Prem Angaar - 20 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 20

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 20

પ્રકરણ : 20

પ્રેમ અંગાર

વિશ્વાસ ઘરે આવ્યો માઁ નાં આશીર્વાદ લીધા. સૂર્યપ્રભાબહેન ખૂબ જ રાજી થયા. વિશ્વાસનાં ઓવારણા લીધા. વિશ્વાસને લઈને ઘરમંદિરમાં આવ્યા અને ભગવાને પ્રાર્થના કરતાં કહ્યું” હે પ્રભુ મને વિશ્વાસ જેવો દીકરો આપીને મારા જીવનની બધી જ ખોટ પૂરી કરી દીધી. ખૂબ ખૂબ આશીર્વાદ આપના. મારા દિકરાએ મારી કોખ ઉજાળી. બધાને મારા વિશ્વાસ જેવો દિકરો મળે.” કહી વિશ્વાસનેફરી આશીર્વાદ આપ્યા અને આંખમાંથી આંસુ સરવા લાગ્યા. વિશ્વાસ નવાઈ પામ્યો કહે માઁ અચાનક શું થયું કેમ રડો છો? સૂર્યપ્રભાબહેન કહે દિકરા તારું કોલેજનું ભણતર પુરુ થયું પરિણામ તારું ઘરમાં ખુશીયા આનંદ લાવ્યુ આખા પંથકમાં આપણું ખોરડું ઉજાળ્યું સાત પેઢીને ગૌરવ કરાવ્યું એનો આનંદ અને હવે તું આગળ ભણવા જીવનને આગળ ધપાવવા આ ખોરડું છોડીને બીજા પ્રેદશ જવાનો એ વિરહની કલ્પના પણ મને ખૂબ કરાવે. મારું હૈયુ અત્યારથી આનંદ કરે એક બાજુ તારી પ્રગતિ છે અને બીજી બાજુ તારી માઁ તારા વિના કેમ જીવી શકશે ? તારું મો જોયે મારી સવાર પડે અને તને સૂતો જોઊં પછી નીંદર આવે. હવે આ તારી માં તારો વિરહ કેમ જીરવશે ? દિકરા તારા વિના આ ઘર-ખેતર-ફળીયું બધુ જ જાણે સૂનુ થઈ જશે. વિશ્વાસ કહે “માઁ તમે ચિંતા ના કરો હું મામા સાથે એક વાર નક્કી કરી લઉ પછી તમને પણ ત્યાં બોલાવી લઈશ. આપણે સાથે જ રહીશું. સૂર્યપ્રભાબહેને કહ્યું દીકરા આ ખોરડું ઘર ખેતર- તારા બાપની નિશાની એને કેમ કરી વેગળું મૂકું ? તું એકવાર સરસ તૈયાર થઈ જા પછી હું આવી જઇશ હમણાં નહીં. થાય છે મારાથી કરીશ પછી તારાં લગ્ન કરી અહીં પગે લગડાવીશ પછી તારા હાથના થપ્પા મરાવીશ પછીતારા બાપુનાં આશીર્વાદ લઇ તું જ્યાં લઈ જઈશ ત્યાં તારી સાથે આવીશ. દીકરા કાળજુ કઠણ કરીને દીલ પર પત્થર મૂકીને તને તારા જીવનની પ્રગતિ માટે તને એકલો જવા દઈશ માતૃત્વનું કારણ વચ્ચે લાવીને તારો વિકાસ નહીં રોકું. ખૂબ મહેનત કર તેજસ્વી કારકીર્દી પર તારા બાપુનું નામ કર. પહેલેથી કર્યું છે એવી પ્રગતિ કરજે આખું ગામ – તારા ઉપર ગૌરવ કરે. ચલ દીકરા હવે જમી લઈએ તારી રાહ જોઈને જ બેઠી હતી.

