સુધી ચાટ્યુ , જાણે કોઈ એસીડનો લપેડા થયો હોઈ તેમ પકીયો અતિશય ડરનાં લીધે બરાડો પાડીને બેભાન થઈ ગયો.
"લે તને ઔર મજા કરાવું" ચુડેલ મેરીએ પકિયાનું મોં પકડીને પોતાની છાતીએ લગાડવા જઈ રહી હતી.કાચની તિક્ષણ ધાર પકીયાનાં ડાબા ગાલ પર ખોસાઈ.
શાંત વાતાવરણને ચીરતી ચીસો એ ભુત બંગલાની બહાર શ્મશાન સુધાની શાંતિ ભંગ કરી દીધી.

વિરામ

શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો શું પકીયાની હતી?માનવ અને રઘુનો શું અંજામ થયો ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.