પ્રકરણ : 23
પ્રેમ અંગાર
મંદિરથી બહાર નીકળીને વિશ્વાસે આસ્થાનો હાથ પકડીને વાડી તરફ પ્રયાણ કર્યું. આસ્થાને વિશ્વાસે હાથ પકડેલો એમાં ખૂબ પ્રેમની તડપની ગરમી મહેસૂસ થતી હતી વિશ્વાસે આસ્થાને ગળામાં હાથ પરોવી એની આંખોમાં જ જોઈ રહ્યો. જાણે કેટલાય દિવસોની તરસ મીટાવી રહેલો. આસ્થાની આંખોમાં આંસુ આવી ગયા. વિશ્વાસે આંખોથી જ જવાબ આપ્યો.વિશ્વાસની આંખો પણ નમ થઈ ગઈ. એણે આસ્થાની આંખોને ચૂમી લીધી અને બાહોમાં સમાવી લીધી અને ખૂબ જ દબાણથી હૈયા સરસી ચાંપી લીધી. મૌન છવાઈ ગયું અને હૃદયથી હૃદય વાત કરી રહ્યું. આસ્થાના ધીરજનો બાંધ છૂટી ગયો એ ખૂબ જ ધુસકે ધ્રુસકે રડી રહી. વિશ્વાસ એની પીઠ પર હાથ ફેરવી રહ્યો. બન્ને જણાં ક્યાંય સુધી આ અવસ્થામાં રહ્યા. વિશ્વાસે આસ્થાને અળગી કરીને એની આંખો અને મુખ બધું જ ખૂબ ચૂમી લીધું અને ખૂબ પ્રેમ કર્યા પછી એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં બન્ને જણાં સ્વર્ગની સફરે જાણે નીકળી પડ્યા ક્યાંય સુધી બન્ને એકબીજાને ચૂમતાં રહ્યાં.પછી આસ્થા કહે” હવે આ વિરહ નથી સહેવાતો વિશુ તમે જલ્દી જલ્દી ભણી લો મને લઈ જાવ. અહીં પણ મને મા દાદુ સાથે સ્વર્ગ છે પણ તમારા સાનિધ્યની પણ ખૂબ તરસ છે.” વિશ્વાસ કહે” હું પણ એ જ સમયની રાહ જોઇ રહ્યો છું ઝડપથી જ સમય જાય ‘કહી પાછી એને બાહોમાં લીધી અને ચૂમી લીધી. બન્ને જણા વાડીમાં બેન્ચ પર બેસી ગયા અને એકમેકને હાથમાં હાથ પરોવી એકબીજાને આંખોમાં ઉતારતા રહ્યા અને વાતો કરતાં રહ્યા.
આજે વિશ્વાસનાં ઘરે આનંદની હેલી વરસી રહી છે. કાકુથ વસુમાં આસ્થા બધા જ એનાં ઘરમાં આવ્યા છે. કાનજી અને સવિતા બન્ને મહેમાનોની આસ્તાગાસ્તા કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે દિવાનખંડમાં સોફા પર બધા બેઠા છે. કાકુથ – વસુમાં આસ્થા એક સોફા પર બેઠા છે સામે વિશ્વાસ અને સૂર્યપ્રભાબહેન બેઠા છે – બાજુમાં નાના નાની બેઠા છે. સૂર્યપ્રભાબહેનના આસ્થાએ પગે પડીને આશીર્વાદ લીધા અને કાકુથ અને વસુમાએ નમસ્કાર કર્યા. નાના નાનીને પગે લાગી.
