રાધિકા રોજ કરતા આજે વેલી ગઈ રાહુલ ત્યાંજ બેઠો હતો hii રાહુલ,
રાહુલ: hii
રાધિકા: તારે મને આજે તું રડતો કેમ હતો તે કેવાનુ છે યાદ છે ને,
રાહુલ: હા સાંભળ, તને હું જેવો લાગું છું એવો હું નથી,હું એટલો સારો પણ નથી જે તને લાગુ છું.
રાધિકા: અરે યાર.., સરખું બોલને તું શું કેવા માંગે,
રાહુલ: જો હું એકલો છું મારા જીવન માં મારા મમ્મી જ્યારે હું ૧૦ માં ધોરણ માં હતો ને ત્યારે મને અને આ દુનિયા ને છોડી ને ચાલ્યા ગયા હતા. મમ્મી ના ગયા પછી પપ્પા એ પણ બીજા લગ્ન કરી લીધા મારા ના કેહવા છતાં પણ,મને તે જરાય પસંદ ન હતું કે મારા મમ્મી ની જગ્યા આ ઘરમાં કોઈ બીજુ લે, તે ઘરમાં હવે મને રેહવું ગમતું ન હતું, પછી મે હોસ્ટેલ માં રેવાનું નક્કી કર્યું, પપ્પા સાથે વાત કરી પણ પપ્પા માન્યા નઈ, થોડાક દિવસ પછી મે મારું ઘર છોડી દીધું.અને હું હવે ૩ વર્ષ થી એકલો રેવ છું,
રાધિકા: તારા પપ્પા એ તને શોધ્યો તો હશે ને? પપ્પા ને છોડી ને આવવું એ સારું તો ન કેવાય ને,
રાહુલ: મારા પપ્પા ક્યારેય શોધવા નઈ આવે એ એના કામમાંથી નવરા થાય તો મને શોધવા આવે ને, મારામા બોવ બધી ખરાબ આદતો આવી ગઈ છે જે ક્યારેય હું છોડવા છતાં પણ છોડી નઈ શકું.
રાધિકા: મને પણ કે આવી તો કઈ આદતો છે તારામાં
રાહુલ: મારો ગુસ્સો જેમ વધતો ગયો અને એના કારણે હોસ્ટેલ માં બધા સાથે જગડો મારામારી થતી, સ્કૂલ નાં સમય માં જ મે સિગારેટ પીવાનું ચાલુ કરી દીધું હતું કેમ કે મને મારા પપ્પા પર અને ખુદ મારા પર ગુસ્સો હતો,અને મારા પપ્પા એ મને કોઈ દિવસ મને લેવા ન આવ્યા પણ તે મારી સ્કૂલ ફ્રી ભરી જતાં,જો એને મારી કંઇક પરવાહ હોત તો તે મને લેવા આવવા જોઈએ બસ આ જ વિચારો થી હું થાકીને મે સિગારેટ ચાલુ કરી દીધી, ધીરે ધીરે કોલેજ માં આવ્યો ત્યાં મારા મિત્ર તો બન્યા પણ મારા જેવા જેને સિગારેટ ની આદત હોય અને મારી સાથે એને સિગારેટ મફત માં મલી જતી.મારામારી કોઈ ના હાથપગ તોડવા તો સામાન્ય છે મારા માટે, કેહવાય છે ને કે "સંગ તેવો રંગ" હા તો હું એક એવા ગ્રૂપ માં ગયો જ્યાંથી હું ક્યારેય પાછો આવી ના શકુ.
(રાધિકા આ બધું શાંતિ થી સાંભળતી હતી તેને રાહુલ ને શું કેવું તે સમજ માં જ આવતું જ ન હતું) અને બીજી બાજુ રાહુલ એની વાતો કોઈ સાંભળવા કોઈ મળી ગયું હોય તેમ દિલ ખોલીને બોલતો હતો,
રાહુલ: હું એક એવા ગ્રુપ માં છું જે ડ્રકસ નો ધંધો કરે છે, અને હું ખુદ ડ્રક્સ ના ડોઝ લવ છું,
આ સાંભળી ને રાધિકા એકદમ ચોકી ગઈ આ જોઈને રાહુલ: કીધું હતું ને કે દેખાવ છું એવો હું નથી, તને ખબર મે આ લત છોડવા બોવ બધી try કરી, પણ જો તે ના લેવાથી મારી હાલત એટલી ખરાબ થઈ જાય છે મારો ગુસ્સો મારા કાબૂમાં નથી રેહતો, ત્યારે પોતાને કે બીજા મારી આજુબાજુ જે પણ હોય તેનું નુકશાન કરુ છું,જ્યાં સુધી તેનો એક ડોઝ ન લવ ત્યાં સુધી હું શું કરું તે મને ખુદ ને જ ખબર નથી.
રાધિકા: તુ હજી try કર ધારે ને તો છોડી શકે છે.આ વ્યસન સારું ન કેવાય, શું કામ તુ તરી જિંદગી બગાડે છે.
રાહુલ: i know yaar! એક આ જ જગ્યા છે જ્યાં હું પેલા જેવો રાહુલ થઈ જાવ છું કેમ કે આ જગ્યા એ મને મારી મમ્મી ની યાદ અપાવે છે. એટલે જ તો આ પાર્ક માં આવીને હું બધી જ વાતો દિલ ખોલીને કઈ શકુ છું. રડી શકુ છું.
આજ સુધી મને કોઈએ પૂછ્યુ જ નથી કે તું શું કામ રડે છે કેટલા લોકો મારી સામે જોઇને હસીને ચાલ્યા જાય છે, એક તુ જ છે જેને મારું રડવાનું કારણ પૂછ્યું, એવું ફીલ થતું હતું કે આ પાર્ક શિવાય પણ આ દુનિયા માં મારું કોઈ છે જે મને સાંભળે.જાણે મારું દિલ હલકુ થઈ ગયું હોય બધો બોજો હળવો થઈ ગયો.thank you,
રાધિકા: it's ohk!
રાહુલ: શું તને વાંધો ન હોય તો આપડે મિત્ર બની શકીયે?
રાધિકા: ??
(ક્રમશ)
Thank you,
જોઈએ આગળ ના ભાગમાં કે રાધિકા રાહુલ જોડે મિત્રતા કરશે કે નઈ, શું રાહુલ ના ખરાબ આદત ને છોડવા માં મદદ કરશે.
ભાગ ૩ આવવામાં થોડીક વાર લાગી તે બદલ sorry, હવેથી સમયસર આવી જશે?