ડેવિલ રિટર્ન-1.0
(27)
જિયાન પોતાનાં ભાઈ બહેનો ની હત્યા કરે એ પહેલાં ક્રિસ બધાં ને બચાવી જંગલની તરફ પ્રયાણ કરે છે..એ લોકો એક ગુફામાં રાત્રી રોકાણ માટે પ્રવેશે છે..રાતે બધાં સૂતાં હોય છે ત્યારે એક બિહામણો વૃદ્ધ વ્યક્તિ ગુફામાં આવે છે..જેનું નામ વેન ઈવાન હોય છે..ક્રિસ ની વિતક સાંભળ્યાં બાદ વેન ઈવાન પોતાનાં વિશે જણાવતાં કહે છે કે પોતે કેવી પરિસ્થિતિમાં ફસાઈને એક વેમ્પાયર બની ગયો..ક્રિસ વેન ઈવાન જોડે વેમ્પાયર ની શક્તિઓની માંગણી કરે છે.
ક્રિસ દ્વારા જે કારણ માટે વેમ્પાયર જેવી શક્તિઓની માંગણી થઈ હતી એ સાંભળ્યાં બાદ વેન વિચારતો થઈ ગયો હતો..એક કુમળી વયનાં બાળક માટે પોતાની જોડે થયેલાં અન્યાય નો બદલો લેવાં માટે એવી શક્તિઓની માંગણી કરવી જેનાં લીધે એનું જીવન નર્ક બની જવાનું હતું એ વિચારી વેનનું મગજ સતત એને કહી રહ્યું હતું કે 'તું ક્રિસ ને કોઈકાળે એ શક્તિઓ આપવાં વેમ્પાયર નહીં બનાવે..'
"શું થયું તમને..? શું વિચારો છો તમે..? "વેન ને આટલું વિચારતો જોઈ ક્રિસે સવાલ કર્યો.
"ક્રિસ તારે તારાં પરિવાર પર અન્યાય કરનારાં એ ક્રૂર રાજા નિકોલસ અને એનાં અભિમાની પુત્ર જિયાન જોડે બદલો લેવાં જે શક્તિઓની જરૂર છે એ તને સરળતાથી નહીં મળે..અને એ મળી જશે તો ખરી પણ તું એ શક્તિઓ મેળવવાં જે સજા સદીઓ સુધી ભોગવીશ એ મોતથી પણ વધુ બદતર હશે.."વેન ઈવાન ક્રિસ ને સમજાવતાં બોલ્યો.
"તો એમાં શું થઈ ગયું..? જો હું એ લોકોને નહીં મારું તો એ લોકો આજે નહીં તો કાલે મને અને મારાં ભાઈ બહેનો ને મારી જ નાંખશે..એનાં કરતાં સારું છે કે હું અમારી બધાં ની જીંદગી બચાવવા વેમ્પાયર બનીને એ બધાં નો ખાત્મો કરી દઉં..આમ કરવાથી અમારી જીંદગી તો બચી જ જશે અને સાથે-સાથે હું મારાં માતા-પિતાની મોત નો બદલો પણ લઈ શકીશ.."ક્રિસ પોતાની વાત રાખતાં બોલ્યો.
ક્રિસ ની આ દલીલે વેન ઈવાન ને વિચારતો કરી મુક્યો..પોતે પણ વર્ષો પહેલાં આવી જ બદલાની આગમાં સળવતો હતો એ યાદ આવતાં જ વેન ની આંખો ભરાઈ આવી..આ સિવાય ક્રિસ ની એ વાત પણ સાચી હતી કે જો એ જિયાન અને નિકોલસ ને નહીં મારે તો આજે નહીં તો કાલે એ બંને ક્રિસ સમેત એનાં સાતેય ભાઈ બહેનો જીવિત છે એવી જાણ થતાં જ એમને શોધીને ક્યારેક તો મારી જ નાંખશે.
વેન નું સદીઓથી મોત ની રાહ જોઈ રહેલું દિમાગ એકતરફ એને ચેતવી રહ્યું હતું કે તું ક્રિસ ને વેમ્પાયર ની શક્તિઓ આપી તારી માફક એની જીંદગી નર્ક ના બનાવ..પણ બીજી તરફ એનું હૃદય વેન ને કહી રહ્યું હતું કે વેન તું આ છોકરાંને વેમ્પાયર બનાવી દે..જેથી એ પોતાનો બદલો લઈ શકે અને પોતાનાં ભાઈ બહેનો ને બચાવી શકે..દિલ અને દિમાગ વચ્ચે ચાલતી આ જંગનાં લીધે વેન પોતાને શું નિર્ણય લેવો જોઈએ એ વિશે વિચારતો રહ્યો..આખરે એને દિલ ની વાત માની અને ક્રિસ નાં માથે હાથ મૂકીને કહ્યું.
"ક્રિસ, ચાલ મારી સાથે હું તને વેમ્પાયર ની બધી જ શક્તિઓ આપીશ..સાથે-સાથે એ શક્તિઓનો ઉપયોગ કેમ કરવો એ પણ શીખવીશ.."
