Soorsamraat - 5 in Gujarati Love Stories by Arti Purohit books and stories PDF | સૂરસમ્રાટ - 5

Featured Books
Categories
Share

સૂરસમ્રાટ - 5

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૂર અને સમ્રાટ બંને મોડી રાત સુધી જાગે છે બંને એક ખુશી ની લાગણી અનુભવે છે પણ સમજી નથી શકતા કે શું કારણ છે....હવે આગળ
ભાગ ૫
બીજા દિવસ નો સુર્યોદય થાય છે... આ સવાર બંને માટે નવી જિંદગી લઈ ને આવશેે......બંને પાર્ટી માટે તૈયાર થાય છે....

બ્લેક સાડી, ડાયમંડ એરિંગ,એક હાથ ડાયમંડ બ્રસ્લેટ,એક હાથ માં બ્રાન્ડેડ વોચ,ખુલ્લા હૈર,એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ પર ડાર્ક રેડ લિપસ્ટિક,આંખ માં ડાર્ક કાજલ,બ્લેક બિંદી.....
સૂર બ્લેક સાડી મા જાણે કે ધરતી પર ની અપ્સરા.....

સમ્રાટ પણ બ્લેક શર્ટ બ્લૂ જીન્સ માં કોઈ હીરો થી કમ નથી લાગતો....
સૂર તૈયાર થઈ દિયા ને લેવા જાઈ છે દિયા તૈયાર થઈ બહાર જ તેનો વેઇટ કરતી હોઈ છે.
દિયા પણ રેડ સાડી માં ખુબ સુંદર લાગે છે.
સમ્રાટ પણ તેના ફ્રેન્ડ દર્શન સાથે કૉલેજ પોહચે છે...
સૂર દિયા પણ કૉલેજ માં આવે છે.....
આછેરો અંધકાર થઈ રહ્યો હોય છે વાતાવરણ ખુબ સરસ છે ઠંડો પવન સાથે મેઘરાજા ના ધરતી પર આગમન થવા ના એંધાણ દેખાય રહ્યા છે....
અમાસ ની રાત માં જાણે સૂર રૂપે પૂનમ નો ચાંદ ધરતી પર ઉતર્યો હોઈ તેવું લાગે છે...
સમ્રાટ અને તેના ફ્રેન્ડ નું સર્કલ ઉભુ હોઈ છે .... તે લોકો ની આદત મુજબ એ કોઈ પણ છોકરી એન્ટર થાય તેના પર કોમેંટ્સ પાસ કરતા હોઈ છે..... સમ્રાટ તેમાં ક્યારેય ધ્યાન ના આપે કોઈ કમેન્ટ માં કોઈ છોકરી પર ધ્યાન ના આપે.. સૂર ને જોઈ પણ એ લોકો આદત મુજબ કમેન્ટ કરે છે પણ ખબર નઈ કેમ આ વખતે સમ્રાટ નું ધ્યાન સૂર તરફ ખેંચાય છે અને તે પાછળ ફરી સૂર તરફ જુએ છે..........
સૂર ને જોતા જાણે તેનું હૃદય ધબકાર ચૂકી જાઈ છે.....
જાણે કે સમય ત્યાં રોકાઈ ગયો હોઈ તેવું તેને લાગે છે, ઝરમર વરસાદ શરૂ થઈ જાય છે,સમ્રાટ એક પળ માટે પોતાની જાત ને પોતાના સપના તેનો ગોલ બધું જ ભૂલી જાય છે....
તે મન માં જ બોલે છે સાદગી માં સુંદરતા ની પરિભાષા......what a girl.....
પહેલી વાર સમ્રાટ એ કોઈ છોકરી ને એટલું તાકી ને જોય...
સૂર અને દિયા તેની મસ્તી માં ચાલતા જાય છે ....ત્યાં. જ દર્શન દિયા ને બોલાવે છે
હેલ્લો દિયા....દર્શન
ઓહ hi દર્શન...
સૂર આ દર્શન અમે બંને એક જ જ્ઞાતિ ના છીએ... દર્શન એ હજૂ બે દિવસ પહેલા જ કોલેજ માં પ્રવેશ કર્યો છે...
ઓહ ગુડ ...પછી સૂર દર્શન બન્ને એકબીજાને hi hello કરે છે...
એક મીનીટ હું તમને મારા ફ્રેન્ડ સમ્રાટ ને મળાવું એ મારો સ્કૂલ ટાઈમ થી ફ્રેન્ડ છે...
સમ્રાટ દૂર બીજા ફ્રેન્ડ સાથે વાતો કરતો હોય છે ને દર્શન તેને બોલાવે છે ..
સમ્રાટ જેમ નજીક આવે છે તેમ તેની ધડકન વધતી જાય છે... એ સમજી નથી શકતો કે આ મારી સાથે શું થઈ રહ્યું છે..
સમ્રાટ બસ નજીક આવે જ છે ત્યાં જ સૂર ના મોબાઈલ માં કોઈ નો ફોન આવે છે એ હમણાં આવું એવું કહી થોડી દૂર જઈ વાત કરવા લાગે છે...
સમ્રાટ અને દિયા મળે છે થોડી વાતો કરી બધા છુટા પડે છે અને દિયા સૂર જ્યાં હતી ત્યાં તેની પાસે જાઈ છે...
સૂર ને પણ વાત પૂરી થાય છે અને બંને પાર્ટી હૉલ તરફ જાય છે...
સૂર નો જ્યારે કોલ આવ્યો ત્યારે એ ફોન માં વાત કરવામાં તેની એક્ટિવા ની ચાવી નીચે પડી જાય છે તેનો તેને ખ્યાલ નથી ..જ્યારે દિયા ,સમ્રાટ અને દર્શન છુટા પડે છે ત્યારે સમ્રાટ નું ધ્યાન જાઈ છે ચાવી માં અને તે ચાવી લઈ લે છે તે દિયા ને અવાજ કરી બોલાવે છે પણ કૉલેજ માં ખુબ ઘોંઘાટ હોવાના કારણે દિયા સાંભળતી નથી...એટલે તે વિચારે છે. કે પાર્ટી પૂરી થયા પછી આપી દઈશ...
આમ જ પાર્ટી શરૂ થાય છે એક પછી એક પ્રોગ્રામ થઈ રહ્યા છે બધા ખુબ એન્જોય કરે છે ....છેલ્લે નાસ્તો અને ડાન્સ પતાવી બધા છુટા પડે છે...સમ્રાટ દિયા ને શોધે છે પણ તે મળતી નથી ....સૂર ફોન માં વાત કરતી હોઈ છે સમ્રાટ નું ધ્યાન તેના તરફ જાઈ છે એ વિચારે છે આ દિયા ની ફ્રેન્ડ જ છે કેમ કે સાડી એ બંને સિવાય કોઈ એ નથી પેહરી.... ચાવી આમને જ આપી દવ મારે પણ લેટ થાય છે ઘરે જવા માં...
આમ વિચારી એ સૂર પાસે જાઈ છે...
Excuseme... સમ્રાટ....
સૂર પાછળ ફરે છે....
ક્રમશ:
સમ્રાટ ને જોઈ સૂર નું પણ દિલ ધબકાર ચૂકી જસે કે પછી આવશે કંઇક અલગ ટ્વીટ્સ.....
તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો...