Samay na aatapata - 2 in Gujarati Adventure Stories by Mahi Joshi books and stories PDF | સમય ના આટાપાટા - 2

Featured Books
Categories
Share

સમય ના આટાપાટા - 2

અને જય પ્રીત ની સુંદરતા માં ખોવાય ગ્યો પ્રીત નો લમગોળ સાફ ચહેરો અને સુંદર આઇ બ્રો ની નિચે સુંદર મોટી મોટી આંખો તેમાં ખોવાય જવા મજબૂર કરે તેવી હતી તેના વાળ લાંબા કમર સુધીના અને ભુરા હતા તેનુ શરીર ઍક્દમ સુડોળ અને ગૌર પણ સહેજ ગુલાબી હતુ જય તો શું કોઇપણ યુવાન તેની સુંદરતા માં ખોવાય જાય તો જય પણ ભાન ભૂલ્યો અને તરાપ મારી ને પ્રીત પર ત્રાટક્યો પ્રીત પાછળ ખસવા ગઈ પાછળ ટેબલ હોવા થી તે ભટકાઈ ને બેલેન્સ ગુમાવી બેસી અને ટેબલ પર જ પટ્કાયી જય છલાંગ લગાવી તેની પર આવી ગ્યો અને બેય હાથ થી તેના કાંડા પર થી પકડી લીધી અને તને બેફામ ચુમવા લાગ્યો રીતસર ના બટકા જ ભરવા લાગ્યો પ્રીત હાથ પગ ઉછાળવા ની નાકામ કોશિશ કરી પણ તે નાકામ જ રહિ તે કાય પણ કરી સકવા સક્શમ નતી તે રડી પડી તેની આંખ માથી આશું પડવા લાગ્યા જય અચાનક તેનાથી અલગ થઈ ને ત્યા નીચે જ બેસી ગ્યો પ્રીત ઉઠી ને બાજુ માં થી પડેલ ગ્લાસ ઉલ્ટો જ જય ના મ્હો પર મારી દીધો તે જય ને ધાર માથી લાગવા થી તેના કપાળ પર થી લોહી ની ધાર નિકળી પડી પ્રીત પણ હાંફ્તિ હાંફ્તિ ત્યા જ બેસી ગઈ યુ કાવર્ડ, બાસ્તર્ડ તુ...તુ મારી પર બળાત્કાર કરવા માંગે છે ? હુ છોડીસ નહિ તને કહિ રડવા લાગી તેને સાચેઝ ખુબ જ લાગ્યુ હતુ તેના ગળા પર અને હાથ પર તેમજ ચહેરા પર ચકામા પડી ગયા હતાં
જય: આઇ એમ સૉરી મારો ઇરાદો એવો બિલ્કુલ ન હતો આ મારા સંસ્કાર નથી
પ્રીત : હુ તને સારો માણસ સમજી બાકી તારી પર રહેમ કરવાની જરાય જરૂર નથી તુ અત્યારે જ આ રૂમ માં થી બહાર નીકળી જા આઇ સૈડ ગેટ આઉટ ઓફ માય રૂમ કહિ ને સિક્યોરિટી સિક્યોરિટી કહિ ને ચિલ્લવવા લાગી
જય: ભગવાન ને ખાતર ચિલ્લાવ્વા નુ બંદ કર
પ્લીઝ તુ મારી વાત સાંભળ હુ એવો બદ ચલન નથી હુ ટોટલિ જેન્ટલમેન છું
પ્રીત: જેન્ટલમેન ? આ જેન્ટલમેન હતો?
જય: હા હુ માનુ છું કે મેં જે કાંઈ કર્યું તે બોવ ખરાબ કર્યું ઍ માટે હુ ખુબજ દિલગીર છું પણ હવે હુ તને ખાત્રી આપુ છું કે હવે ક્યારેય આવુ નહિ કરુ તુ મારી વાત તો સાંભળ એટલામાં કોઇ ઍ દરવાજો ખટખટાવ્યો
જય: મહેરબાની કરી ને કઈ ના કહીસ હુ મારા પર નો કાબુ ગુમાવી બેઠો હતો પ્લીઝ મને માફ કરી દે
પ્રીત: ઓકે પહેલા મારી ગન મને આપી દે જયઍ તરત જ ગન આપી દીધી પછી દરવાજા તરફ જઇ ને જોયુ તો હોટલ નો કોઇ આદમી હતો
મડમ કોઇ તકલીફ ?
