panchtantra parichay in Gujarati Book Reviews by Shesha Rana Mankad books and stories PDF | પંચતંત્ર પરિચય

Featured Books
Categories
Share

પંચતંત્ર પરિચય

રાતના તારાઓ ગણતાં દાદી કે નાનીનાં ખોળામાં સુઈ ને સાંભળેલી અને કલ્પના દ્વારા અનુભવેલી વાર્તાઓનો લખલૂંટ ખજાનો એટલે પંચતંત્ર, પંચતંત્ર નામ સાંભળતાં જ આંખોની સામે બાળપણ તાદૃશ થઇ જાય. સ્થળ, સમય અને કાળના અંતરને ચીરીને આજ પણ જીવંત રહેલું સાહિત્ય છે આપણું પંચતંત્ર. દરેકે ક્યારેક ને ક્યારેક તો વાચુંય જ હશે, આખા વિશ્વમાં પ્રચલિત નીતિ શાસ્ત્ર પંચતંત્ર.

. પંચતંત્ર આશરે પેલી કે બીજી સદીની આસપાસ પંડિત વિષ્ણુ શર્મા દ્વારા સંસ્કૃતભાષામાં રચાયેલ સાહિત્ય છે. આ લોકકથા શૈલીમાં હોવાથી સંસ્કાર અને વ્યવહારિક જ્ઞાનનો ભંડાર છે. એના વિષે જેટલું લખો કે વાંચો ઓછું છે. આ સાહિત્યનો વિશ્વની 100થી પણ વધારે ભાષામાં અનુવાદ થયો છે. અને જેમ જેમ ટીવી અને ઇન્ટરનેટ મીડિયાએ વિકાસ કર્યો, તેમ તેમ આ વાર્તાઓનો ફેલાવો પણ વધતો રહ્યો છે.

પંચતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાન અને ગમત દ્વારા સાંસારિક પરિસ્થિતિના વિભિન્ન અંગો અને મનોવેજ્ઞાનીક શૈલીમાં લોકસ્વભાવ અને વ્યવહાર સમજાવવાનો છે. જેમ બાળક મધની મીઠાશ સાથે કડવી દવા લે છે એજ સરળતાથી જીવન ના ગૂઢ સૂત્રોને લોકભોગ્ય બનાવ્યાં છે.

આ સાહિત્ય ખાસ બાળકોને ધ્યાનમાં લઈને રચવામાં આવ્યું છે. એટલે કથાના પાત્રો પણ વિશિષ્ટ છે, અહીં લેખકે પ્રાણી જગતનો બખૂબી ઉપયોગ કર્યો છે. દરેકે દરેક પ્રાણીને તેના સ્વભાવ પ્રમાણે વાર્તામાં સમાવેશ કરવામાં આવ્યો છે. લુચ્ચાઈ માં જેમ શિયાળ અવલ, તેમ કબૂતર અને ઉદેર જેવાં જીવો એકતા અને મિત્રાચારી ની ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

. આ રચનાનું આલેખન કેવી રીતે થયું એની પણ એક વાર્તા પંચતંત્રની શરૂઆતમાં કરવામાં આવી છે, અમરશક્તિ રાજાના ત્રણ મહામૂર્ખ પુત્રો ને પંડિત વિષ્ણુ શર્માએ કલ્પનાની દુનિયામાં સફર કરાવી વાસ્તવિક દુનિયાનો ખ્યાલ આપ્યો. એક વાર્તામાં બીજી વાર્તાને ગુથીને રાજકુમારોને વ્યવહારીક જીવન માટે જ્ઞાન પૂરું પાડ્યું. અને એને માટે એમણે પાંચ તંત્રોની રચના કરી. પંડિત વિષ્ણુ શર્મા પંચતંત્રની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ, મનું ઋષિ, દેત્યાગુરુ શંકરચર્યાજી, મહર્ષિ વેદવ્યાસ અને ચાણક્યની આભાર માને છે. આ વાર્તાઓમાં આ મહાન વિદ્વાનોના જ્ઞાનનો નિચોડ છે. જેનો લાભ ગ્રંથથી સંપૂર્ણ માનવ સંસાર સહજતાથી મેળવી શક્યું છે.

માનવની જેમ પાંચ ઇંદ્રિય છે તેમ પંચતંત્ર માં પાંચ તંત્રો છે અને દરેક તંત્ર અલગ અલગ પ્રાણી જગત દ્વારા આલેખાયેલ છે. સંપૂર્ણ પણે પ્રાણી સૃષ્ટિનો જ ઉલેખ છે એવું નથી, માનવ દ્વારા પણ જીવનના તથ્યોની રજુઆત કરવામાં આવી છે.

