Prem Vasna - 30 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ વાસના - પ્રકરણ - 30

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ વાસના - પ્રકરણ - 30

પ્રકરણ -30

પ્રેમવાસના

મનીષાબહેન અને કર્નલ રાહતનો દમ ખેંચ્યો હાશ થઇ કે એક પ્રેતતો ગયું હવે આ છોકરાઓની મુક્તિ એ પિશાચથી થાય એટલે ગંગા ન્હાયા. સદગુણાબ્હેનની ધીરજ ના રહી એમણે કહ્યું "બાપજી હવે આ છોકરાઓ નું શું એમની વિધી કરાવોને ...... અઘોરીબાબાએ કહ્યું એમની હજી વાર છે એમનું વિધી વિધાન થાય તે પ્હેલાં એક વિધી હજી બાકી છે અને અમારે એ પહેલાં કરવી છે તમારા પતિનાં આત્માએ અમારાં ઉપર મોટો ઉપકાર કરેલો છે એનું ઋણ ઉતારવાનું છે અને એ મહાન આત્મા અત્યારે ખૂબ ખુશ થશે આનંદમાં રહેશે એમની તો સદગતિ થઇ જ છે અને સાથે સાથે બીજા બે જીવની સદગતિ કરતાં ગયાં છે. અને એમાં અમે બંન્ને હું અને મહારાજશ્રી બંન્ને નિમિત છીએ એણ કહીને સખારામની સામે જોયું સખારામે તરતજ વિનમ્રતાથી હાથ જોડીને આભાર માન્યો અને સાથે સાથે વગર કીધે લક્ષ્મણ અને સવિતા પણ હાથ જોડી રહ્યાં. બધાને ખૂબ આશ્ચર્ય થયું કે આ બધું શું અનુસંધાન છે ?

સદગુણાબ્હેનની ના રહેવાયું. એમણે કીધું ક્યાં સુધી આમ અધ્યાહારમાં વાતો કરશો ? મારાં પતિનાં આત્માની સદગતિ થઇ એમણે બીજા આત્માની સદગતિ કરાવી સાંભળી આનંદ થયો પણ કોની કેવી રીતે કરાવી ? છતાં મારો દિકરો શા માટે આટલો પ્રેતાત્માથી પીડાયો ? મને કંઇ સમજાતું નથી હવે રહસ્ય ખોલીને પેટ છૂટી વાત કરો અને સમજાય એવુ બધું જે છે તે જ કહો.

અઘોરીબાબાએ કહ્યું "તો સાંભળો આ તમારાં પતિ મૃત્યુ પામ્યા તે સમયની વાત છે હું અને મહારાજશ્રી અમારી તપસ્યા અને સિધ્ધીનાં પ્રયોગમાં હવનયજ્ઞ કરવા બેઠાં હતાં અમારી વિધી માટે અમે આત્માઓનું આહવાન કરતાં હતાં અને હજી અમારી પૂજા શરૂ જ થઇ હતી ત્યાં આ સખારામ એક યુવાન છોકરીને લઇને અમારી પાસે આવેલો એ અમરાવતીથી આ સવિતાની બ્હેન અને એની છોકરી અને પતિને લઇને આવેલો. એની છોકરીને એક શેતાન વળગેલો. છોકરીને ખૂબ પરેશાન કરી રહેલો. એને માંડ માંડ બાંધીને અમારી સમક્ષ લાવેલો.

અમારી હજી પૂજા હવનવિધી ચાલુ હતી અને આત્માને આહવાન કરી રહેલાં અને વચ્ચે આ લોકો આવી ગયાં અમારાથી છોકરીની પીડા જોવાઇ નહીં. ડોક્ટર પાસે લઇ ગયેલાં માવજત માટે પણ ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધેલાં ડૉકટરનો આ વિષય જ નહોતો સખારામને ખબર એટલે એ અમારી પાસે લઇ આવેલો.

હજી એ અમારી સામે લાવે ત્યાં સુધીમાં એ નવયુવાન અઢાર વરસની છોકરી અમારી સામે ચાર બળીયા પહેલવાન જેવું બળ વાપરીને દોરડાતોડી નાંખ્યા અને એનાં લાંબાવાળ ઝાટકવા લાગી ગોળ ગોળ ધૂણવા લાગી એનામાં શેતાન હતો એવું અમારું તારણ હતું પરંતુ પછી ધ્યાનમાં બેઠાં પછી ખબર પડી કે એનામાં સ્ત્રી છે જેનું શિયળ લૂંટાયું છે અને એ સવિતાની બ્હેન રમીલાનાં પતિ નાથુરામ પર હુમલો કરતી હતી. એણે નાથુરામને અમારી સામે બે વાર પટકી દીધેલો અને નાથુરામ લોહીલૂહાણ થઇને પડ્યો. સખારામે એ છોકરીને પકડવા ખૂબ પ્રયત્ન કર્યો પણ કોઇ રીતે કાબૂમાં ના આવી. એની અંદરની ડાકણે જે બદલો લેવા આવેલો આત્મા પ્રેતાત્મા હતો એ સ્ત્રી તરીકે જન્મેલો અને અકાળ મૃત્યુ આવેલું નાથુરામે એને ફસાવી હતી અને પછી તરછોડી દીધી હતી. એણે રેલ્વેટ્રેક પર આપધાત કરેલો. આ બાઇ ધાર્મિક હતી છતાં એ વેર લેવા માટે અતૃપ્ત પ્રેતાત્મા થઇ જીવ અવગતિએ ગયેલો.