પ્રીત : નહિ જિ કોઇ નઇ મૈ જરા ડર ગઈ થી લેકિન અબ ઠીક હૈ સોરી મૈ ગિર ગઈ તો ચોટ લગ ગઈ અગર કોઇ ફર્સ્ટ ઐડ વગૈરાં કુછ મિલેગા? :જિ આપ કહે તો ડૉકટર સાહેબ કો હી બુલાદુ
પ્રીત: નહિ જિ ઇસ્કિ કોઇ જરૂરત નહિ
:: જી મડમ જી અભિ લાયા
પ્રીત દવા આવે ત્યા સુધી ત્યાંજ ઉભી રહિ જેથી પાછો દરવાજો ખોલવા આવ વુ ના પડે થોડી જ વાર માં દવા આવી ગઈ તેણે આભાર માન્યો અને દરવાજો બંદ કરી ને આવી ત્યા સુધી માં જય ઍ રૂમ એકદમ વ્યવસ્થિત ગોઠવી દીધો હતો અને પોતે એક ખુરશી પર બેઠો હતો પ્રીત ત્યા આવી ને દવા નો ડબ્બો મુક્યો અને જય ની સારવારમાં લાગી ગઇ તેનો જખમ તાજો જ હતો લોહી ખાસુ વહિ ગયુ હતુ તેણે ડેટોલ લગાવી ઘા સાફ કર્યો આ તે જે કર્યું તે યોગ્ય નથી બિલ્કુલ જંગલી ની માફક વર્ત્યૉ છતા હુ અહિ તારી મલમ પટ્ટી કરુ છું પણ હવે ધ્યાન રહે બાકી હુ ગોળી પણ ચલાવતા અચકાયસ નહિ આ છેલિ વોર્નિંગ છે ઍ યાદ રાખજે કહિ બેન્ડ ઍડ ની પટ્ટી લગાવી જય તેની સુંદરતા માં એવો ખોવાઈ ગ્યો કે આટલો દુખાવો થવા છતા તે મુશ્કુરાઈ રહ્યો હતો
પ્રીત : તને હશવુ આવે છે ?
જય : સોરી પણ જે હાથ મને મારવા ઉઠેલો તે જ હાથ થી મારી સારવાર થઈ તે જોઇને હસવું આવેલુ આઇ એમ રીયલી સોરી
પ્રીત: ઇટ્સ ઓકે હવે તારી વાત કરીશ? તુ કોણ છે? શા માટે મારી પાછળ પડ્યો છે?
જય: મારી વાત બોવ લાંબીછે
પ્રીત : હુ બિલ્કુલ થાકી ગઈ છું તો આપણે કાલે મળિએ ?
જય : હા ઠીક છે હુ સવારે પાછો આવુ છું તમે કહો ત્યારે ?
