પ્રકરણ : 22
પ્રેમ અંગાર
“હાય વિશ્વાસ શું સવારથી આમ આખો દિવસ કોમ્પ્યુટરમાં મોં રાખીને બેસે છે ચાલ આજે નીચે ક્લબમાં જઈએ થોડું સ્પોટ્સ કરીએ ફ્રેશ થઈ જઈ. મારુ તો આજે માથું જ ખૂબ ખૂબ ભારે લાગે છે” સિધ્ધાંતે કહ્યું. સિધ્ધાંત વિશ્વાસની જ સાથે એની કેબીનમાં બેસતો બન્ને સાથે જ કામ કરતાં એક જ પ્રોજેક્ટ પર. એ પણ ખૂબ જ હોંશિયાર અને સ્માર્ટ હતો. એ મૂળ મુંબઈનો જ હતો અને જાબાલી ત્રિલોક બન્નેનો પણ ખાસ ફ્રેન્ડ હતો. વિશ્વાસને પણ એની સાથે સારું ફાવી ગયેલું. બન્ને સાથે મળીને નવા ડીવાઈઝના પોઈન્ટ પર સાથે કામ કરી રહેલા. સિધ્ધાંતને વિશ્વાસ માટે ખૂબ માન હતું એક સામાન્ય પરિવારનો એક ગામમાંથી આવતો છોકરો આટલો હોંશિયાર મહેનત કરીને કેટલો આગળ આવ્યો છે. એ એવું માનતો કે આટલા સામાન્ય પરિવાર અને કોઈ બીજા સપોર્ટ વિના કોઈ આટલું કરી શકે ? બન્ને જણાં ખાસ મિત્ર બની ચૂક્યા હતા. વિશ્વાસે કહ્યું. “ઓકે ચલ સિધ્ધાંત હું પણ કોમ્ય્પુટર બંધ કરું આજે થોડું રમી લઈએ શરીરને પણ કસરત મળી જશે અને માઇન્ડ ફ્રેશ થઈ જશે. બન્ને જણાં કંપની બિલ્ડીંગમાં નીચે બેઝમેન્ટમાં આવેલી ક્લબનાં ઇન્ડોર સ્પોર્ટ્સ વિભાગમાં ટેબલટેનીસ રમવા ગયા. બે ચાર ગેમ રમ્યા પછી સિધ્ધાંત કહે યાર !વિશ્વાસ મજા આવી ગઈ આજે ક્યાંક બહાર જ ડીનર લઈને ઘરે જઇશું. ઘણો સમય થઈ ગયો બહારનું જમવાનું જ નથી લીધુ આજે વસૂલ કરી લઈએ. વિશ્વાસે પણ હા માં હા મિલાવી બન્ને જણાં નજીકની રેસ્ટોરંટમાં જઇને બેઠાં.
વિશ્વાસનાં ફોન પર રીંગ આવી. આસ્થાનો ફોન હતો વિશ્વાસે કહ્યું “હાય આસ્થા કેમ છે ? કેમ અચાનક ફોન ? આજે વહેલો કર્યો ફોન ? આસ્થા કહે ? “વિશુ ખૂબ મીસ થાય છે તું અને આજે જાણે કંઇ ગમતું જ નથી સવારથી આજે દિવસ જ નથી જતો ખૂબ કંટ્રોલ કર્યા પછી રહેવાયું નહીં ખબર નથી આજે શું થઈ ગયું?”
