પ્રકરણ-32
પ્રેમવાસના
અઘોરીબાબાની ચેતવણીનાં સૂરમાં આપેલી ધમકી કામ કરી ગઇ અને પ્રેત શાંત થઇ ગયું. પછી અધોરીબાબાએ કાળગણિતનું પુસ્તક હાથમાં લીધું આજનો દિવસ તિથી, કાળ, ચોઘડીયું. નક્ષત્ર અને બધું જોયું પછી છોકરાઓનો ઓરા માપતાં હોય એમ એમને જોઇને વેઢાથી ગણત્રી કરીને જાણે પળ નક્કી કરી દીધી અને એ વિધીની પળને બાંધી દીધી. પછી મહારાજશ્રીની સામે જોયું અને મહારાજશ્રી ઇશારો સમજી ગયાં એમણે હાથમાં ભસ્મ લીધી અને વૈભવી-વૈભવનાં કપાળે અને માથા પર લગાડી દીધી. કળશમાંથી જળ લઇને તાંત્રિક મંત્ર ભણીને જળ છાંટયું પછી વૈભવને ઉદ્દેશીને કહ્યું "વૈભવ દીકરા તું એકલો જ મારી પાછળ પાછળ આવ એમ કહીને તેઓ ઉભા થયાં અને વૈભવ એને અનુસરવા લાગ્યો.
મહારાજશ્રી અને વૈભવને બધાં ઉભા થઇને બેડરૂમ તરફ જતાં જોઇ રહ્યાં. ત્યાં સખારામે અગાઉથી બે આસન પાથરી રાખેલાં અને ત્યાં જઇને મહારાજશ્રી ઉનનાં લાલ આસન પર બેસી ગયાં અને સામે સુતરાઉ કાળા આસન પર વૈભવને બેસવા કહ્યું અને પછી એમણે ત્યાં મંત્રેલો પડેલો કાળો દોરો હાથમાં લીધો એનાં પર જળ છાંટી મંત્ર ભણીને એમાં કાળ કપડાનું કંઇક લોકેટ જેવું હતું એ દોરામાં બાંધ્યું અને એ દોરો મંત્રીને વૈભવને પહેરવા માટે આપ્યો. એજ રીતે બીજો દોરો તૈયાર કરીને કપડાનાં કાળા લોકેટ સાથે આપ્યો અને કહ્યું હું કહું પછી આ દોરો તારે વૈભવીને પહેરાવવાનો છે અને આ દોરો પહેરાવાનો અધિકાર માત્ર તને છે અમને જવા નથી આજે તને હું એક ઉપદેશ આપું છું તે ધ્યાનથી સાંભળ જે.
આ દોરો એ વર એની વધુને પહેરાવે છે સામાય રીતે મંગળસૂત્ર પહેરાવે છે પણ આ કાળા કપડાનાં લોકેટમાં મંત્રેલું યંત્ર છે. જેમાં તમે બંન્ને વર વધુ એકબીજાને ખૂબ પ્રેમ વફાદારી અને સાથ આપશો અને પૂરી પત્રતા જાળવશો તો ફક્ત આ દુનિયા નહીં પણ જેટલી દુનિયા બ્રહ્માંડમાં છે એ બધેજ તમારું રક્ષણ થશે કોઇ શક્તિ કયારેય કનડી નહીં શકે. અને આ ખાસ તને જ અમે આપીએ ચીએ આમાં અમારી બંન્નેની અઘોરીજીની પણ અત્યાર સુધીની સાધના સિધ્ધીનું ફળ છે અને તને એટલે આપવા યોગ્ય ગણો છે કે આજે અમે લોકોએ તારાં પિતાએ તમને લોકોને અમે જણાવ્યું છે એ તારાં પિતાએ અમારુ કરેલું કામ અને એક એક અતિ અગમ્ય કામ અમારી સાધના વિધ્ધિ માટે એ ઉચ્ચઆત્માએ કરેલું કામ અમે ભૂલી ના શકીએ એટલે જ એમનું ઋણ યાદ રાખીને આ પવિત્ર લોકેટ આપુ છે જે તમારું રક્ષણ તો કરશે જ ખૂબ સુખ સમૃધ્ધિ અ બંન્નેને અરસપરસ ખૂબ પ્રેમ આપશે. તથાસ્તું.
વૈભવતો અભિતૂત થઇને મહારાજશ્રીને સાંભળી રહ્યો. એણે આભારવશ ભીની આંખે કહ્યું "મારાં પિતા જીવતાં અને મૃત્યું પછી પણ મારાં માટે ઘણું કરીને ગયાં એમનો તો મારાં પિતૃદેવનો આભાર માનું એટલો ઓછો છે પરંતુ તમારાં ગુરુજનનો પણ ખૂબ આભાર ઋણ યાદ રાખી અમને આશિષ આપ્યા. મહારાજશ્રીએ આશીર્વાદ મુદ્દામાં હાથ કરી ફરી આશિષ આપ્યાં.
