Pyar to hona hi tha - 10 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | પ્યાર તો હોના હી થા - 10

Featured Books
Categories
Share

પ્યાર તો હોના હી થા - 10

( આપણે આગળ જાણ્યું કે આદિત્ય અને મિહીકા વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે. સંજોગો જ એવા ઊભા થયા હોય છે કે તેઓ ચાહવા છતાં મેરેજ માટે ના નથી પાડી શકતાં. સમીર એમને અત્યારે મમ્મી પપ્પાની મરજી પ્રમાણે મેરેજ કરી લેવાનું અને પછી ડાયવોર્સ લેવા એવી સલાહ આપે છે. આદિત્યને તો એ યોગ્ય લાગે છે પણ મિહીકાનું મન આમ ખોટું કરવાં માટે ના પાડે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

ઘરે આવીને પણ મિહીકાને ચેેેન નથી પડતુું. દિમાગ કહે છેે કેે મિત્રોની સલાહ માની લેે પણ દિલ કહે છે કે ખોટો રસ્તો છે. એનુ મન આ જ ગડમથલમાંં હોય છે. આજે એ ડીનર પણ બરાબર કરતી નથી. એની મમ્મીનેે ઘરકામમાં મદદ કરી એ તેેના રૂમમાં જાય છે. આજેે એને ઉંઘ પણ નથી આવવાની એ વાત તો નક્કી છે. તે બેડ પર આમતેમ પડખાં ફેરવે છે. પછી એ શાંતિથી વિચારે છે કે હમણાં નહી ને બે ત્રણ વર્ષ પછી પણ મારે મેરેજ તો કરવા જ પડશે. શું ખબર મારો હસબંડ કે સાસુ સસરા મને આગળ ભણવા પણ દે કેે નઈ.!!
આદિત્યએ પણ મેરેજ નથી કરવાં પણ એના સપનાને પૂરું કરવાં એ મારી સાથે મેરેજ કરવા તૈયાર છે. અમે બંને એકબીજાને જાણીએ છીએ, એકબીજાનાં સપનાઓ જાણીએ છીએ. તો શા માટે હુ પણ ધરા અને સમીરના કહેવા પ્રમાણે અત્યારે આદિત્ય સાથે મેરેજ કરી લઉ અને પછી નથી ફાવતું કહી છૂટા પડી જઈશું. આમ કરવાથી મમ્મી પપ્પાનુ પણ જણવાઈ રેહશે અને મારું સપનું પણ પૂરું થઈ શકશે.

બહુ મનોમંથન પછી મિહીકા પણ એ જ નિર્ણય પર આવી કે હાલ પૂરતુ પેરેન્ટ્સની વાત માની લેવી અને આદિત્ય સાથે મેરેજ કરી લેવા પછી ની વાત પછી.

એક નિર્ણય પર આવ્યાં પછી મિહીકા એકદમ રિલેક્સ થઈ જાય છે.એનું દિલ અને દિમાગ શાંત થઈ જાય છે. અને તે ચેનથી સૂઈ જાય છે.

આ બાજુ આદિત્યની આંખોમાંથી ઊંઘ ગાયબ છે. એને એક જ વાત પરેશાન કરી રહી છે કે મિહીકા શું ડીસીઝન લેશે ? બધી જ રીતે વિચારતાં એને આ જ રસ્તો યોગ્ય લાગે છે. એ મનોમન ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે મિહીકા એની સાથે મેરેજ કરવા એગ્રી થઈ જાય. છેવટે વિચારી વિચારીને થાકી જઈને એ પણ સુઈ જાય છે.

સવાર થતાં જ આદિત્ય ફટાફટ ઊઠી જાય છે અને રેડી થઈને બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ છે. એને આમ વહેલો ઊઠીને નાસ્તો કરવા આવેલો જોઈ એના પપ્પા નવાઈ પામે છે. અને પૂછે છે..

