shrap in Gujarati Moral Stories by Salima Rupani books and stories PDF | શ્રાપ

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

શ્રાપ

રાજલબાનો મગજ સવારથી તપેલો હતો. પાડોશી મૂકતામાને ત્યાં હમણા ચહેલપહેલ બહુ જ રહેતી, એમની વહુએ બે બાબાને જન્મ આપ્યો હતો, એમાં તો મૂકતામા ફૂલાઈ ને ફાળકો થઈ ગયા હતા. હજી દસ મહીના પહેલા જ દિકરો પરણાવેલો, તેડવા મુકવાનું, સગ઼ાવહાલામાં આવવા જવાનુ જાણે હજી પત્યુ અને તરત સીમંતનો પ્રસંગ આવીને ઉભેલો. રાજલબાને ગમ્યુ તો નહોતુ બાળકોને રમાડવા જવુ પણ વહેવાર સાચવવા જઇ આવેલા. પણ બે દિકરાનો જન્મ થયો એમાં મૂકતામા હરખાય એના કરતા રાજલબા દુઃખી થઈ ગયેલાં.

છોકરા રમાડવા ગયા ને રાજલબા તો એકદમ આભા જ થઈ ગયેલા. જાણે બે કનૈયા સાથે આવ્યા હોય એવા જ બન્ને બાળકો લાગતા હતા.

રાજલબાનો સ્વભાવ આમ તો માયાળુ અને
મળતાવડો પણ આ જીગર, એમનો એકનો એક દિકરો. એની વહુ અવની હજુ સુધી એમને દાદી બનાવી શકી નહોતી. રાણ જેવડા નાનકડા ગામમાંથી જામનગર રહેવા આવ્યા પણ મનથી તો એ નાનકડા ગામમાં જ રહેતા. અવની જામનગરની જ અને કોલેજ કરેલી ને જીગર પણ એન્જિનિયર એટલે બન્નેના મગજ કંઇક અલગ જ હતા એવુ રાજલબાને લાગતું. જોકે અવની એટલી સુંદર હતી કે લગ્ન જેવા પ્રસંગે તૈયાર થયેલી અવનીની પાસે નવોઢા પણ ઝાંખી પડી જતી. "કદાચ આ સુંદરતાથી જ જીગર દબાઈ ગયો હશે?" એ વિચારતા.

થોડી મનમાં અકળામણ રહેતી, થોડા આખાબોલા સગા, સંબંધી કે ઓળખીતાના કટાક્ષ એમને વીંધી નાંખતા, આ બધાનો સરવાળો એ કે સન્જોગોએ એમને ચીડચીડીયા બનાવી દીધેલા. નવાઈ એમને એ લાગતી કે જીગર તો પહેલેથી બેપરવાહ હતો જ પણ, અવની સ્ત્રી થઈને પણ કેમ આટલી નિર્લેપ રહીં શકતી હશે, રાણમાં તો યાદ છે કોઈને દોઢ બે વર્ષ થાય ને પારણું ન બંધાય તો અડધી અડધી થઈ જતી. માતાજી પાસે ખોળો પાથરતી. અને આને છ..છ વર્ષ થયાં લગ્નને, પણ કાંઈ નથી.. પોતે પરાણે નવા નવા ડોક્ટર પાસે દવા કરાવ્યા કરતા. જોકે ખામી તો બેમાંથી કોઈમાં નહોતી. બધાં ડોક્ટર કહેતાં કે બન્ને નોર્મલ છે. જીગર તો કહેતો કે નસીબમાં જે હોય તે અને જ્યારે હોય ત્યારે જ મળે, પણ પોતે તો બાધા આખડી, માનતા. કંઈ બાકી નહોતું રાખ્યું. સાત વર્ષથી ભાત કે ખીચડી નહોતા ખાધા. એમનો ગુસ્સો કોઈને કોઈ રીતે બહાર આવતો રહેતો.

સપના પણ એમને પૌત્રને રમાડતા હોય એવા જ આવતાં. હા, સ્પષ્ટ હતા એ દિકરો જ જોઈએ. દિકરી તો શ્રાપ કહેવાય.

આજે બાજુમાં બહુચરમાના મઠમાંથી પાવૈયા આવેલા અને રકઝક ચાલી રહી હતી. અરે એ કંજૂસ મૂકતા એક હજાર રૂપિયા આપવા રાજી થઈ ગઇ! માનવામાં જ ન આવત જો નજરે ન જોયુ હોત તો.
રાજલબાને આ જાતી પ્રત્યે અણગમો હતો. એમને લાગતું કે આવા લોકો કમનસીબ તો ખરા પણ એમને ક્યારેય મૂળ કુટુંબ યાદ આવતું હશે? પણ મનમાં નક્કી કર્યું જે હોય તે પોતે પૌત્રજન્મ થાય ત્યારે પાંચ હજાર આપશે..મૂકતા જોઈ રહેશે અને આ અભાગિયા ખુશ થશે તો વધારે આશીર્વાદ આપશે.

દિવસો જતા વાર લાગે છે, બન્ને બાળકો ચાલતા શીખ્યા તો ડગમગ થતા રાજલબાની ઓસરીએ આવવા લાગ્યા. રાજલબા પણ રાહ જોઈને કંઇક ભાગ તૈયાર જ રાખતા. અવની પણ બન્ને પર ખૂબ વહાલ વરસાવતી. રાજલબા કલ્પના કર્યા કરતા કે આવો એક કાનુડો માતાજી મારા ઘરે પણ આપશે ને હું રમાડ્યા કરીશ.

