Sacho Prem in Gujarati Love Stories by Khyati Dadhaniya books and stories PDF | સાચો પ્રેમ

Featured Books
Categories
Share

સાચો પ્રેમ

હેય્ય વાચા પેલો જો તારી સામે તાકી તાકી ને જોઈ રહ્યો છે , સંભવી બોલી અને સામે જવાબ આપતા વાચા એ કહ્યું તું છોડ ને એને મને એ કહે પ્રીત ક્યા છે ? પ્રીત એટલે સંભવીનો ભાઈ અને વાચા નો બોયફ્રેંડ ...

અને પેલો તાકી તાકી ને જોવા વાળો છોકરો એટલે વીર ..બધા એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતાં . વીર વાચાને ખૂબ જ પસંદ કરતો હતો , ખૂબ જ સંસ્કારી છોકરો હતો . વીર ક્લાસમાં પણ હંમેશા અવ્વલ આવતો ..પરંતુ વાચા તો પ્રીતની પાછડ જ પાગલ હતી જયારે પ્રીત વાચાનાં રૂપ ને જ પ્રેમ કરતો નય કે વાચા ને પરંતુ આ વાત તો વાચા ને જાણે સમજાતી જ ન હતી ..

વીર જાણતો હતો કે પ્રીત સારો છોકરો નથી અને એ વાત તે વાચાને સમજાવવા માંગતો હતો . પરંતુ વાચા તો પ્રીતની વિરુધ્ધ કંઈ પણ સાંભડવા જ નહોતી ઇચ્છતી . એક વાર વાચાને એકલી કેન્ટીનમાં બેઠેલી જોઈ ને વીર હીંમત કરીને તેની પાસે ગયો ..અને હજુ તો એટલું કહ્યું કે.." વાચા બિલીવ મી પ્રીત સારો છોકરો નથી તે ફક્ત તારા ભોળાપણા નો ફાયદો ઉઠાવે છે .." વીરનું આટલું બોલતા જ વાચા ભડકી ઉઠી , અને ગુસ્સાથી કહેવા લાગી .." તને શું ખબર એ કેવો છે એ ..અને જેવો છે એવો તારા કરતા સારો જ છે .. તું ગમે એટલી ટ્રાઇ કર હું તારી ક્યારેય નથી થવાની અને તું મહેરબાની કરી ને મારો પીછો છોડી દે .." કેન્ટીનમાં બધાં સામે વાચાએ વીરનું ખૂબ જ અપમાન કર્યું ..અને વીર કશું જ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો ..

હવે કોલેજનાં થોડા જ દિવસો બાકી હતાં અને બધા એકમેકથી દૂર જવાનાં હતાં પરંતુ ઘણાંનાં જીવનસાથી તો જાણે અહીંથી જ ગોઠવાય ગયા હતાં , વાચા અને પ્રીત પણ એમાનાં એક હતાં ..

" વિલ યુ મેરી મી બ્યૂટિફુલ ગર્લ ..!? " કોલેજનાં છેલ્લા દિવસે પ્રીતે વાચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું ..વાચાને તો જાણે આની જ રાહ હતી .તેણે તરત જ હકારમાં શરમાતા શરમાતા માથું હલાવ્યું ..અને બંનેનાં ઘરેથી પણ કંઈ વાંધો ઉઠાવે એવું હતું નઈ ..એટલે બંનેના લગ્ન ઘરનાં સભ્યોની મંજૂરીથી નક્કી થઈ ગયા ..

આખરે લગ્નનો દિવસ આવી ગયો બધા મહેમાનો આવવા લાગ્યા , શરણાઈઓ વાગતી હતી , મીઠાઈ ખવડાવવા માટે એકબીજાને આગ્રહ થઈ રહ્યો હતો , અને બેનીનો માંડવો રોપાઇ રહ્યો હતો ..બધાનાં હૈયામાં હરખ સમાતો નહતો ..

માંડવાની વિધિ પૂરી થતા જ વાચા આગળની વિધિ માટે તૈયાર થવા માટે પોતાની ફ્રેંડ્સ સાથે રૂમમાં ગઈ અને એને કિચન માંથી તેની બહેન નો અવાજ આવ્યો વાચા મેં તારો મનપસંદ શીરો બનાવ્યો છે જરા આવ તો અહીં ..વાચા કિચન તરફ જાય છે ... અચાનક જ વાચાનો પગ લપસે છે , તેનો હાથ તેલથી ધગધગતા બકડિયાને લાગે છે અને ગરમ તેલ ઢોળાઈ છે ...તેલનાં છાંટા વાચાનાં મોઢા પર અને હાથ પર પડે છે. તરત જ એમ્બુલન્સ બોલાવાય છે ...અને આખા ઘરમાં ગમગીની છવાય જાય છે .

વાચાને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ તેના મોઢા પર અને હાથ પર તેલનાં છાંટા ઉડવાથી તેનું મહેકતું રૂપ કરમાઇ ગયું હોઈ એવું લાગતું હતું ..બીજા દિવસે તેના પ્રીત સાથે લગ્ન થવાનાં હતાં ..વાચાને હજુ પણ મનમાં ભ્રમ હતો કે પ્રીતને આ દુર્ઘટનાથી કંઈ ફરક નહી પડે ...પરંતુ તે તદન ખોટું વિચારતી હતી.

