ડેવિલ રિટર્ન-1.0
(12)
અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળ્યાં બાદ ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને આ બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.બ્રાન્ડન અને ડેઈઝી પોતાની ચાલાકીથી અશોક અને એનાં સાથી કોન્સ્ટેબલો ને ભ્રમ માં મૂકી ઓચિંતો હુમલો કરે છે જેમાં મોહનકાકા મૃતપાય હાલતમાં પહોંચી જાય છે અને બ્રાન્ડન અશોકની તરફ આગળ વધે છે..વાઘેલા અને એની સાથે મોજુદ સાથી અધિકારીઓ ની સામે જ્હોન તથા ટ્રીસા સામ-સામે આવી ઉભાં રહી જાય છે.
ડેઈઝી નાં દાંત મોહનકાકાની ગરદનનાં ઊંડે સુધી ઉતરી ગયાં હોય છે..જેનાં લીધે આધેડ વયનાં મોહનકાકા મૃતપાય હાલતમાં પહોંચી જાય છે..અશોક પણ ઘવાયેલી હાલતમાં બ્રાન્ડન રૂપે પોતાની તરફ આવતી મોત ને અસહાય હાલતમાં નિહાળી રહ્યો હતો..અચાનક વાતાવરણમાં એક જોરદાર ધડાકો થયો અને એને સમાંતર ડેઈઝી ની ચીસ પણ સંભળાઈ.
આમ થતાં જ બ્રાન્ડન અશોકની તરફ આગળ વધતો અટકી ગયો અને એને ડેઈઝી ની તરફ જોયું..ડેઈઝીનાં પેટમાંથી ગોળી આરપાર નીકળી ગઈ હતી અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું..આ સાથે જ ત્યાં મોજુદ બધાં ની નજર મોહનકાકા તરફ પડી જે પોતાની સર્વિસ રિવોલ્વર હાથમાં લઈને ઉભાં થયાં.. ગોળી છોડનાર મોહનકાકા જ હતાં.
ગળે નીકળતાં લોહીની પરવાહ કર્યાં વિના એ આધેડ વયનો પોલીસ કોન્સ્ટેબલ આજે મોત ને માત આપી એવાં શક્તિશાળી સજીવો સામે બાથ ભીડી રહ્યો હતો જેની સામે એ વધુ સમય ટકે એવી શક્યતા નહીંવત હતી..છતાં પોતાની હિંમતનાં જોરે મોહનકાકા આ કાર્ય કરવામાં સફળ રહ્યાં.
"અશોક..તું બાકીનાં બધાં ને લઈને ભાગી જા..હું આ લોકોને એમનાં અંજામ સુધી પહોંચાડું છું.."જમીન પર પડેલાં અશોકને જોઈ મોહનકાકા જોરથી બોલ્યાં તથા બીજી જ ક્ષણે એમને બીજી એક ગોળી ડેઈઝી ઉપર છોડી દીધી..જે ડેઈઝીનાં ખભા નાં ભાગની આરપાર નીકળી ગઈ.
"પણ કાકા તમે..એકલાં આ લોકો સામે.."અશોક ખચકાટ સાથે બોલ્યો.
"મારે હવે આમપણ વધુ જીવવાનું બાકી નથી રહ્યું..જ્યારે તમારાં લોકો જોડે તો આખી જીંદગી પડી છે.."અશોકને વળતો જવાબ આપતાં મોહનકાકા બોલ્યાં.
મોહનકાકા ડેઈઝી પર ત્રીજી ગોળી છોડવા જતાં હતાં ત્યાં તો બ્રાન્ડન વીજળી વેગે મોહનકાકા ની જોડે પહોંચી ગયો અને એમને ગરદનથી પકડીને નીચે પટકી દીધાં..મોહનકાકા ને પડતાં મુકી બ્રાન્ડન પછી સીધો જ પોતાની ઘવાયેલી બહેન ડેઈઝી જોડે પહોંચી ગયો.
જમીન પર નીચે પટકાતાં મોહનકાકા ને કમરનાં ભાગમાં જોરદાર ઝાટકો લાગ્યો હતો..છતાં એ રહી સહી શક્તિ ભેગી કરી બેઠાં થયાં અને હાથનાં ઈશારાથી જ અશોક અને પોતાનાં અન્ય સાથીદારોને ત્યાંથી પલાયન થઈ જવાં કહ્યું.
