Devil Return-1.0 - 24 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-1.0 - 24

Featured Books
  • स्वयंवधू - 24

    जैसा कि हमने सुना है, अतीत में उनका अपहरण किया गया था और उन्...

  • My Wife is Student ? - 16

    आदित्य जब उसे केबिन में बुलाता है! तो स्वाति हेरान भरी आंखों...

  • डिअर सर........1

    वो उमस भरी गर्मियों के गुजरने के दिन थे। नहाकर बाथरूम से बाह...

  • इको फ्रेंडली गोवर्धन

    इको फ्रेंडली गोवर्धन   गोवर्धन पूजा का समय है, ब्रजवासी हैं,...

  • खामोशी का रहस्य - 7

    माया को जब होश आया तब उसने अपने को अस्पताल में पाया थाजैसे ह...

Categories
Share

ડેવિલ રિટર્ન-1.0 - 24

ડેવિલ રિટર્ન-1.0

(24)

ફાધર વિલિયમ અર્જુનને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે.જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવા નાથનની ગેરહાજરીમાં એનાં ઘરે આવી નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ જાય છે..જિયાન નાં આ કૃત્ય ની ખબર નાથનને પડતાં એ પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ પહોંચે છે..પણ ત્યાં રેહાના એની નજરો સામે આત્મહત્યા કરે છે..નાથનને પણ જિયાન અને નિકોલસ મળીને હત્યા કરી દે છે..જિયાન પોતાનાં પિતાજીનાં કહ્યાં મુજબ નાથનનાં સંતાનોની હત્યા કરવાં નીકળી પડે છે.

નાથન ની કરપીણ હત્યા બાદ એનાં પરિવારનો નાનો અમથો કોઈ અંશ પણ વધવો ના જોઈએ એવી મંછા સાથે જિયાન પોતાની સાથે સંખ્યાબંધ હથિયારધારી સૈનિકો ની મોટી ફૌજ લઈને નાથનનાં ઘર તરફ નીકળે છે.

પોતાની માતા ની છત્રછાયા ગુમાવ્યાં બાદ હવે પોતે નાથન ની મૃત્યુ બાદ બાપ વગરનાં પણ થઈ ગયાં છે એ વાતથી બેખબર નાથનનાં સાતેય માસુમ સંતાનો ઘરમાં નાથન અને રેહાના નાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

"ભાઈ, પિતાજી કેમ હજુ આવ્યાં નથી.."નાનકડાં બ્રાન્ડને ક્રિસ ને સવાલ કરતાં કહ્યું.

"બસ આવતાં જ હશે..એ અને રેહાના ફોઈ બંને હમણાં આવી જશે.."ક્રિસ ની જગ્યાએ જવાબ આપતાં ઈવ બોલી.

"ભાઈ, તમને સાચેમાં લાગે છે પિતાજી આવશે..? "ક્રિસને બાકીનાં ભાઈ-બહેનો થી અલગ કરી ડેવિડ અને ઈવે ચિંતિત સુરમાં કહ્યું.

"અત્યારે સંધ્યા પૂર્ણ થવાં આવી અને થોડીવારમાં રાત પણ થઈ જશે..છતાં પિતાજી હજુ સુધી ના આવ્યાં એટલે મારે તમને બંને ને સત્ય કહી દેવું જોઈએ..જે છેલ્લી વખતે પિતાજીએ મને કહ્યું હતું.."ક્રિસ બારીમાંથી બહાર ની તરફ જોઈ સમય નો ક્યાસ લગાવતાં બોલ્યો.

"શું કહ્યું હતું પિતાજીએ..? "ક્રિસ ની વાત સાંભળી ઈવ બોલી.

"તમને એ તો ખબર છે કે હું પિતાજીનાં મહેલમાં જવાં નીકળ્યાં બાદ એમનો પીછો કરતો કરતો એમની પાછળ મહેલનાં રસ્તે ગયો હતો..તો ત્યાં પિતાજી મને જોઈ ગયાં અને એમને મને પાછાં જવાની સલાહ આપતાં કહ્યું કે.."આટલું બોલતાં ક્રિસ અટકી ગયો..જાણે શબ્દો એનાં ગળામાંથી બહાર નીકળી જ નહોતાં રહ્યાં.