અને ચાલુ સાધનામાં હતાં અને મંત્રોનું જાત એનાં પર છાંટ્યુ તો એણે ચીસાચીસ કરવા માંડી અને બાજુમાં ઉભેલી એની માં રમીલાને જ ખૂબ મારી અને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડી રમીલાનાં અને પોતાનાં કપડાં ફાડી નાંખ્યાં નાથુરામને તો ખૂબ મારેલો જ. અમારાં કાબૂમાં આવી નહોતી રહી અને અમે એક અઘરો પણ નિર્ણાયક પ્રયોગ કર્યો જેમાં અમને સફળતાં મળી. અને આત્માઓનું આહવાન કરતાં હતાં એમની મદદ લઇને સિધ્ધી પ્રાપ્ત કરવા માંગતા હતાં અને એજ સમય દરમ્યાન વૈભવનાં પિતા જે ગુણી આત્મા હતો એમનું આયુણ્ય આવી રહ્યું હશે અને એમનું મૃત્યુ થયું ત્યારે મહારાજશ્રીનાં આહવાનમાં એમનાં આત્માનો સંયોગ થયો. મહારાજશ્રીએ એમની સાથે વાર્તાલાપ કર્યો.

સદગુણાબ્હેન અને વૈભવ વિગેરે ફાટી આંખો ન માની શકાય એવું બધું સાંભળી રહ્યાં એમનાં માનવમાં નહોતું આવ્યું. આ પછી મહારાજશ્રીએ બોલવાનો દોર હાથમાં લીધો એમણે કહ્યું "હું અગ્નિભૂષણ મારાં અઘોરીનાથનો ચેલો સત્યવચન કહીશ કે સદગુણાબ્હેન તમારાં પતિ એ પવિત્ર આત્મા મારાં અહવાનથી સંપર્કમાં આવ્યાં પ્હેલાં તો એમનાં મૃત્યુથી મને ઘણો મોટો આધાત પહોચ્યો પણ ભગવાનની અકળ લીલા કોણ સમજી શક્યું છે ?

મેં મન મનાવ્યું અને અમે હાથ જોડે કહ્યું હું આત્માઓનું આહવાન કરતો હતો અને આપના આત્માનો સંપર્ક થઇ ગયો છે આપનું મૃત્યુ તો હજી હમણાંજ થોડાં કલાક પહેલાંજ થયું છે તમારાં કુટુંબમાં તો શોક વ્યાપી ગયો હશે. તમારાં તમારી પત્નિ સાથે લગ્ન પણ મેં કરાવેલાં. એ લોકો નોધારા થઇ ગયાં પણ હું વચન આપું છું કે એ લોકોનું હું ધ્યાન રાખીશ. પણ મારી એક પ્રાર્થના છે કે અમે આ સિધ્ધી પ્રયોગ કરી રહ્યાં છે એમાં અમારે કંઇ પોતાના માટે મેળવવું કે જોઇતું નથી પરંતુ તમારી હજી 12/13 દિવસની પૃથ્વી પરની યાત્રામાં અમને મદદ કરી શકો તો આપનો આભાર અને આપની સદગતિમાટે પણ અમે પૂજા હવન કરીશું.

સાંદીપનીભાઇનાં આત્માએ કહ્યું "મને બે દિવસ પ્હેલા જ અંદેશો આવી ગયેલો કે મારું મૃત્યુ નીકટ છે અને મેં મારી પત્નિને એ અંગે ઇશારો કરેલો પણ એ સમજી શક્યાં નહોતાં હમણાં તો હું મારાં કર્મને બાંધીને લઇ જઇ રહ્યો છું હું આપને શું કામ આવી શકું ? હું તો માત્ર આત્મા છું મારી પાસે કંઇ જ નથી કોઇ શક્તિ નથી. એટલે મેં એમને કહ્યું એ શક્તિ અમે વિધી વિધાનથી તમને પ્રદાન કરીશું અહીં હાલ અમારી પાસે બે અતૃપ્ત આત્મા છે એમની સદગતિ કરવાની છે એમાં તમે મદદ કરી શકો છો. સાંદીપનીભાઇનાં આત્માએ કહ્યું હું એમાં શું કરી શકું ? મહારાજશ્રીએ કહ્યું એ આ અઘોરીબાબા સમજાવશે તમારી તૈયારી હોય તો અને વિધી ચાલુ કરીએ.

