Khoufnak Game - 1 - 3 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 1 - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખોફનાક ગેમ - 1 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

  • અદભૂત પગલાં
  • ભાગ - 3
  • પગલાંની છાપ જોઈને વ્રજલાલભાઈ તથા પટેલભાઈ દંગ રહી ગયા. ફોરેન્સી સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા કેટલાંય વર્ષો થઈ ગયાં હતાં, પણ ક્યારેય આટલાં મોટાં પગલાં તેઓએ જોયાં ન હતાં.

    કાંટાની વાડ એક તરફથી દૂર કરી તેઓ પગલાની નજદીક પહોંચ્યા, રાત્રીના થયેલ વરસાદથી પગલાંની અંદરના સળ થોડા ઝાંખા પડી ગયા હતા, પણ દિવસના સૂર્યના તાપને લીધે પગલાની છાપવાળી પટ્ટી સુકાઈ ગઈ હતી. તેથી પગલાં સ્પષ્ટ દેખાતાં હતાં.

    વ્રજલાલભાઈએ તેમના મદદનીશની મદદથી પગલાંનું મેજર પટ્ટીથી માપ કાઢ્યું. પગલાનું માપ : પહોંળાઈ 10.5 ઈંચ, લંબાઈ 26 ઈંચ હત. સૌ પ્રથમ બે પગલાં સમાન અંતરે સાથે પડેલાં હતાં. તે પગલાંની ઊંડાઈ થોડી વધુ હતી. તેના પરથી વ્રજલાલભાઈએ એવું તારણ કાઢ્યું કે જો ભીની માટીમાં ઊંચાઈએથી જન્મ લગાવવામાં આવે તો શરીરની ગતિ અને વજનને લીધે માણસના પગ ભીની માટીમાં થોડા ઊંડા ખૂપે, તે પ્રમાણે પડેલાં બંને પગલાંની ઊંડાઈ વધુ હતી. જેથી તે સાબિત થાય કે કોઈ માનવ ઘણી ઊંચાઈ પરથી ધરતી પર ઊતર્યો હશે અને તેના ઊતરવાની ઝડપ અને શરીરના વજનથી તેના પર ભીની માટીમાં ઊંડા ખૂપ્યા હતા અને બંને પગ સમાન અંતરે જ પડે.

    ત્યારબાદ જમણા પગની છાપ હતી. પછી થોડા અંતરે ડાબા પગની છાપ હી. બંને પગલાંની છાપ વચ્ચે ત્રણ ફૂટનું અંતર હતું અને ઊંડાઈ સમપ્રમાણ હતી. ત્યારબાદના પાંચમાં પગલાની છાપ જમણા પગની હતી. તે બે આગળના પગલની છાપથી સાડા ત્રણ ફૂટના અંતરે હતી. તે પગલાની છાપની પેંડી કરતાં આગળના પંજાની છાપ જમીનમાં થોડા ઈંચ વધુ દબાયેલી હતી. તે પરથી વ્રજલાલભાઈએ તારણ કાઢ્યું કે કોઈ માનવ જમ્પ લગાવી નીચે ઊતર્યો પછી બે પગલાં આગળ ચાલ્યો. પહેલાં તેમણે જમણો પગ મૂક્યો પછી ડાબો પગ અને ત્યારબાદ થોડા જોરથી જમણા પગના જોરે જમ્પ લગાવી જેના કારણે પાંચમાં જમણા પગની છાપના પંજાનો ભાગ થોડો ભીની માટીમાં વધુ દબાયો હતો.

    પાંચ પગલાંની છાપ પછી આગળ કોઈ જ નિશાન ન હતો.

    તો તે પહેલા જેના પગની છાપનાં હતો તે આગળ ક્યાં ગયો....? શું તે આકાશમાં જમ્પ લગાવી ઊંડી ગયો કે પછી ધરતી તેને ગળી ગઈ...?

    ખૂબ જ આશ્રચ્યની વાત હતી.

    પગલાંની મેજર માપ અને બે પગની છાપ વચ્ચેના ડિસ્ટન્સથી તારણ કાઢવામાં આવ્યું કે તે માનવીની ઊંચાઈ લગભગ 15 ફૂટ હોવી જોઈએ.

    “અધધધ... પંદર ફૂટની ઊંચાઈનો માણસ...?