પહેલું તંત્ર, = મિત્રભેદ, બે મિત્રોની વચ્ચે ત્રીજી વ્યક્તિ જ્યારે પોતાનો હેતુ સાધવા ફાટફૂટ પડાવે છે. લુચ્ચા શિયાળને પ્રયોજીને લાલચી મિત્ર ની વાતોમાં ફસાવવાનું ગંભીર પરિણામ ચોટદાર આલેખ્યો છે.

બીજું તંત્ર, = મિત્ર સંપ્રાપ્તી, આ તંત્રમાં જુદી જુદી આવડતો ધરાવતા એકસરખી વિચારોવાળા લોકો સંગઠીત થઇ કામ કરવાનું મહત્વ સમજાવી છે.

ત્રીજું તંત્ર, = કાકોલુકિયમ, ભૂતકાળમાં દુશ્મન રહી ચૂકેલા મિત્ર બને તો તેવી મિત્રતા પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ. જો વિશ્વાસ મુકવામાં આવે તો તેનું પરીણામ સ્વરૂપે નુકશાની વેઠવી પડે છે.

ચોથું તંત્ર, = લબ્ધપ્રસંશા, જીવનમાં સતર્કતા નું મહત્વ આ તંત્રની વાર્તાઓ દ્વારા સમજાવ્યું છે. કોઈ પણ પકરની મુશ્કેલીમાંથી રસ્તો કાઢવાના સૂચનો જોવા મળે છે.

પાંચમું તંત્ર, =અપરીક્ષિતકારક, દરેક કાર્યને સમજી વિચારી અને બુદ્ધિ પૂર્વક કરવાનું સૂચન છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ને જોઇને તરતજ કોઈ નિર્ણય કરવો નહિ.

આ પાંચેય તંત્રની કથામાં પ્રાણીઓ દ્વારા જ્ઞાનને સહજ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પેલી સદી આસપાસ રચાયેલું હોવા છતાં પણ વર્તમાન સમયમાં એટલું જ ઉપયોગી છે.હાલની મોટાભાગની મેનેજમેન્ટ સંસ્થાઓ પોતાના અભ્યાસક્રમનો આધાર અને ઉદાહરણ રૂપે પંચતંત્રની બોધ કથાઓ ને પ્રાધાન્ય આપે છે. લીડરશિપ, નિર્ણયશકિત, અને મિત્રોની યોગ્યતા જેવા ગુણોને વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે.

દેશ જ નહિ વિદેશમાં પણ પંચતત્રનું આગવું મહત્ત્વ છે. પૂર્વ ઈગ્લેડના વિદ્વાન સર viliyam Jon's આશરે 160 વર્ષ પહેલાં પંચતંત્ર માટે લખ્યું છે. their Neeti Shastra, or System of ethic, isyet preserved and the fables of Vishnu Sharma, are the most beautiful, if not the most ancient collection of parables in word. અર્થાત્ હિન્દુઓના નીતિ શાસ્ત્ર હજી સુધી સચવાયેલ છે, અને વિષ્ણુ શર્મા દ્વારા રચાયેલી વાર્તાઓ સંસારની પુરાતન નહિ તો સર્વશ્રેષ્ઠ વાર્તાઓ છે.

પંચતંત્રની શરૂઆતમાં જ પંડિત વિષ્ણુ શર્માએ આ ગ્રંથની રચના નો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો છે. " કથાછલેન બાલાનાં નીતિસ્તદિઃ કથયેત." આ ઉક્તિ સંપૂર્ણ ગ્રંથમાં પ્રતિબિંબિત થાય છે. પુરાતન સમયના આવા ગ્રંથો જે સાચું શિક્ષણ આપે છે. થોડા દુઃખની વાત એ પણ છે કે મેનેજમેન્ટ ના વિષયોમાં પંચતંત્ર ને સામેલ કરવામાં આવી રહ્યું છે. તેને લઈને નવા નવા પ્રયોગો કરવામાં આવે છે, તો બીજી તરફ પાયાના શિક્ષણમાંથી ધીરે ધીરે તેની બાદબાકી થઈ રહી છે. આપણે આપણા પાયાના શિક્ષણ માટે પંચતંત્ર અને તેના જેવા નીતિ શાસ્ત્રોનો ઉપયોગ વધારવો જોઈએ.