સૂર્યપ્રભાબહેને કાકુથ અને વસુમાને કહ્યું “આજે અમારું આંગણું પાવન થયું. વિશુનાં પિતાજીનો જીવ પણ આજે ખૂબ આનંદ પામશે. વિશ્વાસની પસંદગી ઉપર મને ખૂબ માન અને ગૌરવ છે. પ્રથમ દ્રષ્ટિએ જ મને આસ્થા ખૂબ ગમી ગયેલી હવે એ મારી જ દીકરી છે. મારું ઘર એના આગમનથી સ્વર્ગ બની જશે. તમારા સંસ્કાર અને શિસ્ત મારા કૂળને ઉજાવશે. હું ખૂબ જ ખુશ છું અને મને સંતોષ છે મારા વિશુએ ખૂબ ઉત્તમ પાત્ર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. મારી તો એવી ઇચ્છા છે કે આજનો દિવસ ખૂબ જ પાવન છે લગ્ન જ્યારે કરીશું ત્યારે મૂહૂર્ત વિગેરે કરાવીશું પરંતુ મારી એવી ઇચ્છા છે આજનાં શુબ દિવસે આપણે બન્ને કુટુંબ અને ઇશ્વરની સાક્ષીમાં ગોળધાણાં બન્ને છોકરાઓનાં સગાઈનાં ખાઈ લઈએ. પછી સમય પ્રમાણે ધામધૂમ કરીશું. મારો એકનો એક દીકરો તમારી એકની એક દીકરી એટલે કોઈ કચાશ નહીં રાખીએ પરંતુ ગઇકાલથી દીલમાં એવું જ થયા કરે છે ગોળધાણાં ખાઈ સંબંધ નક્કી કરી લઇએ પછી તમે જ્યારે કહેશો અને વિશ્વાસને સમયની અનૂકુળતા હશે ત્યારે ધામધૂમ કરીશું. મારી એવી ઇચ્છા છે. વડીલ તમે શું કહો છો ?“કાકુથ-વસુમા-આસ્થા-વિશ્વાસ બધા જ સૂર્યપ્રભાબહેનનાં આવા ધડાકાથી આનંદ સાથે આશ્ચર્યમાં ડૂબી ગયા. બે ઘડી શું જવાબ આપવો સમજાતું નહીં કાકુથે જરા સ્વસ્થ થઈને કહ્યું તમારી મરજી ખૂબ આનંદની વાત છે પણ બધાને બોલાવી થોડું વિધી પૂર્વક.. એમની વાત કાપી સૂર્યપ્રભાબહેન કહે એવું ચોક્કસ કરીશું જ પરંતુ તમારા આવતા પહેલાં જ મેં મારા માતા-પિતાને વાત કરી મારી મનની વાત કહી. વિશું મુંબઈ છે સમયની અગવડ છે અહીં ધાણા ખાઈ લઈએ તો આસ્થાની અહીં અવરજવર રહે પછી ફરી જ્યારે વિશુ આવે ત્યારે બધાને બોલવી વિધીપૂર્વક વિવાહની વિધી કરી લઈશું આજે ધાણા ખાઈ સંબંધને નામ આપી દઇએ. વસુમાં અને કાકુથ તો સૂર્યપ્રભાબહેનની વાતથી ખૂબ જ આનંદમાં આવી ગયા. કાકુથે ઉભા થઈને સૂર્યપ્રભાબહેનને વંદન કરીને વધાઈ આપી કહ્યું” તમારા આ નિર્ણયમાં અમારી સંપૂર્ણ સંમતિ છે “અને વસુમાએ પણ સૂર્યપ્રભાબહેનને હાથ મિલાવી વંદન કરીને વધાઈ આપી. કાનજીને બૂમ પાડી ગોળધાણાં અને પેંડા લાવવા જણાવ્યું કાનજીએ અગાઉથી તૈયાર રાખેલી થાળી લઇને આવ્યો સવિતા કંકુ ચોખાની કંકાવટી લઇને આવી. સૂર્યપ્રબા બહેને કાકુથને કહ્યું “આપ આપના હસ્તે છોકરાઓને તિલક અક્ષત કરો અને મોં મીઠું કરાવો” આશીર્વાદ આપો. વિશ્વાસ અને આસ્થા હજી તો આ આનંદનાં આઘાત અને આશ્ચર્યમાંથી બહાર જ નહોતા નીકળ્યા અને બન્ને જણાં કાકુથ પાસે આવ્યા. કાકુથે બન્નેને કંકુ તિલક અક્ષત કર્યા. કાકુથે