    જોયો છે, કોઈએ...?”

    “શું હતું તે...?”

    “તે પરગ્રહનો માનવી હતો....?” જે યુ.એફ.ઓ. એટલે કે ઊડતી રકાબીમાં પરગ્રહથી પૃથ્વી પર આવતા એલયન્સ કહેવામાં આવે છે... કે.. પછી યતિ હતો...? જેને હિમાલય પર ધણી વખત જોયાના પુરાવાઓ મળી આવ્ય છે કે પછી તે ખરેખર અશ્વાત્થામાં હતો. જેઓને જોયાના દાખલા બનેલ છે...? ખરેખર શું હતું....? માનવ યા યતિ, અશ્વત્થામાં કે પરગ્રહવાસી કે પછી આદિમાન...?

    “મિત્રો... આ બનાવ ખરેખર બનેલો છે અને વ્રજલાલભાઈ અબોટી જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ હતા. તેઓ પાસે હાલમાં પણ તે પગલાંઓના સ્કેચ છે. ઘણી માહિતી પણ છે. ખરેખર વ્રજલાલભાઈ મઝાના માણસ છે. તમને ઈચ્છા થાય તો જરૂર મળજો, તેનો કોન્ટેક નં. 9427221648 વ્રજલાલભાઈ અબોટી અને તેમના મદદનીશ પટેલભાઈએ ઘણી જહેમત ઉઠાવી. બધું સંશોધન કર્યું. તે પગલાંની છાપ પરની માટીના સેમ્પલ પણ લીધા. જો તે પૃથ્વીથી બહારનો પરગ્રહવાસી હોય તો જરૂર પૃથ્વીની બહારના રજકણો મળી આવવાની શક્યતા હતી. તેથી ક્લેક્ટ કરેલા સેમ્પલોને કેમિકલ્સ એનાલાયસીય માટે મોકલવાના હતા.”

    વ્રજલાલભાઈની ઇચ્છા તે પગલાંના ફોટોગ્રાફ લેવાની હતી, પણ ઉનાવા ગામમાં કોઈ ફોટોગ્રાફર ન હતો કે ન હતો કોઈ પાસે કેમેરો તેથી તે કામ બીજા દિવસે સવારે ઉંઝાથી ફોટોગ્રાફરને બોલાવવાનું નક્કી કર્યું.

    બીજું તેનો સ્કેચ લેવાનો હતો, જે જાડા પ્લાસ્ટિકના પેપર પર લેવાનો રહેતો અને તે પણ હાલ લેવો શક્ય ન હતો. પણ વ્રજલાલભાઈએ તપાસ કરી તો ગામમાંથી કાચનો મોટો ટુકડો મળી આવ્યો અને તે કાચના ટુકડા પર પગલાની છાપનો સ્કેચ લઈ લેવાનું તેમણે ડો. એમ. પટેલને કહ્યું. તેમના મદદનીશે તરત તે કાર્ય શરૂ કર્યું.

    ત્રીજું કાર્ય હતું પ્લાસ્ટર ઓફ પેરિસથી પગની છાપનો બીંબો તૈયાર કરવાનું. તે પણ શક્ય ન હોતાં બીજાં દિવસ પર મૂક્યું.

    ગામ લોકો તથા આજુ-બાજુના ગામમાં ખબર પડતાં તરત લોક તે પગલાંનાં દર્શન કરવા મે આવવા લાગ્યા.

    ધીરે ધીરે સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો જતો હતો. સૂર્યની લાલિમા જાણે ધરતીના સેંથામાં કંકુ પૂર્યો હોય તેમ ધરતી પર ચારે તરફ છવાઈ ગઈ. કિલ્લોલ કરતાં પક્ષીઓ ખેતર પરથી ઊડતાં ઊડતાં પોતાના માળા તરફ જઈ રહ્યાં હતાં.

    સૂર્ય આથમી ગયો. સર્વત્ર અંધકાર ફેલાઈ ગયો. લગભગ સાડાસાત વાગ્યાના સમયે ગામ લોકોએ ભેગા મળીને તે પગલાની આરતી કરી. પગલાની ચારે તરફ કાંટાની વાડથી તેને પ્રીઝવતો કરી નાખેલ હતી. છતાં પણ ડી.એસ.પી. સાહેબ બે પોલીસના યુવાનોને તે પગલાની સુરક્ષા માટે મૂકતા ગયા હતા.