"શું કહ્યું હતું પિતાજીએ..બોલો ને ભાઈ.."નાથનનું ત્રીજા નંબરનું સંતાન એવો ડેવિડ અધીરાઈ સાથે સવાલ કરતાં બોલ્યો.

"પિતાજીએ કહ્યું કે..એ ફોઈ ને બચાવવા તો જાય છે પણ આ એક અતિ કઠિન કાર્ય છે જેમાં સફળ થવાની શકયતા ઓછી છે..માટે જો પોતે રાત થાય ત્યાં સુધી ના આવે તો મારે તમારાં બધાં સાથે આ ઘરને મૂકીને ભાગી જવાનું.."ક્રિસ ને જતાં-જતાં નાથને જે કહ્યું હતું એ અંગે ડેવિડ અને ઈવ ને જણાવતાં ક્રિસ બોલ્યો.

"પણ કેમ..? પિતાજીએ એવું કેમ કહ્યું કે આપણે અહીંથી ભાગી જવાનું..? આપણું પોતાનું ઘર મૂકીને ભાગી થોડું જવાય..? "ક્રિસ ની વાત સાંભળી સવાલોની વણઝાર ઉભી કરતાં ડેવિડ બોલી પડ્યો.

ડેવિડ ની વાતનો જવાબ શું આપવો એ વિશે ક્રિસ વિચારતો જ હતો ત્યાં એને દૂરથી આવતાં ઘોડાઓનાં દોડવાનો અવાજ સાંભળીને બારીની નજીક આવી બહાર નજર કરી..દૂરથી નજીક આવી રહેલી મશાલોને જોતાં વેંત જ પોતાની તરફ આગળ વધી રહેલી મુસીબત નો અંદાજો ક્રિસ ને આવી ગયો.

"ઈવ, ડેવિડ..બહાર જોવો..સમજાઈ જશે કે પિતાજીએ આવું કેમ કીધું હતું.."ઈવ અને ડેવિડ ને ઉદ્દેશીને ક્રિસ બોલ્યો.

ક્રિસ ની વાત સાંભળી ઈવ અને ડેવિડ બારીની નજદીક આવીને ઉભાં રહી ગયાં.. એમને પણ સળગતી મશાલોને પોતાનાં મકાન તરફ ગતિમાં આવતી જોઈને એટલો તો અંદાજો લગાવી લીધો કે ઘણાં ઘોડેસવારો પોતાનાં ઘર તરફ તીવ્ર ગતિમાં આવી રહ્યાં હતાં..જે શક્યવત રાજા નિકોલસ નાં સૈનિકો હતાં.

"ભાઈ...આ બધાં તો થોડી જ મિનિટોમાં અહીં આવી જશે..પણ એ લોકો ઈચ્છે છે શું..? "ઈવે ક્રિસ તરફ જોઈને પૂછ્યું.

"મારે આવું વિચારવું ના જોઈએ..પણ મને લાગે છે કે પિતાજી હવે જીવિત નથી..અને અહીંનો દુષ્ટ રાજા અને રાજકુમાર એવું નથી ઈચ્છતો કે આપણામાંથી કોઈ એકપણ બચે.."ક્રિસ દરેક શબ્દ પર ભાર મુકતાં બોલ્યો.

"આવું ના બની શકે..પિતાજીને કંઈ નહીં થયું હોય..હું બચાવીશ એમને.."રડતાં-રડતાં આમ બોલી ડેવિડ ક્રિસ ને ભેટી પડ્યો.

"ડેવિડ..હવે રડવાનો કોઈ ફાયદો નથી..જો આપણાં માતા-પિતાની મોત નો બદલો લેવો હોય તો પ્રથમ ધ્યેય હોવું જોઈએ જીવિત રહેવું..અને એ માટે અહીંથી જીવતું નીકળવું જરૂરી છે.."ક્રિસ ડેવિડ નાં આંસુ પોતાનાં હાથ વડે લૂછતાં બોલ્યો.

ક્રિસ ની વાત ની ડેવિડ પર અસર થઈ અને એને પોતાની જાતને સ્વસ્થ કરવાની કોશિશ કરી..ડેવિડ નાં ખભે હાથ મૂકી ક્રિસ બોલ્યો.