પ્રીત અત્યારે તેની સામે ઊભો હતો બધાને જાણે પ્રીતનાં જવાબની જ રાહ હતી . પ્રીતે કહ્યું આપણે લગ્ન પોસ્પોન્ડ કરી નાખીએ પેલા વાચાની ટ્રીટમેન્ટ કરાવી પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખીએ અને ત્યાર બાદ વાચા પેલા જેવી થઈ જાય પછી લગ્ન રાખીશું .

પ્રીતની આ વાત સંભાળતા જ જાણે વાચાનાં પગની નીચેની જમીન હલી ગઈ તેણે આવું વિચાર્યું પણ ન હતું કે પ્રીત આવું કરશે . વાચાનાં ઘરનાં સભ્યોનાં મનમાં પણ ગમગીની છવાય ગઈ . વાચાને એકાએક વીરની બધી વાતો યાદ આવવા લાગી . વાચાનાં મનમાં અફસોસનો પારનાં રહ્યો. અને એને પ્રીતની સામે દર્દભરી આંખે જોઈને કહ્યું બસને આવી ગ્યો તારા અસલ સ્વરૂપમાં , વીર સાચું જ કહેતો હતો તું ફક્ત મારા રૂપ નો જ ભૂખ્યો છે ..તે ક્યારેય મને પ્રેમ તો કર્યો જ નથી . સારું થયું આ આક્સિડેંટ અત્યારે થયું મને ખબર તો પડી તારી નિયતની હવે હું તારી સાથે લગ્ન નહી કરી શકું . અને જાણે પ્રીતને આ જ વાતની રાહ હોઈ એમ બોલ્યો .." થેંક્યુ હું પણ આવી બેરૂપ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર નથી આતો અત્યારે લગ્ન ટાળવા માટે કહેતો હતો . અને વાચાની આંખમાં આંસુ છલકાઈ આવ્યા .પ્રીત એકાએક ત્યાંથી જતો રહ્યો.

વાચાનાં મમ્મી રડતા રડતા બોલ્યા " હે ભગવાન ! ! આ બધું શું થઈ રહ્યું છે..? હવે મારી દીકરીની જીંદગીનું શું થશે.. ? ? "
વાચાએ લગ્નમાં તેના બધા ક્લાસમેટને ઇન્વાઇટ કર્યા હતાં વીર પણ એમાંનો એક હતો . વાચાએ વીરની માફી માંગી તું સાચો હતો પણ હું જ ના સમજી શકી આ રૂપનાં પૂજારીને .

વીરે વાચાને બીજો કંઈ જ જવાબ આપ્યો નહી ફક્ત એટલું જ બોલ્યો .." વિલ યૂ મેરી મી.. ? ? " વીરનાં બોલતાની સાથે જ વાચા તથા ત્યા ઉપસ્થિત બધા લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગય..વાચા કશું જ બોલે એ પહેલા વીર બોલ્યો હું તને પ્રેમ કરતો હતો નય કે તારા રૂપને અને અત્યારે પણ તને જ પ્રેમ કરું છું ..વાચાની આંખો તો જાણે અસમંજસમાં પડી ગય વીરનો પ્રેમ જોઈ ને ખુશીનાં આંસુ રડવું કે પછી તેને વીરનું અપમાન કર્યું હતું એ બદલ દુઃખી થઈ ને રડવું ..

વીરનાં માતા- પિતા પણ વીરની ભાવનાને સમજી શકતા હતાં તેણે સામે ચાલીને વાચાનો હાથ માંગ્યો અને વાચાનાં મમ્મી - પપ્પા તો વીર પર ખૂબ જ ગર્વ અનુભવતા હતાં .થોડા સમય બાદ બંનેનાં લગ્ન નક્કી કરવવામાં આવ્યા ફરક બસ એટલો હતો કે હવે વાચાની સાથે લગ્ન કરનાર વાચાને સાચો પ્રેમ કરનાર હતો નઈ કે પ્રેમની આડ આપી રૂપને પામનાર ..વાચા પોતને ખરા સમયે સત્યનો અહેસાસ કરાવવા બદલ ઈશ્વરનો દિલથી ખૂબ જ આભાર માનતી હતી ..

વાચા એ તેની સંગીત સંધ્યામાં એક સરસ કવિતા રજૂ કરી ..

કેવી અજીબ છે તું જીંદગી ,
કેવી રીતે કરું તારી બંદગી

અહીંયા ઘણાં રૂપનાં તરસ્યા ,
તો કોઈ પ્રેમનાં વાદળ બની વરસ્યા

સાચા સમયે થઈ કસોટી પ્રેમની ,
દૂર થઈ કડવાશ મનનાં વેમની

હવે થયો છે હળવો મનનો ભાર ,
ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર

આખી કવિતા વાચાએ વીરની આંખમાં જોઈ ને બોલી અને બંનેએ જાણે આંખો આંખોમાં વાતો કરી લીધી.વીર અને વાચા બંનેને પોતનો સાચો પ્રેમ મળવાથી ખૂબ જ ખુશ હતાં અને ખૂબ જ ધામ- ધૂમથી બંનેનાં લગ્ન થયા ..

" સાચો પ્રેમ કરનારની દુનિયામાં કમી નથી , કમી છે તો બસ પ્રેમને ઓડખનારની અને સાચો પ્રેમ કરનાર જીવનસાથી બને તો જીંદગી એક મહેકતો બાગ બની જાય છે. "

ખ્યાતિ કે..