    જેમ જેમ રાત્રીનો સમય પસાર થતો જતો હતો. તેમ ગાઢ અંધકાર છવાતો જતો હતો. સંધ્યા ટાણાની આરતી કર્યા પછી ગામના લોકો વિખરાઈ ગયા હતા.

    સબમર્સિબલ પંપવાળી ઓરડી પર લગાવેલ બલ્બના પીળા આછા પ્રકાશમાં વ્રજલાલભાઈ, પટેલભાઈ અને બે પોલીસના કોન્સ્ટેબલ સ્થળ પર ખુરશી નાખીને બેઠા હતા. સર્વત્ર સન્નાટો છવાઈ ગયો હતો. મંદ-મંદ ઠંડો પવન વાઈ રહ્યો હતો. જમાદાર થાણે ગયા હતા. તેઓનો નિયમ હતો કે રાત્રીનું ભોજન કર્યા પછી ગામમાં ચક્કર લગાવવા જવું, પણ આજ તો ભોજન કરી ગામમાં થા તે પગલાવાળા સ્થળે પણ રાઉન્ડ લગાવવા જવાના હતા. સરપંચ ભીખાભાઈ પોતાના ઘરે વ્રજલાલભાઈ તથા પટેલભાઈનો જમવાની તથા રાત્રીના આરામ કરવાની તથા ઘટના સ્થળ પર મૂકેલ બે પોલીસ કોન્સ્ટેબલ માટે પણ જમવાની વ્યવસ્થા કરવાની હતી તેથી તેઓ ઘરે ગયા હતા.

    સરપંચ રાત્રીના નવ વાગ્યાના સમયે વ્રજલાલભાઈ અને પટેલભાઈને જમવા માટે બોલાવા આવ્યા. તે બે પોલીસ માટે ટિફિન પમ લેતા આવ્યા હતા. ગામડામનાં તો સૌ સાત વાગ્યાના સમયે જ જમી લેતા, પણ વ્રજલાલભીએ જ સરપંચને મોડા જમવા આવશે તેવું કહેલું.

    સરપંચ સાથે લાકડીના ટેકે-ટેકે એક કાકા આવી રહ્યા હતા. તેઓના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથે આંખ પર છાજલી બનાવેલી હતી. ઉંમર ઘણી વીતી ગયેલ હોવાથી આંખોમાં ઘણી ઝાંખપ હશે તેવું લાગતું હતું. શરીર પર બંડી અને નીચે ચોયણું તેઓએ પહેરેલ હતું. મોં અને હાથની સ્કીન ઢીલી થઈ ગયેલી હોતાં સળ પડેલા દેખાતા હતાં.

    “આવો...આવો...સરપંચ સાહેબ...” ઊભા થતાં વ્રજલાલભાઇ બોલ્યા.

    “અરે...! બેસો...સાહેબ...” કહેતાં સરપંચ તેઓની પાસે આવ્યા અને મોટરવાળી ઓરડી પાસે બનેલ નાના ઓટલા પર તે બે પોલીસ કોન્સ્ટેબલનું ટિફિન મૂકી તેઓને જમી લેવાનું કહ્યું. પછી સાથે આવેલ કાકાનો હાથ પકડીને લોખંડની ત્યાં પડેલી ખુરશી પર બેસાડ્યા.

    “સાહેબ...આ કાકા ગામમાં સૌથી મોટી ઉંમરના બુઝુર્ગ છે અને તેમણે એક વખત જંગલમાં અશ્વત્થામાને જોયા છે. ‘‘ કાકાની ઓળખાણ આપતાં સરપંચ બોલ્યા.

    “નમસ્કાર કાકા...” વ્રજલાલભાઇએ કહ્યું.

    “નમસ્કાર સાહેબો...” હાથ જોડી કાકા પણ બોલ્યા.

    “કાકા...તમે અશ્વત્થામાને જોયેલ તે ઘટના અમને જણાવશો...?”

    “સાહેબ...પહેલાં આપણે ભોજન કરી આવીએ પછી કાકા સાથે વાતો કરશું. કાકા મારા ઘરની પાસમાં જ રહે છે. રાત્રીના મારા ઘરે આપણે બેસીશું.” સરપંચ બોલ્યા.

