VIRAL VIDEO - 1 in Gujarati Moral Stories by PARESH MAKWANA books and stories PDF | વાયરલ વીડિયો - 1

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વાયરલ વીડિયો - 1

'તનુ આ શું ચાલી રહ્યું છે..?'
તનું અને વિશાલ વચ્ચે વધતી જતી નિકટતા જોઈ રાહુલથી રહેવાયું નહીં એને લાગ્યું કે આ વિશે મારે તન્વી જોડે વાત કરવી જ પડશે.
એકાએક જ રાહુલ નો આવો અજીબ સવાલ સાંભળી ને તનું એની સામે જોઈ રહી એને એ નોહતું સમજાતું કે રાહુલ શુ કહી રહ્યો છે.? શેના વિશે કહી રહ્યો છે.?
રાહુલે થોડી ચોખવટ કરતા કહ્યું
'માન્યું, કે તું અને વિશાલ ફ્રેન્ડ છો પણ યાર સાવ આમ તો ના જ હોય ને. મને ભૂલી અને તું આખો દિવસ પેલા વિશાલ જોડે જ ફર્યા કરે છે.'
રાહુલ આમ તો સાચું જ કહી રહ્યો હતો. તનું એના કરતાં વધારે વિશાલ સાથે રહેતી. પણ..એ તનું અને વિશાલ ના સબંધ વિશે જેવું વિચારતો હતો એવું કશું નોહતું. એ તનું પર ખોટા શક કરી રહ્યો હતો.
આ બાબતમાં દરેક પુરુષ સરખા જ હોય છે દરેક ને બસ પોતાની સ્ત્રી પર પોતાનો અધિકાર જતવવો છે. પણ ખરેખર તો સબંધ ના પારેવાને સોનાના પિંજરાની નહીં પણ લાગણીથી ભરેલા ખુલ્લા આકાશની જરૂર હોય છે.
કદાચ રાહુલ એમ વિચારતો હતો કે તનું અને વિશાલ વચ્ચે માત્ર મિત્રતા તો ના જ હોય..એમની વધતી જતી નિકટતા જોઈને તો ખ્યાલ આવી જ જાય કે એ બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.
તનું એ રાહુલ ને સમજવતા કહ્યું
'રાહુલ, તું સમજે છે એવું કશું જ નથી વિશાલ માત્ર મારો એક સારોમિત્ર છે.'
રાહુલ હસ્યો
'મિત્ર, સાંભળ એક છોકરો અને છોકરી ક્યારેય એકબીજાના મિત્ર ના હોય શકે.'
તનું થી રહેવાયું નહીં અને એણે ગુસ્સામાં રાહુલ ના ગાલ પર એક તમાચો જડી દીધો.
એનો ગુસ્સો જાયજ પણ હતો, કારણ કે એની અને વિશાલ વચ્ચે દોસ્તી સિવાય બીજું કશું જ નોહતું. રાહુલ ના આ આક્ષેપો અત્યારે એના ચરિત્ર ની સાથે એની અને વિશાલ ની દોસ્તી પર પણ સવાલ કરતા હતા.
પોતાની જ પ્રેમિકા એ એક બીજા છોકરા માટે થઈને પોતાના પર હાથ ઉઠાવ્યો એ જોઈને રાહુલ તનું પર વધારે ગુસ્સે થઈ ગયો. એ અને ગુસ્સાની આગમાં સળગતો એ ત્યાંથી ચાલ્યો ગયો.
અત્યારે એક છોકરીએ એને નહીં પણ એના અહંકાર ને તમાચો માર્યો હતો. અને જ્યારે માણસનો અહંકાર ઘવાય છે ને ત્યારે ભલભલા સંબંધોની નાવ પણ ડૂબી જાય છે.
તનું ખરેખર રાહુલ ને ચાહતી હતી. એને લાગ્યું કે એણે નાહક નો જ રાહુલ પર ગુસ્સો ઉતર્યો, એના પર હાથ ઉઠાવ્યો.
એણે તરત જ રાહુલ ને ફોન કર્યો પણ રાહુલ જાણે એનાથી નારાજ હતો એનો ફોન જ રિસીવ નોહતો કરતો. રિંગ વાગી વાગી ને કોલ કટ થઈ જતો. એનો તો એક જ મતલબ હતો રાહુલ જાણીજોઈને તનું ને ઇગ્નોર કરે છે. એના થી નારાજ જો છે.
તનું ત્યાં જ બાંકડા પર બેસી ગઈ..એની આંખો ભરાઈ આવી ને એ રડવા લાગી, થોડીવારમાં એનો બેસ્ટફ્રેંડ વિશાલ ત્યાં આવી પોહચ્યો. પોતાની બેસ્ટી ને એ આમ એકલી બેસી રડતા એ જોઈ ના શક્યો. તનું રડે છે..જરૂર એનો અને રાહુલનો ઝઘડો થયો હશે. એ દોડીને એની બાજુમાં બેસી ગયો.
'હેય..હેય..તનું તું રડે છે શું કામ..? શુ થયું બોલ..?'
તનું એને વળગી પડી..વિશાલ સમજી ગયો કે નક્કી રાહુલ સાથે ઝઘડો થયો છે. રાહુલે જ કંઈક કહ્યું છે ત્યારે જ આ..
આ વિશે એણે તનું ને જ પૂછ્યું
'તનું બોલ..વાત શુ છે..?'
તનું એ રડતા રડતા એને બધી જ વાત કરી..