વિશુ તમે ખૂબ દૂર જઇને મને વિરહ જ આપ્યો કેમ કરીને જીવુ મને બીલકુલ જ ગમતું નથી. મને ખબર છે આ વિરહ વેઠવામાં જ તમારે કેરીયર બનાવવાની છે તૈયાર થવાનું છે પણ... મારાથી આ સહેવાતું જ નથી. વિશ્વાસ કહે “એય આશું હું બધું જ જાણું છું પરંતુ અહીંની વ્યસ્ત જીંદગીમાં સમય જ જાણે ખૂબ ઝડપથી વીતી રહ્યો છે. હું એને આશીર્દવાદ ગણું છું કે આમ ઝડપથી વહેતો સમય મને જલ્દી તારી પાસે લઈ આવશે. મને પણ તારી ખૂબ યાદ આવે છે હું નેક્સ્ટમીડટર્મ બ્રેકમાં અહીં કંપનીમાં રજા મૂકી આવવાનું પ્લાન કરું છું મને એક વીકની રજા મળશે જ. બધું કન્ફર્મ થયા પછી તને હું જણાવવાનો હતો. આસ્થા તો ખુશીથી ઉછળી જ પડી” એમાંથી જોરથી બોલી ઉઠાયું. “આઈ લવ યુ વિશુ”– તમે આજે મને ખૂબ ખુશ કરી દીધી. બસ તમે ક્યારે આવો છો એ જ રાહમાં હવે પળ વિતશે. આઇ લવ યુ વિશુ કહી મોબાઈલ પર જ કીસીઓ કરી દીધી. વિશ્વાસ કહે સેઇમ ટુ યુ કહી હસી પડ્યો આસ્થા સમજી ગઈ અને હસીને કહ્યું “બહાર છો ? કોઇ છે આજુ બાજુ ?”વિશ્વાસે કહ્યું “હા આશુ હું અને મારો મિત્ર સિધ્ધાંત અહી એક રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે. બાય ધ વે હું તને ઇન્ટ્રો કરાવું મારો મિત્ર સિધ્ધાંત જે કંપનીમાં મારી સાથે કામ કરે છે અને અમે એક જ પ્રોજેક્ટમાં સાથે છીએ. હું એને ફોન આપું. કર વાત. વિશ્વાસે ફોન પર હાથ દાબી સિધ્ધાંતને આસ્થા છે કહી ફોન આપ્યો. સિધ્ધાંતે ફોન લઈને વાત કરી “હેલો કેમ છો તમે ? તમારી વાતો વિશ્વાસ કાયમી કર્યા જ કરે છે એટલે આમ તો તમને ઓળખું જ છું કારણકે તમારી વાતોમાં તમારું શબ્દ ચિત્રણ કરીને બસ તમારામાં ખોવાયેલો રહે છે કહી હસી પડ્યો. આસ્થા શરમાઈ ગઈ કહે “મને તો આજે જ તમારી વાત કરી. સિધ્ધાંતભાઈ તમે પણ એમની સાથે આવજો અમારું ગામ ખૂબ નાનું છે પણ ખૂબ જ માણવા જેવું છે.” સિધ્ધાંત કહે “આ વિશ્વાસે ઘણી વાતો કરી છે એટલે જીજ્ઞાશા તો ખૂબ છે અને પાછો તમે મને ભાઈ કીધો એટલે બહેનને મળવા તો આવવું જ પડશે. આસ્થા કહે બહેન કીધી છે તો જરૂરથી આવજો મારા દાદા પણ ખૂબ જ ખુશ થશે. સિધ્ધાંતે કહ્યું જરૂરથી મારા વતી એમને પ્રણામ હું વિશ્વાસને ફોન આપું વિશ્વાસે ફોન લઈ કહ્યું આશું હું તને રાત્રે પાછો ફોન કરું છું અને ક્યારે આવવાનો એ નક્કી થાય બધું જ જણાવું છું. આસ્થા કહે “ભલે હું રાહ જોઈશ બાય. લવ યુ કહી ફોન મૂક્યો.”
વિશ્વાસ કહે હવે ગામની – માઁની –કાકુથ – આસ્થા બધાની ખૂબ યાદ આવી છે. અહીં આવ્યે 8 મહીના ઉપર થઈ ગયા અત્યાર સુધી ના તહેવાર જોયા ના વાર હવે આ બ્રેકમાં જઇ આવું બધાને મળી આવું. સિધ્ધાંત કહે જરૂરથી જઇ આવ. હું તો અહીં જ છું બધું સંભાળી લઈશ.