    “સરપંચ સાહેબ, ભોજનની ઉતાવળ નથી...પહેલાં મારે આ કાકાની વાત સાંભળી છે...” જીદભર્યા અવાજે વ્રજલાલભાઇ બોલ્યા.

    “ઠેક છે, સાહેબ સાંભળો ત્યારે...” કાકા બોલ્યા.

    “આજ મારી ઉંમર લગભગ પંચ્યાસી (85) વર્ષ જેટલી થઇ છે. ઘટના બની તે વખતે હું ખૂબ જ નાનો હતો. લગભગ સાતથી આઠ વર્ષનો, એટલે ત્યારે બનેલી ઘટના મારા માનસ પટ પર પૂરી રીતે યાદ નથી.”

    થોડીવાર થાક ખાઇ કાકા બોલ્યા, “સાહેબ તે વખતે ઉનાવા ગામમાં પચાસથી સાઠ ખોરડાં જ હતાં. અહીં રૂપેણ નદી વહેતી હતી અને રૂપેણના કિનારે-કિનારે ગીચ જંગલ ફેલાયેંલુ હતું.”

    “સાહેબ...હવે તો જંગલ પણ તેવું નથી રહ્યું અને નદીનું વેણ પણ બદલાઇને પાંચોર તરફ ગયું. સાહેબ...અમે ગરીબ હતા. મારા બાપા જંગલમાંથી દેશી બાવળના દાતણ તોડી આવતા અને એક માણસ તે લઇ જઇ ઉંઝા વેચી આવતો, દરરોજ સાંજના સમયે તેઓ જંગલમાં દાતણ વાઢવા જતા.”

    “તે દિવસે થોડું થોડું થઇ ગયું હતું અને તેનું કારણ હું હતો. મેં મારા પિતા સાથે જંગલમાં આવવાની જીદ પકડી હતી. છેવટે હું ન સમજયો એટલે મારા પિતા મને સાથે લઇ ગયા. દેશી બાવળનાં ઝાડોને શોધતાં-શોધતાં અમે જંગલના ઊંડાણમાં ઘૂસી ગયા.”

    “સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. સૂમસામ જંગલમાં પોતાના માળામાં પાછા ફરતાં પક્ષીઓના વાજ સિવાય નિરંતર શાંતિ છવાયેલી હતી. એક બાવળના ઝાડ નીચે ઊભા-ઊભા મારા બા ડાળીઓ કાપી રહ્યા હતા. તેમનાથી થોડે દૂર એક પથ્થર પર હું બેઠો બેઠો વૃક્ષો પર કૂદાકૂદ કરતાં વાંદરાઓની રમત જોઇ રહ્યો હતો.”

    અચાનક ખેલતાં-કૂદતાં વાનરો ચિચિયારી પાડીને નાસવા લાગ્યા. ડરીને નાચતા વાંદરાઓને હું જોઇ રહ્યો હતો. તે જ વખતે અમે હતા તેનાથી લગભગ પચાસ ફૂટ દૂર ગીચ વૃક્ષો વચ્ચે એક ભયાનક આદમી જતો મેં જોયો. આટલો મોટો અને વિકરાળ માણસ મેં ક્યારેય જોયો ન હતો. હું ગભરાઇ ગયો અને દોડીને મારા બાપાને વળગી પડ્યો. મારા પિતાની આશ્ચર્યમાં પડી ગયા કે એકાએક મને શું થયું.

    “શું થયું બેટા...આમ કેમ બી રહ્યો છે.” તેણે મારા માથા પર હાથ ફેરવતાં પ્રેમથી પૂછ્યું.

    “હું ગભરાયેલો હતો તેથી બોલવાના બદલે તે દિશામાં આંગળી ચીંધી તે જતા આદમીને મારા પિતાને બતાવ્યો.”

    એક તો આછો અંધકાર છવાયેલો હતો અને વળી ગીચ ઝાડીઓ મારા પિતાએ તેને છરપતો જ જોયો કે તરત જ ત્યાં જ જમીન પર બેસી ગયા અને પ્રમાણ કરતા બે હાથ જોડી આંખો બંધ કરી કાંઇક પ્રાર્થના કરવા લાગ્યા.

