Marubhumi ni mahobbat - 12 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - 12

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - 12

ભાગ : 12

જેસલમેર ની હોટેલમાં હું અને હીના રોકાયા હતાં.

એ રાત્રે અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબ આવ્યા હતા અને એક સ્પેશિયલ મિશન માટે અમને તૈયાર કર્યા હતા. વહેલી સવારે અમારે લોદરવા રાજકુમારી મૂમલ મહેલ ની મુલાકાતે નીકળવાનું હતું જો કે અમને એ વખતે ખબર નહોતી કે મૂમલ મહેલ ના ફક્ત અવશેષો જ બચ્યાં છે.ખેર, ભારે તણાવ મા અમે ઘોર્યા હતાં.

સવાર પડી. અમે ફટાફટ તૈયાર થઈ ને બહાર નીકળ્યા. અમને બેય ને હોટલ નો સ્ટાફ ફાટી આખે જોઈ રહ્યો હતો. હીના ચેક્સ શર્ટ અને જીન્સ મા જામતી હતી. હું પણ હેન્ડસમ લાગતો હતો.

હીના એ ગાડી સ્ટાર્ટ કરી અને જેસલમેર થી લોદરવા ના રસ્તે અમે રવાના થયા.

શહેર બહાર નીકળતાં જ હીના એ બોલવાનું શરુ કર્યું " સાભળ.. સ્મિત... જો ખરેખર આ વિસ્તારમાં થી ઘુસણખોરી થઈ હોય તો આખાય દેશ માટે ચિંતા નો વિષય છે. અહીં રાજપૂતો નો ખૌફ એટલો જોરદાર છે કે ટેરિરિઝમ એકટીવીટી ઝીરો છે.નવાઈ ની વાત એ છે કે જો આતંકીઓ આટલી આસાનીથી ઘુસી શકયા હોય તો જરૂર કોઈ પાવરફુલ લોકોની મદદ લીધી જ હશે..તું શું માને છે..?

" એ તો દીવા જેવું ચોખ્ખું દેખાય છે પણ,એ લોકો હથિયારો સાથે અમદાવાદ સુધી પહોંચી જાય એની તને નવાઈ નથી લાગતી..? જરૂર એમણે છેક સુધી ચોક્કસ માણસોની મદદ લીધી છે. હવે રહી વાત.. આ ચીઠ્ઠી મા દોરેલા નકશા ની..એ પોઈન્ટ પણ મને ગળે નથી ઉતરતો.."

" મતલબ..? "

" મતલબ કે જે જગ્યાએ તેઓ રહયા હોય એનો નકશો બનાવવાની શી જરૂર છે.? એની પાછળ બીજું કોઈ કારણ હશે..? "

" તારી વાત વિચારવા જેવી ખરી...એમની જગ્યાએ હું હોઉ તો નકશા વગર જ મારું કામ ફીનીશ કરું.."

" કદાચ એમ બની શકે કે જે વ્યક્તિ એમને ઘુસણખોરી મા મદદ કરતો હોય એણે પરાણે આ ચીઠ્ઠી એમને આપી હોય....કે ભૂલા પડો તો અહીં પહોંચી શકો.."

" કરેકટ... પણ મોતનાં મોઢામાં જવા નીકળેલા આ બે છોકરાઓ ને નકશા ની કયાં જરૂર હતી..? એ તો મરવા માટે જ મોલમાં ઘુસ્યા હતાં.."

" કદાચ, પહેલાં બીજા બે નક્કી થયાં હોય અને પાછળ થી પ્લાન ચેન્જ કર્યો હોય..."

" હા...એમ બની શકે.."

આ પ્રકારે અમે બેય વાતો કરતાં કરતાં થોડી જ વારમાં લોદરવા પહોંચી ગયા. લોદરવા ભાટી રાજપૂતો ની જુની રાજધાની.. આખાય નગરમાં હાલ તો જૈન મંદિરો જ જણાય.. પણ,અમને રસ હતો..મૂમલ મહેલ મા...

અમે વચ્ચે આવતાં જતાં લોકોને પુછ્યુ કે રાજકુમારી મૂમલ નો મહેલ કયાં છે..? તો એ લોકોએ અમને સ્પષ્ટ ના પાડી કે અહીં કોઈ મહેલ નથી.. અમને આચકો લાગ્યો.

રાજકુમારી મૂમલ ની દાસ્તાન મે સાભળી હતી. કાક નદીના કિનારે મૂમલ ની મેડી હતી.. એ ફાઈનલ હતું. ઘણા લોકો એ અમને ગુચવી નાખ્યા. કેટલાક લોકો એ કહ્યું કે આટલે આવ્યા છો તો કુલધારા જતાં આવો..એ એક ભૂતીયુ ગામ છે... જોવાલાયક...