વિશ્વાસે હિંમતનગર ડૉ. વસાવા સાથે ચર્ચા કરી ત્યાંથી મુંબઈ ડૉ. અગ્નિહોત્રી સાથે ચર્ચા કરી નિર્ણય લીધો. ડૉ. અગ્નિહોત્રીએ માસ્ટર્સ કરવા મુંબઇ જ એડમીશન લેવા કહ્યું. મુંબઈની લેબમાં હમણાં ભણવા સાથે કામ કરી પછીથી બેંગ્લોર બોલાવી લઇશું. વિશ્વાસે ડૉ. વસાવાની સહાલ માની અને મુંબઈ મામા સાથે વાત કરી લીધી. શરદમામાએ કહ્યું” દિકરા તું ચિંતા ના કર હું અથવા જાબાલી રાણીવાવા આવીએ છીએ ત્યાં બહેનને સમજાવવી પડશે બધું નક્કી કરવું પડશે. અહીં એડમીશનની જવાબદારી ડૉ. અગ્નિહોત્રી મારા મિત્ર જ છે એમનો ફોન પણ આવી ગયો. અહીંનું બધું થઈ જશે અગત્યું છે બહેનને સમજાવવાનું. વિશ્વાસ કહે મેં માં સાથે વાત કરી લીધી છે છતાં તમે આવો તો સારું ઘણો ફરક પડશે. મામા કહે ભલે હું જ આવું છું. બે દિવસમાં પછી નક્કી કરીએ. આમ કહી મામાએ ફોન મૂક્યો. વિશ્વાસ બધી વાત નક્કી થયા પછી ઊંડા વિચારમા ઉતરી ગયો. શરદમામાએ સૂર્યપ્રભાબહેનને બધી જ વાત કરી નિશ્ચિંત કર્યા. વિશ્વાસ એમનાં ઘરે જ રહેશે. સૌથી ખુશીની વાત એ છે કે ડૉ. અગ્નિહોત્રીએ સંપૂર્ણ જવાબદારી લીધી છે વિશ્વાસનો ભણવાનો ખર્ચ એમની કંપની ભોગવશે તેમનો મારા અને મનહરભાઈનાં ખાસ મિત્ર છે સાથે સાથે આપણો વિશ્વાસ ખૂબ તેજસ્વી છે એટલે એની નોકરી અને ભણતર બન્ને સાથે ચાલશે તેઓ પોતાની જ કંપનીમાં વિશ્વાસને પ્રમોટ કરે છે. એડમીશનનું પણ તેઓ જ સંભાળશે. સૂર્યપ્રભાબહેન ખૂબ રાજી થયા. વિશ્વાસની પ્રગતિ અને એને મળતા બધાના પ્રેમ સહકારથી એમની છાતી ફૂલતી હતી. કહ્યું “હું અહીં રહીશ મારી કોઈ ચિંતા ના કરશોં અહીં કાનજી અને સવિતા છે જ મારું ખૂબ ધ્યાન રાખશે જ વળી બા-બાપુને બોલાવીશ મારી પાસે પણ ચિંતા ના કરશો. બસ હવે વિશ્વાસની જીંદગી સફળતાનાં શિખરે પહોંચે એ જ જોવા માંગું જ્યારે જ્યારે સમયની અનૂકુળતા હોય એમ વિશુ પણ આવતો રહેશેને. બસ એની જીંદગી સરસ રીતે પ્રગતિનાં પંથે આગળ વધે એ જ મારી કામને એજ પ્રાર્થના.

વિશ્વાસની મુંબઈ જવાની તારીખ ફાઈનલ થઈ ગઈ. એ ડૉ. વસાવા મી. જાડેજા સ્કૂલનાં આચાર્યને બધાને મળી આશીર્વાદ લીધા. મહાદેવપૂરા કંપા આવીને એણે કાકુથનાં આંગણાંમાં બાઈક પાર્ક કરીને અંદર આવ્યો. કાકુથ વરન્ડામાં દરરોજનાં નિત્યક્રમ પ્રમાણે બધું પરવારીને એમની આરામખુરશીમાં ચોપડી વાંચતા બેઠા હતા. વિશ્વાસને જોઈને હરખથી આવકાર આપત કહ્યું “આવ દીકરા” વિશ્વાસે નીચા નમી નમસ્કાર કરી આશીર્વાદ લીધા. કાકુથે સામે ખુરશીમાં બેસવા કહ્યું. વિશ્વાસ બેઠો એટલામાં બાઈકનો અવાજ સાંભળી આસ્થા પણ આવી ગઈ અને વિશ્વાસની પાસે આવી બેઠી. એને વિશ્વાસનાં ચહેરા પરથી ખબર પડી ગઈ આજે વિશ્વાસ એમનાં જવાની જ વાત કરવા આવ્યા છે મોં ની ગંભીરતા બધું જ કહી દેતી હતી. એનો ચહેરો પણ ઉતરી ગયો. એટલામાં વસુમાંની બૂમ પડી “કોણ આવ્યું છે આસ્થા ?“આસ્થાએ જવાબ આપ્યા વિના સીધી અંદર ગઈ અને વસુમાંને લઇને જ બહાર આવી અને સોફામાં બેસાડ્યા. વિશ્વાસને જોઈ વસુમાં તરત જ બોલ્યા” ઓહો ! વિશ્વાસ આવ્યો છે.” વિશ્વાસે વસુમાંના આશીર્વાદ લીધા.

