આ વાતછે ૨૦૧૫ ની . જ્યારે પહેલીવાર વિમાન મા મુસાફરી કરી એ દરમિયાન ઘણી ઘટનાઓ એવી બની (રમૂજ ) જે આજે પણ મારા માનસપટ પર થી વિખરાતી નથી.
હું જ્યારે પ્રવાસ પુરો કરી રાજકોટ ઘરે પરત આવ્યો ત્યારે ઘર ના લોકો પણ બહુ ઉત્સુક હતા. વિમાન યાત્રા નો અનુભવ જાણવા માટે....... મીત્રો પણ બહુ ઉતાવળા. એક મિત્ર તો મને લેવા માટે છેક અમદાવાદ એરપોટ પર આવેલો. રાજકોટ થી.
ઘરે આવી બધા ઘર ના ને પવાસ વીસે બધી વાત કરી તયારબાદ લગભગ બધા પેટ પકડી એકાદ કલાક હસેલા.કેમ કે સફર દરમિયાન કીસસા જ એવા બનેલા.બીજા દિવસે બધા મીત્રો આવ્યા મળવા માટે ત્યારે ફરી બધા મીત્રો પાસે મારી કેસટ ચાલુ થઈ. બધા ખૂબ હસ્યા ખૂબ રાજી થયા. એક મીત્ર મને કહે કે આ બધા તારી સાથે બનેલા બનાવો ફરીથી અમને કહે મારે રકોરડીગ કરવા છે. મે કીધું કેમ ? તો મને કહે કહે આ બધી વાતો સાંભળી ખૂબ મજા આવેલ . ફરી હસવા કામ આવસે. મને કહે આ બધી વાતો સાંભળી ટી.વી. પર ના કોમડી શો ફીકા લાગેછે. પછી મે કીધું રેકોરડીંગ આપણે પછી ક્યારેક કરશુ.
હવે વાત ને આજે ૪ વરસ વીતી ગયા . કાલે રાત્રે એક મીત્ર ના ઘરે બેઠેલો ત્યારે વાતોવાતો મા ફરી પેલા મારા પવાસ ની વાત નીકળી. વાત યાદ કરી પેલા તો અમે બંને જણા ખૂબ હસ્યા. પછી એ મિત્ર એ મને આ બનેલા કિસ્સા ને વાતાઁ સ્વરૂપે લખવાની વાત કહી. પહેલા તો મેં એને ના પાડી . મે કીધું ભાઇ મને એમ લખતા નો ફાવે, હું કાઇ થોડો લેખક છું ? ફરી એને મને સમજાવ્યો કે આ રમૂજી વાત વાંચી બધા ખૂબ હસસે વાચકો ને મજા આવશે. આમ પણ આ જમાના મા કોઈને રડાવા બહુ સહેલા છે, પણ કોઇને હસાવવા એ બહુ કઠીન છે.
આવી ધણી દલીલો સાંભળી તયારબાદ આ વાર્તા લખવાનું નક્કી કર્યું.
પણ દોસ્તો હું કોઇ લેખક નથી, માટે કોઇ ભુલ થાઇ તો માફ કરશો. તો અહીં થી આગળ હું મારી પહેલી હવાઈ મુસાફરી ની વાત આપની સમક્ષ રજૂ કરૂ છું . કદાચ આપને ગમશે , જો ગમે તો આપનો અભીપાૃઇ કોમેન્ટ થકી જરૂર આપજો.
દિવાળી ના દિવસો ને લગભગ દસેક દિવસ બાકી હતા. નવરાત્રી નો તહેવાર હજુ પુરો જ થયો હતો. ત્યારે મારે લખનવ પાસે ના ફૈજાબાદ જવાનું થયું. ત્યારે સાથે પપ્પા ના બે મીત્રો પણ સાથે આવવાના છે એવી પપ્પા તરફથી સુચના મળી. આ સાંભળી હું રાજી થઇ ગયો કેમ કે અજાણ્યા ગામ મા “દો સે ભલે તીન”. હું આપને હવે એ બેવ વ્યક્તિ ની ઓળખાણ કરાવી દઉ. પહેલી વ્યક્ત નું નામ રમેશ ભાઇ અને બીજા બાબાલાલ .આ બંને ની ઉંમર આશરે ૬૦ આસપાસ હશે.
પહેલા તો અમારે ફૈજાબાદ કાર લઇ ને જવાનું હતું . પણ જો કાર લઇ ને જાઇ તો દિવાળી પહેલા રાજકોટ પરત આવવું થોડું મુશ્કેલ થઇ જતુ હતું . તેથી વિમાન મુસાફરી કરવાનું નક્કી કર્યું . પણ આ વાત થી બાબાલાલ બિલકુલ નારાજ હતા. કારણ કે બાબાલાલ એકદમ લોભી . તે વિમાન ના પૈસા ખર્ચ કરવા રાજી નહેતા. આ તે મારી અને રમેશભાઇ ની બહુમતી ને કારણે બાબાલાલે હા પાડવી પડી.
બીજે દીવસે અમદાવાદ થી બપોરે અમારી ફલાઇટ હતી. તેથી વહેલી સવારે રાજકોટ થી ગાડી લઇ ને જવાનું નક્કી થયું . પછી સવારે રમેશભાઇ ના ઘરે હું પહોંચી ગયો......
વધુ આવતા અંકે....