    મેં તે માણસની દિશા તરફ નજર ફેરવી પણ તે ગીચમાં જંગલમાં ક્યાંક ખોવાઇ ગયો હતો. હું બીકથી મારા પિતાના ગળામાં બાથ ભરીને આંખો બંધ કરી ચીપકી રહ્યો.

    “તમે તેનો ચહેરો જોયો હતો, કાકા...?” ઉત્સાહપૂર્વક વ્રજલાલભાઇ બોલ્યા.

    “હા...પણ છરપતો જ...તેનો ચહેરો મોટી ઉંમરની પીઢ વ્યક્તિ જેવો હતો. લાંબા બાલ હતા અને ચહેરા પર વધેલી દાઢી જે આછી સફેદ હતી. તેમણે ખાલી ધોતી પહેરેલી હતી. તેમના શરીર પર ભરાવદાર કાળી રૂવાંટી હતી. વર્ષો વીતી ગયાં. તે બનેલી ઘટના, પણ હવે બરાબર યાદ નથી. પણ મારા પિતા કહેતા હતા કે તે અશ્વત્થામા હતા.”

    “કાકા...તમે અમને ઘણી મહત્ત્વની જાણકારી આપી છે.” વ્રજલાલભાઇ બોલ્યા.

    પશ્ચિમ દિશામાં વીજળીના ચમકારા થતા હતા. સરપંચે નજર ઉઠાવી આકાશ તરફ જોયું. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાઇ ગયાં હતા. આકાશમાં જોરદાર વીજળીનો ચમકારો થયો. પછી ધુડડુમ...ભયાનક ગર્જણ ગાજી ઊઠી, અને ધીમે ધીમે વરસાદના છાંટા પડવા લાગ્યા.

    “ ચાલો...વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરે પહોંચી જઇએ.” “પણ...ભીખભાઇ...જો વરસાદ પડશે તો આપણે આ પગલાંના નિશાન ભૂંસાઇ ન જાય તે માટે કાંઇક કરવું પડશે...” વ્યાકુળ નજરે આકાશ તરફ જોતાં વ્રજલાલભાઇ બોલ્યા.

    “એક કામ કરો આપણે જલદી ઘરે પહોંચીએ પછી ઘરેથી તાડપત્રી અને ચાર લાકડાના ખંભા લાવી પગની છાપની ઉપર નાનો મંડપ જેવું બાંધી દઇએ...બાકી બીજું હવે શું થઇ શકે...” સરપંચ બોલ્યા.

    “અરે...આપણે તો સરપંચના ઘરે સૂઇ રહેશું પણ આ બે પોલીસ કોન્સ્ટેબલનું શું કરશું...” પટેલભાઇ બોલ્યા.

    “અરે... આપણે તો સરપંચના ઘરે સૂઈ રહેશું પણ આ બે પોલીસ કોન્સ્ટેબલનું શું કરશું....” પટેલભાઈ બોલ્યા.

    “પટેલભાઈ, વરસાદ પડશે તો અમે આ નાના રૂમના છજ્જા નીચે બેસી રહેશું. બાકી ડી.એસ.પી. સાહેબનો ઓર્ડર છે, એટલે અમે આ સ્થળ છોડી ન શકીએ...” એક પોલીસ કોન્સ્ટેબલ બોલ્યા.

    સરપંચ, વ્રજલાલભાઈ પટેલભાઈ ઊભા થયા. સરપંચે તે કાકાનો હાથ પકડ્યો અને સૌ ચાલતા થયા.

    સુઉઉઉ... ભયાનક ગતિથી પવન ફૂંકાવાનો શરૂ થયો અને સ્પાક...સ્પાક... કરતી વીજળી જોરદાર પ્રકાશ સાથે એક દિશાથી બીજી દિશા સુધી ચમકીને અંધકારમાં વિલીન થઈ ગઈ અને ત્યારબાદ ધુડડડુડુડુ... ધડમ...ભયાનક ગર્જણથી ધડાકો થયો અને બારે મેઘ ખાંગા થઈ ગયા.