અશોક, હરિ તથા અન્ય કોન્સ્ટેબલ પણ મોહનકાકા ની માફક જ બ્રાન્ડન અને ડેઈઝી સામે દિલેરી થી લડવા માંગતા હતાં..પણ એમને જોયું કે બ્રાન્ડને અંધારામાં કંઈક કર્યું અને પછી કોઈ અલગ જ ભાષામાં કંઈક બોલ્યો..અને એની બીજી જ ક્ષણે ડેઈઝી નાં શરીર પર ગોળીનાં જે ઘા હતાં એ આપમેળે જ રૂઝાવા લાગ્યાં. આ દ્રશ્ય જોઈ અશોક અને અન્ય કોન્સ્ટેબલો એ સમજી ગયાં કે પોતાની સમક્ષ મોજુદ આ રહસ્યમય મનુષ્યો નો મુકાબલો કરવો અશક્ય છે.
ડેઈઝીનાં ઘા હજુ ભરાઈ રહ્યાં હતાં ત્યાં મોહનકાકા બ્રાન્ડનની ગરદનને પાછળનાં ભાગેથી પકડી પોતાનાં હાથનું દબાણ એની ગરદન પર વધારતાં અશોક ની તરફ જોઈને બોલ્યાં.
"અશોક..તું બધાં ને લઈને જલ્દી અહીંથી નીકળ અને વધુ ઓફિસર સાથે આ લોકોનો ખાત્મો કરવાં પાછો આવ.."
અશોક જાણતો હતો કે મોહનકાકા વધુ સમય સુધી ડેઈઝી અને બ્રાન્ડન જોડે ટક્કર લેવામાં અસમર્થ રહેશે..છતાં પોતે એ લોકોની ટુકડીનો ઈન્ચાર્જ હોવાનાં લીધે અન્ય કોન્સ્ટેબલો ની જીંદગી જોખમમાં મુકવું પણ ખોટું હતું..આથી જ અશોકે હરિ અને અન્ય કોન્સ્ટેબલો ને પોતાની સાથે આવવાં કહ્યું..અને નાછૂટકે મોહનકાકા ને એમનાં હાલ પર છોડી ત્યાંથી સુરક્ષિત અંતરે જવાં દોટ મુકી.
બ્રાન્ડન ની ગરદન પર મોહનકાકાનાં હાથનું દબાણ વધે જ જતું હતું..મોત ની અણીએ પહોંચેલા મોહનકાકા આમ છતાં હાર માનવા તૈયાર નહોતાં અને ડેઈઝી ને ઘાયલ કર્યાં બાદ બ્રાન્ડન ને પણ યોગ્ય સબક શીખવાડવા પ્રયત્નશીલ બન્યાં હતાં.
ધીરે-ધીરે બ્રાન્ડન એક પંચાવન વર્ષનાં આધેડ મોહનકાકા સામે પોતાની જાતને નબળી સમજવા લાગ્યો..બ્રાન્ડન નાં શ્વાસ તૂટવા લાગ્યાં.. ગમે ત્યારે પોતાનાં શ્વાસોશ્વાસ અટકી જશે એવું બ્રાન્ડન મહેસુસ કરવાં જ લાગ્યો હતો ત્યાં ડેઈઝી નાં ઘા સંપૂર્ણ રૂઝાઈ ગયાં અને એ પોતાનાં ભાઈની વ્હારે આવી.
ડેઈઝી એ મોહનકાકા ની ગરદન ને પાછળથી પકડી અને 180 ડીગ્રી પર ઘુમાવી દીધી..આ સાથે જ મોહનકાકાનું જોરદાર લડત બાદ પ્રાણ પંખેરુ ઉડી ગયું..મોહનકાકાની મૃત્યુ બાદ પણ એમની પકડમાંથી છૂટવા બ્રાન્ડનને ઘણીખરી તકલીફ સહન કરવી પડી.
"બ્રાન્ડન..તું ઠીક તો છે ને..? "મોહનકાકા ની લાશ તરફ જોઈ ડેઈઝી બોલી.
"હા..હું ઠીક છું..પણ અહીનાં લોકોમાં આટલી હિંમત છે એ જોઈ મને નવાઈ થઈ.."બ્રાન્ડન ની નજર પર મોહનકાકા પર સ્થિર હતી.
"બીજાં લોકો તો ભાગી ગયાં.. હવે તું આ માણસનું લોહી પીને તારી તરસ બુઝાવ એટલે ઝટ અહીંથી નીકળીએ."બ્રાન્ડનને ઉદ્દેશીને ડેઈઝી બોલી..આ સાથે જ બ્રાન્ડન મૃત મોહનકાકાનું લોહી પીવા એમનાં મૃતદેહ તરફ આગળ વધ્યો..!