પોતાના ગળામાંથી સોનાની કંઠી કાઢીને વિશ્વાસને પહેરાવી દીધી અને છાતીએ છાપી આશીર્વાદ આપ્યા. આંખોમાં ઝળઝળીયા આવી ગયા. વિશ્વાસ એમનાં પગે સ્પર્શ કરીને પગે લાગ્યો. વસુમાં-નાના નાની અને સૂર્યપ્રભા માં બધાને નમીને નમસ્કાર કરી આશીર્વાદ લીધા. માં એ તો એને ગળે જ વળગાવી દીધો અને કપાળ ચૂમી લીધું એમની આંખોમાંથી આનંદનાં આંસુ વહી રહ્યા કહ્યું “દીકરા કાલથી મનમાં હતુ જાણે તારા બાપુ કહી રહ્યા હતા કે હવે કાલે તું નક્કી જ કરી નાંખજે એમનો જીવ પણ આનંદ પામ્યો હશે.” આસ્થા પણ સૂર્યપ્રભાબહેનને પગે લાગી સૂર્યપ્રભાબહેને સવિતાનાં હાથમાંથી બોક્ષ લઈને એમાથી કંગન આસ્થાનાં હાથમાં પહેરાવી દીધા અને આસ્થાને છાતીએ વળગાવી ખૂબ વ્હાલ કરી આશીર્વાદ આપ્યા. નાના નાનીએને પગે આસ્થા વિશ્વાસ સાથે જ લાગ્યા. એમણે હાથમાં પૈસા મૂકી શુકન કરાવી આશીર્વાદ આપ્યા નાનીએ આસ્થાને સોનાની ચેઇન આપી. કાકુથ અને વસુમાંનાં પણ સાથે જ આશીર્વાદ લીધા. કાકુથ આસ્થાને વળગીને ગળગળા થઈ ગયા. આંખોમાં આસું ધસી આવ્યા સામે પોતાની લાડકીનાં અચાનક જ સગાઈનાં ગોળધાણાં ખાધા. બન્ને ખૂબ જ ખુશ હતા. બધાએ મોં મીઠું કર્યું અને બધા બેઠા.
વસુમાં એ કહ્યું “આમ અચાનક જ બધું ગોઠવાઈ ગયું અમારે માટે આ આનંદ અને આશ્ચર્યનો આંચકો જ છે. સૂર્યપ્રભાબહેને કહ્યું. તમારી વાત સાચી છે મને માફ કરજો મેં તમને વિચારવાનો કે કોઈ સમય જ ના આપ્યો પરંતુ મને જાણ હતી કે આ સંબંધ માટે તમે તૈયાર છો આસ્થા અહીં આવી હતી. વિશ્વાસે પણ બધી જ વાત કરી હતી. તમારા જેવું સંસ્કારી ખોરડું કુટુંબને મારી આસ્થા જેવી વહુ મને ખૂબ જ પસંદ પડી ગયેલી. વિશ્વાસની પસંદગી ઉપર ગૌરવ છે. મને થયું વિવાહ પછી કરીશું પણ ગોળધાણા આજે ખાઈ લઇએ એવો આજે સવારે જ નિર્ણય કરેલો. વિશ્વાસને પણ કહ્યું નહોંતુ આ એક વધામણી મારે આમ જ આપીને છોકરાઓને ખુશ કરવા હતા. છતાં તેમને કોઈ અગવડ પડી હોય તો માફ કરજો. કાકુથ કહે ના ના એવી વાત નથી આજે સોનામાં સુગંધ ભળી એલખવો છે મારી દિકરી આસ્થાનાં ભાગ્ય ખૂલી ગયા વિશ્વાસ જેવો સંસ્કારી મહેનતું અને હોંશિયાર છોકરો મળ્યો છે. જાણે રામ સીતાની જોડી વસુમાં કહે મારા તો રાધાકૃષ્ણ જ છે. બન્ને ખૂબ જ સુખી થાય પરંતુ અગાઉથી જાણ હોત તો અમે વ્યવસ્થિત તૈયારી અને વ્યવહાર કરી શક્યા હોત. સૂર્યપ્રભાબહેન કહે “એ ઔપચારીકતા છે બધી આમે આનંદનો અવસર મન ભરીને માણીએ એમાં બધું જ આવી ગયું.” સૂર્યપ્રભાબહેને કહ્યું “વિશુ તમે લોકો જાવ દેવસ્થાન જઇને આશીર્વાદ લઈ આવો ત્યાં સુધી અમે વાતો કરીએ અને સવિતાને ચા નાસ્તો લાવવા જણાવ્યું.”
