હું એક મુસાફર,
કે જેની ઉંમર હજુ તો નાની છે અને પુરેપુરો જીંદગી નો અનુભવ પણ નથી છતા પણ જેટલો જીંદગી અનુભવ હોય તેટલા અનુભવથી તમને જીંદગી ની સફરે લઈ જાઉ છું..
આ જીંદગી નો અર્થ મારા ખ્યાલ મુજબ હજુ સુધી કોઇનેય ખબર પડી નથી મને પણ નઈ. સાલી આ જીંદગી શું છે? લોકો તો કહે છે કે જીંદગી કમાશો તો મજા આવશે, એટલે જ લોકો આખી જીંદગી દોડ ધામ માં જ ખરચી નાખે છે.લોકો જીંદગી નો મુલ્ય નથી સમજ્યા.
અહી કેવુ છે ખબર છે? જો તમે કોઇક દિવસ બહાર ચાલવા નિકળ્યા અને રસ્તા મા આમિરો ના બંગલા જોઇ તમને થશે કે વાહ! ભગવાને બધાને સ્વર્ગ જેવુ જીવન આપ્યુ છે, પરંત થોડા આગળ જાઈને જોશો તો ગરીબ ના ઝુંપડા જોઇ લાગશે કે અહી તો નર્ક થી પણ બત્તર જીંદગી છે. ભગવાને બધાને સરખુ જ જીવન આપ્યુ છે. કોણ કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવાનું છે.
ખરેખર કહુ તો જીંદગી માણવા જેવી છે ના કે જીવવા જેવી. ઘણા લોકો કહેશે કે મેતો જીંદગી જીવી નાખી, અરે! જીંદગી તો શેરી ના કુતરાં પણ જીવી નાખે છે. પણ જીંદગી ને તમે કેટલી માણી તે મહત્વનું છે. જીંદગી ના દરેક પલ ને પુરેપુરી મોજ થી માણો. કોઇ કહેવુ જોઈએ કે જીંદગી તો આ માણસ ની જ.
મારું લોકપ્રિય પાત્ર જોકર છે. તે સદા હસતું જ હોય છે, ભલેને ગમેં તેવુ દુુુ:ખ આવી જાય પણ મુુુખ પરનુુ સ્મિત ક્ય્યારેય ભુંસાવુ ના જોઈએ. સદા હસતુું રહેેેવુુ અને લોકો ને પણ હસાવતુ રહેવુુ. ઍ જ નિયમ. તમને ખબર છે કે આ જગતના બધા જ લોકો અરીસા જેવા છે, તમે ગમેંતે ની સામે જોઇને સ્મિત કરશો તો તેંનુ પ્રતિબિંબ જોવા મળશે.
આ આજના યુગમાં ટેકનોલોજી મા જીવવાની મજા નથી, જીંદગી તો કુદરત સાથે જીવવાની મજા આવે. તમે એક વાર કુદરત ના ખોળે શાન્ત વાતાવરણ મા બેસી પોતે જ પોતાના સાથે વાત કરી જુઓ, કઈક અલગ જ ફિલ(લાગણી) થસે. ભલે તમે ગરીબ પરિવાર મા જનમ્યા હોય પરંતુ જીંદગી તો વટ થી જ જીવવી. KGF ફિલ્મ નો એક ડાઇલોગ છે, "BORN AS POOR AND DIE LIKE A KING".
જીંદગી નો નિયમ છે "કર ભલા હોગા ભલા" જો સરા કર્મ કરીશુ તો જીવનમાં ભલુ જ થશે. અત્યાર તો કોઇ કોઇનું ભલુ કરવા જ માગતું નથી. આખી જિંદગી જો બાળપણ જેવી હોય તો મજા પડી જાય પણ તે શક્ય નથી. બાળપણ મા તો બસ એક જ નિયમ ખાઉ-પીવું ને મોજ કરવી.
તો બાળપણ પર એક કવિતા જાતે બનાવી છે:-
"કયાં ગયુ ઍ બાળપણ ક્યાક બળી ગયુ કે શું?
કયાં ગઇ પેલી સંતાકુકડી, ક્યાક સંતાઇ ગઇ છે કે શું?
ક્યાં ગઇ પેલી આંબલિપીપળી ક્યાક અટવાઇ ગઈ કે શું?
ક્યાં ગયો પેલો પકડદાવ ક્યાક પકડાઇ ગયો છે કે શું?
ક્યાં ગઈ પેલી લખોટીયો ક્યાક ધુળમા ભળી છે કે શું?
આવી ગઈ છે યુવાની તો શું બાળપણ ભુલી જવાય કે શું?"
જીવનનો સૌથી યાદગાર તબક્કો તો બાળપણ છે,અને જીવનને માણવાનો તબક્કો યુવાનીનો છે.
આપણી જીવનમા એક દોસ્ત તો હોય જ, જે આપણો જીગર જાન હોય. અમુક દોસ્ત જ હોય જે આપણ
જીવનને યાદગાર બનાવી દેતા હોય છે.તે મા મારા અમુક મારા મિત્રો: નીલ, લાલજી, ધૃમિલ, પંડિત(હેમન્શું), સાગર, યુગ,..આ બધાનો મારા જીવનને યાદગાર બનાવી છે.
હજી તો મને પુરી જીંદગી નો અનુભવ નથી પરંતુ જેટલો અનુભવ થયો ઍ મે રજુ કર્યુ.
છેલ્લે એટલુ જ કહીશ કે ""જીંદગી વર્તુળ જેવી છે જેનો ક્યાંય ખૂણો નથી......""
- એક જોકર ની કલમ.