પ્રીત : ના તમે અહિ ના આવસો આપણે ક્યાક બીજી જગ્યા ઍ મળિએ અહિ હુ કોઇ ની નજરે ચડવા નથી માગતી
જ્ય : ઓકે તો કાલીન્દી કુંજ વિસ્તાર માં આવજો ત્યા થી હુ તમારી સાથે થઇ જઈશ
પ્રીત: કોઇ ચાલાકી નહિ બાકી તેનુ પરિણામ શારું નઈ આવે
જય: ટ્રસ્ટ મી હુ જેન્ટલમેન છું અને ટોટલી ઓનેસ્ટ
પ્રીત: ઓકે ગુડ નાઈટ
જય : ગુડ નાઈટ કહિ ને ધિરેક થી દરવાજો ખોલી આજુબાજુ નજર ફેરવી લીધી કોઇ નથી એ ખાત્રી કરી હળવેક થી નિકળી ગ્યો
પ્રીત રાહત નો શ્વાસ લઈ દરવાજો બંદ કરી પાણી પિય ને પલંગમાં પડી થોડી વાર થઈ હશે ત્યાંજ ફરી પાછો કંઈક સળવળાટ રુમ માં અનુભવાયો પ્રીત ઉભી થઈ લાઈટ ચાલું કરી અને જોયુ પણ ના ત્યા કાઈજ ન હતુ તેને વહેમ થયો હશે ફરી પલંગમાં પડી આજ આટલી થાકી હોવા છતા પણ નિંદ્રા આવતી ન હતી આમ થી તેમ પડખા ફેરવતી પણ નિંદ્રા આવતી નથી પ્રીત જે કામ માટે દિલ્હી આવી છે તે ખરેખર ખુબજ જોખમી હતુ આ માટે કેટકેટલા મોટા માથા સાથે તેમનો પનારો પડવાનો હતો તે પણ પ્રીત જાણતી જ હતી, જય યાદ આવ્યો જય નો વિશ્વાસ કરી શકાય કે ? ના તેના દેખાવ પર થી તો વિશ્વાશ્પાત્ર લાગ્યો પ્રીત ને માણસો ને ઓળખવાની આવડત સારી હતી અને કેમ ના હોય તેણે M A વિથ સાયકોલોજી કરેલ હતુ માણસો ના મન વાંચતા તેને સારી પેઠે આવડતુ હતુ વિચાર માં ને વિચારમાં ક્યારે નિંદ્રા આવી ગઈ ખબર પણ ના પડી ......
દરવાજે ટકોરા પડ્યા કોઇ જોર જોરથી દરવાજો ખટખટાવ તુ હતુ પ્રીત ઝબકી ને જાગી અને સમય જોયો તો મોબાઈલ માં 12:14 pm બતાવતો હતો તેને દરવાજે આવી ને એમ જ કોન હૈં ? હિન્દી માં જ પુછ્યુ મેડમજી મેં રૂમ સર્વિસ વાલા ચિન્ટુ..... પ્રિતે દરવાજો ખોલ્યો કાલ રાત વારો જ માણસ ચિન્ટુ હતો તેનુ નામં આમ તો ચિંતામણી હતુ પણ તેને આવુ ઓલ્ડ ફેશન નામ પસંદ ન હતુ તો તે ચિન્ટુ થઈ ગયો ચિન્ટુ પણ એક ગજબ નો વ્યક્તિ હતો તે સાડા ચાર ફુટ ની ઉચાઈ ધરાવતો હતો નાક સહેજ ચિપાયલ કોઇકે દબાવી ને ચીપી નાખ્યુ હોય તેવુ હતુ તેને દરેક સુંદર સ્ત્રી માં તે પોતાની પત્નિ ને શોધતો હતો તેના લગ્ન ને ચાર વરસ જેવો સમય થયો પણ તેમાં ગણી ને સાત દિવસ તે તેની પત્નિ સાથે રહ્યો હશે તે તેની પત્નિ ને ખુબજ પ્રેમ કરતો હતો પણ મજબુરી વશ અહિ દિલ્હી માં નોકરી કરતો આખો દિવસ તેની પત્નિ ની યાદ માં જ ખોવયેલ રહેતો....ઓ હેલ્લો ? કઈ ચપટી વગાડી તેને તંદ્રા માથી બહાર લાવી
ચિન્ટુ : જી મેડમ જી આપ આપ કોઇ આવાઝ નઈ આ રહિ થી તો ..
પ્રીત : ઓકે ઓકે મૅ સહિ સલામત હુ ઔર..
ચિન્ટુ: તો મઈ આપકે લિયે ચાય નાસ્તા લે કે આઉ?