આસ્થા વિશ્વાસ બન્ને દેવસ્થાનમાં સેવામાં જઈને ઇશ્વર સમક્ષ બેસીને એકમેકનાં હાથ નમસ્કાર મુદ્રામાં હંમેશની જેમ રાખી માથુ નમાવી દર્શન કર્યા સંપૂર્ણ આશીર્વાદ લીધા અને પ્રભુનો ખૂબ આભાર માન્યો. અચાનક મળેલી આનંદની આ ભેટ આ આવિષ્કાર મેળવી ખૂબ આનંદ થયો હતો. વિશ્વાસે આજુ બાજુ બહાર નજર કરીને પછી પ્રભુની સામે જ આસ્થાનાં હોઠ ચૂમી લીધા અને આનંદ વ્યક્ત કર્યો આસ્થા શરમાઈ ગઇ અને આંખો કાઢી ખોટું ખોટું લડી લીધુ અને પછી શરમાઈ ગઇ.
વિશ્વાસે આસ્થાને કહ્યું માં એ આજે ખૂબ મોટી સરપ્રાઈઝ આપી મને વિચાર આવે કાલે સવારે આપણે આપીએ. આસ્થાએ કહ્યું શું ?વિશ્વાસે કહ્યું કે આવી એમ કહીં આસ્થાનાં કાનમાં ગણણ્યો અને આસ્થા ખૂબ જ ખુશ થઈ ગઇ.
સવારે વિશ્વાસ કંમ્પા પર ગાડી લઇને પહોંચી ગયો એણે ભાડેથી મોટી ગાડી મંગાવી લીધેલી જઇને તરત જ કાકુથ અને વસુમા અને આસ્થાને તૈયાર થવા જણાવ્યું. આસ્થાને ખબર હતી એટલે તૈયાર જ હતી. કાકુથ કહે ક્યાં અચાનક તમે ગાડી લઇને આવ્યા ?વિશ્વાસ કહે કાલે ગોળધાણાં ખાધા છે આજે આપણે બધા જ સાથે અંબાજી માં ના આશીર્વાદ લેવા જઈએ છીએ. આટલું સારુ કામ થયા પછી માં ના ચરણે જવું જરૂરી છે. કાકુથ ખુશ થઈ ગયા કહે ખૂબ સરસ મારા મનની વાત કીધી – અમારા પણ કુળદેવી છે અને વસુમાં અને કાકુથ-આસ્થાને લઇને વિશ્વાસ પાછો ઘરે આવ્યો ત્યાં માં – નાના નાની તૈયાર જ હતા. બધાને લઇને અંબાજી જવા નીકળ્યાં.
અંબાજી જટાકાકાનાં ઘરે જઇને હાથ પગ ધોઇ બધા અંબાજીમાં મંદિરે માં ને સુન્મુખ થયા આસ્થા વિશ્વાસે માં ના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. આશીર્વાદ લીધા. માં નાં સપૂર્ણ આશીર્વાદ મળ્યા. પછી બધા ભેટ ચઢાવી પ્રસાદમાં ચુંદડી અને મગઝલઇને ઘરે આવ્યા નાના નાનીનાં ઘરે ચા પાણી કર્યા પછી ત્યાંથી જ ચંદ્રપ્રભાબહેને વિશ્વાસનાં ફોનથી મુંબઇ શરદભાઈને ફોન કર્યો અને તરત જ ફોન લાગ્યો અને એમણે વિશ્વાસ આસ્થાની સગાઇ નક્કી કરી એનાં ગોળધાણાં ખાધા અંબાજી દર્શને આવ્યા કહી સુખદ આંચકો આપ્યો શરદભાઇ તો સાંભળી અવાક જ થઈ ગયા. અચાનક ક્યારે નક્કી કર્યું જણાવ્યું નહીં ધામધૂમ કરત ને – સૂર્યપ્રભાબહેન કહે મારું ખૂબ મન હતુ ધામધૂમ પછી શાંતિથી કરીશું વિશ્વાસ વારે વારે આવતો નથી અને મનમાં આવ્યું કે મારે બસ નક્કી કરવું છે એટલે એ લોકોને પણ સમય ના આપી શકી. મળવા આવ્યા અને મેં આમ નક્કી જ કરી નાંખ્યું શરદભાઈ કહે ચાલે ખૂબ સારું થયું એક અગત્યનું કામની થયું કહી અનસૂયાબહેન જાબાલી બધા સાથે એકબીજાને વાત કરી.
પ્રકરણ : 23
પ્રકરણ 24 માં વાંચો… વિશ્વાશનો નિર્ણય વધાવી લીધો પણ………