****
એકતરફ જ્યાં મોહનકાકા એ પોતાની જીંદગીને દાવ પર લગાવી અશોક અને પોતાનાં સાથીદારોને બચાવી લીધાં..તો બીજી તરફ વાઘેલા, સરતાજ અને એમની સાથે મોજુદ ચારેય કોન્સ્ટેબલો જ્હોન અને ટ્રીસાની સામે પોતપોતાની સર્વિસ રિવોલ્વર તાકીને ઉભાં હતાં..પોતાની સામે છ લોકો રિવોલ્વર તાકીને ઉભાં હોવાં છતાં એ બંને ભાઈ બહેનો જ્હોન અને ટ્રીસા નાં ચહેરા પર કોઈ જાતનો ભય નહોતો.
"કોણ છો તમે બંને..? અને આટલી મોડી રાતે અહીં શું કરી રહ્યાં છો..? "વાઘેલા એ જ્હોન અને ટ્રીસાને ઉદ્દેશીને કહ્યું.
"અમે કોણ છીએ એ તમને થોડાં સમયમાં જ ખબર પડી જશે.."વાઘેલાનાં સવાલનો જવાબ સીધી રીતે આપવાનાં બદલે જ્હોન ચહેરા પર લુચ્ચી સ્મિત સાથે બોલ્યો.
જ્હોનનાં ચહેરા પરની આ સ્મિતની સાથે જ એનાં મોં ની અંદર રહેલાં અણીદાર તીક્ષ્ણ દાંત એ પોલીસકર્મીઓની નજરે પડ્યાં..એ જોતાં જ બધાં જ પોલીસકર્મીઓ સમજી ગયાં કે જ્હોન અને ટ્રીસા કોઈ સામાન્ય મનુષ્ય નથી.
"શું ખબર પાડવાનો છે તું..? શું સમજે છે તું તારી જાતને..? "જ્હોનનો ઉદ્ધત જવાબ સાંભળી પોતાનાં સ્વભાવ મુજબ આક્રમક વલણ ધારણ કરી વાઘેલા જ્હોનની તરફ આગળ વધતાં બોલ્યો.
પોતાની તરફ આગળ વધતાં વાઘેલાને જોઈ જ્હોને ટ્રીસાની તરફ જોયું અને આંખોથી ગર્ભિત ઈશારો કર્યો..જેને જોઈ ટ્રીસાએ પણ સ્મિત વેર્યું અને વાઘેલા જ્હોન સુધી પહોંચે એ પહેલાં તો એની ઉપર છલાંગ લગાવી દીધી..વાઘેલા નું સંપૂર્ણ ધ્યાન આ દરમિયાન ફક્ત અને ફક્ત જ્હોન ઉપર હોવાથી ટ્રીસા જ્યારે પોતાની નજરો સામે ના આવી ત્યાં સુધી વાઘેલા એ એને જોઈ જ નહીં.
ટ્રીસા ને પોતાની તરફ હુમલો કરવાં આવેલી જોઈ વાઘેલા એ જ્હોન ઉપર તાકેલી રિવોલ્વરનું નાળચુ ટ્રીસા ની તરફ કર્યું અને ટ્રિગર દબાવવા આંગળીનું દબાણ ટ્રીગરને આપવાં જતો હતો ત્યાં તો ટ્રીસા એની સુધી પહોંચી ગઈ અને વાઘેલાને જમીનદોસ્ત કરી દીધો..ટ્રીસા એ પોતાનાં નહોર વડે વાઘેલાનો ચહેરો લોહીલુહાણ કરી દીધો.
વાઘેલા ની આવી હાલત જોઈ સરતાજ તથા અન્ય કોન્સ્ટેબલો દોડતાં વાઘેલાની મદદે એની તરફ દોડ્યાં..એમને આગળ વધતાં જોઈ જ્હોને ટ્રીસા ને અવાજ આપ્યો અને પોતે એ લોકોની તરફ દોડીને આગળ વધ્યો..જ્હોનને એ લોકોની તરફ આગળ વધતો જોઈ ટ્રીસા પણ વાઘેલાને પડતો મૂકી સરતાજ અને અન્ય કોન્સ્ટેબલો ઉપર હુમલો કરવાની મંછા સાથે એમની તરફ વધી.