અંતે એ દિવસ આવ્યો. ડોક્ટરની ટ્રીટમેન્ટ અસરકારક નીવડી અને રીપોર્ટ વધામણીના આવ્યા. રાજલબા આટલા સમયથી બધાનું સાંભળીને થાકી ગયા હતા એણેે ગમતા સમાચારનો ગુલાલ કર્યો.

જેને જુઓ એને ક્હે કે "માતાજી પ્રસન્ન થયાં. હાશ હવે હું નિરાંતે દિકરાને રમાડીશ." જીગર અકળાઈ જતો, કહેતો " બા દિકરી કે દિકરો જે ઇશ્વર આપે એ કબૂલ. " પણ દીકરીના નામથી જ રાજલબા ચીડાઇ જતા. કહેતા "આપણી સાત પેઢીમાં દિકરી નથી આવી. " જીગર અને અવની સમજતા કે એવુ કુદરતી તો ન જ હોય. કોને ખબર કેટલી દીકરીઓનો ભોગ લેવાયો હશે. પણ, રાજલબા તો રાતદિવસ માતાજી પાસે માંગતા રહેતાં. 'દિકરી નહીં દિકરો જ જોઈએ મા."

છેવટે રાજલબાએ જીદ લીધી, "સોનોગ્રાફી કરાવી જ લો." જીગર ડરી ગયો. દિકરી હોય તો ક્યાંક બા એનો ભોગ ન લેવડાવે. ગેરકાયદેસર છે કહીને ટાળતો રહ્યો. રાજલબા માતાજી પાસે માંગતા રહ્યાં."દિકરી ન આપજે મા. એટમા મારૂન રાખજે."


એક વાર તો જીગર ગુસ્સે થઇને બોલી ગયો કે
" માતાજી પણ સ્ત્રી જ છે, તમે આમ અપમાન કરશો તો ક્યાંક શ્રાપ ન આપી દે." અવની આ બધુ સાંભળીને રડી પડી.

અંતે રાજલબાએ રૂમમાંથી બહાર આવવાનું જ ઓછુ કરી દીધું. પણ, રૂમમાં સતત માળા લઇને બેસી રહેતાં અને બસ દિકરી ન આપતી મા એવુ માતાજી પાસે માંગ્યા કરતાં. અવની સવારથી સાંજ ઘરનું કામ કર્યા કરતી પણ મનમાં ફફડતી રહેતી. સીમંત કરીને ડિલિવરી કરવા એને પિયર લઇ જવા એનાં ભાભીએ રજા માંગી તો રાજલબાએ કહ્યુ કે "રૂઢિ નથી, બગડે છે." ચૂપચાપ રહયા વગર જીગર પાસે પણ વિકલ્પ દેખાતો નહોતો. અવની બિચારી મુંઝાઈ ગઇ.

જીગર ધુન્ધવાઈ ગએલો પણ અવની પર અસર ન થાય એ ફિકરમાં વાતાવરણ સાહજીક બનાવી રાખતો.

અંતે એ દિવસ આવી ગયો. અવનીની તબિયત તારીખ કરતા વહેલી બગડી, એક તો આરામ પુરતો મળતો નહોતો અને આ દિકરાનું પ્રેસર, એનાં મન પર પણ અસર થઈ ગયેલી, ડોક્ટરે જ્યારે કહ્યુ કે પુરતુ ધ્યાન નથી રખાયું ત્યારે જીગરને રાજલબા પર ગુસ્સો આવ્યો, પણ બહું મોડું થઈ ગયેલું, ડોક્ટરે કહ્યુ અમે બન્નેને બચાવવાની કોશિષ કરીએ છીએ પણ!
હવે જ રાજલબા ને ભુલ સમજાઈ. તો એ મનમાં ડર લાગ્યો કે દિકરો હોય ને એને પણ ડોક્ટરે પુરુ જોર લગાવ્યું. અંતે અવની અને બાળક બન્ને બચી ગયા.

જીગર અને રાજલબા બન્ને અથરા થયેલા. વિચાર
બન્નેનાં અલગ હતાં, પણ સવાલ એક જ."શું આવ્યુ?" જેવા ડૉક્ટર બહાર આવ્યાં એવા જ રાજલબા દોડયા અને પુછ્યું." કાનુડો આવ્યો ને?" ડોક્ટરે નકારમાં માથું હલાવ્યું. રાજલબા બેસી પડ્યા. બોલ્યા. "દિકરી?" " ડોક્ટરે ફરી નકારમાં માથું હલાવ્યું.
એક મિનીટ તો સમજાયું નહીં. પણ જ્યારે ડોક્ટરે નાછૂટકે જવાબ આપ્યો ત્યારે એ શાનભાન ગુમાવી બેઠા અને "માતાજીનો શ્રાપ માતાજીનો શ્રાપ" એવું બબડવા લાગ્યા. જીગરને ક્યાંક દૂરથી બહુચરમાના ભક્તોનાં તાબોટા સંભળાતા હોય એવું લાગ્યું અને એ ફસડાઈ પડ્યો.
રાજલબા અભાનપણે સ્વયમ સાથે વાત કરતા હોય એમ બોલવા લાગ્યા. "ઓ માતાજી એક દીકરી જ આપી દીધી હોત

તો. "