જયેશભાઈ : કેમ ભાઈ.. ? આજે સવારી કંઈ તરફ જાય છે.

આદિત્ય : ક્યાંય નહી પોપ્સી. મિહીકાને મળવાનું છે એટલે વેહલો ઉઠ્યો છું.

આદિત્યના મોઢે મિહીકાને મળવા જવાની વાત સાંભળી જયેશભાઈ ખૂબ ખુશ થાય છે. અને કહે છે, " ઓહ તો તમે બંને એ ડીસીઝન લઈ લીધું !! સારુ થયું તમે જલ્દીથી આ નિર્ણય પર આવી ગયા. તમે બંનેએ મારી વાત માની લીધી એ વાતનો મને ઘણો આનંદ છે.

આદિત્ય : ઓ..ઓ..ઓ.. પોપ્સી તમારી ખુશીને થોડી બ્રેક મારો. અમે તમારી કોઈ શર્ત નથી માની. And your kind information Mihika are very good friend of mine. So chill... don't assume anythings. આ તો એક્ઝામની પ્રિપરેશન કરવાની છે તો અમે બધાં ભેગાં મળીને કરવાના છે એટલે આજે ભેગાં થઈએ છીએ. અને તમને કદાચ ખબર નહી હોય પણ જો કોઈ ટાઈમ પર નહી આવે તેનું મિહીકા ભાષણ આપી આપીને જીવવાનું હરામ કરી નાખે છે. અને મને એનું ભાષણ સાંભળવાનો કોઈ શોખ નથી. તો હવે તમારી રજા હોય તો હું જાઉં ? આદિત્ય એના પોપ્સી સામે થોડું સાચું અને થોડું ખોટું કહે છે.

આદિત્યની વાત સાંભળી જયેશભાઈને એક વાતની તો નિરાંત થઈ જાય છે કે એમણે આદિત્ય માટે મિહીકાને પસંદ કરીને ખોટું નથી કર્યું. જે રીતે મિહીકા આદિત્યને અભ્યાસમાં ધ્યાન આપતો કરી રહી છે એજ રીતે તે તેનાં જીવનને પણ યોગ્ય દિશામાં લઈ જવા માટે સમજાવી શકશે.

મિહીકા જ્યારે કાફેમાં પહોંચે છે ત્યારે આદિત્ય, સમીર અને ધરા પહેલેથી એ જ ટેબલ પર બેસેલા હોય છે. મિહીકા એમની પાસે જાય છે. અને આદિત્યની સામેની ખુરશી પર બેસે છે. આદિત્ય કંઈ પૂછતો નથી પણ એની નજર મિહીકા પર જ ટંકાયેલી હોય છે. એ મિહીકાના ચેહરા પરથી એ તાગ લગાવવા માંગે છે કે મિહીકાએ શું ડીસીઝન લીધું છે. મિહીકા પણ કંઈ બોલતી નથી. પણ એ બંનેની આ સંતાકૂકડીથી ધરા અકળાઈ જાય છે અને એ છેવટે પૂછી જ લે છે.

ધરા : અરે મિહીકા આમ ચૂપ કેમ છે !! તે શું નકકી કર્યું એ તો કહે.

સમીર : હા મિહીકા જલ્દી જલ્દી તારો નિર્ણય જણાવ. તને આ આઈડીયા પસંદ ના હોય તો પછી બીજા આઈડીયા વિચારવા લાગ્યે. સમીરે મિહીકા ના પાડે તો બીજો બેક - અપ પ્લાનનું પણ વિચારી લીધું છે.

આદિત્ય : look મિહીકા, તુ દિલ પર કોઈ પણ બોજ ના લેતી. જો તુ ના પાડે તો પણ આપણે ફ્રેન્ડ તો રહીશું જ તો તુ બેધડક તારો નિર્ણય કહે.