મારું દિમાગ ખસકવા લાગ્યું.. છટ્...અહીં ભૂતો સાથે બાથો ભરવા થોડા આવ્યા છીએ...

આખરે એક વ્યવસ્થિત માણસે અમને દિશા બતાવી.

ચોતરફ વિસ્તરેલું રેગીસ્તાન... આછેરી ઉગેલી રણની વનસ્પતિ વચ્ચે એક ખંડેર અમને દેખાયું અમે ત્યાં પહોંચ્યા.

પીળાં પથ્થરો વડે બાધકામ કરેલું એ ખંડેર એક ટેકરા ઉપર ઉભું હતું. એની દિવાલો સદીઓથી સુમસામ હતી. એ કશુંક કહેવા માગતી હતી. પોતાની સુંદર રાજકુમારી નો કરુણ અંજામ આ પથ્થરો એ નિહાળ્યો હતો.ટેકરી ની નીચે જયાં બંજર રેગીસ્તાન હતું ત્યાં એક જમાનામાં કાક નદી વહેતી હતી. હાલ તો એ નદી ભૂગર્ભ મા હતી.અહીં કોઈ આવતું નહોતું. શા માટે આવે..? આ નહોતું કોઈ ટુરિઝમ પ્લેસ કે નહોતી કોઈ સુવિધા... મે પેલી ચિઠ્ઠી નિકાળી.

" સમથિંગ રોન્ગ.. હીના.."

" કેમ.. ? "

" આ ચિઠ્ઠીમાં દોરેલ મહેલ આ નથી.. આ તો ફક્ત પથ્થરો છે..ત્રણ દિવાલો ઉભી છે...આમાં થી આપણને શું મળશે..? "

" એનો તો મનેય ખ્યાલ આવ્યો... સ્મિત "

" તો પછી.. કમ બેક કરીશું.."

" નો...મારી સિકસ સેન્સ કહે છે કે જે કશુંક મળશે એ આપણને અહીંથી જ મળશે...સર્ચ કરીએ.."

સવારના અગિયાર વાગ્યા હતા. થોડીવાર મા જ આકરી ગરમી શરુ થઈ હતી. બપોરના બાર વાગ્યા પછી આવાં વિસ્તારમાં પાણી વગર રહેવું એટલે હાલત કફોડી બની જાય... હીના મક્કમ હતી.

મે ટેકરી ઉપર ચઢીને ચોમેર નજર ફેરવી.

બળબળતી લૂ અને ભેકાર વાતાવરણ સિવાય અમારું સાથી કોઈ જ નહોતું. હીના ના ગોરા ગાલ હવે ધીમે ધીમે લાલ થવા લાગ્યા હતા. મે રુમાલ થી પરસેવો લુછ્યો અને અમે પથ્થરો ઉપર હાથ ફેરવવો શરૂ કર્યો.

" આઈ થીન્ક.. આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ.. હીના.. આ ફાલતું પથ્થરો મા દિમાગ ઘસીએ એનાં કરતાં નિમ્બલા ગામમાં જેતપાલ વિશે વધુ તપાસ કરીએ તો સચોટ પગેરું મળશે.." મને ખરેખર કંટાળો આવતો હતો.

" તને જબરું નિમ્બલા યાદ આવે છે.. કાય લફરું નથી ને.." હીના એ સાચે જ જાણે અજાણ્યે મારી દુખતી નસ દબાવી હતી.

" આઈ ડોન્ટ લાઈક જોક હીના.."

" સ્મિત... મને કેમ એમ લાગે છે કે આ જગ્યા આપણા ઈન્વેસ્ટીગેશન મા ખુબ જ ઈમ્પોર્ટન્ટ બનશે "

" સીધી વાત છે. આ જગ્યા સાથે ટ્રેજેડી છે."

" શેની ટ્રેજેડી..? "

" રાજકુમારી મુમલ ની.."

" ઓહ..રિયલી.."

" હવે તું મારી પાસે થી બધું સાભળીશ..એમ ને "

" ઓફ કોર્સ....સ્મિત. "

મે હીના ને રાજકુમારી મૂમલ ની લવસ્ટોરી સંભળાવી જે મે મિતલ પાસે થી સાભળી હતી.

" સો મચ ઈન્ટ્રેસ્ટીન્ગ ....સ્મિત " હીના બોલી ઉઠી.

મુમલ મેડીના ટેકરા પર ઉભા રહીને હું અને હીના આ બધી વાતો કરી રહ્યા હતા એ જ વખતે જેસલમેર ની જે હોટેલમાં અમે ઉતર્યા હતાં એ જ હોટેલમાં બે યુવાનો જડબેસલાક પ્લાન બનાવી રહ્યા હતા.

એ બેય યુવાનો પાકિસ્તાની હતાં.