એની વાત સાંભળી વિશાલ થોડો હસ્યો
'શુ યાર તું પણ..,આટલી નાની વાતમાં એના પર હાથ ઉપાડી દેવાય..'
'તને આ નાની વાત લાગે છે..?' તનુંએ એને આમ હસતો જોઈ સામો સવાલ કર્યો.
વિશાલ નોહતો ઇચ્છતો કે પોતાને લીધે તનું અને રાહુલનું રિલેશન તૂટે, એમાં પ્રોબ્લેમ આવે.
'હાસ્તો, આ નાની જ વાત છે. હું વાત કરીશ રાહુલ સાથે અને જોજે એને મનાવી જ લઈશ.'
તનું ને પણ લાગ્યું કે વિશાલ સાચું જ કહે છે. પોતે નાહક નો રાહુલ પર હાથ ઉપાડ્યો.
'સાચે જ, તું એને મનાવી લઈશ..?'
'હા, પણ એક શરતે આ રડવાનું બંધ કર'
તનું ના આંસુ લૂછી એણે તનું ને હસવવાનો પ્રયાસ કર્યો.
* * *
તનું ને મળી ને વિશાલ સીધો જ રાહુલ ને મળવા ગયો રાહુલ અત્યારે ખૂબ જ ગુસ્સામાં હતો. અને એ એનો ગુસ્સો અત્યારે એના સ્ટાફના માણસો પર ઉતરતો હતો.
વિશાલ ને જોતા જ એના ગુસ્સાનો પારો ઉપર ચડી ગયો. પણ અત્યારે એ પટેલ સુપરમાર્કેટમાં સ્ટાફ અને કસ્ટમરની વચ્ચે ના ઉભો હતો. એ ચાહીને પણ એનો ગુસ્સો વિશાલ પર ના ઉતારી શકે.
વિશાલે એની પાસે જઈને પ્રેમથી કહ્યું
'રાહુલભાઈ તમારું કામ છે. લંચ ટાઈમમાં મળજો જરા..'
રાહુલે એ વખતે બનાવટી સ્માઈલ સાથે હકારમાં માથું હલાવ્યું. ને વિશાલ એની સંમતી મેળવી બહાર નીકળી ગયો.
લંચ ટાઈમમાં રાહુલ પાનના સેન્ટર પર સિગરેટ ફૂંકતો હતો. અને એ જ વખતે વિશાલ ત્યાં પોહચ્યો.
રાહુલે ગુસ્સાભરી નજરે એની સામે જોયું.
વિશાલે, સસ્મિત એને પૂછ્યું
'તનું ને ખબર છે. તું સિગરેટ પીવે છે..?'
રાહુલે એના સવાલનો જવાબ ના આપ્યો અને એની સામે એક ક્ષણ જોઈ રહ્યો. પછી એણે સીધી જ મુદાની વાત કરી.
જાણે એ પહેલેથી જાણતો હતો કે વિશાલ તનું ની ખાતર જ આવ્યો છે. તનું એ જ એને એના વતી માફી માંગવા મોકલ્યો છે. પણ શા માટે જો એને માફી જ માંગવી હતી તો પછી પોતે કેમ ના આવી. વિશાલ ને શા માટે મોકલ્યો.
'તનું માટે આવ્યો છે ને તું..?'
વિશાલે કહ્યું,
'યાર, તને તનું થી શુ પ્રોબ્લેમ છે. એના ફોન પણ ઉપાડતો નથી. ખબર છે આજે તારે કારણે એ બિચારી રડતી હતી.'
રાહુલે એ જ ગુસ્સામાં એના શર્ટની કોલર પકડી લીધી.
'મારી પ્રોબ્લેમ તનું નહીં તું છે..તનું બસ મારી જ છે એટલે એનાથી દૂર રહેજે અને જો આજપછી એની પાસે પણ ગયો ને તો..'
રાહુલ વિશાલનો સિનિયર હતો. અને એનો ગુસ્સેલ સ્વભાવ થી એ પહેલેથી જ પરિચિત હતો.
એવું જરાય નોહતું કે એ રાહુલ થી ડરતો પણ વાત અહીંયા તનું ની ખુશી ની હતી. તનું ની ખુશી જ રાહુલમાં હતી. એટલે તનું ખાતર એ ચૂપ રહ્યો.
એની કોલર છોડતા રાહુલે એને દૂર હડસેલ્યો. 'આજ પછી મારી તનું થી દુર રહેજે. સમજ્યો..'
વિશાલ ને લાગ્યું કે આ ઝઘડાનું મુખ્ય કારણ તો પોતે જ છે.
પોતાને જ એ બન્ને ની. જિંદગીમાં થી નીકળી જવું જોઈએ.
પણ રાહુલ ને લાગતું હતું કે આ માણસ તનું ને છોડીને ક્યારેય નહીં જાય. અને કદાચ ચાલ્યો પણ જાય તો પણ તનું.. એને ભૂલી નહીં શકે. એ કઈક એવું કરવા માંગતો હતો કે તનું વિશાલની દોસ્તી હમેશા માટે તોડી નાખે. એને નફરત કરવા લાગે. એ પછી રાહુલે પોતાનો ખતરનાક દિમાગ ચલાવ્યો. એક એવો પ્લાન બનાવ્યો જેનાથી વિશાલ નામનો કાંટો એની અને તનુંની જિંદગીમાં હમેંશા માટે આપોઆપ દૂર થઈ જાય.
TO BE CONTINUE...

* * *
તનુને પામવાની મહત્વાકાંક્ષામાં રાહુલ કઈ હદ સુધી જશે.. એ જાણવા માટે વાંચતા રહો મારી વાર્તા 'વાયરલ વીડિયો' અને વાર્તા ગમે તો તમારો પ્રતિભાવ જરૂરથી આપો..