વેન ઈવાન ની આ વાત સાંભળી ક્રિસ હરખભેર બોલ્યો.
"આપનો ખૂબ ખૂબ આભાર.."
ક્રિસ ને વેમ્પાયર બનાવી એને સુપર નેચરલ શક્તિઓ આપવાંનાં નિર્ણય પર તો વેન ઈવાન આવી ગયો પણ કંઈક યાદ આવતાં એને ક્રિસ ને કહ્યું.
"ક્રિસ..હવે સવાર થવાં આવી..અને એક વેમ્પાયર તરીકે દિવસનાં અજવાળામાં હું અશક્ત બની જઈશ અને સૂર્યપ્રકાશ મારાં માટે ઘાતક બની જશે માટે આવતીકાલે રાતે હું તને વેમ્પાયર બનાવવાની વિધિ પૂર્ણ કરીશ.."
વેન ઈવાન ની આ વાત સાંભળી ક્રિસ ને ઘણું આશ્ચર્ય થયું..એક વેમ્પાયર મનુષ્ય બન્યાં પછી પણ ચામાચીડિયા માફક દિવસ નો સૂર્ય પ્રકાશ જોખમી બની જશે એ સાંભળી ક્રિસે આશ્ચર્ય અને ઉત્સુકતા સાથે વેન ને સવાલ કર્યો.
"તો શું સૂર્યપ્રકાશથી બચવાનો કોઈ ઉપાય નથી.? "
"ઉપાય તો છે પણ મેં ક્યારેય એ આજમાવવો જરૂરી નથી સમજ્યો..અને એ ઉપાય એવો નથી કે તું વેમ્પાયર બન્યાં બાદ સૂર્યપ્રકાશથી બચી શકે..પણ એ ઉપાય તારી શક્તિઓને આજમાવવાનો સમય જરૂર વધારી આપે.."વેન ઈવાન બોલ્યો.
"કૃપયા મને એ ઉપાય જણાવશો..? "ક્રિસ બોલ્યો.
"એ માટે તારે નરકનાં એક રાજા એવાં પાયમોન દેવતા ની પૂજા કરવી પડે..આમ કરવાથી પાયમોન દેવ પ્રસન્ન થશે અને રાતનો સમયગાળો વધારી આપશે અને દિવસનો સમયગાળો ઘટાડી દેશે.."વેન ઈવાને કહ્યું.
"તો સારું..તમે અત્યારે આરામ કરો..હું પણ થોડું સુઈ જાઉં..કાલે રાતે તમે મને વેમ્પાયર બનાવશો એ નક્કી રહ્યું.."આટલું કહી ક્રિસ પોતાનાં ભાઈ-બહેનો સૂતાં હતાં એ તરફ આગળ વધ્યો.
પોતાનાં નાનાં ભાઈ બહેનો માટે પોતાની જીંદગી દોજખ બનાવવાં માટે તૈયાર થયેલો ક્રિસ જેવો સુવા માટે ગયો એ સાથે જ વેન ઈવાન ગુફાનો એક એવો ખૂણો પકડીને સુઈ ગયો જ્યાં દિવસે પણ સૂર્યપ્રકાશ ના પહોંચે.
****
આટલું બોલી ફાધર વિલિયમ જેવાં અટકયાં એ સાથે જ અર્જુન જિજ્ઞાસા સાથે બોલ્યો.
"તો ફાધર, રાધાનગરનાં વાતાવરણમાં અચાનક પલટો આ કારણથી આવ્યો છે..? "
"હા..એવું જ બન્યું હોય એવું લાગે છે..સાંભળવામાં આવ્યું છે કે વેમ્પાયર ફેમિલી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં નર્ક નાં એક દેવતા અને નર્ક નાં સ્વામી લ્યુસિફર નાં અનુયાયી એવાં પાયમોનની મદદથી એ વિસ્તારનું વાતાવરણ બદલી નાંખે છે..તો એ વાત શક્ય છે કે પાયમોન દેવતાની મદદથી જ એ વેમ્પાયર ફેમિલીએ રાધાનગરનાં વાતાવરણમાં આ હદે બદલાવ કર્યો હશે.."અર્જુનનાં સવાલનો જવાબ આપતાં ફાધર વિલિયમે કહ્યું.
"તો શું સાચેમાં ક્રિસ ને વેન ઈવાન દ્વારા વેમ્પાયર બનાવવામાં આવ્યો હતો..? ..ક્રિસ ની સાથે એનાં ભાઈ-બહેન પણ વેમ્પાયર બન્યાં એનું કારણ શું..? એ લોકો નો ખાત્મો કરવાનો કોઈ રસ્તો નથી..? "એક પછી એક સવાલ કરતાં અર્જુને ફાધર વિલિયમને ઉદ્દેશીને કહ્યું.
"એ બધું કઈ રીતે બન્યું એ તને જણાવું એ પહેલાં મારે રવિવારે રાધાનગરનાં લોકોની રક્ષા માટે મોટી પ્રાર્થનાસભાનું આયોજન હોવાથી ચર્ચ માં થોડું કામ છે એ કામ મારાં અનુયાયીઓ ને સોંપી હું હમણાં આવું પછી તને આગળ શું થયું હતું એ વિશે જણાવું.."ફાધર વિલિયમે અર્જુન તરફ જોતાં કહ્યું.