"ડેવિડ તારાં, ઈવ નાં અને મારાં પર હવે જવાબદારી છે આપણાં ભાઈ બહેનો નાં રક્ષણની.."

ક્રિસ નાં આમ બોલતાં જ ઈવે પોતાની હથેળી ખુલ્લી કરી ક્રિસ અને ડેવિડ ની તરફ ધરી..જેનાં પ્રતિભાવમાં એ બંને એ પોતાનાં હાથને ઈવની હથેળીમાં મૂકી પોતે હવે દરેક વસ્તુ માટે તૈયાર છે એવું જણાવ્યું.હૃદયમાં પીડા, આંખોની કિનારીએ આવી ચુકેલાં આંસુ છતાં જે રીતે નાથનનાં બાળકો જે રીતે પોતાની ઉપર આવી ચડેલી પરિસ્થિતિનો સામનો કરવાં સજ્જ થયાં હતાં એ જોઈ સ્વર્ગમાં બેસેલાં નતાલી અને નાથનને પોતાની આ સંતાનો માટે ગર્વ થતો હશે.

"હવે અહીંથી નિકળીશું કઈ રીતે..એ લોકો નક્કી આપણો પીછો કરશે અને થોડીવારમાં આપણ ને પકડી લેશે.."ભાગીને કોઈ ફાયદો નથી એ અંગે ચિંતા વ્યક્ત કરતાં ડેવિડ બોલ્યો.

ડેવિડ ની વાત સાંભળી ગહન વિચાર કર્યાં પછી ક્રિસ બોલ્યો.

"ઈવ, તું ઘરનાં બધાં બારી-બારણાં બંધ કર અને ડેવિડ તું ઘરમાં પડેલું તેલ લાવ..."

ક્રિસ નાં આમ બોલતાં જ ઈવ અને ડેવિડ પોતપોતાને સોંપેલું કામ કરવામાં લાગી ગયાં..આ દરમિયાન ક્રિસે એક મશકમાં પીવાનું પાણી ભર્યું અને થોડો સૂકો નાસ્તો એક બેગમાં રાખી દીધો.

"ભાઈ..આ રહ્યું ઘરમાં રહેલું બધું જ તેલ."તેલ ભરેલું પાત્ર ક્રિસ નાં હાથમાં આપતાં ડેવિડ બોલ્યો.

ડેવિડ જોડેથી તેલનું પાત્ર લઈને ક્રિસે એમાંથી બધું તેલ ઘરની બારીઓ, બારણાં અને નીચે ફર્શ પર ઢોલી દીધું..બીજાં બધાં ક્રિસ ને આમ કરતાં આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં કે આખરે એ કરી શું રહ્યો હતો.

"એ લોકો આપણને મારવાં આવ્યાં છે..એટલે પહેલાં એ લોકો ઘર ખોલવાનો પ્રયાસ કરશે અને ઘરનાં બારી-બારણાં ના ખુલતાં એ લોકો ઘરને આગ ચાંપી દેશે..હું ઈચ્છું છું કે ઘરને ઝડપી આગ લાગે અને બધું જ સળગી જાય..આમ થતાં એ બધાં ને લાગશે કે આપણે બધાં આગમાં ભડથું થઈ ગયાં અને એ લોકો પછી આપણને શોધવા નહીં આવે.."ક્રિસ પોતે વિચારેલી યુક્તિ બાકીનાં ભાઈઓ-બહેનો સમક્ષ રજુ કરતાં બોલ્યો..ઈવ અને ડેવિડ સિવાય જ્હોન અને ડેઈઝી પણ પોતાનાં જ્યેષ્ઠ ભ્રાતા ની વાત સમજે એટલાં સમજદાર તો હતાં જ.

પોતાનાં પિતાજી હવે જીવિત નહીં હોય એનો અંદાજો આવી ગયો હોવાં છતાં હવે પોતાનાં ભાઈની દરેક વાત માથે ચડાવીને આગળ દરેક પગલું ભરવાનું છે એવી ગાંઠ મનમાં એ બધાં બાંધી ચુક્યાં હતાં.

"ભાઈ..તમે ઘરનાં બધાં બારી-બારણાં તો બંધ કરાવી દીધાં તો હવે ઘરમાંથી નિકળીશું કઈ રીતે..? "જ્હોન ક્રિસ તરફ જોઈને બોલ્યો.