વિશ્વાસે બધાની સામે નજર માડીને પછી બોલ્યો :” કાકુથ મારું મુંબઈ જવાનું નક્કી થઈ ગયું છે. હું મારા મામાનાં ઘરે રહેવાનો છું અને ત્યાં જ એડમીશન પણ થઈ ગયું છે. અહીં જે કંપનીમાં હતો એ કંપનીના માલિક ડૉ. અગ્નિહોત્રીની સાથે કામ પણ કરીશ અને એ લોકો જ મારો બધો જ ખર્ચ ઉપાડવાના છે અને આવતા અઠવાડીયે ગુરુવારે હું જવાનો છું તમને બધી વાત જણાવવા અને આપનાં આશીર્વાદ લેવા આવ્યો છું” કાકુથ સાંભળીને ખૂબ ખુશ થયા કહે “દિકરા પ્રગતિ માટે જવું પડે એ સારું જ છે. બસ આમ જીવનમાં ખૂબ પ્રગતિ થાય ખૂબ સુખ આનંદ મળે એવા આશીર્વાદ જ છે. જ્યારે જ્યારે સમયની અનૂકૂળતા થાય ત્યારે જરૂરથી આવતો રહેજે આ કંપો ભૂલતો નહીં. હા મને ખૂબ વિશ્વાસ છે જ કેવું તારા નામ પ્રમાણે બધાને યાદ કરી આવીશ જ. અહીંની ધરતી એમ ભૂલાય નહીં અને તને ભૂલવા પણ નહીં દે.” વસુમાં ઉઠી ધીમે ધીમે અંદરના ઘરમાં જઈ પાછા આવ્યા અને વિશ્વાસનાં હાથમાં 101 રૂપીયા આપ્યા અને ગોળ ખવરાવી શુકન કર્યા. કાકુથે આસ્થાને સેવામાંથી માઁ નો દોરો લાવવા કહ્યું. આસ્થા લઈ આવી કાકુથે લાલ દોરો વિશ્વાસનાં હાથે બાંધી કહ્યું માઁ તારી રક્ષા કરે. હા. વિશ્વાસ તને આ જોતાં વિજ્ઞાન યાદ આવે પણ આ શ્રધ્ધાનો દોરો છે. એનાંથી આત્મવિશ્વાસ વધશે આ માનસિક સૂક્ષ્મ શક્તિ છે ભલે સામાન્ય દોરો જ હોય. આસ્થાનાં હાથમાં પણ બીજો દોરો હતો એણે મૂઠ્ઠીમાં વાળી રાખ્યો. વિશ્વાસ ફરીથી વસુમાને કાકુથને પગે લાગ્યો અને કાકુથે કહ્યું ખૂબ તેજસ્વી ભવિષ્ય છે તારું કલ્યાણ થાઓ. આસ્થા સાથે ત્યાં મંદિરમાં માથા ટેકી આવો અને આસ્થા વિશ્વાસ વાડી ખેતરમાં મંદિરે અર્ધનારીશ્વર સ્વરૂપ ઇશ્વરનાં દર્શન માટે ગયા. મંદિરમાં ગર્ભગૃહમાં જઈને તરત જ આસ્થા વિશ્વાસનાં ખોળામાં