VIRAL VIDEO - 2 in Gujarati Moral Stories by PARESH MAKWANA books and stories PDF | વાયરલ વીડિયો - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વાયરલ વીડિયો - 2

આજે તનું નો બર્થડે હતો. સવારમાં જ વિશાલ એક ગિફ્ટશોપમાં જઈ એના માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈ એ એના ઘરે જવા બસમાં નીકળ્યો.
આ તરફ તનું એની રાહ જોતી બેઠી હતી. રાહુલે એને કહ્યું પણ ખરે કે એ આવે કે ના આવે શુ ફરક પડે છે તું તારો કેક કાપ ને' પણ તનુંએ એને સાફ શબ્દોમાં કહી દીધું કે
'હું કેક ત્યારે જ કાપીશ જ્યારે વિશાલ આવશે. આમ એના વગર હું કોઈ સેલિબ્રેશન નથી કરતી.' એણે વિશાલ ને ફોન કર્યો.
'યાર, વિશાલ ક્યાં છે તું..? કેમ હજુ ના આવ્યો..?'
'બસ બસમાં બેઠો છું હમણાં પાંચ મિનિટમાં જ પોહચી જઈશ.'
તનું એ ફોન કટ કર્યો અને રાહુલ સામે જોઈ હળવું હસીને કહ્યું બસ, પાંચ મિનિટમાં જ એ આવે છે.
ત્યારે રાહુલ પણ હસ્યો પણ એનું હાસ્ય કઈક અલગ જ હતું. એના હસવા પાછળ નું એકમાત્ર કારણ હતું કે એણે કઈક તો કર્યું જ છે જેથી વિશાલ પાર્ટીમાં ના આવી શકે. પણ શું..?

* * *

વિશાલ, આગળના સ્ટોપ પર ઉતરવાનો જ હતો. ત્યાં એની બાજુમાં એક ખૂબસુરત છોકરી આવીને બેસી ગઈ..
એનું ટૂંકા કપડામાં દેખાતું એનું આકર્ષક ફિગર જોઈ બસમાં અમુક છોકરાના મોંમાંથી તો લાળ ટપકવા લાગી. એ એકબીજાને ઈશારો કરી એને જોવા માટે એકબીજાને પર્સનલી ઈનવાયટ કરવા લાગ્યા.
'જો ભાઈ જો..જલ્દી આગળની સીટ પર શુ માલ આવ્યો છે.'
'શુ, ફિગર છે યાર..જોતા જ..'
એમની વચ્ચે પર્સનલી કોમેન્ટ બાજી ચાલતી હતી.
પણ, વિશાલ સારા ઘરનો એકદમ સીધો છોકરો હતો. એણે એ તરફ વધારે ધ્યાનના આપ્યું અને પોતાના મોબાઈલમાં ઈયરફોન લગાવી સોંગ્સ સાંભળવા લાગ્યો.

એટલામાં ચાલુ બસે. એ યુવતી ઉભી થઇ ગઇ.. અને મોટે મોટે થી વિશાલ પર ચિલ્લાવા લાગી.
'હેય.., તારી હિંમત કેમ થઈ મને હાથ લગાવાની..'
બસ, ઉભી રહી ગઈ..
વિશાલ એ જ સમજી નોહતો શકતો કે આ થઈ શુ રહ્યું છે. બસમાં બેસેલા દરેક પેસેન્જર્સ અત્યારે એની સામે ગુસ્સામાં જોઈ રહ્યા હતા.
પેલા છોકરા જે પાછળથી એના પર કોમ્મેન્ટ્સ પાસ કરતા હતા એ પણ આગળ આવ્યા.
'શુ, થયું દીદી, એની પ્રોબ્લેમ..?'
'બોલો, દીદી શુ થયું...?'
પેલી યુવતીએ ગુસ્સામાં કહ્યું
'આ સાલો, મવાલી મને વારેવારે ટચ કરતો હતો.'
અને પછી ગુસ્સામાં એ વિશાલ ના ગાલ પર તમાચા મારવા લગી.
એ યુવતી ના એક જ શબ્દ થી જાણે.. બધા વિશાલ ને ગુનેગાર સમજવા લાગ્યા. પણ સત્ય કઈક અલગ હતું.
'કયું, બે લડકી છેડતા હે.. ઘરમેં માં બહેન નહીં હે તેરે..'
'આવા ને તો, સારામાં સારો સબક શીખવવો જોઈએ જેથી કરીને એ બીજીવાર આવું કામ કરવાંમાં સો વાર વિચારે..'
એક જ મિનિટમાં જાણે બધા જ સરીફ થઈ ગયા. સામે એક ગુન્હેગાર જો બેઠો હતો.
આપણ ને બધાને આવું કરવાં જ, આવું જ જોવામાં આંતરિક આનંદ થાય છે. કોઈની ઈજ્જતને સરેઆમ ઉછાળવી..વીડિયો બનાવી વ્હોટ્સએપ પર વાઇરલ કરવો. એકબીજાને ફોરવર્ડ કરી એની મજા લેવી.