"ચોક્કસ..આપ જઈ શકો છો..તમે શાંતિથી આવો, હું અહીં જ બેઠો છું..આજે તો એ વેમ્પાયર ફેમિલી ની સંપૂર્ણ કહાની સાંભળ્યાં વિના હું ક્યાંય નથી જવાનો.."અર્જુન ફાધર વિલિયમને ત્યાંથી જવાની અનુમતિ આપતાં બોલ્યો.
"હું હમણાં જ આવું.."આટલું કહી ફાધર વિલિયમ હિંચકામાંથી ઉભાં થયાં અને ચર્ચ તરફ જતાં રસ્તે ચાલી નીકળ્યાં.
એમનાં જતાં જ અર્જુને સમય પસાર કરવાનાં ઉદ્દેશથી મોબાઈલ હાથમાં લીધો અને માતૃભારતી એપ્લિકેશન ઓપન કરી..એપ્લિકેશન ની અંદર મોજુદ જતીન.આર.પટેલ ઉર્ફે શિવાય ની સુપર ક્રાઈમ થ્રિલર, સુપર સસ્પેન્સ નોવેલ મર્ડર એટ રિવરફ્રન્ટ વાંચવાનું શરૂ કર્યું.. આ નોવેલ માં રાજલ નામની મહિલા ઓફિસર જે રીતે એક સિરિયલ કિલર ને પકડવા જીવ ની બાજી લગાવે છે એ વાંચવાની અર્જુનને ખૂબ મજા આવી રહી હતી..પ્રોફેશનલ લેખક ના હોવાં છતાં સતત બે વર્ષથી પોતાનાં વાંચકો માટે દર વખતે નવાં જ વિષય પર નોવેલ લાવીને ખૂબ ઓછાં ગાળામાં વાંચકો વચ્ચે લોકપ્રિય એવાં જતીન.આર.પટેલ ની કલમનો પીનલ ની સાથે અર્જુન પણ દિવાનો બની ગયો હતો.
"શું કરે છે..? "અચાનક કાને પડેલાં ફાધર વિલિયમનાં અવાજે અર્જુનનું ધ્યાન ખેંચ્યું.
"અરે કંઈ નહીં..બસ માતૃભારતી એપ્લિકેશન પર એક સસ્પેન્સ નોવેલ વાંચતો હતો.."અર્જુને માતૃભારતી એપ્લિકેશન બંધ કરી મોબાઈલ ખિસ્સામાં મુકતાં કહ્યું.
"તું પણ માતૃભારતી એપ્લિકેશન વાપરે છે..? અરે બહુ સરસ એપ્લિકેશન છે..આધ્યાત્મિક પુસ્તકો પણ ઘણી મોટી સંખ્યામાં ત્યાં ઉપલબ્ધ છે..ખરેખર માતૃભારતી ની ટીમ દ્વારા વાંચકો માટે જે રસથાળ પીરસવામાં આવે છે એ સરાહનીય છે.."ફાધર વિલિયમે કહ્યું.
"તમારું કામ પૂરું થઈ ગયું..? "અર્જુને ફાધર ની તરફ જોઈને પૂછ્યું.
"હા એ તો પેલો લાઉડ સ્પીકર વાળો અને મંડપ વાળો ગોવિંદ આવ્યો હતો..એને પ્રાર્થનાસભા માટે શું કરવાનું છે એ સમજાવીને આવ્યો.."આટલું બોલી ફાધર વિલિયમે અર્જુનની જોડે હિંચકામાં પુનઃ સ્થાન ગ્રહણ કર્યું.
વેન ઈવાન દ્વારા ક્રિસ ને વેમ્પાયર બનાવાયો હતો..?, ક્રિસ નાં ભાઈ બહેનો વેમ્પાયર કઈ રીતે બન્યાં..? અને ક્રિસે જિયાન અને નિકોલસ સાથે પોતાનો બદલો કઈ રીતે પૂરો કર્યો હતો એ સવાલોનાં જવાબ માટે ફાધરે અર્જુનને વેમ્પાયર ફેમિલી ની આગળની દાસ્તાન કહેવાનું શરૂ કર્યું..!!
★★★
વધુ આવતાં ભાગમાં.
ક્રિસ જિયાન અને નિકોલસ જોડે બદલો લઈ શકશે..? ક્રિસ અને એનાં ભાઈ-બહેનો વેમ્પાયર કઈ રીતે બન્યાં..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ-2..મતલબ ડેવિલ રિટર્ન-2.0
કોઈ નોવેલ ની સિક્વલ લખાય અને એનાં પણ બે ભાગ હોય એવું પ્રથમ વખત ગુજરાતી સાહિત્યનાં ઈતિહાસમાં બન્યું હોવું જોઈએ..ખૂબ નજીકમાં આગળ ની કહાની આપ સૌ માટે લઈને આવીશ
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન.આર.પટેલ (શિવાય)