સરતાજ અને અન્ય બે કોન્સ્ટેબલો એ આ દરમિયાન સ્વબચાવમાં એ બંને ઉપર ગોળીઓ ચલાવી દીધી..પણ પોતાની બાજ જેવી નજર અને ગજબની સ્ફૂર્તિનો ઉપયોગ કરી જ્હોન અને ટ્રીસા આબાદ રીતે ગોળીનાં નિશાનાથી પોતાની જાતને બચાવવામાં સફળ થયાં..સેકંડ નાં સો માં ભાગમાં જે રીતે એ બંને ભાઈ-બહેન પોતાની છોડેલી ગોળીથી બચી ગયાં એ જોઈ બધાં જ કોન્સ્ટેબલો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.
એ લોકો પોતાની જાતને આશ્ચર્યમાંથી બહાર લાવે એ પહેલાં તો જ્હોન અને ટ્રીસા એ બે-ત્રણ મિનિટની અંદર તો એ બધાં ને ઘાયલ કરી મૂક્યાં..સરતાજ અને એક કોન્સ્ટેબલ ને તો જ્હોને હવામાં ઊંચે લઈ જઈ જમીન પર એ રીતે ફેંક્યા કે એ બંને તો કમરથી બેવડ જ વળી ગયાં.
"ભાઈ..આ લોકો તો પાંચ મિનિટની અંદર તો ધૂળ ચાટતાં થઈ ગયાં.. અને મોટાં ભાઈ વળી એવું કહેતાં હતાં કે ભારત નામનાં આ દેશની અંદર લોકો ભડવીર છે...સાહસી છે."જમીન પર ઈજાગ્રસ્ત પડેલાં પોલીસકર્મીઓ તરફ અપલક નજર ફેંકતાં જ્હોનને ઉદ્દેશીને ટ્રીસા બોલી..ટ્રીસા નાં અવાજમાં પોતાની શક્તિ નો ઘમંડ સાફ-સાફ વર્તાતો હતો.
"જો ટ્રીસા..ક્રિસે જે કંઈપણ કહ્યું હશે એ કંઈક વિચારીને જ કહ્યું હશે.. તો અત્યારે આપણી આ જીતનાં લીધે ફુલાઈ જવાની જરૂર નથી..આ સાથે એ વાત પણ યાદ રાખજે કે પાયમોન દેવતાં નાં કહ્યાં મુજબ આપણી જિંદગીનું સૌથી આકરું વર્ષ આ જ છે..જો આ વર્ષ નીકળી ગયું તો બીજાં ત્રણસો પચાસ વર્ષ સુધી આપણી ઉપર કોઈ જાતની મુશ્કેલી નહીં આવે..એમાં પણ એમને સુવર્ણ કુંડ માં પોતાનાં રક્ત વડે જે નામ બતાવ્યું હતું એ ભૂલી ગઈ.."ટ્રીસા ની વાત સાંભળી જ્હોન એને કંઈક સમજાવતાં બોલ્યો.
"એ નામ તો કઈ રીતે ભૂલું ભાઈ, ....'અર્જુન..'..મને યાદ છે પાયમોન દેવતાં દ્વારા આપવામાં આવેલું એ નામ જે આપણી જીંદગીનો અંત આણવાનું એકમાત્ર કારણ બનવાની શકયતા છે..આ સાંભળી ભાઈએ પણ આ શહેરમાં પ્રવેશતાં જ પોતાની શક્તિ વડે આ શહેરમાં વસતાં એક વ્યક્તિનો ચહેરો સુવર્ણકુંડ ની અંદર નિર્મિત કર્યો હતો..મને તો અત્યારે જ એવું થાય છે કે હું એ અર્જુનને શોધી એનું મસ્તક ધડથી અલગ કરી એને ભાઈ ની સમક્ષ રજુ કરું.."અર્જુનનું નામ બોલતાં જ ટ્રીસાની આંખોમાં અગન જ્વાળાઓ ઉભરી આવી.
અર્જુનનું નામ આ બે અજાણ્યાં લોકોનાં મોંઢે સાંભળ્યાં બાદ વાઘેલા અને એનાં સહકર્મચારીઓ ને પણ વિસ્મય ઉપજ્યું..પણ આ બંને ભાઈ-બહેન અર્જુન નામથી જ ડરી રહ્યાં હતાં એ જોઈ એ બધાંનાં ચહેરા પર આનંદ ઉભરી આવ્યો.