મિહીકા : thanks Aditya for understand me.
અને સમીર તારે બીજો કોઈ આઈડીયા વિચારવાની જરૂર નથી.

હેએએએ... સમીર અને ધરા એકસાથે બોલી ઊઠે છે. એમને યકીન જ નથી થતો કે મિહીકા આદિત્ય સાથે ફેક મેરેજ કરવા એગ્રી થશે. એટલે આશ્ચર્યથી એમનું મોઢું ખુલ્લું અને આંખો પહોળી થઈ રહે છે.. આદિત્યને પણ વિશ્વાસ નથી થતો કે મિહીકા સાચે જ માની ગઈ છે. એટલે એ મિહીકાને કહે છે,

આદિત્ય : મિહીકા સાચ્ચે તુ મારી સાથે મેરેજ કરવા એગ્રી છે !!

મિહીકા : હા આદિત્ય, હું તારી સાથે મેરેજ કરવા એગ્રી છું પણ તારે મારી કેટલીક શર્ત માનવી પડશે.

આદિત્ય : અબે યાર.... આ શર્ત મારો પીછો ક્યારે છોડશે !! પોપ્સીની શર્ત ઓછી હતી કે હવે તુ પણ શર્ત લગાવે છે. લાગે છે કે મારી જીંદગી તો એક શર્ત બની ગઈ છે.

મિહીકા : ઓયે બહુ થયું તારું નાટક. તારું આ શર્તપુરાણ. સાફ સાફ કહી દે તારે મારી શર્ત માનવી છે કે પછી હુ મારી મમ્મી પપ્પાને ના કહી દઉ..

આદિત્ય : ohhooo... chill yaar... બોલ તારી શું શર્ત છે ?

મિહીકા : આપણે મેરેજ તો કરીશું પણ એ ફક્ત સમાજ માટે, પર્સનલી આપણો એકબીજા પર કોઈ હક નહી રેહશે. તુ તારી રીતે તારી મરજી મુજબ જીવવા માટે સ્વતંત્ર છે. આપણે એકબીજાની પર્સનલ લાઈફમાં દખલગીરી કરવી નહી. આપણે બંને એ એકબીજાના પેરેન્ટ્સ અને સગાઓને માન આપવું. અને જ્યારે તારા પપ્પા તને બાઈક રેસમાં ભાગ લેવાની પરમીશન આપી દે અને N.O.C લેટર સાઈન કરી આપે એટલે તારે પણ ડાયવોર્સ પેપર પર સાઈન કરી આપવી.

આદિત્ય : ઓહ મિહીકા મને તારી બધી જ શર્ત મંજૂર છે. પણ મારી પણ એક શર્ત છે.

સમીર : લે હવે આ ભાઈની પણ શર્ત છે બોલો.. !!

મિહીકા : હા હા બોલ તુ પણ તારા મનમાં હોય તે બેજીજક કહી શકે છે.

આદિત્ય : મારી તો બે જ શર્ત છે હુ જે રીતે અત્યારે રહુ છું એ જ રીતે મેરેજ પછી પણ રહીશ. મને મારી લાઈફસ્ટાઈલમાં મને કોઈ રોક ટોક નઈ જોઈએ.

ધરા : અને બીજી શર્ત ?? તારી બીજી શર્ત કંઈ છે.

સમીર : ઓ ચાપલી... તું બવ ઉતાવળી થાય છે ને કાંઈ.. મિહીકા કરતાં તો આને તારી શર્ત જાણવાની ઉતાવળ છે.

ધરા : તુ ચૂપ બેસ ચાંપલા...

આદિત્ય : અરેરેરે તમે બંને હવે ઝઘડો નહી. હુ કહું છું મારી બીજી શર્ત.મારી બીજી શર્ત એ છે કે આપણાં મેરેજ ઓવર થઈ જાય પછી પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ રહીશું..