પ્રીત: નહિ અભિ નહિ મેં જરા ફ્રેશ હો લુ ઉસકે બાદ
ચિન્ટુ બિચાંરો આજ પહેલી વાર આ મેડમ માં તેની પત્નિ ને નોતો જોઇ સક્તો કેમ કે પ્રીત ની ખુબસુરતી આગળ એક્ય રીતે તેની પત્નિ ફિટ નોતી બેસતી દરેક પાસુ પ્રીત નુ જ આગળ રેહ્તુ તેના વાળ ,નાક ,આંખ , અને ફિટનેસ માં તો કઇ જોવા પણું જ નોતુ, વળી અત્યારતે હજુ ઉઠી જ હતી તેના વિખરાયેલા વાળ અને ફ્રેશ થયેલ આંખો કંઈક અલગ જ પ્રકાર ની ખુબસુરત તેને બનાવતા હતાં
તે પ્રીત માં ખોવાઈ જવાઈ તેવુ હતુ કાલ રાત થી તે પ્રીત ને જોઇને લગભગ પાગલ થઇ ગ્યો હતો પણ ક્યા પ્રીત અને ક્યા આ ગરીબ બિચાંરો ચિંતામણી?
જી મેડમ જી કુછ ચાહી તો હમે હી બુલાઈયેગાં
પ્રીત : જી આપકા નામ? પ્રીત ને પણ આ કાર્ટૂન જેવા સાથે મજા પડવા લાગી
ચિન્ટુ બિચાંરો નામ પુછ્યુ ત્યા તો સાવ પલળી ગ્યો એના સાતેય કોઠે દીવા ઝગમગી ગ્યા અને બાઘો બની જોઇ રહ્યો નામ....... પ્રિતે ફરીથી પુછ્યુ
ચિન્ટુ: જી મેડમ જી હમાર .......હમાર નામ ચિન્ટુ હઈ જી કહિ ને શરમાય ગ્યો
પ્રીત : ચિન્ટુ મેરા એક કામ કરેગા?
ચિન્ટુ : જી મેડમ જી હમ આપકે લિયે કુછ ભિ કર શક્તે હઈ મેડમ જી આપ બસ હુકમ કિજિયે જી
પ્રીત: જલદી સે મેરે લિયે એક મસ્ત ચાય લે કે આઓ
જી મેડમ જી હમ લેકર હી આયે હૈ કઈ ને ચિન્ટુ ઍ બાજુ માથી ટ્રોલી કાઢી જેમા ચાય કોફી નાસ્તો બધુ જ હતુ પ્રિતે તેમાથી ચાય નાસ્તો ટેબલ પર અલગ મુકાવી તેને રવાના કર્યો અને ફટાફટ બ્રશ કરી ચાય નાસ્તો પતાવી ફ્રેશ થવા બાથરૂમમાં પેઠી ફટાફટ નહાઈ તૈયાર થઇ બહાર નિકળી ત્યા સામે જ ચિન્ટુ ઉભો હતો તે તરત દોડી આવ્યો મેડમ જી આપ જા રહિ હૈ?
પ્રીત: તુમ મેરે સાથ ચલોગે??
ચિન્ટુ : મેડમ જી ??? ઇ આપ કા કહ રહીં
પ્રીત: હા ખાલિ દો એક ઘન્ટે મેં હમ વાપીસ આ જાયેંગે પ્લીઝ??? ચિન્ટુ નો જન્મારો સફળ થઈ ગયો હોય તેવુ લાગ્યુ તેને
ચિન્ટુ: અરે... આપ ઐસા મત બોલીએ હમ આ રહા હુ હમ કહે થે આપ બસ હુકમ કિજિયે અભિ બસ દો મિનટ દિજિયે હમકો હમ મેનેજર કો બોલ કે આતા હુ
પ્રીત: ચલો મેં ભિ સાથ ચલતી હુ બેય જાય છે મેનેજર ને સમજાવી બહાર નિકળી ને ટેક્ષી બોલાવે છે પ્રીત જય ના કહ્યા મુજબ નુ એડ્રેસ બતાવે છે અને ટેક્સી માં બેસે છે ચિન્ટુ આગળ બેસે છે આજ તેને પોતાની તકદીર પર ગર્વ થતો હતો કે આવી સુંદર મિત્ર તેને મળી હતી તેને એમજ હતુ કે મેડમ ને ફરવા જવાનુ છે પણ હકિકત માં કંઈક અલગ જ બનવા જઇ રહ્યુ હતુ
દોસ્તો વાર્તા પસંદ આવી હોય તો અભિપ્રાય જરૂર થી આપસૉ ... આપનો ખુબ ખુબ આભાર