"તમે લોકો જે અર્જુન વિશે વાત કરો છો એ અમારાં એસીપી સાહેબ જ છે..એમનાં આ શહેરમાં હોતાં તમે લોકો અહીંના શહેરીજનો નો વાળ પણ વાંકો કરી શકો એમ નથી.."વાઘેલા માટી વાળાં પોતાનાં કપડાં ખેંખેરી ઉભો થતાં બોલ્યો.
આ લોકો પોલીસકર્મીઓ છે એ તો જ્હોન અને ટ્રીસા એમનાં કપડાં પરથી સમજી ગયાં હતાં..જે રીતે વાઘેલા જોશ સાથે અર્જુનની વાત કરી રહ્યો હતો એ વાત અને બ્રાન્ડન દ્વારા ગઈકાલ રાતે અશોકની મુલાકાતે આવેલાં અર્જુન નામનાં જે વ્યક્તિની વાત થઈ એ બંને નો મેળ કરતાં જ્હોન અને ટ્રીસા ને એ વિશ્વાસ આવી ચુક્યો હતો કે આ નક્કી એ જ અર્જુન છે જેની વાત પાયમોન દેવે કરી હતી.
(રોમન કેથેલીક ધર્મમાં અમુક એવાં શક્તિશાળી demon એટલે કે શૈતાની દેવોનો ઉલ્લેખ જોવાં મળે છે જે પોતાની શક્તિઓનાં જોરે મનુષ્યો ને ખોટાં કામ કરવાં પ્રેરે છે..પાયમોન એક એવો જ શૈતાની શક્તિ ધરાવતો દેવતા છે..પાયમોન નો પ્રથમ ઉલ્લેખ લેસર્કિ ઓફ સોલોમન નામનાં જાદુઈ વિધીનાં પુસ્તકમાં પ્રથમ વખત થયો હતો..ઊંટ ની સવારી કરતાં લ્યુસિફર નાં ભક્ત પાયમોન ને god of mischief પણ કહેવામાં આવે છે.
પાયમોન ની પૂજા કરવાથી રાતોરાત કરોડપતિ થઈ જવાની માન્યતા છે..સાથે-સાથે પાયમોનની પૂજા કરનાર વ્યક્તિ વિજ્ઞાનમાં નિપુણ બની જાય એવું પણ ઘણાં લોકોનું કહેવું છે..લોકોને દ્રષ્ટિભ્રમ કરાવી પોતાનું ધાર્યું કરવાં ઉકસાવવા, એમની અંદર શૈતાની શક્તિનો પ્રવેશ કરાવવો, ડેવિલ વડે કોઈની ઉપર હુમલો કરાવવો જેવી સેંકડો શૈતાની તાકાત નો માલિક છે પાયમોન.
તો દોસ્તો આ હતો પાયમોનનો ટૂંકમાં પરિચય..ભવિષ્યમાં જો સમય મળશે તો કેથેલીક demon પર એક પુસ્તક લખીશ જેમાં શક્ય હોય એટલાં demonનું રહસ્ય તમારી સમક્ષ ઉજાગર કરીશ..બસ એ માટે તમારો આવો જ અવિરત પ્રેમ મળવો જરૂરી છે..આપ સૌ મને whatsup નંબર 8733097096 પર મેસેજ કરી શકો છો..ફેસબુક પર author jatin patel સર્ચ કરી રિકવેસ્ટ મોકલાવી શકો છો..અને instagram ઉપર jatiin_the_star સર્ચ કરી મને ફોલો પણ કરી શકો છો..આભાર..)
"કોણ છે તમારો સાહેબ..અને એ હાલ ક્યાં હશે.."વાઘેલાની જોડે હવાની કોઈ લહેરખી હોય એ ગતિમાં પહોંચી જઈ વાઘેલાની ગરદન પકડી ટ્રીસા બોલી.
વાઘેલા ટ્રીસા ની વાતનો કોઈ જવાબ આપે એ પહેલાં તો દૂરથી આવતી બુલેટનો અવાજ વાઘેલાનાં કાને પડ્યો..જે સાંભળી વાઘેલાનાં ચહેરા પર આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્મિત ફરી વળ્યું..!!
★★★
વધુ આવતાં અંકમાં.
અર્જુન વાઘેલા અને અન્ય કોન્સ્ટેબલો ને જ્હોન અને ટ્રીસાથી બચાવી શકશે..? શું થશે જ્યારે અર્જુન ની સાથે જ્હોન અને ટ્રીસા જો મુકાબલો થશે..? એ લોકોનો મોટાભાઈ ક્રિસ કોણ હતો..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન.આર.પટેલ (શિવાય)