મિહીકા : આદિત્ય મને તારી બંને શર્ત મંજૂર છે. હુ તારી લાઈફમાં કોઈ interference નહી કરું અને હા આપણે હંમેશા માટે બેસ્ટ ફ્રેન્ડ રહીશું.

ધરા : અને અમે બંને ? શું અમે તમારા ફ્રેન્ડ નથી.!! શું તમે અમને બંનેને ભૂલી જશો.

મિહીકા : ના ના dear તમને તો આમ કાંઈ ભુલાઈ તમે બંને પણ અમારા ફ્રેન્ડ છો.

આદિત્ય : yes cutey... u both are also my best friends. અને તે એ ત્રણેય સામે હથેળી ધરે છે. ત્રણેય જણાં એકપછી એક એના હાથ પર પોતાનો હાથ મૂકે છે. અને " best friends forever " કહી એકબીજાને ચીયર્સ કરે છે.

મિહીકા : તો આદિત્ય આપણે આજે જ હા નથી કેહવાની આપણે આપણાં પેરેન્ટ્સ પાસે બે ત્રણ દિવસ વિચારવા માટે માંગીશું. અને પછી જાણે એમની ઈચ્છા આગળ હારીને હા કેહતા હોય એમ જતાવીશું.

આદિત્ય : good idea. એમને બિલકુલ પણ એવો શક ના થવો જોઈએ કે આપણો કંઈ અલગ જ પ્લાન છે.

સમીર : સારું તો ચાલો આપણે હવે જઈએ. અને બે દિવસ પછી તમે તમારો ફેંસલો તમારા પેરેન્ટ્સને કહી દેજો.

અને એ ચારેય જણાં કાફે માંથી છૂટા પડે છે. એ લોકો તો એવું જ વિચારે છે કે, બસ થોડાં સમય આમ મેરેજનું નાટક કરીશું પછી બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે અને તેઓ છુટ્ટા. બધાં પોત પોતાની લાઈફ પોતાની રીતે જીવશે. પણ એ લોકો એ નથી જાણતા કે એમનાથી પણ ઉપર એક ડાયરેક્ટર છે. જેમણે આપણાં બધાં માટે એક સ્ક્રીપ્ટ તૈયાર કરી જ રાખી છે. અને એજ આપણી પાસે આ બધાં ડાયલોગ્સ બોલાવે છે. ખેર આદિત્ય અને મિહીકાનો આ પ્લાન એમનાં જીવનમાં શું મોડ લાવશે એ તો સમય જ બતાવશે ત્યાં સુધી આપણે એમની આ મીઠી નોક ઝોક માણીએ.

** ** **

મિત્રો મે તમને આગળ પણ જણાવ્યું હતું કે આ સ્ટોરીનો કોઈ પ્લોટ મારા દિમાગમા ન્હોતો. જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ લખતી ગઈ. પણ ખબર નહીં કેમ મને મારી જ સ્ટોરીથી સંતોષ નથી. મને લાગે છે કે આ સ્ટોરી એક બીબાઢાળ સ્ટોરી બનતી જાય છે. એમાં કંઈ નવું નથી. મારી આગળની વાર્તા જેવી નથી. પણ ખબર નહી કેમ હુ કંઈ અલગ વિચારી નથી શકતી. હુ કોઈ પ્રોફેશનલ લેખક નથી. આ તો થોડો લખવાનો શોખ છે એટલે જે મનમાં આવે તે લખી નાખું છું. પણ મને લાગે છે કે આ સ્ટોરીમાં કંઈક ખૂટે છે. શાયદ ઑફિસ વર્કના સ્ટ્રેસના કારણે હું મારું બેસ્ટ નથી આપી શકતી. માટે હુ આ સ્ટોરીને વધું નહી લંબાવતા ટૂંકમાં પૂરું કરવાનું વિચારું છું. તો આપ સૌ મને આગળ શું કરવું એ વિશે સલાહ જરૂર આપશો.


Tinu Rathod " Tamanna "