"બહાર નીકળવાનો એક છૂપો રસ્તો છે..જે મને પિતાજીએ એકવાર બતાવ્યો હતો..એ રસ્તો એક સુરંગમાંથી થઈને ઘરની પાછળ આવેલાં મેદાનની પેલી તરફ નીકળે છે..જેની આગળ જતાં જંગલ આવે છે.."ક્રિસ ઘરની મધ્યમાં રાખેલ ટેબલ ને ખસેડતાં બોલ્યો.

ડેવિડ ની મદદથી ક્રિસે ટેબલને એક તરફ મુક્યું અને ટેબલની નીચે પાથરેલું કપડું દૂર કરી દીધું..આમ કરતાં જ એક છૂપો દરવાજો જમીનમાં બનાવેલો નજરે પડ્યો..ડેવિડ અને જ્હોનની મદદથી ક્રિસે એ દરવાજો ખોલી દીધો..આ દરવાજો ખોલતાં જ એ લોકોએ નીચેની તરફ જતાં પગથિયાં જોયાં.

ક્રિસે બે મશાલ સળગાવી અને ત્યારબાદ ડેવિડ ને એક મશાલ પકડાવતાં કહ્યું.

"ડેવિડ, તું આ મશાલ લઈને અંદર પ્રવેશ..તારી પાછળ પાછળ ઈવ, બ્રાન્ડન, ટ્રીસા, ડેઈઝી, જ્હોન આવશે..હું એક નાનકડું કામ પતાવી હમણાં જ આવું છું.."

"પણ તમે ક્યાં જાઓ છો..? "ડેવિડે ક્રિસની વાત સાંભળતાં જ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"મેં કહ્યું એટલું કર..હું હમણાં આવું છું.."ઉંચા અવાજે ગુસ્સામાં ક્રિસ બોલ્યો.

ક્રિસ ની વાત માન્યા સિવાય હવે કોઈ વિકલ્પ ના હોવાથી ડેવિડ વધુ સમય બગાડયાં વગર નીચે સુરંગમાં ઉતર્યો..ડેવિડ ની પાછળ પાછળ ઈવ અંદર પ્રવેશી..ઈવે હાથ પકડીને બ્રાન્ડન અને ટ્રીસા ને અંદર લીધાં.. એમની પાછળ-પાછળ ડેઈઝી અને જ્હોન પણ સુરંગમાં પ્રવેશ્યાં.

એમનાં અંદર જતાં ની સાથે જ ક્રિસ ઘરનો મુખ્ય દરવાજો ખોલી ખુલ્લી ચોગાનમાં આવ્યો..ક્રિસ ની નજરોથી થોડે દુર ઘોડેસવારો એમનાં ઘર તરફ આગળ વધી રહ્યાં હતાં..આ ઘોડેસવારોની આગેવાની કરતાં જિયાનની નજર ક્રિસ પર પડી એ જ ક્ષણે ક્રિસે જિયાનને જોયો.. જિયાનને જોતાં જ ક્રિસ દોડીને ઘરમાં ઘુસી ગયો..આ બધું ક્રિસે જાણીજોઈને એટલે કર્યું હતું કે આમ કરી એ જિયાનને જતાવવા માંગતો હતો કે ઘરમાં હજુ એ અને એનાં ભાઈ-બહેનો મોજુદ છે.

ક્રિસ ઘરમાં આવ્યો અને દોડીને સુરંગમાં ઘુસી ગયો..સુરંગમાં પ્રવેશતાં જ એને સુરંગનો દરવાજો બંધ કર્યો અને પગથિયાં ઉતરી દોડીને પોતાનાં ભાઈ-બહેનો સુધી પહોંચી ગયો..ક્રિસ ને સહી-સલામત જોઈ ડેવિડ અને ઈવ ને અનેરો આનંદ થયો.

"ચલો.હવે બધાં આગળ વધીએ..કોઈએ ઝાઝું વિચારવાનું નથી..જ્યાં સુધી પગ કામ ના આપે ત્યાં સુધી ચાલવાનું છે.."પોતાનાં ભાઈ-બહેનો સુધી પહોંચતાં જ ટ્રીસા ને તેડીને ક્રિસ બોલ્યો.