*****
આજે માસ્તરકાકાનું આંગણું ભાવવિભોર થઈ ગયું છે. સૂર્યપ્રભાબહેનનાં ઘરમાં આનંદનો સૂરજ ઉગ્યો છે. ઘણાં સમય પછી એકનાં એક પુત્રનાં પગલાં થયા છે. વિશ્વાસે આવીને તરત જ ડેલીની સાંકળ સવારમાં ખખડાવી અને માં તુલસીની પૂજા કરતાં કરતાં કમાડ ખોલવા આવી ગયા. સામે વિશ્વાસને ઉભેલો જોઈને વિસ્મય સાથે આનંદથી જોઈ જ રહ્યા. સાચું જ નહોતા માની રહ્યા કે વિશ્વાસ આવ્યો છે એ આવવાનો હતો પણ આજે જ આવી જશે એ ખબર જ નહોતી.
વિશ્વાસે આવી માઁના ચરણ સ્પર્શી આશીર્વાદ લીધા અને માઁ આશીર્વાદ આપી ગળે જ વળગાવી દીધો આંખોમાંથી આનંદના અશ્રુ ટપકી ગયા. એ વિશ્વાસની સામે જ જોઈ રહ્યા. આંખોમાં સમાવી રહ્યા જાણે કેટલાય સમયથી જોયો જ ના હોય. વિશ્વાસ પણ માં ની આંખોનાં અમી પી રહ્યો અને વિશ્વાસમાં મોબાઈલની રીંગ વાગી. વિશ્વાસે જોયું આસ્થા નો ફોન છે એનાથી મલકાઈ ગયું માં ને કહ્યું હું આવુ માં કહી પરસાળમાં જઈ વાત કરી માં પણ સમજી ગયા હસી રહ્યા. વિશ્વાસે કહ્યું હેય મીઠડીમા મારી પાછળ પાછળ આવી ગઈ. હમણાં જસ્ટ ઘરે પહોંચ્યો. શું કરે તું ? બસ હવે તને જોવાની મળવાની જ તડપ.
એય. વિશુ તારા વિનાનાં દિવસ રાત કેવી રીતે વિતાવું તું શું જાણે ? તારી પાછળ પાછળ નહીં તારામાં પરોવાઈને જ જીવું છું. વિશુ તમે માઁ ને મળી પરવારીને પછી તરત જ મારી પાસે આવી જાવ હવે અહીં આવ્યા પછી મારી ધીરજની કસોટી ના કરશો. વિશ્વાસે કહ્યું એય આશુ હું તો તારો દીવાનો જ કેમ કરીને રહી શકું ? આવું છું પરવારીને તરત જ તને મળવા દોડી જ આવું છું લવ યુ બાય કહી ફોન મૂક્યો. સૂર્યપ્રભાબહેન રસોડામાં જઈને વિશ્વાસ માટે ચા બનાવી લાવ્યા. પાણી પીવરાવીને ચા આપી અને એની બાજુમાં બેઠા. વિશ્વાસ ઉઠીને માઁ ના પગ પાસે નીચે જ બેસી ગયો અને માઁ ના ખોળામાં માથુ મૂકી વાતો કરી રહ્યો.
વિશ્વાસ આસ્થાનાં કમ્પા ઉપર આવી ગયો. આવીને કાકુથને એમની જગ્યાએ વરન્ડામાં વિશાળ વાંસનાં મૂડા પર બેઠેલા જોયા. કાકુથે વિશ્વાસને દુરથી આવતો જોયો એ જ ઉભા થઈ ગયા. આગળ આવી વિશ્વાસને ભેટી જ પડ્યા અને જોઈ જ રહ્યા. વિશ્વાસે નમીને નમસ્કાર કર્યા. કાકુથ કહે દીકરા સુખી રહો ખૂબ જ પ્રગતિ કરો પ્રભુ ખૂબ બુધ્ધિ અને બળ આપે. લક્ષ્મી તો કમાઈ લઈશ કહી હસી રહ્યા. ક્યારે આવ્યા કહી ઔપચારીક વાતો કરી. મુંબઈ કેવું લાગે છે ભણવાનું અને કામનું કેવું ચાલે છે શું આગળ રીસર્ચ કરી રહ્યા છો વિગેરે પ્રશ્નો કર્યા અને આસ્થાને બૂમ પાડી આસ્થા બૂમ પડે એ પહેલાં જ દોડી આવેલી હાથમાં પાણીનો ગ્લાસ લઈને. વિશ્વાસે આસ્થાને સામે જોયું આસ્શાએ એની સામે બન્નેની નજરો મળી વ્હાલનો દરિયો ઉભરાયો. આંખોથી આંખોમાં મન ચિતે એટલામાં યુગ જેટલી વાતો કરી લીધી.