મહારાજશ્રીએ કહ્યું "હવે ખૂબ ધ્યાનથી સાંભળજે અગત્યની વિધિ વિધાનની વાત. હમણાં થોડી ઘડીઓ પછી જ તમે બંન્ને વર વધુ.... વરવધુ એટલે કહું છું કે તું લોકેટ (તાવીજ) સાથે દોરો પ્હેરાવીશ એ મંગળસૂત્ર કરતાં વધુ પવિત્ર અને મજબૂત છે અને એ પહેરાવ્યા પછી તમારાં બધી દુનિયાની શક્તિઓ સામે લગ્ન થઇ જવાનાં એ દોરો હું સમજાવું એણ પહેરાવાનો છે આપણે ચારે અને બીજા બે પણ કુલ છ જણાંએ પેલાં સ્મશાન પાસે જે વૃક્ષોનો સમૂહ છે ત્યાં જવાનું છે અને ત્યાં જઇને સમજાવીએ એ પ્રમાણે તમારે વિધી વિધાન કરવાનું છે. તું અને વૈભવી હું અને અઘોરીજી ત્થા સખારામ અને લક્ષ્મણ આમ આપણે છ જણાએ ત્યાં જવાનું છે એની બાપજી કર્નલને વાત કરીને અત્યારે વ્યવસ્થા કરી લેશે અથવા અત્યારે વાત થઇ ગઇ હશે તૈયાર હશે એ લોકો.
બીજું ખાસ કે તમે પ્રથમવાર જે જગ્યાએ ગયાં હતાં અને ત્યાં તમે.... જે પ્રેમ કરેલો એ જગ્યા શું છે એ તમને ખબર નહોતી એટલે તારી ત્યાં ભૂલ થઇ હતી અને પછી બધીજ પીડાની શરૂઆત થઇ હતી. આ બધી વાત બધાની સામે નથી કહેવાથી એટલે તને કહી રહ્યો છું.
વૈભવ એ જગ્યાએ ચાર શમીનાં એટલે કે ખીચડાનાં વૃક્ષો છે એની બાજુમાં વિશાળ વડ, પીપળો, લીમડો અને સેવનનાં વૃક્ષો છે એની પાછળ જ સ્મશાન છે.
આ ચાર શમી (ખીજડાંના) વૃક્ષો ખૂબ પવિત્ર છે અને ત્યાં અને ઘણાં તાંત્રિક યજ્ઞ પણ કરેલાં છે. એ ભૂમિની બાજુમાં સ્મશાન ભૂમિ છે અને ત્યાં ઘણાં અવગિતમાં જીવો પ્રેતયોનીમાં અતૃપ્ત રીતે ભટકી રહ્યાં છે. અને તમારું ત્યાં શારિરીક આનંદ લેવાનું કૃત્ય ભારે પડ્યું અને આ પિશાચ તને વળગ્યો.
પરંતુ હવે ખબર છે કે આ અતૃપ્ત પ્રેતાત્મા કોણ છે એ કેવી રીતે પ્રેતયોનીમાં આવ્યો કેમ વૈભવીની પાછળ છે બધું સમજાયું છે એટલે અમે તાંત્રિક વિધી કરીને તો અને એને સાવ નિર્બળ કરી દીધો છે અને સંપૂર્ણ વશમાં જ છે એથી કોઇ પણ પ્રકારનો ભય ના રાખીશ. માત્ર અમારી સૂચના અને આદેશોનું કાળજીપૂર્વક ધ્યાન રાખજે અને ચૂસ્ત અમલ કરજે.
આજની આ વિધી પછી એ પિશાચી પ્રેતાત્મા મુક્ત થશે અને તમારાં જીવનમાં પાછી સુખ આનંદની પ્રેમ ભરી વસંત આવી જશે અને જીવનમાં આગળ ખૂબ સુખી થશો.
વૈભવે બે હાથ જોડીને કહ્યું "મહારાજશ્રી આપતો મારં પિતા -કુટુંબના ગુરુ છો. હું તમારાં ચરણોમાં નતમસ્તક છું. આપનાં સૂચન -આદેશનું અક્ષરસઃ પાલન કરીશ ચુસ્ત રીતે એ રીતે જ કાર્ય કરીશ. આપ મને આદેશ આપો મને સમજાવો મારે શું કરવાનું છે હું એમજ કરીશ.