ક્રિસનાં ત્યાં આવીને આમ બોલતાં જ બધી જ હતાશા અને નિરાશા ખંખેરી નવાં ઉત્સાહ સાથે નાથનનાં બધાં જ સંતાનો નવી મંજીલની શોધમાં હાલી નીકળ્યાં.

****

નાથનનાં મોટાં દિકરા ક્રિસ ને ઘરની અંદર જતો જોઈને જિયાને પોતાનાં ઘોડાની લગામ ખેંચી અને વધુ ઝડપે ઘોડાને ભગાવી નાથનનાં ઘરની જોડે લાવીને ઘોડો ઉભો કરી દીધો..ઘોડા પરથી કૂદકો મારી જિયાન નીચે ઉતર્યો અને ઘરનાં મુખ્યદ્વાર તરફ અગ્રેસર થયો.

"બહાર આવો બધી હરામી નાથનની ઔલાદો..તમારાં બાપને તો ઉપર પહોંચાડી દીધો હવે તમારો વારો છે

"ઘરનાં મુખ્ય દરવાજાને ખોલવાની કોશિશ કરતાં કરતાં જિયાન ઊંચા સાદે બોલ્યો.

જિયાનનાં ઊંચા મોટેથી અવાજ આપવાથી કે ઘરનું બારણું ખોલવાનાં પ્રયત્નની પણ કોઈ અસર ના થઈ એટલે એ ક્રોધથી ધૂંવા-પૂંવા થઈ ગયો..અને આ ગુસ્સામાં આવી જિયાને પોતાની જોડે આવેલાં સૈનિકો ને એ જ હુકમ આપ્યો જે ક્રિસ ઈચ્છતો હતો.

"આગ લગાવી દો પૂરાં મકાનને..ભલેને પછી એ સુવરની ઔલાદો જીવતી જ સળગી જાય.."

પોતાનાં રાજકુમાર ની દરેક વાતનો અમલ કરવો પોતાની ફરજ અને રાજ્યધર્મ છે એવું માનતાં સૈનિકોએ પોતાનાં હાથમાં રહેલી મશાલોને આ સાથે જ નાથનનાં મકાનની ઉપર છૂટી ફેંકી દીધી..આ સાથે જ લાકડાનું બનેલું મકાન ભડભડ સળગવા લાગ્યું..જેમાં વધારો કરવાનું કાર્ય કર્યું ક્રિસ નાં છાંટેલા તેલે.

અડધાં કલાકમાં તો નાથનનું વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલું ઘર સળગીને ખાખ થઈ જવાં આવ્યું..નાથનની સંતાનો પણ આ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હશે એમ માની જિયાન પુનઃ ઘોડે સવાર થયો અને ઘોડાને પુનઃ મહેલની તરફ હંકારી મુક્યો..જિયાનનાં પાછળ-પાછળ એની જોડે આવેલાં સૈનિકો પણ મહેલની તરફ જવાં નીકળી ગયાં.

આ દરમિયાન ક્રિસ પોતાનાં ભાઈઓ અને બહેનોની સાથે સુરંગ નાં બીજાં છેડે આવી ગયો જે એક મેદાનનાં છેડે ખુલતો હતો..ત્યાં થી પોતાનું સળગતું ઘર સ્પષ્ટ નજરે ચડતાં નાથનનાં બધાં સંતાનો વ્યથિત થઈ ગયાં.

"હવે કઈ તરફ..? "ઈવ ક્રિસની તરફ જોઈને બોલી.

"જ્યાં કદમો લઈ જાય.."આટલું કહેતાં જ ક્રિસ જંગલની તરફ ચાલી નીકળ્યો..જ્યાં એક નવું રહસ્ય હાથ ફેલાવી એનું સ્વાગત કરવાં ઉભું જ હતું..આ એવું રહસ્ય હતું જે નાથન નાં દરેક સંતાનોનો આગામી સમય બદલી દેવાનો હતો.

★★★

વધુ આવતાં અંકમાં.

ક્રિસ પોતાનાં ભાઈ-બહેનોને જિયાનથી બચાવવામાં સફળ રહેશે? એ લોકો જોડે જંગલમાં શું-શું ઘટનાઓ બનશે.? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)