Adrashya - 5 in Gujarati Horror Stories by Anjali Bidiwala books and stories PDF | અદ્રશ્ય - 5

Featured Books
Categories
Share

અદ્રશ્ય - 5

આગળ જોયું કે રાહુલનાં માતા-પિતા સંત સાથે વાતચીત કરે છે ત્યારે તેમણે રોશની દ્વારા આટલાં દિવસ બનેલી ઘટનાની જાણ થાય છે. રાહુલનાં માતા-પિતા રાહુલનાં સપનાં વિશે સંતને જણાવે છે.

રાહુલનાં પિતા સંત સાથે વાત કરે છે.

રાહુલનાં પિતા: "હા સપનું., તેને સપનામાં ઘણાં બધા નાગ
દેખાતા હતાં.....તેમાંથી એક નાગ એક
સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો
દેખાતો હતો."

રાહુલની મમ્મી : "એ નાગ એને ઘણીવાર મરેલો પણ દેખાય
છે."

સંત : " આ બધું રાહુલ જાણે છે......એટલે જ હવે એ જતો
રહશે બધું છોડીને..."

રાહુલનાં પિતા : "તો એને રોકવાનો ઉપાય તો હશે ને....? "

સંત : "તેને રોકવું એ શકય નથી...કેમકે એણે ત્યાં જવું તો
પડશે જ.......હા, પણ એને પાછો જરૂર લાવી શકાય
છે."

રાહુલની મમ્મી : " કયાં જવું પડશે?"

સંત : "નાગલોક....."

રાહુલનાં પિતા :" નાગલોક....! આ શું કહો છો...આવુ બધું
રીયલમાં હોય છે.....?"

સંત : " હા..., ઘણી બધી એવી બાબતો છે...જે મનુષ્યની
સમજથી પરે છે.....આજે સાયન્સ ઘણું આગળ
નીકળી ગયું છે પણ બધી જ વસ્તુઓનો જવાબ
સાયન્સ પાસે નથી , આપણી ભારતીય સંસ્કૃતિ
એટલી ઉન્નત છે કે તે સાયન્સ ને પણ પછાડી શકે છે
પણ તકલીફ ત્યાં છે કે કેટલાંક લોકો અર્થનો અનર્થ
કરીને તેનો આંધળો વિશ્વાસ કરે છે............તમે
મહાભારતના અર્જુનને તો જાણતાં હશોને......! તે
અજુને પણ એક નાગકન્યા સાથે વિવાહ કર્યા હતા.."

રાહુલનાં પિતા : "પણ એનો મારા રાહુલ સાથે શું સંબંધ..?"

સંત : " સંબંધ તો એને જોઈને જ ખબર પડશે.....રાહુલનો
કોઈ ફોટો છે તમારી પાસે....?

રાહુલની મમ્મી : " હા...ફોનમાં છે.."

સંત ફોનમાં રાહુલનો ફોટો જોઈ છે...પછી તે આંખ બંધ કરે છે.

સંત : "સંબંધ છે....આ જન્મનો નહીં.......પણ પુર્વ
જન્મનો..."

રાહુલનાં પિતા : " પુર્વ જન્મ નો......?"

સંત : "હા, રાહુલનાં જન્મ પહેલાં રાહુલ એક નાગ હતો..પણ
આશ્ચર્યની વાત છે કે નાગવંશીઓ....બને ત્યાં સુધી...
તેમનાં મૃત પામેલા વંશજો મનુષ્ય દેહ ધારણ કરે તો
તેમનાં જીવનમાં દખલ દેતાં નથી...ને અહીં રાહુલને તો
નાગ મળવા પણ આવે છે એટલે અવશ્ય કોઈ મોટું
કામ હશે...."

રાહુલની માતા : "પણ, હવે કરવું શું......?"

સંત : " ચિંતા કરવાથી કંઈ ફાયદો નથી.....પહેલાં તો એ
જાણવું પડશે કે રાહુલ કયાં વંશનો નાગ છે....અને
આ જન્મમાં એનું શું કામ છે..નાગ વંશને..?"