ચાર પાંચ સ્ત્રીઓ જાણે કઈ પણ સમજ્યા જાણ્યા વિના જાણે ચપ્પલ લઈને બિચારા વિશાલ પર તૂટી પડી..
પબ્લિકમાં એના કેરેકટર ને સરેઆમ નિલામ કરવાવાળી એ યુવતી બીજું કોઈ નહીં પણ રાહુલની એક્સ ગર્લફ્રેન્ડ નિલમ વર્મા હતી.

થોડીવારમાં બસમાં મહિલાઓ ને હાથે માર ખતા વિશાલ નો એ વિડ્યો સોસીયલ મીડિયા પર એક જ સેકેન્ડમાં વાઇરલ થઈ ગયો.
* * *

રાહુલે એ વિડ્યો તનું ને બતાવતા કહ્યું.
'બહુ જ માન હતું ને તને તારા ફ્રેન્ડ પર જોઈ લે
જાહેરમાં છોકરી ને છેડતી કરતા પકડાયો છે. જો તો ખરી..'
તનું એ રાહુલના હાથમાં થી એ મોબાઇલ આંચકી લીધો.
અને પોતાના હાથમાં એ વિડ્યો પ્લે કરી જોયો.
વિડ્યોમાં દેખાઈ રહેલો એ છોકરો બીજુ કોઈ નહીં એનો બેસ્ટફ્રેન્ડ વિશાલ પોતે જ હતો. એને હજુ એ વાત પર વિશ્વાસ જ નોહતો બેસતો.
તનું એ રાહુલની સામે શંકા ની નજરે જોયું અને પૂછ્યું.
'રાહુલ, કોણ છે આ છોકરી.. તું ઓળખે છે આને..?'
ના, હું નથી ઓળખતો, હું તો આ લુચ્ચા વિશાલ ને ઓળખું છું. એને તો આવું ખરાબ કામ કરતા શરમ પણ નથી આવતી..'
તનું એ પોતાના વિશ્વાસથી કહ્યું
'ના આપણો વિશાલ એવું કરી જ ના શકે..? આમાં જરૂર એને કોઈએ ફસાવ્યો છે..'
રાહુલે કહ્યું
તને, લાગે છે કે દરેક ભોળા લાગતા છોકરાઓ સાચે જ ભોળા હોય છે. આ વિશાલ પહેલે થી જ આવો હલકટ હતો. તારી સામે અલગ ને બીજા સામે આલગ.. મેં મારી સગ્ગી આંખે જોયું છે એને કસ્ટમર્સ સાથે ફ્લર્ટ કરતા.
'તું ખોટું બોલે છે..વિશાલ એવો છે જ નહીં..'
તું પણ સાવ ભોળી છે..તે ક્યારેય એને સિગરેટ પીતા જોયો છે..?
'નથી જોયો, કેમકે એને ખબર છે કે મને સિગરેટ ના ધુમાડાથી એલર્જી છે. અને આમ પણ, આજસુધી ક્યારેય સિગરેટ ને હાથ જ નથી લગાવ્યો.'
'એ પીવે છે. સિગરેટ પણ પીવે છે દારૂ પણ પીવે છે ને..જુગાર પણ રમે છે. આ દોસ્તીની આડમાં તારી પાસેથી જ્યારે ને ત્યારે પૈસા લઈ જાય છે. શેના માટે લઈ જાય છે એવું તે ક્યારેય એને પૂછ્યું..? એ જુગાર રમવા જ જાય છે. મેં જોયો છે એને..'
'બસ..મારે કઈ જ નથી સાંભળવું..હવે એક શબ્દ ના બોલીશ વિશાલ વિશે.'
અને એ ત્યાં થી અંદર પોતાના રૂમમાં ચાલી ગઈ..
એને હજુ રાહુલની વાતો પર વિશ્વાસ જ નોહતો બેસતો. પણ એ જે કહેતો હતો. એ એને સત્ય પણ લાગતું હતું. કારણ કે અત્યાર સુધીમાં વિશાલ એની પાસેથી પચીસ હજાર જેટલા પૈસા લઈ ચુક્યો છે. આટલા બધા પૈસા એ નાખે છે ક્યાં..? ક્યાંક એ રાહુલે કહ્યું એમ સાચે જ જુગારમાં તો..? ના વિશાલ એવું કરી જ ના શકે..
TO BE CONTINUE..
* * *
શુ રાહુલની વાતોમાં આવી તનું વિશાલ સાથે દોસ્તી તોડી નાખશે..? શુ વિશાલ ખરેખર દોષી હતો કે પછી એને કોઈએ ફસાવ્યો હતો..? જાણવા માટે વાંચતા રહો મારી વાર્તા 'વાયરલ વિડીયો' અને વાર્તા કેવી લાગી મને પ્રતિભાવમાં જણાવો..