માથુ મૂકી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. વિશ્વાસે થોડો સમય રડવા દીધી અને એનાં બરડે હાથ ફેરવતો રહ્યો પછી એની હડપચીથી હળવે ચહેરો પકડી ઊંચો કર્યો આંસૂ લૂછ્યા અને આંખો પર ચૂમી ભરી બોલ્યો” આશુ ના રડ, વિરહ મને પણ થશે આપણે બન્ને પીડાઈશું બન્ને તરફ એક સરખી સ્થિતી છે. પરંતુ હું હરપળ તારામાં હોઈશ અને સરખો સેટ થઈ આવી તારો હાથ માંગી લઈશ અને કાકુથ પાસેથી તને લઇ જઈશ અને હું વારે વારે આવતો રહીશ તારી પાસે એમ કહી છાતીએ વળગાવી ભીંસ આપી અને એને એનાં ચહેરાને નિરખી રહ્યો. આસ્થાની ધીરજ ખૂટી એ ફરીથી રડી પડી એણે વિશ્વાસનાં ચહેરાને ખૂબ ચૂમી લીધો. વરસતા વરસાદની જેમ ચૂમીઓ થી વરસી રહી. વિશ્વાસે આસ્થાનાં હોઠ પર હોઠ મૂકી એને દીર્ધ ચુંબન આપ્યુ અને ખૂબ પ્રેમ અને વ્હાલ કરવા લાગ્યો. બન્ને જણાં રડી રહ્યાં છે બંને એકબીજાને સમજાવી રહ્યા છે બન્ને તરફ એક સરખી સ્થિતિ છે અર્ધનારીશ્વર પણ જાણે આ પ્રબળ પ્રેમ સંજોગ જોઈ રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે. વિશ્વાસે સ્વસ્થ થતાં આસ્થાનો હાથા પોતાના હાથમાં લીધા ચૂમી લીધા અને બોલ્યો “આશુ હું તારી પાસે આવતો રહીશ જ” ફોન ઉપર સવારે નીકળતાં બપોરે જમતા સમયે તથા સાંજે જમતા રાત્રે સૂતા નિયમિત ફોન ઉપર વાત કરીશ અથવા ચેટ કરીશ સતત તારી સાથે જ જીવીશ અને ત્યાં ભણીશ કામ કરીશ. તારા પ્રેમ સાનિધ્યમાં જ હું “કંઈક” કરી શકીશ તું જ મારો પ્રેમ પ્રેરણા અને જીવન છે. આઇ લવ યું આશું તું મારી જીવનસાથી મારી સંગીની છે આશું હું મારી કેરીયર બનાવીને બસ તને અપાર પ્રેમ જ કર્યા કરીશ. આપણે સાથે મળીને જીવનમાં કંઇક કરીશું તારું પણ આગળ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ થશે.