રાહુલની મમ્મી: " બધી સ્ટોરીઝમાં બતાવે નાગમણી....તેનું
તો કંઈ રહસ્ય ન હોય ને...."

સંત : " ના..., નાગમણી તો ઘણાં નાગ પાસે હોય છે.....તે
એક જ હોય એવું નથી...દરેક નાગવંશ પાસે અલગ
અલગ પોતાની શકિતઓ હોય છે....તે હિસાબે
પોતાના રાજાનાં આદેશ પર અન્ય નાગ કાર્ય કરે છે..
અને એમ પણ તેના માટે એક મનુષ્યનું શું કામ....એ
લોકો સામે મનુષ્યો તો કંઈ જ નથી..."

રાહુલનાં પિતા : " તો પછી શું હોઈ શકે?"

સંત : "એ હું નથી કહી શકતો.........હા.....પણ અહીં
હરિદ્વારમાં એક સાધુ છે....એમણે અનંત શેષ સિધ્ધિ
મેળવેલી છે......તે તમારી મદદ અવશ્ય કરશે.."

રાહુલનાં પિતા : "તે ક્યાં મળશે...અને અનંત શેષ સિધ્ધિ
એટલે?"

સંત : "ભગવાન વિષ્ણુનાં પ્રિય શેષનાગ ને અનંત શેષ
પણ કહે છે તેમની તપસ્યા કરીને સિધ્ધિઓ મેળવવી
એટલે અનંત શેષ સિધ્ધિ. તે સાધુને નાગ વંશ વિશે
બધું જ જ્ઞાન છે જે સ્વયં શેષનાગ એ આપ્યું છે.
હું તમને લઈ જાઉં....એમની પાસે, પણ એક
સમસ્યા છે."

રાહુલનાં પિતા : " કેવી સમસ્યા...."

સંત : "તે અત્યારે ધ્યાનમાં બેઠા હશે અને એ કયારે ઉઠસે એ
કોઈ જાણતું નથી..તેમ છતાં આપણે એમની પાસે
જઈને બેસીએ....."

રાહુલનાં પિતા : "હા, જરૂર..."

સંત અને રાહુલનાં માતા-પિતા ગંગા ઘાટ પર ગયાં.

આ બાજુ રાહુલ ઑફિસમાં તેનાં ફેમેલી વકીલ ને બોલાવે છે.

વકીલ : " હા , રાહુલ.....તે આમ, અચાનક મને
બોલાવ્યો..બધું ઠીક તો છે ને....
રાહુલ : "હા બધું બરાબર છે..પણ મારે મારા બધાં શેર્સ ,
પ્રોપર્ટી બધું રોશનીનાં નામે કરવું છે."

વકીલ : " હા....આ સારું કહેવાય કે તું તારી પત્ની માટે
આટલું વિચારે છે....પત્નીને સમાન હક તો આપવો
જ જોઈએ.......પણ આમ અચાનક કેમ..?"

રાહુલ :"હા...પણ મેં વિચારી લીધું છે...લાઈફનો કંઈ ભરોસો
નથી એટલે મારા પછી મારા પરિવારને કોઇ તકલીફ ન
થવી જોઇએ અને હું રોશનીને સારી રીતે જાણું છું..
મારી ગેરહાજરીમાં તે મારાં મમ્મી-પપ્પાનું મારા કરતા
વધારે સારી રીતે ધ્યાન રાખશે."

વકીલ : "તું ઠીક તો છે ને......."

રાહુલ : " હા....એવું કેમ પુછયું?"

વકીલ : "હું લૉયર છું...... ફેમેલીની સેફ્ટીનું વિચારીને
અને ડીપ્રેશનને લીધે લેવાતાં નિર્ણયો વચ્ચેનો ફરક
મને સારી રીતે ખબર છે."

રાહુલ : " એવું કશું જ નથી.....તમે મારું આટલું કામ કરી
આપો તે પણ જલ્દી....."

વકીલ : " હા, ઠીક છે.....હું પેપર્સ તૈયાર કરીને તને કૉલ
કરું."

ક્રમશ.......