વસુમા પણ આવી ગયા વરન્ડામાં અને વિશ્વાસને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. વિશ્વાસ એમને પગે લાગ્યો એમણે ટચાકડા ફોડી ઓવારણલીધા આશીર્વાદ આપ્યા. આજે કાકુથનાં ઘરમાં જાણે આનંદ છવાઇ રહ્યો. વસુમા કહે દીકરા તમને મુંબઈ ફાવી ગયું ? કેવું ચાલે છે તમારું કામ અને ભણવાનું ?વિશ્વાસ કહે માં સારું ચાલે છે તમારા લોકોનાં આશીર્વાદ છે વસુમા કહે આશુ બેટા વિશ્વાસ માટે ચા બનાવી લાવ નાસ્તો લાવજે. આશુ કહે હા લઈ આવું કહી વિશ્વાસ સામે જોતી જોતી રસોડામાં ગઈ.
કાકુથ કહે વિશ્વાસ તમે આગળ શું કરી રહ્યા છો ? કંઇ નવીન સંશોધનમાં છો કે જે તમે ડીવાઇસ પર કામ કરતા હતા એમાં જ કામ કરો છો. તમારી કંપની તો એ જ છે ને ? મામા અને બધા ઘરનાં ક્ષેમકુશળ છે ને ? વસુંમા કહે તમારા માં કેમ છે ? એમની તબીયત કેમ છે ?વિશ્વાસે બન્નેના પ્રશ્નોનાં ઉત્તર આપ્યા. વિશ્વાસે ક્હયું કાકુથ અહીં કંપનીમાં કામ કરવાની ખૂબ મજા આવે છે. રીસર્ચ અને કામની બાબતમાં ઘણી સ્વતંત્રતા છે. સગવડ અને સાધનો પૂરતાં છે. એ જ ફીલ્ડમાં હું આગળ કામ કરી રહ્યો છું. અહીં અમારી કંપનીને નાસા (NASA) સાથે પણ કોન્ટ્રાક્ટ છે અને એના માટે પણ કામ કરીએ છીએ આગળ કામ કરવાનાં ઘણી તક મળશે એવું લાગે. વળી કંપનીના પ્રોગ્રામરનો ઘણો સહકાર છે. મારું ભણવાનું પણ સારું ચાલે છે અને આવતા વર્ષે પૂર્ણ પણ થઈ જશે. માં ની તબીયત સારી છે. અહીં તેઓ એકલા જરૂર પડી ગયા છે પરંતુ કાનજીકાકા અને સવિતાકાકીનો સાથ અને હૂંફ છે એટલે વાંધો નથી. મારું ભણવાનું પુરુ થયા પછી કામમાં વ્યવસ્થિત ગોઠવાયા પછી કોઇ નિર્ણય કરીશ જેથી માં મારી સાથે આવી જાય કે કંઇ પણ એમની સેવા કરી શકું પણ હજી થોડો સમય છે. વસુમાં કહે હા ભાઈ એમણે પણ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. વિશ્વાસ કહે હા હવે મારે એમની સાથે કાયમ રહેવું છે. વસુમાં કહે તમે ભણીગણીને તૈયાર થઈ જાવ પછીથી તમારા લગ્ન થાય ઠરીઠામ થવાય. કાકુથે ખૂબ આગળ વધો અમારા આશીર્વાદ છે આવતા વર્ષે આસ્થાનું પણ ગ્રેજ્યુએશન પુરુ થશે પછી તમારા માં ની સંમતિથી આપણે લગ્ન અંગે વિચારી લઈએ મારી આશુ મારા દીલનો ટુકડો છે પરંતુ એને લગ્ન કરી સાસરે વળાવવી અમારી ફરજ છે. અમારી પણ ઊંમર છે વધતી ચાલી છે જીંદગીનો કોઈ ભરોસો નથી. વિશ્વાસ કહે હું સમજું છું અને બધું મારા મગજમાં હોય જ છે. અને આસ્થા ચા નાસ્તો લઇને આવી એણે બધી વાત સાંભળી હતી એ શરમાઈ રહી હતી.