    ભયાનક સુસવાટાભર્યો પવન અને જોરદાર વરસાદમાં માંડ માંડ સૌ સરપંચના ઘરે પહોંચ્યા, હવે તે છાપ પર તાલપત્રી બાંધવાનું અશક્ય હતું. તે મોટી ઉંમરના કાકાને તેમના ઘરે મૂકી સૌ સરપંચના ઘરે આવ્યા. શરીરને લૂછી કપડાં બદલાવી સૌ જમવા બેઠા.

    વરસાદ પૂર જોશ સાથે પડી રહ્યો હતો. વરસાદ અને પવન શરૂ થતા ઈલેક્ટ્રકસિટી પાવર સપ્લય બંધ થઈ ગયો હતો. રાત્રીના ઘનઘોર અંધકારભર્યા વાતાવરણમાં પવનના સુસવાટા અને ગાજવીજ થતાં રહ્યાં. રાત્રીના મોડે સુધી પૂરજોશમાં વરસાદ પડતો રહ્યો.

    મોડે સુધી ભીખાભાઈ, વ્રજલાલભાઈ અને પટેલભાઈ વાતો કરતા રહ્યા.

    વહેલી સવારના સૌ જાગ્યા ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. વાતાવરણ વરસાદ પડી જતાં પુલકિંત બની ગયું હતું. મંદ-મંદ ઠંડો પવન વાઈ રહ્યો હતો. સવારની ક્રિયા પતાવી સૌ તૈયાર થયા. ચા-નાસ્તા કરી સૌ ઘટના સ્થળ પર જવા રવાના થયા. ત્યારે સૂર્યોદય થઈ ચૂક્યો હતો.

    સૂર્યનાં આહ્લાદક મધુર કિરણોના સ્પર્શથી ધરતી ખીલી ઊઠી હતી. ચારે તરફ વૃક્ષો પુલકિત થઈને ડોલી રહ્યાં હતાં. પક્ષીઓ આનંદ સાથે ગગનમાં વિહરી રહ્યાં હતાં.

    સૌ લાખાના ખેતરે પહોંચ્યા.

    બંને પોલીસ કોન્સ્ટેબલ બેઠા હતા. તેઓના ચહેરા લેવાઈ ગયા હતા.

    “સર... સર... બધું પૂરું થઈ ગયું. રાત્રીના ભયાનક વરસાદમાં પગલાની છાપો ભૂંસાઈ ગઈ...” એક કોન્સ્ટેબલ વ્રજલાલભાઈને આવેલા જોઈ બોલી ઊઠ્યો.

    વૃજલાલભાઈના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. તેમની લાઈફમાં પહેલી વખત એક અદ્ભુત કેસ આવ્યો હતો અને તેના રહસ્યને ઉકેલવા માટે તેને દિલથી તમન્ના હતી. પણ બધું વરસાદના પાણીમાં ધોવાઈ ગયું. તેઓની ઈચ્છા અધૂરી રહી ગઈ. પગલાંનું રહસ્ય એ એક રહસ્ય જ રહી ગયું.

    તે અદ્ભુત પગલાં કુદરતી એક અનોખી રહસ્યમય ઘટના હતી અને તે ઘટનાને કુદરતે જ રહસ્યમય રહેવા દઈને ભૂંસી નાખી. કુદરતની લીલા કુદરતે સમેટી લીધી.

    સવારના ઊંઝાથી ક્લેક્ટર સાહેબ તે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા. પણ હવે કાંઈ જ બાકી રહ્યું ન હતું. તેઓ પણ નિરાશ થઈને પરત વળી ગયા.

    પગલાની કાચ માંયે લીધેલી આકૃતિ સિવાય કંઈ જ ન રહ્યું. માટીના સેમ્પલના પૃથક્કરણમાં પણ કાંઈ જ ન આવ્યું.

    તે ઘટના રિપોર્ટ બનાવી વૃજલાલભાઈએ ડી.એસ.પી. સાહેબને મોકલી દીધા. સાથે સાથે તે રિપોર્ટની નકલો એક ગૃહખાતામાં અને એક નકલ સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યુરોમાં મોકલાવી દીધી. સેન્ટ્રલ ઈવેસ્ટીગેશન બ્યુરોના ચીફ મેજર સોમદત્ત એક વખત પાલનપુર આવી ડી.એસ.પી. અને વ્રજલાલભાઈને મળી ગયા અને ઘટના સ્થળની મુલાકાત પણ લઈ ગયા.

    ***