મહારાજશ્રી ખુશ થયાં એમણે તથાસ્તુ કહીને આશિષ આપ્યા અને કહ્યું "ખૂબ સુખી થાઓ. હવે જો ધ્યાનથી સાંભળ અમે લોકો એ વૃક્ષોનાં સમૂહથી સ્મશાન તરફની જગ્યા છે ત્યાં અમે ચાર જણા હોઇશું. હું અઘોરીજી, લક્ષ્મણ અને સખારામ હું મંત્ર ભણીશ અને તારી ગતિવિધી તરફ મારી નજર હશે તું મને સ્પષ્ટ નહીં દેખાય પરંતુ તમારાં ઓરાની ગતિવિધી મારી નજરમાં હશે.
અઘોરીજી તાંત્રિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી રહ્યાં હશે અને તેનાથી તમને બળ-રક્ષણ અને પિશાચને વશમાં રાખશે તમારે ત્યાં જઇને... પછી મહારાજશ્રી થોડાં અટક્યં અનં કંઇક વિચારીને પાછા બોલ્યાં "તુ મારાં પુત્ર સમાન છે છતાં વિધી-વિધાન માટે એક ગુરુની કક્ષાએ બેસીને તને શિષ્ય ગણીને હું આદેશ આપું છું કે તારે ત્યાં જઇને પછી એ ચાર સમડા(શમી)નાં ઝાડની વચ્ચેનાં શમી, સમડો, ખીજડો નામ જુદાં છે વૃક્ષ એકજ એની વચ્ચેની જગ્યા નાનાં મેદાન જેવી છે અત્યારે ખીજડા પર પુષ્પો આવેલાં છે અને આ રાત્રીનાં પ્રહરમાં ખીલશે અને ઘેરાં લાલ રંગના થઇ જશે. તારે ત્યાં જઇને તને જે કળશમાં મંત્રેલું જળ આપવામાં આવ્યું હોય એ નાનાં મેદાનની ફરતે ફરીને ચારે બાજુ થોડું થોડું જળ નાંખી પ્રદક્ષિણા કરીને ગોળ વર્તુળ પાણી થી કરવાનું છે એ પછી એ વર્તુળની અંદર જ તમારે બંન્નેએ રહેવાનું છે.
આ જળથી કરેલાં વર્તુળમાં તમે સંપૂર્ણ સુરક્ષિત હશો એ મંત્રેલા જળનું ખૂબ તાકાતવાળું પાણી હશે તેથી ત્યાં ભટકતાં અતૃપ્ત આત્માઓ તમને જોશે, માણશે પણ તમારી નજીક નહીં આવી શકે, આપણે આ પિશાચ વિદ્યુત પ્રેતાત્માને નિસાન બનાવ્યો છે એ વર્તુળની અંદર નહીં આવી શકે પણ ત્યાં પીપળનાં વૃક્ષ પર એને સ્થાન લેવું પડશે એની જે અતૃપ્ત વાસના હવસ છે એ નજરોથી માણસે સંતોષાસે પછી એ હવનયજ્ઞમાં અગ્નિની જવાળાએ માં એનું અસ્તિત્વ બતાવશે ત્યાં આવીને પછી આગળ બધી તાંત્રિક વિધી અઘોરીજી કરશે.
વૈભવ ખૂબ કાળજી પૂર્વક કરજે બધીજ વિધિ અહીંથી તમારે માત્ર જળ પીને નીકળવાનું છે. ભસ્મનો ચાંદલો કરેલો છે તારે આ ત્રાવીજવાળો કાળો દોરો ત્યાં જળથી વર્તુળ બનાવે એની અંદર જાય તે પછી તને સખારામે ઉનની ચાદર આપી હશે એનાં પર બેસીને વૈભવીને ખૂબ પ્રેમ આલિંગન આપીને પછી આ કાળો દોરો પહેરાવવાનો છે તને જે સખારામ લખેલાં મંત્રો આપે એ હાથ જોડી પ્રાર્થના કરીને બોલવાનાં છે વૈભવી સાંભળશે પચી તમે બંન્ને જણાં આસપાસનાં વૃક્ષો તરફ નજર કરીને પ્રાર્થના કરશો અને પછી..... હું તને કહું છું..... વૃક્ષો ઉપર બધાંજ અતૃપ્ત આત્માઓ હશે તમે કોઇને જોઇ નહીં શકો એ તમને જોઇ શકશે. તને આગળ કહું છું એ ક્રિડા સમયે ઘણાં અવાજો આવશે બૂમો પાડશે ચીસકારા કરશે પણ તમારે ધ્યાનભંગ નથી થવાનું.
પ્રકરણ - 32 સમાપ્ત.
પ્રકરણ -33 અંત તરફ લઇ જશે પ્રેમવાસના અનોખો બદલો અધૂરી તૃપ્તિનો