હું એક વાતે ખૂબ જ ભાગ્યશાળી છું. ઇશ્વરે મારા જીવનમાં પિતા ભલે નાનપણમાં જ મારી સમજ આવે પહેલાં જ છીનવી લીધાં પરંતુ જીવનમાં હર પગલે મને મદદગાર મળી ગયા. કાયમ મને ઇશ્વર કોઈને કોઈ રૂપમાં મળી ગયા. તું મારા જીવનમાં આવી મને પ્રેમમાં મોક્ષ મળી ગયો. કાકુથ જેવા ગુરુ અને વડીલ મળ્યા તેમણે પિતા અને ગુરુ બન્નેની ખોટ નીવારી મારા મામા, મામી, ભાઈ, નાના-નાની બધાજ ખૂબ પ્રેમાળ મળ્યા. ત્રાહિત એવા શાળાનાં આચાર્ય જાણે માથે પિતાનો હાથ. અહીં અત્યારે ડૉ. વસાવા, ડૉ. અગ્નિહોત્રી કેટલાં નામ ગણાવું બધા જ સહદયી સંબંધો થયા. આસ્થા તારા સાથેનાં સહવાસ અને મિત્ર અને પછી પ્રેમ બસ જાણે મને બધું જ મળી ગયું.

આસ્થાએ વિશ્વાસની સામે જોયું એની આંખોમાં આંખ પરોવીને અપાર પ્રેમ દર્શાવ્યો. એનાં હોઠ પર હોઠ મૂકી ચૂસ્ત ચુંબન લીધું અને વ્હાલથી વળગી પડી. વિશું હુ તમારી આંખો પ્રસારી રાહ જોઇશ. આવી જજો ખૂબ રાહ ના જોવરાવશો નહીંતર મારા પ્રાણ નીકળી મારા પ્રાણનાથ પાસે આવી જશે. જો જો ક્યાંય ખોવાઈને મને ના ખોશો. હું માઁ બાબાની સાક્ષીએ તમારી રક્ષા કાજે આપણા પ્રેમ રક્ષા દોરો બાંધી આપું છું કહી માઁ ને ધરાવેલો લાલ દોરો લઈને વિશ્વાસનાં જમણાં હાથે બાંધ્યો અને વિશ્વાસે આ પ્રેમ રક્ષા દોરો આસ્થાને બાંધ્યો. વિશ્વાસ કહે “આશુ તું નિશ્ચિંત રહેજે હું તારા એક પુકારે દોડ્યો આવીશ. કહી ફરી આસ્થાને વ્હાલ કર્યું અને જવા માટે રજા માંગી. વિશ્વાસે આસ્થાનાં હાથમાંથી પહેરેલું એક બ્રેસલેટ કાઢી લીધું અને પોતાની પાસે રાખી લીધું અને એણે પોતાની પાસેથી આસ્થાને માટે લાવેલી વીંટી પહેરાવી બોલ્યો મારી આ નિશાની મારી હરપળ યાદ આપશે તારી હું લઈ જઊં છું સદાય તારી યાદ બની મારી પાસે રહેશે. લવ યુ આસ્થા કહીને આસ્થાને પાછા જવા રજા માંગી આસ્થા વિશ્વાસ પાછા વરન્ડા તરફ જઈ રહ્યા હતા. આસ્થાએ વિશ્વાસનો હાથ પકડી કહ્યું વિશ્વાસ એક કામ કરશો?આજે મને રાણીવાવ માં પાસે લઈ જાવ હું મળવા માંગુ છું અને સાથે રહી તમને વિદાય આપવા માંગુ છું તમને આમ વિદાય નહીં આપી શકું તમને ચાહનારા અમે બન્ને એકબીજાનાં સંગાથે જીરવી જઈશું. વિશ્વાસે કહ્યું આસ્થા સરસ વિચાર ચાલ કાકુથ અને વસુમાની રજા લઈ લે. તને માઁ આમ વર્ણનથી તો ઓળખે છે અને મેં બધું જ જણાવ્યું છે પણ આજે સોનામાં સુંગધ ભળશે. આસ્થા વિશ્વાસ કાકુથ વસુમા પાસે રાણીવાવ જવા રજા માંગી વસુમાંએ આસ્થાના હાથમાં વાડીનાં ફળોનો કરંડીયો ભરી આપ્યો સાથે લીંબુ આપ્યા. આસ્થા કહે માઁ લીંબુ વિગેરે કેમ ?વસુમા કહે ફળફળાદી લઈશ ખાલી હાથે ના જઇશ અને લીંબુ શુકન માટે લઈ જવા કહ્યું. – આસ્થા કહે માઁ હું રાણીવાવથી ખાલી હાથે જ પાછી આવવાની છું કહી રડી પડી. કાકુથની આંખો ભીની થઈ. વસુમાથી ડૂસકું ભરાઈ ગયુ વિશ્વાસ કાકુથ અને વસુમાંને વળગી પ્રેમથી આશીર્વાદ લઈ આસ્થાને લઈને રાણીવાવ આવવા નીકળી ગયો. આસ્થા વિશ્વાસને આમ એક સંગ જતા જોઈ કાકુથ અને વસુમાંની આંખમાં ઝળઝળીયા આવી ગયા જાણે સાક્ષાત અર્ધનારીશ્વર ને પોતાનાં આંગણેથી જતા જોઈ રહ્યા.”

પ્રકરણ 20 સમાપ્ત….

વિશ્વાશ આસ્થાને માં પાસે લઇ જાય છે…પછી પ્રકરણ 21 વાંચો