સદગુણાબ્હેનની સામે જોઇને અઘોરીબાબાએ કહ્યું એ પવિત્ર આત્મા પુરો વિશ્વાસ મૂકીને તરત જ તૈયાર થઇ ગયો એણે કહ્યું મૃત્યુ બાદ પણ મારો આત્મા કોઇને મદદરૂપ થઇ શકતો હોય તો મને વાંધો નથી મારે હવે કંઇ ખોવાનું છે નહીં જે ખોવાનું હતું એ પત્નિ અને પુત્ર મૃત્યુ થવાથી ખોઇ ચૂક્યો છું.

આટલું સાંભળતાં જ સદગુણાબ્હેન પોકે પોકે રડી પડ્યાં અને વૈભવે માં નો ચહેરો પોતાની છાતીમાં લઇને રડતાં રડતાં આશ્વાસન આપવા માંડ્યું.. "માં જો પાપા મૃત્યુ પછી પણ કોઇને કામ આવતાં ગયાં આપણાં મે અભિમાન લેવા જેવું છે કે આપણે એમનાં છીએ એમનો હું પુત્ર છું એમ કહીને એ માં ને સાંત્વન આપવા લાગ્યો.

અઘોરીબાબાએ સાંત્વન આપતાં કહ્યું "એમનું આયુષ્ય આવી રહેલું કોઇ કોઇનું મૃત્યુ નથી અટકાવી શકતું ભગવાન રામ પોતે નારાયણ હતાં છતાં તેઓ વનવાસ કે પોતાનાં પિતાનું અવસાન રોકી કે ટાળી શક્યાં નહોતાં. પણ સાંદીપનીભાઇનો આત્મા 12/13 દિવસનાં અહીંનાં વિહારમાં બે આત્માઓને સદગતિ આપતો ગયો મૃત્યું પછી પણ કોઇ આવું પુણ્યનું મંગળ કાર્ય કરી શકે છે એ જાણીને તમને આનંદ થશે. મનીષાબ્હેન કર્નલ હાજર બધાંનાં મનમાં માન ઉપજયું અને માન સન્માનમાં માથા ઝુકી ગયાં.

અઘોરીબાબાએ કહ્યું "એ છોકરીમાં પેલી બાઇનો આત્મા હતો જે એનાં બાપથી ઘવાઇ હતી દુઃખી થઇ હતી આમ હત્યા કરી હતી જ્યારે એક આત્મા જે ધાર્મિક અને ગુણી હોય એ ભટેકેલા અતૃપ્ત આત્માને સમજાવે શાતા આપે અને સાથે સાથે અમારાં વિધી વિધાન હોય તો એ આત્મા બીજાનાં શરીરને રંજાડવાનું છોડીને સદગતિએ જઇ શકે છે. આમ બહેન તમારાં પતિએ આ છોકરીની અંદરની અતૃપ્ત પ્રેત યોનીમાં ગયેલી સ્ત્રીને સમજાવી જ્યારે આત્મા-આત્માનો સંવાદ થાય ત્યારે એ મોટી ઉપલ્બધી છે અને વિશ્વાસ કરે છે વશમાં આવે છે અને સાથે સાથે અમારી પ્રબળ પરિણામ આપતી વિધી હતી એ છોકરીમાંથી પેલી સ્ત્રીનો જીવ નીકળી ગયો સદગતિ પામ્યો અને ત્યાંજ દૂર અકસ્માતે એક છોકરાનો રોડ પર જીવ ગયેલો એ અવગતિએ જાય પ્હેલાં જ સાંદીપનીભાઇનાં જીવે એને અમારી પાસે લાવીને વિધીમાં સાથે જોડ્યો હતો એનો પણ સદગતિએ જીવ ગયેલો. એનાં કુટુંબીજનો કોઇ વિધિ કરે ના કરે પિતૃશ્રાથ કરે કે ના કરે એમનાં આત્માની મદદથી સદગતિ થઇ ગઇ અને એમનાં જીવ આત્માની વિશુધ્ધી સાથે પરમ સદગતિ થઇ છે તમારાં પર આ આસ્ત આવી એમાં તમારું કોઇ કારણ નથી છતાં હવે મુક્તિ થોડાંક જ કલાકમાં હાથવેંત છે. તમે નિશ્ચિંત રહો.

સદગુણાબ્હેન કહે એનાં પાપાનો આટલો ઉપકાર હોય તો અમને આવી ઉપાધી આવી જ કેમ ? અને શા માટે મારી થનાર પુત્રવધુ અને મારો પુત્ર આટલાં હેરાન થયા ? અઘોરીબાબએ કહ્યું "એનો જવાબ હું જ આપું છું.

પ્રકરણ - 30 સમાપ્ત

અઘોરીબાબાને જવાબ અને મુક્તિની વિધિ શું છે વાંચો પ્રકરણ - 31

પ્રેમ વાસના અનોખો બદલો અધૂરી તૃપ્તિનો