વિશ્વાસ કહે મારા માટે તમે મારા માતા-પિતા અને ગુરુ સમાન છો. મારું ભણતર પુરુ થાય પછી કંપનીમાં વ્યવસ્થિત ગોઠવાઈને હું માં ની પરવાનગી લઇને આ અંગે નિર્ણય કરીશ. કાકુથ કહે અમે તમારા માં ને મળવા આવીશું તમે અહીં છો એ દરમ્યાન. ભલે લગ્ન જ્યારે નક્કી કરીએ ત્યારે પણ એમને મળવું અને અમારા વિશે જાણવું જરૂરી છે.
વિશ્વાસે કહ્યું “હા જરૂર આપ ગમે ત્યારે પધારો. આમ તો હું જ માંને લઈને આપની પાસે આવત. પરંતુ આપ મારા ઘરે પધારો અમારું આંગણું પાવન થાય અને આસ્થા જે ઘરમાં પરણીને આવે એ પણ તમારે જોવાય. આમ તો આ બધી ઔપચારીકતા ઘરનાં વડીલ કરે પરંતુ મારે માટે આ કામ પણ મારે જ કરવું પડે એમ છે બીજા ખાસ સગા નથી અને મામા છે એ મુંબઈ છે. પરંતુ આપ મને જણાવજો હું અંબાજીથી મારા નાના-નાની પણ તેડાવી લઈશ કાકુથ કહે તમે કેટલા દિવસ છો ?વિશ્વાસ કહે હું દસ દિવસની રજા લઇને આવ્યો છું કોઇ ચિંતા નથી. કાકુથ કહે તો આપણે નક્કી જ કરી લઈએ આજે રવિવાર છે આપણે ગુરુવારે મળીશું હું અને વસુ અને આસ્થા તમારા ઘરે આવી જઇશું આસ્થા અમને લઈ આવશે વિશ્વાસ કહે જરૂર હું નાના નાની પણ લઇ આવીશ આમ પણ મારે એમને મળવા જવાનું છે.
વસુમાં કહે વાતો વાતોમાં ચા ઠંડી થઈ ગઈ પહેલા ચા નાસ્તો કરી લો. વિશ્વાસે ચા પીધી. નાસ્તો નથી કરવો કહ્યું.” કાકુથ અને વસુમાં પછી દવાઓ બનાવવાનાં પાવડર માટે બાજુનાં રૂમમાં ગયા. આસ્થા વિશ્વાસને એકાંત આપ્યું આસ્થા કહે “ક્યારના બસ વાતો કર્યા કરો છો. મારી સામે પણ નથી જોતા.’ વિશ્વાસ કહે “આશુ તને અહીંથી ક્યારે મારી પાસે લઇ જઉ એજ વિચાર્યા કરું એ જ વાત કરતો હતો.” આસ્થા શરમાઈ ગઈ. વિશ્વાસ કહે ‘ચાલ વાડીમાં ફરી આવીએ ઘણો સમય થયો બધા ફૂલછોડ વૃક્ષોને નથી મળ્યો અને ગુરુદેવ અને મા બાબાનાં દર્શન કરી લઈએ. અહીંના આ અર્ધનારીશ્વરનાં દર્શન કરીને મન હૃદયને કંઇક અનોખું જ સૂકુન મળે છે.” આસ્થા કહે “ચાલો અને બૂમ પાડી કાકુથને કહ્યું “દાદુ મંદિર દર્શન કરીને આવીએ છીએ.” કાકુથે હકારમાં હોંકારો દીધો. બન્ને વાડી તરફ નીકળી ગયા. મંદિરમાં જઈને આસ્થા-વિશ્વાસે બન્ને જણાએ એમની એકબીજાની હથેળીઓ ભેગી કરી નમસ્કાર મુદ્રામાં માથુ નમાવી દર્શન કર્યા અને સંપૂર્ણ આશીર્વાદ લીધા.
પ્રકરણ 22.. સમાપ્ત……
વિરહની પળોની આગોતરી જાણ થઇ ગઈ શું છે આગળ…. વાંચો પ્રકરણ 23